SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૬૦ પ્રભુ : જાગી છે એ ખુશી થવા જેવુ છે. કેન્દ્ર સરકારાએ અને વિશ્વવિદ્યાલયાએ પણ આ દિશા તરફ ધ્યાન આપ્યુ છે. આમ બધા પ્રશ્નોને વિચાર કરતાં એક જ વસ્તુ નજર સામે આવે છે કે બધા પ્રયત્નાની માહિતી માટે તેમ બધી યોજનાઓને વ્યવસ્થિત રૂપ આપવા માટે એક માધ્યમની જરૂર છે, અને બધી યાજનાઓને સૂત્રબદ્ધ કરે એવા સંગઠ્ઠનની જરૂર છે કે જેથી આપણાં પ્રકાશામાં પુનરાવૃત્તિ ન આવે, જે પ્રકાશન બહાર પડે તે ઉચ્ચ કક્ષાનું હાય, અને નવા નવા યેાગ્ય વિદ્વાનેા પેદા થાય તેનું ધ્યાન રાખે, અને જે વિદ્વાને કામ કરવા ઉત્સુક હોય તેમને સાધનાના અભાવ ખટકે નહિ. જે મુશ્કેલી સાહિત્ય સર્જન અંગે છે તે જ મુશ્કેલી જૈન તત્વજ્ઞાનના પ્રચાર અંગે પણ છે. આપણે ત્યાં એવી એક પણ ઉચ્ચ પ્રકારની ` સંસ્થા નથી કે જેમાં ચૂંટાયેલા પ્રતિભાસ પન્ન વિદ્યાથી ઓ જૈન તત્ત્વવિદ્યાનું'જ્ઞાન' સ`પાદન કરી શકે અને તેનુ સુરૂચિયુક્ત પ્રમાણિક પ્રતિપાદન અનેક ભાષાઓમાં કરવા શક્તિમાન થાય. આપણી પાસે એવા કેટલા વિદ્વાનો છે કે જે વિશ્વ ધ પરિષામાં જઇ જૈન તત્ત્વજ્ઞાનની . મહત્તાને અનુરૂપ તેની પ્રતિષ્ઠા સ્થાપી શકે? ત્યાગી, વ્રતી કે બ્રહ્મચારીએ સ્વેચ્છાએ આગળ આવશે અને સહજ પ્રેરણાએ આ કામ કરશે એ આશા મિથ્યા છે. આજે તે। સુખપૂર્વકના જીવનનિર્વાહ માટે નિશ્ચિ ંતતાની ખાત્રી આપી વિદ્યાનેા તૈયાર કરવા પડશે. આર્થિક નિશ્ચિતતા હશે તે સાહિત્યની લગનીવાળી વ્યકિતઓ જરૂર મળી આવશે. ધ કે સાહિત્યના પ્રચાર કરતી સસ્થાઓએ આ દૃષ્ટિએ એ પ્રશ્ન વિચારવા જોઇએ.. ધ પ્રચાર અને ત્યાગમય જીવન જીવનારા વિદ્વાને આજે પશુ છે, સૌને તેમને માટે આદરમાન છે, અને લોકમાનસ ઉપર તેમના કઇંક પ્રભાવ પણ છે. જૈન સિદ્ધાન્તને આચરણમાં મૂકી તેને તે ક્રિયાત્મક રૂપ આપી રહ્યા છે. તેમને માટે આપણે ગવ લઇ શકીએ છીએ, પરંતુ પર પરાગત માન્યતાઓને આધુનિક જીવન સાથે તે સુસ’ગત રીતે ગાઢવી શકતા નથી, એટલે તેમને જે વ્યાપક પ્રભાવ પડવા જોઇએ તે પડતા નથી. આ પ્રકારની પરપરામાં, જ્યાં ધગત વાંધ ન હોય અને પ્રચાર પ્રભાવનાં સાધનાના સમુચિત ઉપયોગ થઇ શકે તેમ હોય અને જીવનપ્રક્રિ યાને વૈજ્ઞાનિક બનાવી શકાતી હૈાય ત્યાં સમાજે આ પ્રકારના સુધારાના સહિષ્ણુ બનવું ઘટે અને ત્યાગી‰ન્દ્રે આ સમસ્યા વિષે ઉદાર મનથી વિચાર કરવા જોઇએ. વર્તમાન અ તન્ત્રની સમસ્યાઓ જૈન સમાજ મુખ્યત્વે વ્યાપારી પ્રજા હતી અને છે. દેશના નવા આર્થિક સયાનેએ વ્યાપારના ક્ષેત્રમાં પલટો આણ્યા છે. તેની અસર મધ્યમવર્ગ ઉપર વિશેષ થઇ છે, અને તેમની મુસ્કેલીઓ વધી ગઇ છે તે કાઇથી અજાણ્યું નથી. મહામડળના મુખપત્ર “જૈન જગત'માં આ વિષે ચર્ચાઓ આવ્યા કરે મહામ ડળના કાર્ય કર્તાઓએ યુવકોને માર્ગદર્શન આપ્યુ` છે. તેમ જ જ્યાં શકય હાય ત્યાં કામધંધા અપાવવાના ઘણા પ્રયત્નો કર્યાં છે. તે જાણીને મને આનંદ થાય છે. છે. એ ઠીક છે કે વેપારનાં જુનાં સાધને આજે સમાપ્ત થતાં · ચાલ્યાં છે, પણ જે નવાં સાધને આપણી સમક્ષ છે તેમાં- એટલે કે આધુનિક માધ્યમ કે નાના ઉદ્યોગે માં જ્યાં જ્યાં શકય હોય ત્યાં ત્યાં – નવયુવકોએ જોડાઇ જવું તેઇએ. સરકારી, અધ સરકારી કે ાનગી ક ંપનીઓ, જે તેમની પાસે યેાગ્ય યેાજના રજુ કરવામાં આવે તે, ધન રાકવા તૈયાર છે. મને ખાત્રી છે કે આપણા સમાજ કે જેણે વ્યાપારી તરીકે શ્રેષ્ઠ પ્રતિષ્ઠા જમાવી છે. તે આધુનિક પદ્ધતિના વ્યાપારમાં પણ સહેલાઇથી ગાઠવાઇ જશે S જીવન ૨૦૧ અને આર્થિક ઉન્નતિના માર્ગને વધારે સરળ બનાવી શકશે. વ્યાપારી અને ટેકનીકલ . પરામર્શ સમિતિનુ સ ંગઠ્ઠન કરવું એ આપણા માટે કઠણ નથી, જો આવી સમિતિએ નિમાય તે આપણી જવાબદારીઓને સહેલાથી આપણે પહેાંચી શકીશું, તે સમિતિઓ જરૂર સે। બસે એવી ચેાજના ઘડીને આપણી સમક્ષ રજી કરી શકશે કે જેમાં નાની નાની ખાનગી વ્યકિતએ અલગ અલગ રાકાણા કરીને સફળતાપૂર્વક ધધો ચલાવી શકે. સમિતિએમાં એવા ટેક્નીકલ સલાહકારો હોવા જોઇએ કે જે ફી લીધા વગર અથવા તે બહુ નામની ફી લઇને પ્રત્યેક યાજનાને આખરી સ્વરૂપ આપે. સામાજિક સુધારણાના પ્રશ્નોને જાણી મુન્નીને મે ૫શુ કર્યાં નથી, છેલ્લા પચાસ સાહ વર્ષોમાં તે વિષે એટલુ બધુ કહેવા ગયું છે અને પરિસ્થિતિ એટલી સ્પષ્ટ છે કે હવે તે .વિષેનું પિષ્ટપેષણ કરવું નિરક છે. સમયના વહેવા સાથે પરિસ્થિનિ બદલાયા કરે છે. મનુષ્ય પોતાની શુદ્ધિ અને પ્રતિભા વડે તેને સામનો કરે છે, કાં તો સમૈગાને પોતાને અનુકુળ રીતે ખુલે છે અથવા તા સંયાગાને અનુકુળ પોતે બદલાય છે. આપણા સમાજે ભૂતકાળમાં ધમ, દન, સાહિત્ય, કળા, વ્યાપાર તથા લેાકસેવાના ક્ષેત્રમાં જે યા ઉપાર્જિક કર્યાં છે. તે આપણી સામુહિક પૂજી છે. આપણે તેના યેાગ્ય વારસદાર બનીએ અને યુગને અનુરૂપ ઉન્નતિ સાધવામાં આપણી પ્રતિભાના ઉપયોગ કરીએ એ. ભાવના સાથે હું માંરૂ વક્તવ્ય સમાપ્ત કરૂ છું. નિવેદનાત્મક મુખ્ય પ્રસ્તાવ ભારત. જૈન મહામડળની સ્થાપના સમગ્ર જૈન સમાજમાં સાંપ્રદાયિક ભેદભાવથી મુકત એવી એકતા અને પરસ્પર મેળ વધારવાના હેતુથી આજથી સઢ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. આ લાંબા ગાળા દરમિયાન સમાજની જેવી જેવી પરિસ્થિતિ રહી તે તે પરિસ્થિતિ વચ્ચે, મહામંડળ એકતાના વિચારને એવી રીતે ચાલના આપતું રહ્યું કે જેથી સમાજના પ્રાંગણમાં સ. સ’પ્રદાયના લોકો એક બનીને મૈત્રીભાવથી પોતપોતાના મતભેદોને દૂર કરે .અને સ ંધ્રુિત શક્તિ દ્વારા સમાજની વર્તમાન સમસ્યાઓના ઉકેલ શાધે, મંડળના નિરન્તર પ્રચારના પરિણામે સમાજમાં એકતાની તથા ભાઇચારાની ભાવના અંશતઃ અંશતઃ વધતી રહી છે, તથા સૌને અનુભવ થવા લાગ્યા છે કે એકતા વિના સમાજનું હિત તથા વિકાસ અસ’ભવિત છે. મ`ડળની પોતાની એ ભૂમિકા રહી છે કે કાઇ પણ સંપ્રદાયની માન્યતાને આધાત પહેાંચાડયા સિવાય 'કાય કરતા રહેવું. આપણી દૃષ્ટિ ગુણગ્રહણની રહેવાથી મડળ પ્રતિ સવ જૈન સ`પ્રદાયાની સદ્ભાવના વધતી રહી છે. હું ભારત જૈન મહામડળની આજ સુધીતી પ્રવૃત્તિઓ અધિક વેગવાન બને એ હેતુથી સૂચવવામાં આવે છે કે ભવિષ્યમાં કાઇ કેન્દ્રસ્થાનમાં એવુ આયેાજન કરવામાં આવે કે જેમાં સમાજના વિચારક, વિદ્વાન કાર્યકર્તાઓ તેમ જ સર્વ સ્થાનામાં વસતા પ્રત્યેક સંપ્રદાયના વિશિષ્ટ સજ્જને અધિકાધિક સખ્યામાં એકત્ર ચષ્ટને સમાજની આવશ્યકતા વિષે વિચાર કરે. જૈન ધમ અહિંસા, અનેકાન્ત તથા અપરિગ્રહ જેવા મહાન તત્ત્વાના ટેકા ઉપર આધારિત છે. જૈન સમાજના એ અટળ વિશ્વાસ છે કે આ અહિંસા તથા · અનેકાન્તમૂલક સમન્વયપદ્ધતિ વડે વિશ્વની સર્વ સમસ્યા ઉકેલી શકાય તેમ છે. આ તત્ત્વાને જીવનમાં પ્રત્યક્ષ રૂપમાં ઉતારવાના મંડળે પોતાના પ્રસ્તાવા દ્વારા પ્રયત્ન કર્યાં છે. આજની વિષમ પરિસ્થિતિમાં જૈન સમાજની જવાબદારી આગળ કરતાં પણ અધિક પ્રમાણમાં વધતી રહી છે એ બાબતને ખ્યાલ રાખીને જૈન તત્ત્વાને અધિક પ્રસાર થાય એવા સમાન્ય સાહિત્યના પ્રકાશનને પ્રયત્ન પણ મળે કર્યાં છે,
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy