SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 80 કિશોર ૨૧૮ ગણીગાંઠી ઉચ્ચ સ્થાને બેઠેલી વ્યકિતએ શિક્ષણ પામે ‘એમ નહીં; પણ ભારતનું એકએક બાળક કેળવણીની બધી સગવડતાઓ મેળવે. ખેતી એ ઉત્તમ ધંધા છે, ખેડુત ગરીબ રહેવા ન જોઇએ, તે સમૃદ્ધ થવા જ જોઇએ. ખેતી એ આપણી પ્રજાના જીવનને પાયેા છે. ઘણી યોજનાએ આપણે પાર પાડવાની છે, પણ તેની સફળતાના પાયા ખેતી છે. જ્યાં સુધી અનાજના વિષયમાં આપણે સ્વાશ્રયી નહી” થઇએ, પરદેશથી અનાજ લાવ્યા કરશું, ત્યાં સુધી આપણું ધન પરદેશમાં ખેંચાઈ જશે અને દેશમાં ગરીબી વધતી જશે, ખીજી બાજુથી મેાટા પાયા પરના ઉદ્યોગો અને ખીજી વિકાસ યેાજના માટે નાણાંની જરૂર છે, એટલે ખેતીનુ ઉત્પાદન વધે એ સૌથી પહેલી જરૂરિયાત છે. આ હેતુથી હું સહકારી મ`ડળીએ ઉપર ભાર મુકુ છુ”. કેમકે તે મારફત જ અન્ન ઉત્પાદન વધારી શકાય તેમ છે. રાજસ્થાનની જમીન ફળદ્રુપ છે. તમારામાંના જે કેટલાક ગંગાનગર પાસે આવેલા સુરતગઢથી આવ્યા હશે તે જાણતા હશે કે થાડા વખત પહેલાં જે જમીન સાવ ઉજ્જડ વેરાન હતી ત્યાં ભાખરા થાજનાનું પાણી મળવાથી કવા થોકબંધ પાક ઉતર્યા છે. રાજસ્થાનની ભૂમિ સાનુ નિપજાવી શકે તેમ છે, જો તેને યોગ્ય રીતે સિ'ચાઈના પાણી મળે તે અને આપણે તેવા પ્રકારની યેાજના અમલમાં મૂકી રહ્યા છીએ. આ બધી સફળ” તા મળે, જો પ્રજા સખ્ત પરિશ્રમ કરે અને પોતાની સમગ્ર શક્તિ અને સામર્થ્ય દેશને માટે ખર્ચે. ઐતિહાસિક પ્રસ્થાન પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૬૦ છે તે પાતાને સર્વ શ્રેષ્ઠ તરીકે, સ્વામી તરીકે લેખે છે. બ્રિટીશના અમલની આ એક નિશાની રહી ગઇ છે. પણ તે ધીમે ધીમે નીકળી જશે. તેથી હું કરીને કહું છું કે આજના મગળ દિવસે તમે આ એક ઐતિહાસિક પગલુ ભર્યું છે. મારા તમને આશીર્વાદ અને અભિનંદન છે. પણ આશીર્વાદ કે અભિનદન આપનાર હું કાણુ ? આદરેલા કામના આપણે સૌ સમાન ભાગીદાર છીએ. કયારેક એક બીજાને ઉત્તેજન આપીએ એ ફ્રીક છે, પણ સાચે આનંદ કા'ની સળતામાં રહેલા છે. કાઇ સાહસ ઉપાડીએ અને સખ્ત મહેનત અને ખંત પછી ઘેાડી પણ સફળતા મળે તે। તે આપણને વિશેષ ઉત્સાહિત કરે છે. એક વખત સ્વાતંત્ર્ય માટે આપણે લક્ષ્યા, અને વિજયી નિવડયા ત્યારે અ ંતરમાં નવી તાકાતના અનુભવ થયે. બહારની દુનિયા પણ આપણા તરફ્ માનથી જોવા લાગી. આપણે પંચવર્ષીય ચેાજના ઘડી, તે સફળતાથી પાર પડી, એટલે આપણા આત્મવિશ્વાસ વધ્યા. તમારે પણ સધળી તાકાત અને હિંમતથી પચાયત અને સહકારી મંડળીઓને સફળતા અપાવવાની છે. તે તમે જોશે કે રાજસ્થાનનું સમગ્ર સ્વરૂપ બદલાઇ ગયુ છે. જેમ સ્થિતિ સુધરતી જશે તેમ વધારે વિશ્વાસ પેદા થતે! જશે, આભમાનથી માથું ઊંચું રાખી કરી શકશે, અને વધારે ઝડપી પ્રગતિ કરવા માટે તમે કટિબદ્ધ થશે. આ બધું વિચારવાને તમે આજે મળ્યા છે. તમને હ ંમેશા મારી શુભેચ્છા છે. મારી ખાત્રી છે કે રાજસ્થાનની પ્રજા ધીમે પણ મક્કમ પગળે આગળ વધવાની જ છે. આજ સુધી આપણે જે એકએક પગલાં ભરતા આવ્યા છીએ તેમાં આપણે સફળતા મેળવી છે. આપણે સ્વાત ંત્ર્ય મેળવ્યું, રાજાશાહી નાખુર્દ કરી, જાગીરદારી ગઇ, અને હવે આ પણ એક ઐતિહાસિક પગલુ ભર્યું છે. તમે જોયું કે આપણી તાકાત વધતી જાય છે. હવે જ્યારે પ્રજા ઉપર જવાબદારીઓ નાંખી છે તે। તેમાં તેની શક્તિ વધારે ખીલી નીકળવાની છે. પહેલાં રાજા અને પ્રજા એવા બે ભેદ હતા. આજે તે ભેદ ભુંસાઇ ગયા છે. પહેલાં જ્યારે રાજાને ગાદીએ એસાડવામાં આવતે ત્યારે એક રાતમાં તેનામાં હાપણ આવી જતું નહતું. તેમ આજે કઇ અધિકારની ખુરશી ઉપર બેસવાથી તમારામાં શાણપણ આવી ગયુ છે એમ માની એસા નહી, આપણા રાજકીય જીવનમાં આ એક સામાન્ય અવગુણુ છે કે જે સત્તાસ્થાને આવે સભાનતાની ભાવનાપૂર્વક આપણે કામ કરવુ જોઇએ જે વ્યકિત અધિકારી તરીકે નિમાય, તેને કાણુ કસોટીમાંથી પસાર થવાનું રહે છે. જે કામની તાલીમ મળી હેાય તે કામની જવાબદારી તેને જરૂર સોંપાય, પણ જો તે સત્તાના ધેનમાં આવી પોતાને બીજા કરતાં ચડિયાતા માનવા લાગે તે તેમાંથી સા" પરિણામ નીપજે તેવું કામ તે નહીં કરી શકે. હું આશા રાખુ છું કે તમારા સરપંચો અને પ્રમુખે એ રીતે કામ નહીં કરે, એ સ્પષ્ટ છે કે જેનામાં આવડત છે તેને કામ સોંપાવુ જોઇએ, જેનામાં આવાત નથી તે શુ' કરી શકવાને છે ? આમ છતાં જે અધિકારીપદે હશે તે જો અભિમાન અને આપમથી કામ કરવા જશે તે! તે લેાકેાના સહકાર નહી મેળવી શકે. સમજી અધિકારી બધાંને પોતાના સમાન ગણી ચાલશે અને તે જ તે ખીજાઓને પણ તેવી રીતે તૈયાર કરી શકશે. તમારે પણ એકબીજાને સહકાર આપી કામ કરવું જોઇશે. સહકારી મડળી, પંચાયત, વિકાસ ઘટક, કે ગ્રામસેવક બધાં એક કુટુંબના કુટુંબીઓ છે. 