________________
બુદ્ધ
નવા યુગમાં ઝંપલાવી રહ્યા છે તેનાં નિય જેવા હાય તેવા પણ મને કદાચ માન્ય ન પણ થાય.
તા. ૧૬-૧૨-૬૦
સનાતન ધર્મની મારા ઉપર પડેલી આ બધી છાયા કાં એકલી અટુલી ન હતી. માનવીનું જીવન જુદા જુદા કટકાઓમાં વહેંચાઇ ગયેલુ હતુ નથી, પણ અનેક જુદાં જુદાં પાસાંઓ એકઠાં થઈને તેના જીવનમાં દેખાય છે. તેમજ મારા પોતાના જીવનમાં પણ સનાતન ધર્મનાં તેજ-છાયા ઉપરાંત સામાજિક વ્યવહારમાં, રાજકીય વ્યવહારમાં, આર્થિક વ્યવહારમાં વગેરે ક્ષેત્રામાં પણ મારા સનાતન ધર્મના વિચારની સાથે ગાઢવાઇ ગયેલી અનેક માન્યતા પડેલી હતી.
મારું સામાજિક જીવનનું ચિત્ર તે દિવસે એક રીતે સ ંયુક્ત કુટુંબનુ ચિત્ર હતું. આ સયુકત કુટુંબના અનેક લાભા અને ગેરલાભ તે દિવસેમાં પણ હતા અને આજે પણ આપણને દેખાય, પરંતુ એ જમાનાના વ્યવહારમાં આવા સયુકત જીવન વિના સમાજ છિન્નભિન્ન શામાં આવી પડે એવા ભય પણ હતા. 'પરદેશી સત્તાના આક્રમણની સામે આપણા સમાજને અને આપણા ધર્મને ટકવુ' હેાય તે ખીને કે માગ' તે દિવસે શકય ન લાગ્યા. આપણા આખા સમાજની એક દુળતા આ સમગ્ર ઇતિહાસમાં આપણે જોઇ શકીએ છીએ અને તે એ “કે જ્યારે જ્યારે સનાતન ધર્મ ઉપર, સમાજજીવન ઉપર, આપણા ધંધા રાજગારા ઉપર, આપણા વિદ્યાવ્યાસંગ ઉપર, આપણી સમગ્ર સંસ્કૃતિ ઉપર બહારથી હલ્લાઓ આવ્યા ત્યારે ત્યારે શરૂઆતનાં વર્ષોમાં આપણે તે હલ્લાઓને સામી છાતીએ ઝીલ્યા ખરા. આપણા આખા દેશમાં જે અનેક આયઅનાય પ્રજા પડી હતી તે તમામ પ્રજાના દેવાતે, :માન્યતાઓને, રીતરિવાજોને આપણે એક્બીજાની સાથે એટલાં અર્ધા આતપ્રેત કરી દીધાં કે આ ક્રિયાને પરિણામે આપણા દેશમાં એકબીજાની સાથે નિકટતાથી જોડાયેલી અને છતાં પેાતાના વિશિષ્ટત્વને જાળવી રાખે તેવી ભારતીય પ્રજા આપણે ઊભી કરી શક્યા; પણ અનેક જુદી જુદી માન્યતાઓ, અનેક જુદા જુદા ધર્મો, અનેક જુદા જુદા રીતરિવાજે એ બધાંને એકબીજા સાથે ગાવીને એક વ્યાપક સમન્વય પેદા કરવાની શક્તિ આપણે ગુમાવી, એટલે આપણે આપણા ધને, આપણી સંસ્કૃતિને, આપણા રીતરિવાજોને જાળવી રાખવાને માટે કેમ જાણે ખૂણામાં ભરાવા ઇચ્છતા હાઇએ તેમ આપણે જુદા જુદા ચાકાએ ઊભા કરવા લાગ્યા અને એ રીતે કેમ જાણે આપણે આપણા વ્યકિતત્વને ખૂણામાં ભરાવાની વૃત્તિ શરૂ થઇ ત્યારથી આપણા સમગ્ર જીવનમાં એક પ્રકારની સકુચિતતા, ખીજા તરફ આદર, મિથ્યાભિમાન, ભાઇ-ભાઇ સાથે ગુસપ વગેરે ઠેર ઠેર ઊગી નીકળ્યાં અને આપણા સમગ્ર દૃષ્ટિથી વિનાશ થયે.
આપણી સંયુકત જીવનની પ્રણાલિકાથી આપણા જીવનમાં સમગ્ર કુટુંબની અંદર અંદર એકતા અને ભ્રાતૃભાવ ઊગે એવી આપણે આશા રાખી હતી અને જ્યાં સુધી સમાજના સ ંજોગા અનુકૂળ રહ્યા ત્યાં સુધી એ ટકી પણ ખરી. સમાજમાં પ્રચલિત થતી કાઇ પણ યેાજનાના અંતરમાં જેમ ગુણો હોય છે તેમ દાષા પણ હોય છે જ. આવી યેાજના પહેલવહેલી અસ્તિત્વમાં આવે છે ત્યારે તેના ગુણા જ સમાજને આકર્ષે છે મૈં તેથી તે ચેાજના ઘાટ લે. છે. પણ આવી કાઇ પણ યેાજના કાલાન્તરે રૂપાંતર પામ્યા વિના રહેતી નથી. જ્યારે આવી સામાજિક યાજનાને કાળ સાથે તાલ મેળવવા માટે રૂપાંતરની જરૂર ઊભી થાય છે ત્યારે જો સમાજ તેને રૂપાંતર આપવામાં શક્તિમાન ન થાય તા યેાજના જીણુ થઇ જાય છે તે તેને
ne
જીવન
સાચવી રાખનાર સમાજ તેની ગંધથી ગંધાવા લાગે છે.
આપણા સયુંકત કુંટુંબજીવનના હાડમાં અનેક કલ્પનાએ તેમ જ આશા આકાંક્ષા પડી હતી. આ જીવનમાં કુટુંબની દરેક વ્યક્તિ પાતાની શક્તિ સમગ્ર કુટુંબના જીવનમાં આપે ને દરેક વ્યકિત પોતાની જરૂરિયાત પ્રમાણે તેમાંથી લેવાપરે. ઉપરાંત કોઇ પણ કુટુંખીને અકસ્માત, માંદગી, મરણુ વગેરે આપત્તિકાળ આવે ત્યારે તે કુટુંબીજનનાં વહુાકરાંઓને નિરાધાર દશામાં ન રહેવું પડે પણ એનાં બાળકાને કુટુંબનાં બીજાં બાળકાની માફક જ યેાગ્ય ધારણપા મળે અને એ રીતે આ સયુક્ત કુટુંબ કેમ જાણે એક સહકારી ધોરણે ચાલતું સ્વતંત્ર ધટક બની રહે. આવી આવી શકયતા આવા સંયુક્ત કુટુંબના વ્યવહારમાં પડી હતી. પણ આવા વ્યવહારની મધ્યવતી ચાવી એ વ્યવહારના અંતરમાં બેઠેલી કુટુંબની માના મમતાભર્યાં કુટુંબજીવનમાં પડેલી હતી. આવી કુટુંબની ડેાશીમાનુ મુખ્ય કામ કુટુંબનાં તમામ કુટુબીજનાને પોતાની પાંખમાં રાખીને ઉછેરવાનું, તેમના આડા-તે ખૂણાઓને મહેરવાનું, તેમના સતાપોને મૂંગે મોઢે ગળી જવાનું, તેમના અંદર અંદરના નાનાં-મોટાં ઘણાને ઝીલી લેવાનું અને આવી અનેક રીતે સમગ્ર કુટુંબની એકતાને જાળવીને બધાં કુટુંબીઓને સાષ આપવાનું રહેતું. પણ જ્યારે આપણા સમાજમાંથી અંતરનુ' તેજ ધીમે ધીમે ઓછુ થવા લાગ્યું અંતે સમાજને કોઇ પણ ઉપાયે સ્થૂળ રૂપમાં પણ ટકાવી રાખવાનુ આપણને મમત્ત્વ થયુ ત્યારે આપણે જીવનને નિષ્ફળતાપૂર્વક ટકાવી રાખવા માટે સમાજના તેજસ્વી આદર્શોમાંથી પીછેહઠ કરી અને આવી પીછેહાથી જ કેમ જાણે સમગ્ર જીવન ટકી રહેશે એવી ભ્રાંતિમાં તે ભ્રાંતિમાં આપણે આસપાસની પરિસ્થિતિને ઓળખી ન શક્યા. કહે છે કે જ્યારે પરદેશી આક્રમણુકારાએ આપણા દેશ ઉપર હલ્લા કર્યો ત્યારે આપણુ સમગ્ર જીવન · ચૂંથાઇ ગયું અને આપણે તેજોહીન ખની ગયા. પણ આ વસ્તુને ખીજી રીતે મૂકીએ તેા એમ કહી શકાય કે પરદેશી આક્રમણા આવ્યાં તે પહેલાં જ આપણે તેજ ગુમાવ્યું હતું અને પરદેશી આક્રમણકારાએ તે આપણી તેોહીનતા ઉપર મહાર મારી એટલુ જ. ત્યાર પછી તે પશ્ચિમની પ્રજાના આગમન બાદ આપણી અથ રચનામાં પણ જમ્મર પરિવર્તન થયુ' ને ખાસ કરીને મેટાં શહેરોમાં તા આવાગીકરણને પ્રભાવે આપણ સયુક્ત કુટુંબજીવન છિન્નભિન્ન થઇ ગયું.
૧૧૩ ==
છતાં પણ મને હજી આશા રહે જ છે કે, આપણુ આ સંયુક્ત જીવન નવા જમાનાના ગમે તેવે! બાટ લેશે તા પણુ તેના હાડમાં સયુક્ત જીવનના કેટલાયેક મંગળ સંસ્કારા લુપ્ત થશે નહિ. આપણા કુટુંબ જીવનના પાયામાં રહેતા સ્નેહસિંચનને આપણે જે દા'ડે જડમૂળથી ઉખેડી નાખશું અને નવુ જન્મેલુ બાળક જન્મ થતાંની સાથે જ મા—આપનું મટી જઈને સમગ્ર દેશના એક બાળક તરીકે ઊછરાવા લાગશે અને ‘ માની છાતીએ વળગીને અમી પાવાને બદલે અધતન શાસ્ત્રીય પદ્ધતિથી ઇસ્પિતાલેામાં તેને ઉછેર થશે અને એ જ પ્રમાણે એ બાળક માની આંખમાંથી તેમજ માના વહાલભર્યાં ખેલથી કેળવણીની શરૂઆત કરવાને ખલે કાઇ અદ્યતન પદ્ધતિથી કેળવણી લેવા માંડરો ત્યારે તે બાળક કદાચ ધણું મહાન થશે, ભ્રૂણું પરાક્રમી થશે, ધણું દેશદાઝવાળુ થશે, કદાચ વિશ્વમાનવ ચશે તેા પણ આપણને તેના લાહીમાં કાષ્ઠ માનવીની ઊષ્મા જણાશે નહિ એવી મને બીક લાગે છે. સભવ છે કે ઇશ્વરી યેાજનામાં આજના માનવી કરતાં પણ કાષ્ઠ નવા પ્રકારને