________________
તા. ૧-૩-૬૦
સહાયભૂત થવા માટે હંમેશા તત્પર હેાય એવી વ્યકિતઓનું જૂથ. અને સંપમાં કેટલું બળ રહ્યુ છે તે તમે જાણા છે. વહીવટની જવાબદારી ખુરશી ઉપર બેઠેલા ઘેાડાના હાથમાં હાવી ન ઘટે, પણ આપણી ચાળીસ કરોડની જનતામાં વહેંચાઇ જવી જોઇએ. જો એમ થાય તેા જ આપણી તાકાત ખૂબ વધી શકે. પ્રજાને સહકાર અતિ આવશ્યક છે, અને તેની ઇચ્છા વિચારણા મુજબ દરેક કામ થાય તે માટે પંચાયતા અને સહકારી મંડળીઓને અમે માન્ય કરી છે. સહકારી મંડળીઓની કાર્ય પ્રણાલી જુદા જુદા પ્રકારની હશે. આખા દેશમાં આવી મળીએ એક જ ચીલે ચાલતી હોય એ જરૂરી નથી; કેમકે જે ક્ષેત્રમાં જે મંડળીને કામ કરવાનું હોય તે ક્ષેત્રની પરિસ્થિતિ અને જરૂરિયાતે વિચારીતે તેણે પોતાની કાય પદ્ધતિ નક્કી કરવી જોઇએ. સાધારણ રીતે ખેડૂતને પૈસા ધીરવા એ સહકારી મંડળીનું કામ મનાય છે. આ ખાસ જરૂરી છે, પણ તેની સાથે વધારામાં ખીયારણ અને ખાતરની વહેંચણી, પાકની ખરીદી અને વેચાણ વગેરે બીજા કામેની પણ તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. પહેલાં ખેડૂતને પાકના વેચાણુ માટે શાહુકાર ઉપર આધાર રાખવા પડતા, જેથી બધા નકા તેના ખીસામાં જતા અને ખેડૂતને તેની મહેનતને કંઇ લાભ મળતા નહીં. જ્યારે ખેડૂતને પૈસાની જરૂર પડે ત્યારે તે બહુ ઓછી કિં‘મતે પાક વેચી નાખતા. આપણે આ પદ્ધતિ બદલીને ખેડૂતને જ પોતાના શ્રમને પૂરેપૂરા બદલે મળે એવુ કરવા માગીએ છીએ. શાહુકારાને વચમાંથી દૂર કરીને સહકારી મ`ડળીઓ દ્વારા આ કામ થાય તા બધા નફા ખેડૂતોને મળે. આ મંડળીએ પૈસા ધીરવા ઉપરાંત ઊંચી જાતના ી અપાવવા, સારાં સાધનો અપાવવા, જરૂર હોય તે નાનાં ટ્રેકટર અપાવવા, એકલવાઇ વ્યકિત તરીકે ખેડૂત જે કામ ન કરી શકે . તેમાં મદદ કરવી વગેરે બધાં કામેા કરે એવી તે મ`ડળીઓ વિષેની કલ્પના છે. વળી આ રીતે જ સહકારી મંડળીઓ ખેડૂતાને પરસ્પર મદદરૂપ થવામાં ઉત્તેજન આપી શકે. છે. જમીન ખેડૂતાની પાતાની માલીકીની રહેવાની છે. સહકારી મંડળીએ તે લઇ લેવાની નથી, માત્ર તેમના નફો વધારવામાં તે મદદરૂપ થવાની છે. જે પૈસા પહેલાં ખીજાના ખીસામાં જતા હતા તે ખેતેામાં વહેંચાવાના છે અને આ રીતે ખેડૂતે આબાદ થવાના છે. દુનિયાના લગભગ દરેક દેશોએ ખેડનાર અને ખેડાવનારાઓનાં મંડળો સ્થાપ્યાં છે. એ મંડળે એકબીજાને મદદ કરે છે, એટલુ નહીં પણ, તે થયેલા નફામાંથી નાની નાની ફેકટરીઓ ઊભી કરે છે, નિશાળે ચલાવે છે અને મનુષ્ય તેમ જ પશુઓની હોસ્પીટલે પણ ચલાવે છે. આ પ્રમાણે મંડળીનેા એકેએક સભ્ય ના ભાગીદાર થાય છે. તેનાં બાળકોને શિક્ષણની સગવડો મળે છે. અને દરેકને રોજી મળે છે. પણ તમારે ધ્યાનમાં લેવું જોઇએ કે ચેડાં માણસાને માત્ર એકઠાં કરવાથી આવાં કામા થઇ શકતાં નથી. તેને પ્રથમ કામ કરવાની તાલીમ આપવી જોઇએ, તેથી અમે ગ્રામ સેવા અને વિકાસ ઘટકાના અધિકારીઓને યોગ્ય તાલીમ મળે તેવી ગોઠવણ કરી છે, જેથી સહકારી મંડળીઓમાં લાયકાત ધરાવતી વ્યકિતઓ જ જોડાય. ખેડૂત પોતે પેાતાની જમીનના માલીક રહેશે. અને સહકારી માળીએ તેને બીજી રીતે મદદરૂપ થશે. આ બધું કંદાચ તાત્કાલિક નહીં થાય. આપણા દેશમાં જમીન બહુ નાના નાના ટુકડાઓમાં વહેંચાખેલી છે, એટલે જે વીસ કે ત્રીસ ખેડૂત સાથે મળીને સામૂહિક ખેતી કરે તે ધણા ફાયદા થાય, ખર્ચ આ આવે અને ઉત્પન્ન વધારે થાય. એટલે સામૂહિક ખેતી એ બહુ ઉપયોગી વસ્તુ છે, પણઆપણે ત્યાં એ થતાં વખત લાગશે. એટલે હમણા તે હું તમને સહકારી મડળી સ્થાપવાને! જ આગ્રહ કરૂ છું. તેથી તમારા માલિકી હક્કને ક્રાઇ આંચ આવવાની નથી, પણ તમારૂ ઉત્પાદન વધશે, સારા ભાવે વેચાશે અને ખર્ચીના બચાવમાં સહાયક થશે. તેટલા માટે હું માનુ હ્યુ` કે પંચાયતે તમને વહીવટમાં મદદ કરે અને સહકારી મંડળી આર્થિક રીતે મદદકર્તા થાય તેા ગામડાંઓ ઘણી પ્રગતિ સાધી શકે.
પ્રબુદ્ધે જીવન
૨૧૭
લેાકજીવનમાં શાળાઓનું મહત્ત્વ
ગામડાંઓને ત્રીજી જરૂરિયાત શાળાઓની છે. આજની દુનિયામાં નિરક્ષર પ્રજા કઇં પ્રગતિ કરી નહિ શકે. ગ્રામ્યપ્રજાને શિક્ષણની જરૂર નથી એમ માનવું એ ભૂલ છે. અલબત્ત જ્યારે હું શિક્ષણની વાત કરૂ છુ ત્યારે તેને અથ એમ નથી કે બધા ભણીને દિલ્હી કે જયપુરની ઓફીસમાં જઇ કારકુની કરે. હું ઇચ્છુ છું કે જે શિક્ષણ મેળવે તે ગામડાંને ઊંચે લાવવાના અને કેળવણીના પ્રચારમાં લાગી જાય, દિવસે દિવસે નવાં દ્વાર ઉડતા જાય છે, એટલે એ જરૂરનું છે કે ગામડે ગામડે શાળા હાય જેથી કાઈ નિરક્ષર રહી ન જાય. પંચાયતા, સહકારી મ’ડળીઓ, અને સ્કૂલો-આ ત્રણ ગામડાંએ માટે પાયાની જરૂરિયાત છે. ધ્યાન રાખજો કે હુ' છોકરા છોકરીઓ બન્નેના શિક્ષણની વાત કરૂં છુ. સ્ત્રીઓને પણ સમાન તક મળવી જ જોઇએ. દેશને સમૃદ્ધ કરવાના કાય માં સ્ત્રી અને પુરૂષ બન્નેની શક્તિને જો સમાન ઉપયોગ ન થાય તે કઇ દેશ ઊંચા આવે નહીં. સ્ત્રીઓએ ધરમાં પુરાઇ રહેવાના જમાના વીતી ગયા છે. તેમને ઘરકામની જવાબદારી છે, પણ તેમાં જ સમાપ્તિ નથી. દેશને માટે પણ જે બની શકે તે કરવાની તેમની ફરજ છે. વખત ગુમાવ્યા આપણને પાષાય તેમ નથી. વસ્તી દિવસે દિવસે વધતી જાય છે, તેની સાથે આપણી જવાબદારી પણ વધતી જાય છે. એટલે જેમ બને તેમ ત્વરિત ગતિએ આપણા એકેએક અંગને દેશના કામમાં જોડી દેવાનાં છે,
