________________
પ્ર બુદ્ધ જીવન
તા. ૧-૩-૬૦
સર્વસ્વીકાય એવી જૈન વિચારસરણીમાંથી પેદા થઈ છે અને એક થા અન્યને સ્વીકાર યા ઇન્કાર એકાન્ત વિચારણામાંથી ફલિત થાય છે અને તેથી કોઈ એકાન્ત ખેટું નથી કે કોઈ એકાન્ત સાચું નથી -- આવી ઉદાર અને સમભાવપરિણામી દષ્ટિ આપણામાં
સ્થિર થવી ઘટે છે, આજે જરૂર છે સમરત જૈન સમાજને આવરી I લેતું માનસ કેળવવાની, આવું માનસ પેદા થતા કોઈ પારકું નહિ
લાગે, પણ સૌ કાઈ સમાન વિચારસરણીથી સંકળાયેલા સ્વજને - આત્મીય જને - જેવા લાગશે. આવી દષ્ટિ અને વૃત્તિને પ્રચાર એ ભારત જૈન મહામંડળની મુખ્ય પ્રવૃત્તિ બનવી જોઇએ.
વળી વિશાળ જૈન સમાજના અંગભૂત તરીકે આપણને શું અને કે વારસે મળે છે તેને પણ આપણને સ્પષ્ટ ખ્યાલ હોવો જોઇએ, અને તેનું મહત્ત્વ આપણુ દિલમાં યથા સ્વરૂપે વસવું જોઈએ. જૈન ધમ પાસે અતિ સુક્ષ્મ તાત્વિક વિચારણા છે; વિશાળ સાહિત્ય છે, અમૂવ કળાકારીગીરી ધરાવતા મંદિરે અને તીર્થો છે, અને અનેક રીતે નબળી પડેલી એમ છતાં પણ ત્યાગ,
સંયમ અને આધ્યાત્મિક ઉપાસનાની એક જુદી છાપ પાડતી, . . . શ્રમણ સંસ્કૃતિને મૂતિમત્ત કરતી સાધુસંસ્થા છે. આ સંસ્થામાં
સાધુએ તેમ જ સાધ્વીઓને સમાવેશ થાય છે. આ વિપુલ વારસાને વિચાર કરતાં, આ દિગંબરનું કે શ્વેતાંબરનું આવા ભેદભાવની વૃત્તિથી આપણે દૂર રહેવું જોઈએ. સદ્ભાગ્યે આજે પહેલાની કટ્ટરતા રહી નથી. જે મૂલ્યવાન છે તેની સૌ કોઈ કદર કરી રહ્યું, છે. કોઈ પણ સંપ્રદાયના સાધુ - જો તેમનામાં તેજસ્વીતા હોય છે તે - તે સવ જૈનના આદરપાત્ર બનતા જોવામાં આવે છે. મૂર્તિપૂજક સમાજમાં મૂર્તિપૂજાનો આંધળો. આગ્રહ હવે દૃષ્ટિગોચર થતું નથી. સ્થાનકવાસી સમાજમાં મૂર્તિપૂજા સામેની કોઈ કટ્ટરતા હવે જોવામાં આવતી નથી. સાહિત્યના ક્ષેત્રે પણ આવા ભેદભાવથી જેવા વિચારવાનું લગભગ અદશ્ય થતું રહ્યું છે. આમ આજે ભેદભાવની ઉપેક્ષા પ્રવર્તે છે જે આવકારગ્ય છે, પણ આજે આ બધું હવે આપણુ સર્વનું છે, અને આપણું તેમ જ બહુજ સમાજના કલ્યાણ માટે સંધરવા જેવું છે, રક્ષવા જેવું છે, ટકાવવા જેવું છે – આવી સાપેક્ષ બુદ્ધિ, મમત્વની ભાવના- ગૌરવની વૃત્તિ-આપણામાં પેદા થવાની જરૂર છે. જૈન સમાજને અન્ય સમાજો કરતાં કઈ અલગ પ્રશ્ન હોય તે તે જૈન સમાજના લકોને રોજગારી કે કામધધ આપવાને નથી – કારણ કે એ તે મધ્યમ વર્ગના લેખાતા અન્ય સમુદાય સાથે સર્વસામાન્ય પ્રશ્ન છે . પણ જૈન તત્વજ્ઞાન, જૈન સાહિત્ય, જૈન મંદિર અને જૈન સાધુસંસ્થા – આ, સર્વને ટકાવવાને, તેને ઉદ્ધાર