SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૨-૬૦ પ્રબુદ્ધ જીવન પ્રકીણ" નોંધ શ્રી નાનાભાઇ ભટ્ટ ઉપર વજ્રપાત આજના કેળવણીકારામાં જેમનું અગ્રગણ્ય સ્થાન છે એવા શ્રી નાનાભાઈ ભટ્ટને કાણુ ઓળખતું નથી ? શિક્ષણના ક્ષેત્રે તેમણે અનેક સ્વપ્ન સેવ્યાં અને મૂર્તિ મન્ત કર્યાં. આ રીતે લાંખી જિંદગી વ્યતીત કરીને શરીરે જર્જરિત બનેલા, ખાટલેથી ખુરશીએ અને ખુરશીથી ખાટલે-આમ શારીરિક દૃષ્ટિએ અવશ એવું જીવન જીવતા અને એમ છતાં ચિન્તનના ક્ષેત્રે સતત જાગૃતિ અનુભવતા નાનાભાઇ અન્તિમ આબ્તાનની રાહ જોતાં સાસરા ખાતે જીવનસધ્યા માણી રહ્યા હતા. ઉમ્મરના આંક ૮૦ સુધી પહેાંચી ચૂકયા હતા, તેમની અપૂર્વ અને અગણિત સેવાઓની કદરના પ્રતીકરૂપે થેલી અણુ કરવાના નિમિત્તે તેમના મિત્રા અને પ્રશંસž। એ લાખને લક્ષ્યાંક વિચારીને ચાતરફથી કાળા એકઠા કરી રહ્યા હતા અને ડિસેમ્બર માસની ૨૭ મી તારીખે લક્ષ્યાંકને પહોંચી વળીને સણાસરા ખાતે તેમનું જાહેર સન્માન કરવાનું વિચારી રહ્યા હતા. એવામાં ગયા નવેબર માસની ૨૯મી તારીખે નાનાભાઇ ઉપર વિધિએ કલ્પનામાં ન આવે એવા વજ્રપ્રહાર કર્યો છે. તેમને ૩૦ ૧.ની ઉમ્મરના દીકરા ભાઇ નરેન્દ્ર જે ભાવનગરની જહાંગીર મિલમાં લેબર એફિસર તરીકે કામ કરતા હતા તે પૂરા સેાળ ક્લાક પણ નહિ એવી ટૂંક સમયની અકળ અને અણુધારી માંદગીના ભાગ ખતી યુવાન પત્ની અને બે બાળકાને રડતાં મૂકીને એકાએક પલે ક સીધાવ્યેા છે. આ અટિત ઘટનાએ નાનાભાઈને જાણુનાર વિશાળ જનસમુદાને સખ્ત આધાત પહોંચાડયે છે અને તેમનાં દિલ નાનાભાઇ વિષે ઊંડી અને અતિ તીવ્ર સહાનુભૂતિ અનુભવી રહ્યાં છે. આ દુઃસહુ ધટના મનમાં અનેક વિચારા પેદા કરે છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન ન નાભાઇની તબિયત સતત લથડતી રહી છે અને કાઇ પણ સમયે તેએ આપણી વચ્ચેથી વિદાય લઇને ચાલતા થયા હોત તેા તે અંગે કોઇને આશ્ચર્ય થયું ન હોત. એમ છતાં વિધાતાએ તેમની જીવાદોરી લખાવ્યે રાખી તે શુ તેમને આ કારમી ઘટનાના સાક્ષી બનાવવા માટે? વિધિની આ તે કેવી નિષ્ઠુરતા? અને એમ છતાં પણ જે વિધિ તેમનુ જીવન ચાલુ રહે એમ ઇચ્છે છે તે અવશેષ જીવનને સમધારણપૂર્વક જીવવાનું પરમશક્તિ તેમને થૈ આપે એવી આપણુ સર્વની ઊંડા દિલની પ્રાથના હા! તેમનું કરવા ધારેલું સન્માન આગામી જાન્યુઆરી માસની આઠમી તારીખે સÌાસરા ખાતે સાદાથી પતાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આ સમય સુધીમાં તેત્રની સન્માન થેલીમાં જે મિત્રા, પ્રશ'સકો તથા શુભેચ્છકો પોતાના કાળા નોંધાવી શકયા નહાય. તેઓ વિના વિલ'એ પાતાના કાળા કાં તેા લેાકભારતી, સણૈાસરા, સૈારાષ્ટ્રએ સરનામે અથવા તે શ્રી. હિંમતલાલ ખીરા, હૈ. મેસસ જયાનંદ ખીરા એન્ડ કંપની, ચોપાટી પુલ, સેન્ડહર રોડ, મુંબઇ ૭, એ સરનામે પહોંચાડે. પદયાત્રાના આવા આગ્રહ શા માટે? શ્રી નાનાભાઇ ભટ્ટને ત્યાં ઉપરની ઘટના બની ત્યારે તેમના પરમ મિત્ર સ્વામી આનદ ધુળિયા હતા. જેવાં તેમને આ ખબર મળ્યાં કે તરત જ તેઓ ધુળિયાથી નીકળાને મુબંઈ આવ્યા અને નાનાભાઇ પાસે બને તેટલા વહેલાં પહોંચવું જ જોઇએ એમ વિચારીને, જે સાધારણ રીતે રેલ્વે ટ્રેનમાં ત્રીજા વર્ગમાં જ ક મુસાફરી