________________
પ્રબુદ્ધ જીવન
વિનાબાજીના બચપણની કેટલીક વાતા
( તા. ૧૩-૧૧-૫૦નાં ‘ભૂદાનયજ્ઞ'માંથી ઉષ્કૃત અને અનુવાદિત) સાંજનો સમય હતે. દુનિયામાંથી વિદાય થવા પહેલા સૂ પોતાના અન્તિમ આલાક વડે પ્રકૃતિને આલે કિત કરી રહ્યો હતા. વર્ષા-સ્નાત પ્રકૃતિ નવ-નાત બાળક પેઠે પ્રફુલ્લિત હતી. વિના બાજી પેતાના મ સાથીઓને લઈને ફરવા નીકળ્યા. સંભવ છે કે પ્રાતઃકાળમાં ભૂસલધાર વર્ષામાં કરેલી દશ માલની પદયાત્રા તેમને પર્યાપ્ત માલુમ પડી ન હોય. પશ્ચિમ ક્ષિતિજ તરફ જોતાં જોતાં તેમની વાણીમાંથી બચપણની સ્મૃતિની સરવાણી ફૂટવા લાગી, એમણે કહેવા માંડયુ. કે “સાંજના કરવાની મારા મન ઉપર આધ્યાત્મિક અસર કાંઇક અધિક થાય છે. વડોદરામાં હું આ રીતે સાંજના વખતે કઇ દૂર દૂર ચાલી જતા હતા. મિત્ર સાથે હાય તો પણ ઠીક, ન હાય તા પણ ઠીક. હું મારી પોતાની મસ્તીમાં જ નિમગ્ન રહેતા.' શહેરથી પાંચ-છ માઇલ દૂર જઇને કાઇ ખેતરમાં બેઠે એઠે આ તારા નીકળ્યા, પેલા તારા દેખાયા, આ રીતે આકાશ તરફ હું જોયા કરતા. મિત્ર સાથે હાય તા આધ્યાત્મિક ચર્ચા ચાલતી. તે વચમાં–વચમાં યાદ આપતા કે ભાવ્યા, હવે ચાલે ધર તરફ રાત પડી ગઇ છે. પણ હું કોઇનું સાંભળતા નહેતા મેષ્ટા ભાગે અમે રાત્રીના નવ-દશ વાગ્યે ઘેર પાછા કરતા. દિ કર્દિ અગિયાર પણ વાગી જતા.
૧૯૪
ભા મારી રાહ જોતી જોતી બેસી રહેતી. તેને ખબર હતી કે જો તે પાસે એકી' ન હોય તો ‘વિન્યા' ખાવાનું ખાશે નહિ. ઘરવાળા મને . સસ્તંભળાવતા હતા કે “તું મેાડા પાછે આવે છે, તેથી માને ભારે તકલીફ પડે છે. તે કહે છે કે વિન્યા સને ખૂબ સતાવે છે. તે વખતસર ઘેર આવતા નથી.' પણ હું જવાબ આપતા કે મને તે તે એમ કદિ કહેતી નથી,' 'મે' કર્દિ પણ એમની સૂચના ધ્યાનમાં લીધી નહિ, કે કદિ પણ મારી રીતભાતમાં સુધા કર્યાં નહિ, કારણ કે હું મારી આધ્યાત્મિક મસ્તીમાં ડુબેલા હતા. મા એમને જરૂર એમ કહેતી હશે, પશુ મારી સાથે તા તે હમેશા પ્રેમથી ખેાલતી. તે એટલુ` મધુર ખેલતી કે અમૃતથી પણ મધુર,’
“ હું વડાદરા ગયા તે પહેલાં જ શ્રી અરવિન્દે વડોદરા ડયુ હતું. પણ તે કદિ કદિ ત્યાં આવતા રહેતા હતા હુ એમનું વ્યાખ્યાન સાંભળવા જતા. એ વખતે હું' અંગ્રેજી નહેાતા સમજતા. તેમનાં વ્યાખ્યાનમાં વચ્ચે વચ્ચે ‘સ્વદેશી’, ‘ક્રમ યોગિન’ જેવા કેટલાક શબ્દો આવતા હતા. તેટલા શબ્દો જ હું સમજતા હતા અને કેટલાક પાંચ છ અ ંગ્રેજી શબ્દો જાતા હતા. પણ હું એવા તાનમાં હતા કે મને લાગતું કે હું બધું સમજ્યું છું જ્યારે મે પહેલી વાર ‘જ્ઞાનેશ્વરી' વાંચી, ત્યારે હું એવી મસ્તીમાં હતા કે હું બધુ સમજી ગયો છું એમ મને લાગતુ. હવે એક છોકરા ‘જ્ઞાનેશ્વરી'માં તે શું સમજે ? પણ શબ્દોને અથ ભલે માલૂમ ન હાય, તેા પણ ભાવ હૃદયમાં ઊંડાણુથી ચાલ્યાં જ કરતા હતા.”