કરવાનો, તેને ન સંસ્કાર આપવાનું છે. આ જવાબદારી જૈનની છે અને તે કાય ભારત જૈન મહામંડળ જેવી વ્યાપક બેય ધરાવતી સંસ્થાએને ટેકો આપવાથી - બળવાન બનાવવાથી – થઈ શકે તેમ છે. " એક બીજો મુદ્દો હું અહિં ચર્ચવા માંગું છું જે કદાચ અહિં રજુ કરાયેલા ઠરાવ સાથે સીધી રીતે પ્રસ્તુત ન હોય. આ મુદ્દો છે. રાષ્ટ્રતિષ્ઠા વિરૂદ્ધ ધર્મનિષ્ઠાને લગતા. વિવેકપૂર્વક ચિન્તન કરનાર માટે આ બે વચ્ચે કોઈ ખાસ વિરોધ જેવું હોઈ શકે જ નહિ. આમ છતાં પણ, સામાન્ય વવહારમાં આ બન્ને નિષ્ઠા જાણે કે એકમેકની વિરોધી હોય એવી રીતે આ બાબતનો વિચાર કરવામાં આવે છે આ બે નિષ્ઠા વચ્ચે અથડામણ ત્યારે થાય છે કે જ્યારે ધમ શબ્દને અમુક ધમને અનુસરનારી અમુક કેમના ભૌતિક હિતાહિતના વિચાર સાથે સાંકળવામાં આવે છે. આવી કાલ્પનિક અથડામણના પ્રસંગે એક જ નિર્ણય આપી શકાય કે
રાષ્ટ્રહિતને વિરોધી એવી કોઈ ધર્મનિષ્ઠા આદરણીય હાઈ ન જ ઇ શકે. ધાર્મિક સમાજની સર્વ કઈ પ્રવૃત્તિ રાષ્ટ્રહિતને સર્વથા અવિ
રોધી હોવી જ જોઈએ. રાષ્ટ્ર જેવી વિશાળ સમષ્ટિને આધીન રહીને જ કેમ, ધમ, સંપ્રદાય વગેરે નાનાં વતુળોએ ચાલવું જોઇએ, વર્તાવું જોઈએ. જ્યાં સુધી રાષ્ટ્ર-રાષ્ટ્રની મર્યાદા જીવન્ત છે અને સામુદાયિક જીવનની સર્વ વ્યવસ્થાને વિચાર રાષ્ટ્રની મર્યાદામાં રહીને કરવાનું આપણને પ્રાપ્ત થાય છે ત્યાં સુધી રાષ્ટ્રની
સુરક્ષા અને અખંડિતતા, તેની આબાદી અને ઉકષ આપણુ સર્વની એકસરખી ચિન્તાનો અને જવાબદારીને વિષય હોવો જ જોઈએ.
પણ ધર્મવિચારને કોઈ એક સંપ્રદાયપરાયણ સમાજ સાથે હંમેશાં સાંકળતા રહેવાની જરૂર છે જ નહિ. ધર્મને વિચાર તો એવા કેઇ એક યા અન્ય સમાજના ખ્યાલથી સ્વતંત્ર રીતે કરવાનું રહે છે. આ રીતે ધર્મ એટલે કે એક સુનિશ્ચિત જીવન આદશ, પિતાના સમગ્ર જીવન સાથે સંબંધ ધરાવતી એક ચેકસ વિચારસરણી, વ્યક્તિ અને સમાજનું નિયમન કરતી તેમ જ ઉર્ધ્વીકરણ સાધતી ચેકકસ જીવનદષ્ટિ. આવું કાંઈક આપણે ધર્મનું લક્ષણ બાંધી શકીએ. આ આદર્શ, વિચારસરણી, જીવનદૃષ્ટિ કોઈ એક પ્રચલિત ધર્મના અધ્યયન અને ઉપાસનામાંથી ફલિત થઈ હોય અથવા તે સ્વતંત્ર ચિન્તનમાંથી ઉત્પન્ન થઈ હોય. જેના ચિત્તમાં આ કોઈ આદર્શ સ્થિર થયે હોય, આવી કોઈ વિચારસરણીને ઉદય થયો હોય, આવી કોઈ જીવનદષ્ટિની જાગૃતિ થઈ હોય તેણે માત્ર તેને વફાદાર રહીને જ મન, વચન અને કાયાના સવ વ્યાપાર કરવાના રહે છે. આવા દષ્ટિસંપન્ન માનવીને કોઈ રાષ્ટ્રનિષ્ટા બાંધી શકતી નથી. રાષ્ટ્ર અથવા તો રાજ્ય જ્યારે કોઈ અઘટિત માગે જઈ રહેલ છે, કઈ મહાન