'ચા અને નીચા વચ્ચે કાઇ ભેદભાવ હવા ન જોઇએ, કારણ કે શાસક અને શાસિતના દિવસેા હવે ખલાસ થયા છે. નાના રાજાએ અને જાગીરદારા આપણા રાષ્ટ્રીય જીવનમાંથી વિદાય થયા છે, અને તેથી નાત જાતના ભેદભાવ પણ હવે આપણામાંથી નાખ઼ુદ થવા જ જોઇએ. આજના ભારતમાં કાએ પોતાને અન્ય લોકોથી ચડિ યાતા ગણવા ન જોઇએ. રાજકારણી જીવનમાં બધાંને સમાન મતાધિકાર છે; આર્થિક ક્ષેત્રે દરેકને સમાન તક છે. આપણી પંચાયતમાં પણ કોઇ સ્ત્રી હોય કે પુરૂષ હાય, ઊંચા હોય કે નીચે હાય, દરેક સરખા લેખાવા ોઇએ. તમે હિન્દુ હા, બૌદ્ધ હા, મુસલમાન, પારસી, ખ્રિસ્તી કે જૈન હા, તમને પસંદ પડે તે ધમની તમે ઉપાસના કરી શકે છે, પણ તમે અમુક એક સંપ્રદાયના છે! એને અ' એમ હાઇ ન શકે કે તમે અન્ય પ્રત્યે ગેરવર્તાવ કરી શકેા. આપણે સૌ એક રાષ્ટ્રનાં સન્તાન છીએ. આપણે ગમે તે ધમ પાળતા હાઇએ, આપણે બધાંએ ભાઇએ માફક રહેવુ જોઇએ. આવી એકતા અને ભાતૃભાવની ભાવનાપૂર્વક આપણે આગળ વધવાનું છે. આજે તમે જે પ્રસ્થાન કર્યુ છે તેને, તમારા કામમાં હિ ંમત અને તમારી જાતમાં શ્રદ્ધા રાખીતે, નિષ્ટપૂર્વક તમારે વળગી રહેવાનુ છે. જો તમારા નિશ્ચયમાં તમે ઢીલા પડયા અને અંદરો અંદરના ઝગડામાં-પક્ષાપક્ષીમાં પડયા તો તમારા કા"માં તમને સફળના નહિ મળે અને અન્યના ઉપહાસને પાત્ર તમે બની જશે). જ્યારે આપણે કાઇ માટુ' કાર્ય ઉપાડીએ છીએ ત્યારે આપણે પોતે મહાન બનીએ છીએ. પછી આપણે નાના માણસે માફક વી` ન જ શકીએ. આમ હાવાથી તમા સવે એ-પચાએ, સરપચેએ, પ્રમુખાએ અને અહિં એકત્ર થયેલી નામાંકિત વ્યકિતએ-પેાતાની જાત ઉપર એક ગંભીર જવાબદારી સ્વીકારી છે. તમારે રાજસ્થાનના લોકાને જાગૃત કરવાના છે અને તે એક મહાભારત કાય છે. તમારે તેથી એક પણ ખોટુ પગલુ ભરવા સામે ભારે પૂરી સાવધાની રાખવાતી છે કે જેથી તમે, તમારી પંચાયત કે તમારૂ રાજ્ય બદનામ થવા ન પામે, તમારે નાની બાબત પરથી ઉપર આવવાનું છે અને ઉમદા દાખલે બેસાડવાના છે, જો તમે એ મુજબ કરશે! તે તમને સુખ મળશે, શાન્તિ મળશે, માનસિક બળ પ્રાપ્ત થશે અને તમે ભવ્ય પ્રગતિ સાધી શકશેા. પરિણામે, તમે રાજસ્થાનમાં લોકશાહીના મજબુત પાયા નાખ્યા હતા એમ ભવિષ્યની પેઢી અભિમાનપૂર્વક જરૂર ઉચ્ચારશે અને તમારા ઉપર અભિનદનનેા વરસાદ વરસાવશે. મૂળ : જવાહરલાલ નહેરૂ અનુવાદક : મેનાબહેન નરેાત્તમદાસ મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાન ંદ કુંવરજી કાપડિયા, ૪૫ ૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રક્ષ્ણસ્થાન · ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુખઇ ર, ટે. નં. ૨૯૩૦૩
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy