________________
તા. ૧૬-૩-૬૦
પ્ર બુદ્ધ જીવન
-
-
ટેવાડવામાં આવ્યા હતા. આ રીતે ભારતના અગ્રતમ રાજપુરૂષની આંખને તૃપ્ત કરવા ખાતર કેટલાંય પશુઓનું એ દિવસોમાં બલિ- દાન આપવામાં આવ્યું હતું. '
આ બધું જાણીને સાંભળીને આપણું દિલ કંપી ઉઠે છે. નિર્દોષ પશુઓની પ્રાણાન્ત ચીચીયારી સાથે સંકળાયેલા આ કમ- નસીબ સિંહદર્શનમાં માનવીને શું આનંદ આવતો હશે? આવો પ્રશ્ન આપણું દિલને બેચેન કરી મૂકે છે. ખીણ અને જંગલમાં શહેનશાહની માફક વિચરતા, બાદશાહી કેશવાળી ઝુલાવતા, ભવ્યતાની મુતિ સમા આ વનસમ્રાટોને પ્રત્યક્ષ જોવામાં એક પ્રકારની રોમાંચ રહેલે છે એ બાબતને કોઈ ઈનકાર કરી નહિ શકે. પણ... એ જેવા દેખાડવા માટે મુંબઈ સરકારે શા માટે આવી જંગલી રીત અખત્યાર કરી હશે તે સમજાતું નથી. ગીરના પ્રદેશમાં ' જમીનથી બહુ ઊંચે નહિ એવી રીતે એરોપ્લેઇનનાં આમ તેમ ચક્કર લગાવવાથી સિંહ સહેજપણે જોઈ શકાય તેમ છે. આથી વધારે જેમને તલસાટ હોય તેવા લોકોએ તે પ્રદેશમાં જઈને બે ચાર દિવસ રહેવું જોઇએ અને તે ખાતર થેડુંક જોખમ પણ ખેડવું જોઈએ. આફ્રિકામાં જ્યાં-સિંહો વસવાટ છે ત્યાં મારણની કાં પણ ગોઠવણ કર્યા સિવાય મેટરમાં બેઠાં બેઠાં બહુ નજીકથી સુરક્ષિતપણે સિંહે નિહાળી શકાય છે. ગીરમાં પણ, આજે જ્યારે સિંહોની વસ્તી વધી રહી છે ત્યારે, સિંહનું આવું દર્શન જરૂર સુગમ હોવું જોઇએ. સિંહે જોવા માટે આવું કોઈ નિર્દોષ આયેજન વિચારવા મુંબઈ સરકારને પ્રાર્થના છે.
" એમાં કોઇ શક નથી કે આજે સિંહ જેવા માટે મુંબઈ સરકાર તરફથી જે પ્રકારને પ્રબંધ કરવામાં આવ્યો છે તે સાથે પશુઓ પ્રત્યેની નિષ્ફરતા નીતાંતપણે જોડાયેલી છે, અને તે પ્રબંધને લાભ લેનારાઓમાં પણ એવી જ નિટુરતા કેળવાય છે. આ સહેલગાહે ગયેલા મિત્રોને પુછવામાં આવે કે આ તો બંધુ ઠીક, પણ એ બચારા નિર્દોષ પાડાને આવી રીતે જીવ લેવા જોઇને તમારા દિલમાં કોઈ અરેરાટી જન્મી નહિ?” જવાબ મળે છે કે એમાં શું ? આમેય તે તે પાડો બીજે કયાંક કપાવાને તે હતો જ ને?” આજની આનંદ માણવાની ઘેલછા જન્મજાત કરૂણાના–દયાના–સંસ્કારને કેવી રીતે આવરી લે છે, ચેરી ભૂંસી નાંખે છે તેનું આ સૂચક દૃષ્ટાન્ત છે. '
વળી 'એક નિર્દોષ અવાચક પશુના ભાગે તમે આ શું આનંદ માણી રહ્યા છે ?”—એવા પ્રશ્નના જવાબમાં ચોતરફ ચાલી કે રહેલી વિવિધ કોટિની હિંસા, માંસાહાર માટે ચલાવાલાં કત્તલ - ખાનાં, ખેતી બચાવવા માટે થતો વાંદરાઓને સંહાર, વાદારૂ
માટે થતા અનેક પશુઓને વધ, વિજ્ઞાનના નામે કરવામાં આવતી . પારવિનાની પ્રાણુહાનિ–આ બધું આપણી સામે ધરવામાં આવે છે
અને “ આ બધું જયાં તરફ ચાલી રહ્યું છે ત્યાં પાંડાના નામને આ શું પિકાર ઉઠાવી રહ્યા છે ? આ સામે પાંચ પચીસ પાડાની તે શું વિસાત છે ?” એ જવાબ આપણું માથામાં મારવામાં આવે છે. ચોતરફ ચાલી રહેલા હિંસાતાંડવમાં પાંચ દસ પાડાની કઈ વિસાત નથી એ વાત બરાબર છે. આમ છતાં પણ ઉપર ગણવેલા અનર્થોના બચાવમાં કાંઈક ઉપયુકતતા સૂચવતી યુકિત પ્રયુકિત કલ્પી શકાય છે, જ્યારે અહિં શરૂ કરવામાં આવેલી હિંસાની કોઈ ઉપયુક્તતા કંપી શકાતી નથી. માત્ર માનવીના મનમાં રહેલા એક કુતુહલની તૃપ્તિ, દૂરથી આવેલા માણસને બે ઘડિ આનંદ આપવા માટેની એક અનોખી તરકીબ-આથી બીજું કોઈ કારણ પ્રસ્તુત પડાવધ પાછળ નજરે પડતું નથી.
અલબત્ત, આ દુનિયામાં વસતા માનવી માત્રને એક યા બીજી રીતે આનંદ માણવાનો અધિકાર છે, પણ આ અધિકાર ભોગવ વાની એક મર્યાદા સભ્ય સમાજે હંમેશા સ્વીકારેલી છે અને તે
એ છે કે આપણે આનંદ પરપીડનમાંથી નિમણુ થ ન જોઈએ. ન્યાય અને નીતિની આ અપેક્ષાને કેઈએ પણ અવગણવી ન ઘટે. આપણો આનંદ જ્યારે પરપીડન સાથે જોડાય છે ત્યારે તે આનંદ આસુરી રૂપ ધારણ કરે છે અને એ આનંદ ભેગવવાની લાલસા માણસને ધીમે ધીમે રાક્ષસ બનાવી મૂકે છે. આવી આનંદજનક પ્રક્રિયાઓને ઉત્તેજન આપવાથી પ્રજામાનસ નિષ્ફર બને છે, તેમાં રહેલી કુમળી લાગણીઓ બુઠ્ઠી બની જાય છે.
ભિન્ન ભિન્ન નિમિત્તોથી પ્રેરાયેલી ભિન્ન ભિન્ન પ્રકારની હિંસાની ગુણવત્તા (Quality)માં–લાતમાં અમુક ફરક રહેલા હોય છે. માનવી દિલ હંમેશાં અહિંસાથી-પ્રેમથી-કરૂણુથી પ્રેરિત રહે છે, પણ તેના સાગ, સંસ્કાર, આદતા અને સાચી તેમ જ માની લીધેલી અંગત જરૂરિયાતો તેને જાણ્યે અજાણે હિંસક પ્રવૃત્તિઓ અને પ્રક્રિયાઓ તરફ વાળે છે. આમ છતાં પણ પોતે કાંઈક ખોટું કરે છે, અગ્ય કરે છે, પોતાના સુખ સગવડ ખાતર અન્ય કોઈને બાધા પહોંચાડવાના પિતાને કોઈ હકક નથી - આવો કઈક ખટકે તેના મનમાં હંમેશાં સળવળ્યા જ કરતા હોય છે, અને તેથી જ્યારે પણ કોઈ અમુક હિંસક પ્રક્રિયામાંથી તેને છૂટવાની તક દેખાય છે અથવા તે તેવી તાકાત પિતે અંદરથી અનુભવે છે ત્યારે તે મોટે છુટકારો-અંદરની રાહત-અનુભવે છે, અને તેવી તકને તે ઝડપી લેવા મથે છે અથવા તો તેવી તાકાતનું અવલંબન લઇને તેટલા પૂરતે તે હિંસામુકત બનવા પ્રયત્ન કરે છે. માનવી માત્રનું ધ્યેય હિંસામાંથી અહિંસા તરફ ગતિ કરવાનું હોવું જોઇએ એ વિષે આજે કોઈ બેમત નથી. વ્યકિતની દષ્ટિએ આવી પ્રગતિ ત્યાં સુધી જ શકય છે કે જ્યાં સુધી ચાલુ હિંસક પ્રવૃત્તિઓ અને પ્રક્રિયાઓ વિષે તેના દિલમાં શરમ હોય, સંકોચ હોય, કાંઈક અકળામણ હોય, કાંઈક ભોંઠપ હેય. પણ જ્યારે હિંસાવિષયક આવી શરમ, સંકોચ, અકળામણ કે ઠપ માનવીના દિલમાંથી સરી જાય છે ત્યારે તેની હિંસાવૃત્તિ રીઢી, નફટ બની જાય છે અને હિંસા વિષે તે શરમ અનુભવવાને બદલે શેખી કરતે થઇ જાય છે. મોજમજા સાથે સંકળાયેલી હિંસા માનવીના ચિત્તમાં હંમેશા આ પ્રકારની વિકૃતિ પેદા કરે છે અને અહિંસા. તરફની પ્રગતિનાં દ્વાર તેના માટે બંધ થતાં જાય છે, અને પરિ. ણામે તે અધિકાધિક હિંસા તરફ ઘસડાત રહે છે. મુંબઈ સરકારે અખત્યાર કરેલી આમ પ્રજાને સિંહો દેખાડવાની પ્રસ્તુત છેજનામાં હિંસા સંબંધમાં માનવીને વધારે ને વધારે નફટ અને નઠોર
બનાવવાનું જોખમ રહેલું છે અને તેથી તે સામે આજે જે વિરોધ * 'થઈ રહ્યો છે તે સર્વથા એગ્ય છે.
' સર રાધાકૃષ્ણને એક પ્રસંગ ઉપર કહેલું કે આજે આપણે ' ત્યાં crisis of character ચારિત્ર્યની કટોકટી–ઉભી થઈ છે. આથી પણ વધારે ચિન્તાજનક આપણે ત્યા, મારી દૃષ્ટિએ, crisis of compassion-કરૂણની કટોકટી-ઉભી થઈ છે. માનવીના દિલમાંથી કરૂણું ઉત્તરોત્તર ઓસરતી આવી છે. કરૂણાના ઓસરવા સાથે આખી માનવસંસ્કૃતિ અને સભ્યતા જોખમાવા લાગી છે, એમાં શું?” “એમાં શું ?” એમ કહેતે કહેતે ગમે તેટલી હિંસા આચરતાં આજને માનવી અચકાતું નથી. હીરોશીમાને નાશ હજુ આપણે ગઈ કાલે જે; આથી ભયંકર વિનાશ, માનવી ચિત્તમાં થઈ રહેલા કરૂણાલપ સાથે, આપણા માથા ઉપર કેમેકલીસની તરવાર માફક લટકી રહ્યો છે. આ આખી નેધનું ધ્યેયમાત્ર એક કે એકવીશ પાડાને આ રીતે મરતા બચાવવાનું નથી–કાળના ક્રમ મુજબ એને કોઈ મારવાનું છે અથવા એ સ્વતઃ મરવાના છે-પણુ આજે એથી પણ વધારે મહત્ત્વનો સવાલ છે. ઓસરતી જતી કરૂણાને બચાવવાને. અને એમાં કોઈ શક નથી કે મુંબઈ સરકારે પ્રજા-મનોરંજનની આ જે નવી પ્રવૃત્તિ હાથ .
છે