અધમ, અન્યાય આચરી રહેલ છે, કે અયોગ્ય કાનનો અમલ કરી રહેલ છે એમ તેને લાગે ત્યારે આવા માનવીને તે સામે માથું ઉંચકવાને, બળવો કરવાને હકક છે. તેના માટે રાષ્ટ્રનિષ્ટા પિતાની ધર્મનિષ્ઠામાંથી ફલિત થતા અનેક પેટાધર્મોમાંનો એક પેટાધમ છે. એ રાષ્ટ્રનિષ્ટા જ્યારે ધર્મનિષ્ઠાના સંધર્ષમાં આવતી લાગે ત્યારે તેની ઉપેક્ષા કરીને ધર્મનિષ્ટની રક્ષા કરવી – તેને વફાદાર રહેવું એમાં જ તેને પુરૂષાર્થ રહેલે છે, એમાં જ તેની ચરિતાથના રહેલી છે. ગાંધીજીના સમગ્ર જીવનમાંથી જે કઈ વિશિષ્ટ તત્વ ફલિત થયું હોય તો તે છે ધર્મનિષ્ઠા અને રાષ્ટ્રનિષ્ટને આ પ્રકારને વિવેકપૂર્વકનો સમન્વય.
આમ પ્રસ્તુત ઠરાવને વિચાર કરતાં મનમાં જે છુટાછવાયા વિચારો સ્ફર્યા તે આપની આગળ મેં રજુ કર્યા છે. આ વિચારે ધ્યાનમાં લેવા અને તેમાંથી પરિણમતા કાર્ય તરફ પ્રવૃત્ત થવા આપને મારી પ્રાર્થના છે.
પરમાનંદ
ભારત જૈન મહામંડળની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવાનો મારા માટે આ પહેલા પ્રસંગ છે. મંડળ પિતાને હીરક મહોત્સવ ઉજવે છે તે કોઈ પણ જેને માટે આનંદ અને ગૌરવને વિષય છે. ૬૦ વર્ષથી મંડળ જેને સમાજની સેવા કરી રહ્યું છે. હીરક મહોત્સવનું ઉદ્દઘાટન ગવર્નરે કર્યું છે અને પ્રમુખસ્થાને શ્રી, શાન્તિપ્રસાદ જેવા આગેવાન છે. છતાં મુંબઈ શહેરમાં આવા પ્રસંગે જૈનોની આટલી ઓછી હાજરી છે તે આપણે માટે વિચારવા જેવું છે. મંડળની પ્રવૃત્તિઓને વિકસાવવી હોય તે મંડળના કાર્યકર્તાઓએ વધારે ક્રિયાશીલ બનવું પડશે.
મંડળનું મુખ્ય કાય જન સમાજના વિવિધ ફિરકાઓ અને સંપ્રદાયમાં એકતા સ્થાપવાનું રહ્યું છે. તે આવકારદાયક છે. જુદા જુદા ફિરકાઓની કોન્ફરન્સના અધિવેશને થાય છે ત્યારે દરેક અધિવેશનમાં એકતા ઉપર ઠરાવ હોય જ છે અને તેના ઉપર સુંદર વકતવ્ય થાય છે. છતાં આપણે સુખેદ કબુલ કરવું પડશે કે આપણે એકતા સાધી શકયા નથી. તીર્થક્ષેત્રેના મતભેદે વિષે હું કાંઈ નહિ કહું. કારણ કે મારા કથનથી કદાચ કાંઈ ગેરસમજણ થાય. મારો એ વિષય નથી. એટલું કહું કે જેન જનતા તીવ્રપણે ઈચ્છે છે કે આવા મતભેદ દૂર થાય પણ આ સંબંધે ક્રિયાત્મક પરિણામ લાવવાનું જે આગેવાનોના હાથમાં છે તેમણે મળીને જ તેડી લાવવો જોઇએ.
સાચી એકતા કરવા માટે સમસ્ત જૈનેના ઉત્કર્ષ અથે બને તેટલી સંસ્થામાં હોવી જોઇએ. દરેક સંપ્રદાય કે ફિરકે પિતાની સંરથાઓ કરે છે અને ચલાવે છે. દા. ત. વિદ્યાલય, સાહિત્ય પ્રકાશન, કેળવણી વિષયક મદદ, સ્વધમી સહાયક કંડો