________________
૧૬૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૬e
તે ભૌતિક કાર્ય નથી, આધ્યાત્મિક કાર્ય છે. માણસના દિલ અને દિમાગમાં એકતા લાવવાની વાત છે. સમાજમાં કેટલાંક બોટાં મૂલ્ય રૂઢ થયાં છે તે બદલવાની વાત છે અને આ એક માત્ર આસામને જ પ્રશ્ન નથી. ઠેરઠેરને આ જ સવાલ છે. '
મેં ક્યારે ય એમ નથી માન્યું કે હું કોઈ સમસ્યા ઉકેલવાનો છું. ખાસ કરીને હમણાં હમણાં તે એ વિચાર મનમાં આવતા જ નથી. મારી અનન્ય શ્રદ્ધા પરમેશ્વર પર છે. તે જે કરશે, તે જ થશે. આસામમાં તે મોટી સમસ્યા છે. અનેક આંટીઘૂંટીવાળા પ્રશ્નો તેમાં પડ્યા છે. રાજકીય પક્ષે પણ તેમાં સંડેવાયા છે. આવી હાલતમાં હું તે વળી એ કો વિરલ પુરુષ છું કે ત્યાં જઈને મદદ કરી શકું? આજે તે માત્ર ઈશ્વરને ઇશારે સમજીને ત્યાં જઈ રહ્યો છું. મને વિશ્વાસ છે કે ત્યાં જઈને હું કંઈ જ કરી શકવ ને નથી અને કંઈ ન કરવું એ ખૂબ જ મોટી વાત છે. નહીં તે માણસ બગડી જાય છે અને કંઈક બગાડી તે શકે જ છે, જયારે મને આત્મવિશ્વાસ છે કે કંઈ કરી નહીં શકું, પણ બગાડીશ તે નહીં જ, એટલા આત્મવિશ્વાસને આધારે અત્યન્ત નમ્ર ભાવે હું ત્યાં જઈ રડ્યો છું.” (તા. ૬-૧૧-૧૦ ના ભૂમિપુત્ર” માંથી)
વિનોબાજી વિષે દિલમાં ઊંડો આદર હોવાથી, તેઓ જે કરતા હશે તે બરાબર જ કરતા હશે એવી શ્રદ્ધાપૂર્વક તેમના આ ખુલાસાને સ્વીકારી લે એમ એક બાજુએથી મન કહે છે, પણ આસામની કટોકટીને ખ્યાલ કરતાં મન બીજી બાજુએ તેમના આ ખુલાસા અંગે લેશ પણ સમાધાન અનુભવતું નથી. તેમને આ ખુલાસે જેને અંગ્રેજીમાં apologetic કહે છે તેવા આકારને લાગે છે. તેમાં જણાવેલા ભૌતિક અને આધ્યાત્મિક
મિશનને ભેદ, ઈશ્વર ઉપરની આ પ્રકારની શ્રદ્ધા, સાથે સાથે • વેદાન્તી તત્વજ્ઞાન-આ બધું કાંઈ સજાતું નથી.
ભૌતિક મિરાન જેટલી જ અમુક પરિસ્થિતિમાં આત્માત્મિક મિશન ઉત્કટતાની–ત્વરિતતાની અપેક્ષા રાખતું હોય છે. બિહાર કે અન્યત્ર રેલ આવી તે કેઇએ વિનેબાજીને ત્યાં મદદ પહોંચાડવા માટે નહોતું કહ્યું. આસામમાં તેમનાથી જે કામ થઈ શકે તેમ હતું તે અન્યથી થઈ શકે તેમ નથી એમ સમજીને જ રાષ્ટ્રના અગ્રગણ્ય પુરુષોએ તેમને ત્યાં જલદીથી પહોંચી જવા કહેણ ઉપર કહેણ કહ્યું હતું. ગાંધીજી નૈઆ ખલી ગયા, શું પરિણામ આવ્યું, તેમના મિશનમાં કેટલી સફળતા મળી તેને કોઈએ હિસાબ કાઢયે નથી. આગ સળગતી હતી છે અને તેઓ તરત જ પહોંચી ગયા એ જ હકીકતનું મહત્વ હતું. નાનાભાઈ ઉપર પહાડ તૂટી પડે છે અને મારે ત્યાં એકદમ પહોંચી જવું જોઈએ એમ સમજીને જ એરોપ્લેનનો સહારો લઈને
સ્વામી આનંદ ભાવનગર દોડી ગયા. એ પણ કેવળ આધ્યાત્મિક - મિશન જ હતું. આવી જ રીતે જે ઈશ્વરને વિનોબાજી આગળ ધરે છે તે ઈશ્વર આસામની કટોકટી વખતે વિનોબાજી પાસેથી કાંઇ ને કાંઈ કામ લેવા માગે છે અને એરપ્લેન, ટ્રેન, મેટર જે સાધન મળે તે પકડીને તું ત્યાં સત્વર પહોંચ એમ ઈશ્વર કહેરાવે છે એમ સમજીને વિનોબાજીએ આસામ દેડી જવું જોઈતું હતું. જે ઇશ્વરના ઈશારાની તેઓ વાત કરે છે તે ઈશારાને અધૂરા સંદર્ભમાં નહિ સમજતાં સંપૂર્ણ સંદર્ભમાં તેમણે સમજ અને સ્વીકાર જોઈતું હતું. બહુધા ભસ્મીભૂત થયા
બાદ આગ ઠારનારે બંબ આગના ઠેકાણે પહોંચે તેને ' અર્થ શું છે ?
' આ રીતે આ સામ જવા પહોંચવા સંબંધે વિનોબાજીએ
આવું વલણ કેમ અખત્યાર કર્યું હશે તે આપણા જેવા માટે એક કોયડો બને છે. કાં તો આસામની કટોકટીને આપણે જે મહત્વ આપીએ છીએ તેટલું મહત્વ વિનોબાજી નહિ આપતા હોય અથવા તે પદયાત્રાની તેમને ‘હવે જે લઢણુ લાગી છે તે હવે તેમનાથી છોડાતી નહિ હોય! આમાં જે કોઈ વિકલ્પ સાચે હોય તે ભલે હોય. મારા જેવા અનેકને આસામ સત્વર પહોંચી જવાની જરૂરિયાતનો ઈનકાર કરતી વિનોબાજીની ઉપર જણાવેલી વિચારસરણી ગળે ઊતરતી નથી. વિનોબાજી પાસેથી આપણું સર્વના દિલમાં પ્રસ્તુત પ્રસંગ ઉપર જે અપેક્ષા ઊભી થઈ હતી તે અપેક્ષા તેમણે પૂરી પાડી નથી–આ કઈ ક અસંતોષ ચિત્તને ઘેરી વળે છે, વ્યથિત કરી મૂકે છે. દંભ અને શ્રેષનું શોચનીય પ્રદર્શન
દેશની ખાનગી કંપનીઓ રાજકીય પક્ષોને ચૂંટણી લડવા માટેના ફંડમાં વધારેમાં વધારે કેટલો ફાળો આપી શકે તે સંબંધમાં તાજેતરમાં ભારત સરકાર તરફથી લોકસભામાં રજૂ કરવામાં આવેલો ખરડો પસાર કરવામાં આવ્યો અને તે દ્વારા રૂ. ૨૫,૦૦૦ અથવા તે કંપનીની ત્રણ વર્ષની સરેરાશ આવકના પાંચ ટકા એ બેમાંથી જે રકમ વધારે હોય તેટલી રકમ સુધી ખાનગી કંપનીઓ ચૂંટણી ફંડમાં આપી શકે એવી મર્યાદા નકકી કરવામાં આવી. આવડા મોટા દેશમાં પુખ્ત મતાધિકારનો ધારણ ઉપર ચૂંટણીઓ કરવાની હોય અને આ અંગે દેશના ભિન્ન ભિન્ન રાજકીય પક્ષો વચ્ચે સ્પર્ધા થવાની હોય ત્યારે ચૂંટણીઓ અંગે દરેક પક્ષને પારાવાર ખર્ચ થાય એ સમજી શકાય તેવું છે અને આ ખર્ચને પહોંચી વળવા માટે દરેક પક્ષને જ્યાં જેની લાગવગ પહોંચે ત્યાંથી બને તેટલી રકમ ઉઘરાવવાનું પ્રલોભન રહે એ તદ્દન સ્વાભાવિક છે. આ બાબતમાં ખાનગી કંપનીઓ કેટલો ફાળો પિતાના ભંડોળમાંથી આપી શકે તે અંગે ઉપર જણાવી તેની મર્યાદા હોય એ પણ ઈચ્છવા ગ્ય છે.
પણ આ ખરડા ઉપર લોકસભામાં ચર્ચા ચાલી તે દરમિયાન શાસક પક્ષ તેમ જ અન્ય રાજકીય પક્ષના આગેવાને જે નિવેદન કર્યા અને જે વલણ દાખવ્યાં તેને વિચાર કરતાં રાજકારણ અને સચ્ચાઈ વચ્ચે કેટલો એ છે સંબંધ છે તેને વધારે સ્પષ્ટ ખ્યાલ આવ્યા.
કેંગ્રેસ પક્ષ તરફથી જયારે એમ કહેવામાં આવે કે કેંગ્રેસના ચૂંટણી ફંડમાં જે કંઈ ખાનગી વ્યક્તિ કે કંપની ફાળે આપે છે તે સ્વેચ્છાએ આપે છે અને તેમને અમારા શાસન ઉપર કે તંત્ર ઉપર કોઈ પ્રભાવ પડતા નથી કે અમે શાસકો ઉપર તેની કોઇ શે' પડતી નથી ત્યારે માનવસ્વભાવ સાથે ખૂબ બેસતી ન હોય એવી તેઓ વાત કરતા હોય એમ લાગે છે. વળી પિતાના સમર્થનમાં કેંગ્રેસ પક્ષ એમ જણાવે છે કે
અમે સમાજવાદી ઢબની સમાજરચના દેશમાં ઊભી થાય એ દિશાએ મુક્ત મને ઉત્તરોત્તર કાયદાકાનૂન કયે જઈએ છીએ-- એ દેખાડે છે કે ખાનગી મૂડીવાદીઓને અમારા ઉપર કશે? પ્રભાવ પડતું નથી. જેનામાં વધારે ઊંડી સમજ ન હોય તેને પ્રતીતિ કરાવવા માટે આટલી હકીકત પૂરતું છે. પણ ગ્રેસના આ બચાવ સામે પ્રશ્ન તે એ થશે જોઈએ કે જે સમુદાય કોંગ્રેસની અધતન નીતિમાં મન નથી અને કોંગ્રેસ પ્રત્યે જેને કોઈ વિશેષ મમત્વ નથી તે સમુદાય તરફથી ચૂંટણી લડવા માટે કેંગ્રેસને લાખો રૂપિયા મળે છે શી રીતે અને શા માટે ? આના ડાણમાં ઊતરીએ તે. સહેજે રમાપણને સૂઝી આવે છે કે કેંગ્રેસની નીતિ ભક