સખ્ત પરિશ્રમ એ આપણું ધન છે
આપણે ધ્યાનમાં રાખવાનું છે કે મહેનત કરીને પરસેવા પાડયા વિના પૈસા મળવાના નથી. પછી તે ફેકટરીમાંથી મેળવીએ કે જમીનમાંથી મેળવીએ, પણ મહેનતની જરૂર પડવાની જ છે. આપણી મહેનત ઉપર જ આપણી સમૃદ્ધિનો આધાર છે. ભારત સરકારે દિલ્હીની તીજોરીમાં ખજાને ભરી રાખ્યા નથી. જે છે તે પ્રજા પાસેથી કરના રૂપમાં મેળવેલુ છે, અને તેના ઉપયેાગ કેળવણી, આરેાગ્ય, સ ́દેશવ્યવહાર, વગેરે લેાકાપયેાગી કાર્પામાં થાય છે, પ્રજાના પૈસા છે અને પ્રજાના હિત માટે વપરાય છે. છતાં એ પૈસાના વ્યયના બદલામાં વળતર બને તેટલું વધારે મળે એ ધ્યાન રાખવું જોઇએ, નહી તે નાણાં વેડકાઇ જાય અને પ્રજાને તેને કંઇ લાભ મળે નહીં, આ માટે અમે એક આયેાજન પંચ ( પ્લાનીંગ કમિશન) નીમ્યું છે, જેનું કામ પ્રજાના અભિપ્રાય અને જરૂરિયાત સમજીને આવશ્યક કાર્યો જ થાય તેવી યેાજના ઘડી આપવાનું છે. આ પંચે પહેલી પહેંચવષીય ચાજના ઘડી હતી. અત્યારે આપણી સામે બીજી પંચવર્ષીય ચેાજના છે, અને ત્રીજી પંચવર્ષીય યોજનાની ચર્ચા વિચારણા ચાલી રહી છે. ગામડાંઓ માટે વિકાસધાની યોજના આ પંચે કરી હતી. હવે એ સમય આવી પહોંચ્યા છે કે આ ચેોજનાઓની જવાબદારી ગામલેાકેાને સોંપી શકાય. તેથી હું તમને હિંમત અને શ્રદ્ધાથી આ ભાર ઉપાડી લેવાની ભલામણ કરૂ છું. તમે તમારી આવક વધારે અને તેને ગામના સામૂહિક હિત અને શિક્ષણ પાછળ ખર્ચો. એ સ્મરણમાં રાખો કે તમે આ એક એવી ભારે જવાબદારી સ્વીકારી છે કે દેશના ખીજા ભાગના લોક તમારા તરફ આશાભરી નજરે જોઇ રહ્યા છે. મને વિશ્વાસ છે કે એકલા રાજસ્થાનમાં નહી પણ દેશમાં જ્યાં જ્યાં જનતાને જવાબદારી સોંપવામાં આવશે ત્યાં ત્યાં તે સંકુળતાપૂર્વક પાર પાડશે. લાખા માનવીઓની આગે કુચ
અહિં આપણે બેઠા છીએ. સામે સૂર્ય નીચે જતા દેખાય છે. મારી કલ્પનામાં એક ચિત્રા ઉપસી આવે છે. અમરિસંહ રાઠોડની આકૃતિમાં દેખાતું જુનું રાજસ્થાન, અને વર્તમાન પેઢીમાં પ્રાતબિંબિત થતું આજનું રાજસ્થાન. જુના અને નવા વચ્ચે મેળ સાધવાના પ્રયત્ન ચાલ્યા કરે છે. આપણું સર્જન ભૂતકાળમાં થયું છે. પણ ભાવિના આપણે નિર્માતા છીએ. જુનાને આદર આપીએ અને સાથે ભારતને નવા સ્વરૂપે નિર્માણુ કરવુ છે તે ખ્યાલમાં રાખી આગળ વધીએ. નવસર્જન એટલે થોડી