________________
.
પ્ર બુદ્ધ જીવન
વિગેરે. આવી સંસ્થાઓ જેટલી બને તેટલી સમસ્ત જૈન સમાજ માટે હોય તેવા પ્રયને આગેવાનોએ કરવા જોઈએ. મુંબઇમાં દા.ત. મુંબઈ જૈન યુવક સંધ, અને સંયુકત જૈન વિદ્યાથીગૃહ આવી સંસ્થાઓ છે. તે ઉપરાંત દરેક ફિરકાના વિદ્યાલયે છે પણ તેની એકતા સાધવા કેઈ પ્રયત્ન થયો નથી. દુર્ભાગ્યે એ કબુલ કરવું જોઈએ કે સ્વતંત્રતા મળ્યા પછીના આ દાયકામાં, કેટલાંયે કારણેસર દેશમાં કોમીભાવ–સાંપ્રદાયિક મમત્વ-સૂમ રીતે વધ્યું છે. કેળવાયેલાઓ પણ તેને બચાવ કરે છે અથવા તેને ટકાવી રાખવા માટેનાં કારણે રજુ કરે છે. સાચી એકતા કરવા માટે કેટલીક ઉદારતા જઈએ.
- મંડળના નિવેદનમાં જણાવ્યું છે કે કોઈ ફિરકાની માન્યતામાં મંડળ વચ્ચે આવતું નથી. આ વલણ બરાબર છે, પણ જે દરેક સંપ્રદાય ચુસ્તપણે ઝીણામાં ઝીણી વિગતમાં પણ પિતાની માન્યતાને વળગી રહેવાને આગ્રહ જ રાખે તે સાથે કાર્ય કરવું સહેલું નથી. આપણી માન્યતાના મતભેદ સિદ્ધાંતના નથી પણ વિગતના આચરણના છે. સ્થાનકવાસી મૂર્તિપૂજામાં ન માને છતાં મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી તરીકે રહી તેને પ્રચાર કરે તે મૂતિ પૂજક સાથે કામ કરવું સહેલું ન થાય. તે જ પ્રમાણે તેરાપંથી વેતામ્બર મૂર્તિપૂજક અથવા દિગમ્બર પોતાની માન્યતાઓને કટ્ટરપણે વળગી રહે તે સહકાર અઘરે થાય. આમાં પણ ઉદારતાની જરૂર છે. આમાં સાધુઓની મેટી જવાબદારી છે. પરસ્પરના સામાજીક સંબંધો વધે તે પણ એકતાના માર્ગે મદદરૂપ છે. પરસ્પર લો, જમણ પ્રસંગો વિગેરે આવકારદાયક ગણવા જોઇએ.
સાહિત્ય પ્રકાશનમાં જૈન સમાજ પુષ્કળ પૈસે ખરચે છે. તે પણ સાંપ્રદાયિક અને અમુક મુનિરાજોના માર્ગદર્શન મુજબ છે. જેન જેનેતર સૌને નિરપેક્ષપણે જૈન ધર્મનું જ્ઞાન થાય એ દૃષ્ટિએ સાહિત્ય પ્રકાશન થાય તેમજ તેની ખરી ઉપયોગીતા છે.
સામાજીક પ્રગતિ માટે સમાજને કેળવાયેલ,. પ્રગતિશીલ વગ આગળ આવે તે જ કાંઈક ઉપયોગી કાર્ય થાય. સામાન્ય જનતા કાં તો ઉદાસીન હોય છે અથવા સાચા માર્ગદર્શનના અભાવે, નિષ્ક્રિય રહે છે. દેશમાં શક્તિશાળી માણસે-દરેક સમાજના–રાજકીય પ્રવૃત્તિઓમાં પડ્યા છે. કેમવાદે દેશને એટલું ભારે નુકસાન કર્યું છે કે પિતાના સમાજની પ્રવૃત્તિઓમાં. કાંઇ ભાગ લેવો તે હીણપતભયુ” ગણવામાં આવે છે. ધમને નામે દેશના ભાગલા થાય તેથી ધર્મ પ્રત્યે કાંઈક સૂણ થઈ છે.. આ દૃષ્ટિ બદલવી પડશે. રાષ્ટ્રીય અને પ્રગતિશીલ દષ્ટિ ધરાવતી સમાજની આગેવાન વ્યકિતઓ સમાજની પ્રવૃત્તિઓ પ્રત્યે ઉદાસીનતા સેવશે તે સમાજનું સુકાન રૂઢિચુસ્ત વગના હાથમાં રહેશે, જેથી નુકસાન થવા સંભવ છે. શ્રી. તખ્તમલજી જૈન આ મંડળના પ્રમુખ હતા
અને આજે પણ હાજર છે તે ઉપરથી જણાશે કે પિતાના સમા . જની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તેને સાચું માર્ગદર્શન આપવું તે
કઈ રીતે રાષ્ટ્રીયતાનું વિરોધી નથી, I , જૈન ધર્મના સનાતન સિદ્ધાંત અહિંસા, સત્ય, અરય - બ્રહ્મચર્ય, અપરિગ્રહ ભગવાન મહાવીરે ઉપદેશ્યા તે સમયે જીવનદશન તરીકે જેટલા સાચા અને ઉપયોગી હતા તેટલા, કદાચ તેથી વિશેષ આજે છે. મહાત્મા ગાંધીજીએ તે સિદ્ધાંતને ફરીથી જીવનની દરેક પ્રવૃત્તિના પાયામાં મૂક્યા છે. વર્તમાનજીવનની સમસ્યાઓનો ઉકેલ જે ધમ સુચવી ન શકતા હોય તો તે મૃતમાત્ર છે. જૈન ધર્મ એ ઉકેલ સુચવે છે, એટલું જ નહિ પણ એ જ સાચે ઉકેલ છે એની વધારે ને વધારે પ્રતીતિ સારા જગતને થતી જાય છે. તે સમયે આપણી-જેનોની–ફરજ છે કે જનધર્મ તેના સાચા સ્વરૂપમાં જગતને સમજાય તેવું આપણે કરવું જોઇએ. આ મંડળની પ્રવૃત્તિઓને હું હાર્દિક કે આપું છું અને
ચીમનલાલ ચકુભાઈ શાહ
ધર્મવિચાર : ૩ (તા. ૧-૨-૬૦ ના પ્રબુદ્ધ જીવનમાં કલકત્તા ખાતે ગત નવેંબર માસમાં યોજાયેલા છે. પરિસંવાદને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમાં દાદા ધર્માધિકારીએ નીચે મુજબનું વ્યાખ્યાન - આપ્યું હતું.)
“લોકમાન્ય તિલકે “ભવવગીતા રહસ્ય”માં એક પ્રકરણ અધ્યાત્મ ઉપર લખ્યું છે. તેમાં છેવટે સવાલ પૂછવામાં આવ્યા છે કે, “બીજાનાં દુખે હું દુખી કેમ થાઉં છું? બીજાને સુખી જોઈ મને કેમ સુખ થાય છે ? આને જવાબ નીતિ નહીં આપી શકે, અધ્યાત્મ આપે છે. ઉત્તર એ છે કે, “હું અને બીજી વ્યકિતમાં કઈ મૂળભૂત એવી એકતા છે જેની મને પ્રતીતિ છે.” આ તક નથી, તેમ તત્ત્વજ્ઞાન પણ નથી. તે વિષે પ્રશ્ન ઉઠાવ નિરર્થક છે. તડફડતા એક બકરીના બચ્ચાંને જોઈને ત્રણ વર્ષનું નાનું બાળક પણ કંપી ઊઠે છે, તે માટે રામકૃષ્ણ પરમહંસ કે મહાત્મા ગાંધી જેવા કે ઉપદેશકની જરૂર નથી હતી. બાળક બકરી કે કુતરાના બચ્ચાને જોઈને જે દુખી થાય છે તેમાં તેને તે બચ્ચા ' પ્રત્યેની પિતાની એકતાની અનુભૂતિ છે. જીવ માત્ર સાથે આ એકાત્મતાની પ્રતીતિ તેનું નામ અધ્યાત્મ. અને આ એકાત્મતાને જીવનમાં ઉતારવાનો જે પ્રગ તેનું નામ ધમ. એકાત્મતામાં વિશેષ પ્રગતિ સાધવા માટેની જે આચરણ તેનું નામ ધમ. આમાં ઇશ્વરનું સ્થાન કયાં ? નિરીશ્વરવાદીઓના બે પ્રકાર છે. એક તે કે જેઓ રવચ્છંદતાને ચાહે છે, વિલાસિતાના પક્ષપાતી છે, અને અનિયંત્રિત અપરિમિત ભેગને વાંછે છે. . “એક વાર એક બાળકને માતાએ પૂછ્યું, “ભગવાન પ્રસન્ન થાય તે તેની પાસે તું શું માગે ” બાળકે કહ્યું, “ત્રણ વરદાન.' માગું'.” માતાએ પૂછ્યું, “કયા ત્રણ વરદાન ?” બાળક બોલ્યું,
મારતર નહીં, સ્કૂલ નહીં, અને પરીક્ષા નહીં.” એ ચોકકસ છે કે જે તમને અને મને ખાત્રી થઈ જાય કે દુનિયામાં ઈશ્વર જેવું કંઈ છે જ નહીં, તે આપણે ખૂબ પ્રસન્નતા અનુભવશું. કેમકે ભય અને પ્રલેભનમાં ધમ કરવાની પ્રેરણાનાં મૂળ છે: સ્વર્ગનું પ્રલોભન અને નરકનો ભય. '' વાસ્તવમાં આ પ્રેરણા એ ધાર્મિક પ્રેરણુ નથી. તે પારલૌકિક પ્રેરણા છે. પારલૌકિકતામાં ધમ નથી, આશ્વાત્મિકતા કે ઇશ્વરનિષ્ઠા તે નથી જ. એટલે જે ધમ સંપ્રદાયોમાં બંધાઈ ગયા તે ધમ નથી, પણ ધર્મની સ્મશાનભૂમિ છે, ઇશ્વરની સમાધિઓ છે. મંદિરમાં જે ભગવાન છે. તે મારા માપના કપડાંની માફક, મારા માપ મુજબ મારા બનાવેલા છે. આપણે આપણા માપદંડ પ્રમાણે ધમસંસ્થાઓ ઉભી કરી અને તે મુજબના દેવ સૂજ્ય. એટલે જે મારી ઇચ્છા મુજબના દેવ તે મારા મુનીમ કે, એજન્ટ જેવા અને મારી ઈચ્છાને અનુસરનારા થયા. જર્મની અને ઈગ્લાંડ વચ્ચે યુદ્ધ થાય તે જર્મનીનાં દેવળોમાં પ્રાર્થના થાય છે,
હે ભગવાન ! ઇગ્લાન્ડને હરાવજે.” અને ઇગ્લાન્ડનાં દેવળોમાં પ્રાર્થના થાય કે, “હે ભગવાન ! જમનીને હરાવજે.” આપણે એમ પ્રાર્થના કરતા નથી કે, “હે ભગવાન ! તારી મરજી મુજબ કરજે.” , કે પ્રાથના એમ કરીએ છીએ કે, “ભગવાન ! તું અમારો એજન્ટ છે, અને તારી મારફત અમારી ઇચ્છાઓ પૂરી થાઓ.” એટલે મંદિરને ભગવાન તે યા તે આપણો પ્રતિનિધિ છે અથવા તે શેભાની મૂર્તિ છે. ભગવાન ઉપર આપણે પિતાને, હકક માન્ય છે, તેને પોતાની મિલકતની જેમ ગણે છે. મસ્જિદ મુસલમાનોની , મિલકત છે, મંદિર હિંદુઓની મિલ્કત છે, દેવળ ક્રિશ્ચિયનું તે , ગુરૂદ્વારા શાખાની મિલકત છે. બે દિવસ ઉપર છાપામાં વાંચવામાં આવ્યું હતું કે કાશીમાં એક પૂજારી મૂતિને લઈને ભાગી ગયે.
આપણે કરવું જોઇએ
પ્રકૃત્તિએને
હા
સફળતા પરા