*
*
“બચપણમાં હું બહુ કડક હતા સ્વામી રામદાસના વચન ઉપરથી કાઇના પણ લગ્ન પ્રસંગનું ભાજન નહિ ખાવાને મેં સકલ્પ કર્યાં હતા. ૧૯૬૬માં, ઘર છોડયા પહેલા મારી બહેનનાં લગ્ન આવ્યા. એ વખતે પગ મેં માને કહી દીધું કે હું એ ભાજન નહિ લઉ. પહેલા દિવસે માએ મારા માટે જુદી રસાઇ કરી, અને ભોજનના સમયે મારી પાસે બેસીને તે પ્રેમપૂર્વક કહેવા લાગી કે ‘વિન્ધા, તારા સંકલ્પ મને મંજૂર છે. પણ લગ્નનુ ભાજન ન ખાવાનો અથ એ છે કે મિષ્ટાન્ન ન ખાવુ દાલ-ભાત ખાવામાં શું વાંધે છે ? ત્યાં. પશુ હું દાલ-ભાત બનાવું છું. અને અહિં પણ તારા માટે જુદાં દાલ-ભાત મારે જ બનાવવાં પડે છે. તે પછી ત્યાંના દાલ-ભાત તું શા માટે ખાઇ ન લે ?” મેં તેની વાત માની લીધી અને પછી એ ત્રણ દિવસ લગ્ન અંગે થતી `રસેાઈમાંથી મેં દાલભાત ખાધાં. મારી મા ખૂબ કુશળ હતી. પહેલા દિવસે . મારા માટે જુદાં દાલ-ભાત
તા. ૧૨-૬૦
બનાવ્યાં. મારા વિચારને મજૂર કર્યાં. અને વળી પોતાની વાત પણ મારી પાસે કબુલ કરવી, અર્થાત્ તેણે પૂર્ણ સત્યાગ્રહનું તંત્ર અપનાયુ'. પ્રેમ હોય તેા આ બધું સુઝે છે.''
2
*
એક સાથીએ પૂછ્યું: “શુ તમે ઉપનયન બાદ કર્દિ સંધ્યા વંદના કરી છે ?' વિનોબાએ કહ્યું : “નથી કરી, તેતે બદલે હતું. રામદાસના 'મતેાંચે ક્લાક'ના પાઠ કરતા હતા. ક એમ કહેતા કે જે સંસ્કૃત શ્લૉકેાના અથ મને માલુમ નથી તે શ્લોકા હું શું કામ ખેલું ?' ‘મનાંચે શ્લાક'ના અ મને બરાબર માલુમ છે, અને તેથી હું તેને પાર કરૂ છું. માએ મારી આ વાત માની લીધી હતી, પણ પિતાજીએ એ વાત સ્વીકારી નહતી. મારી ઉપર અસર પડે એ માટે તે પાતે સ ંધ્યાવંદના કરતા હતા. તેઓ મને કહેતા હતા કે તુ ં ઠીક કહે છે, પણ સધ્યાનાં મંત્રામાં કાંઇક છે,' હું પૂછતા કે એ ‘કાંઇક' શુ’ -સમજાવા. એ સાંભળીને તેઓ કહેતા કે એ મને માલુમ નથી,
તે મને
4
જે દિવસે મારી માના દેહાન્ત થયા, એ દિવસે મે’ ઋગ્વેદ વાંચવાની શરૂઆત કરી, એમ તે એ ગ્રંથ મારી પાસે કેટલાય સમયથી પડયા હતા, પણ એ દિવસે એ ગ્રંથ મેં ઉઘાડ્યા. વેદાધ્યયન કરતાં મને માલુમ પડ્યું કે સધ્યા–વંક્રમા માટે જે મંત્ર પસંદ કરવામાં આવ્યા છે તે સૌથી વધારે સરસ છે. આમ છતાં, આજે પણ હુ ક્રાઈને, સધ્યા-વન્દના કરવા માટે કહેતા નથી. હું નથી માનતા કે આધ્યાત્મિક સાધના માટે સ ંસ્કૃત ભવુ જરૂરી છે. મરાઠીમાં સંતેાએ જે ઉતાયુ છે તે આપણા માટે પર્યાપ્ત છે, અને એમ છતાં એમાં કાંઈ ઉણપ લાગતી હોય તો તે, સંસ્કૃતના અનુવાદ કરીને, મરાઠીમાં લાવી શકાય છે.”
*
*
હાઇસ્કૂલમાં દાખલ થતાં ‘સેકન્ડ લેંગ્વેજ’ ઇતર ભાષા' – ની પસ`દગીના સવાલ ઉભા થયે, મા ઇચ્છતી હતી કે હું સંસ્કૃત લઉં, અને પિત જી. કચ્છતા હતા કે હું ફ્રેંચ લ”, ' પિતાજી વૈજ્ઞાનિક હતા. ભાજનના સમયે ચર્ચા નીકળી. પિતાજીએ કહ્યુ : ફ્રેંચ અને અંગ્રેજી – એ ભાષા જાણવાથી આધુનિક નનનાં સર્વાં પ્રવેશદ્વાર ખુલા જાા છે.” માએ એ વખતે મૌન સેવ્યું. પછી હું નિશાળે ગયે। અને ફ્રેંચ કલાસમાં ભારૂ' તોમ લખાવી દીધુ, નિશાળેથી પાછા ફરતાં માએ મને ખાવાનુ પીરસ્યું અને મારી પાસે બેસીને પૂછ્યું ; શું નક્કી કર્યું ?' મેં કહ્યું: જેમ નક્કી હતુ તેમ બન્યું. મે` ફ્રેંચ લીધું' એ સાંભળીને માએ એક જ વાક્ય કહ્યું : શુ` બ્રાહ્મણના દીકરા સંસ્કૃત નહિ શિખે ?’મે' જવાબ આપ્યા: જો બ્રાહ્મના દીકરા માટે સંસ્કૃતનું જ્ઞાન આવશ્યક હાય તા એ પણ મેળવી લેવાશે. પણ એ જ્ઞાન સ્કૂલમાંથી જ મેળવવાની જરૂર નથી. બહારથી કાઇ પણ રીતે એ જ્ઞાન હુ' મેળવી શકું છું.” માના એ એક જ વાકય ઉપર હું. સંસ્કૃત શિખ્યો.”
*
*
અચપણમાં બાઇબલ શિખવાની હું વિરૂદ્ધ હતેા અંગ્રેજોએ આપણા દેશ ઉપર તેમ જ ધર્મો ઉપરૢ હુલે કર્યાં છે. આ બાબત ઉપર મને ખૂબ ગુસ્સે આવતા હતા. એક વખત હું એક મિત્રની સાથે ફરવા જંઇ રહ્યો હતો. વરસાદના દિવસે હતા. વડેદરાનાં ાળાંએમાં પાણી ભરાઇ ગયાં હતાં. મેં સહજભાવે મારા એ મિત્રને પૂછ્યું કે આ તારી પાસે શું છે ?” જેવું મને માલુમ પડયુ કે તેના હાથમાં બાઈબલ છે કે તરત જ તેની પાસેથી એ પુસ્તક મેં ઝુંટવી લીધું અને નાળામાં ફેંકી દીધું, પછી કેટલાંક વર્ષ બાદ કાલેજમાં રસ્કિન અને મિલ્ટન શિખતી વખત માલુમ પડયુ કે બાઈબલ જાણ્યા સિવાય તેમની કેટલીયે ખાખતા સમજમાં આવી શકે તેમ નથી. ખાસ કરીને મિલ્ટન્ સમજવા ખાતર બાઇબલ વાંચવું શરૂ કર્યુ. અને ન્યુ ટેસ્ટામેન્ટ” (બાઇબલમાં આવતાં ઇસુ ખ્રિસ્તના ચરિત્રને લગતાં પ્રકરણા)ની મારી ઉપર ખૂબ અસર પડી. ત્યારે મને પસ્તાવા થયા કે આજ સુધી આ ચીજ મેં કેમ જાણી નહિ.' મૂળ હિંદી : નિર્મળા દેશપાંડે અનુવાદક : પરમાનંદ