કરે છે તે સ્વામી આનંદ શ્રીહિ'મતલાલ ખીરાને સાથે લખતે એરપ્લેનમાં ભાવનગર પહોંચી ગયા અને નાનાભા સાથે કેટલાક દિવસ સુધી રહ્યા. તેમનું આ રીતે ભાવનગર દોડી જવુ નાનાભાઇને ભારે હુકું આપનારું નિમિત્ત બન્યું' અને અમે તેમના મિત્રએ પણ આથી ખૂબ રાહત અનુભવી. આના અનુસંધાનમાં થાડા સમય પહેલાં બનેલી એક ઘટના યાદ આવી. આસામમાં વસતા આસામો અને બંગાળીઓ વચ્ચે કેટલાક સમય પહેલાં તુમુલ ધર્ષીણ પેદા થયેલું અને તેના પરિણામે સંખ્યાબંધ ભંગાલી કુટુબેને આસામ છેડીને ભાગવું પડેલું અને તે પાર વિનાની યાતનાના ભાગ થઇ પડેલાં. આને લીધે આસામમાં અને કામેા વચ્ચે ભારે તંગદિલી પેદા થઇ, અને પરસ્પર વેરવૈમનસ્યને દાવાનળ પ્રગટયેા. આ પરિસ્થિતિ દરમિયાન કા જવાબદાર વ્યક્તિએ પ, જવાહરલાલ નેહરુ પાસે વિચાર રજૂ કર્યાં કે ‘આ દાવાનળને પ્રશાન્ત કરવા માટે વિનોબાજી આસામ જાય તેા કેમ?' જવાહરલાલજીએ આ વિચારને એકદમ આવ કાર્યાં, અને વિનેબાજીને આ વાત પહોંચાડવામાં આવતાં આસામ જવાની તેમણે પણ તત્પરતા દેખાડી. જવાહરલાલજી આથી ખૂબ રાજી થયા અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુએ પણ આ વાતને વધાવી લીધી અને જેમ બને તેમ જલ્દીથી આસાન પહોંચી જવા અન્દેએ વિનાબાજીને સદેશા પાઠવ્યા અને તે માટે જે જોઇએ તે વાહનનું સાધન પૂરું પાડવા ભારત સરકારે તૈયારી દેખાડી, અને સમસ્ત ભારતના પ્રજાજનાએ પશુ આ સમાચારથી ભારે આશ્વાસન અનુભવ્યું. અને એ દિવસાને યાદ કર્યાં કે જ્યારે કામી દાવાનળે ને આખલીને અસ્તવ્યસ્ત કરી નાંખ્યુ હતું અને ગાંધીજી ત્યાં જ પહેોંચ્યા હતા અને બેહાલ ખનેલા લોકેાના આંસુ લુછ્યાં હતાં અને એ જરીતે વિનેબાજી પગુ પડેોંચી જઇને ત્યાંની ધીકતી ધરાને શાન્ત કરશે અને સુખશાન્તિ ભર્યો સહઅસ્તિત્વના ત્યાંના પ્રજાજનોને માગ દાખવશે એવી સા કાઇએ આશા સેવી. પણ વિનાબાજીએ જેમ બને તેમ જલ્દીથી આસામ પહોંચવાની વાતને કોઇ વજન જ ન આપ્યું. માત્ર તેમણે ચાલુ પદયાત્રાની દિશા બદલી, પશ્ચિમ કેં દક્ષિણ તરફ જવાને બદલે પૂર્વ તરફ-આસામ તરફ-પદયાત્રાનું માઢું ફેરવ્યુ, તેમને ઘણી બાજુએથી શીઘ્રતાપૂર્વક આસામ પહેાંચી જવાનું કહેવામાં આવ્યું. તે સ ંબંધે ખુલાસા કરતાં તેમણે કોઇ એક પ્રવચનમાં નીચે મુજબ જણાવ્યું: “અત્યારે હું આસાન તરફ્ જઇ રહ્યા છેં. પગે ચાલીને જ ત્યાં પહોંચવાનુ નક્કી કર્યુ છે. આશરે ૧,૫૦૦ માઇલની યાત્રા થશે, ઘણા લેાકેા ઇચ્છે છે કે હું કોઇ ઝડપી વાહનના ઉપયેાગ કરીને ત્યાં જલદી પહોંચી જાઉં. વિજ્ઞાનને તે હું આવકારું છું. વિજ્ઞાન અને આત્મજ્ઞાનના સયેાગ કરીને જ સર્વે લવાશે એમ કહુ છું. તે પછી કોઇ અદ્યતન વાહનને ઉપયોગ કરીને ત્યાં કેમ નથી પહોંચી જતા? “હું ભૌતિક મિશન ઉપર ત્યાં જઇ રહ્યા હોત તા જરૂર એવા વાહનના ઉપયાગ કરત. જેમ કે એરિસ્સામાં મેાટી રેલ આવી અને ત્યાં લેાકેાને અનાજ પહોંચાડવાનુ છે. હું ત્યારે કંઇ એમ ન કહું' કે અહીંથી ત્યાં સુધી પદયાત્રા કરીશ; માથા પર મણુ–મણુના ખાજો ઉઠાવીને અનાજ ત્યાં લઇ જાઓ. એવા હુ કંઈ ખેવકૂ નથી, પરંતુ અત્યારે જે કામ સારું હું' આસામ જઇ રહ્યો છું
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy