________________
રજીસ્ટર નં. B ૪૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
‘ પ્રબુદ્ધ જૈન ’નું નવસ કરણ વર્ષ ૨૨: અંક ૧૬
પ્રભુન
મુંબઇ, ડીસેમ્બર ૧૬, ૧૯૬૦, શુક્રવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮
જીવન
શ્રી સુબઈ, જૈન યુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ : ૨૦ નયા પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
સ્મશાનવૈરાગ્ય કે સુવાવડીને વૈરાગ્ય કહેવતરૂપ થઇ પડયા છે. પળભર મન ઉપરની અસરના કારણે અંતરમાં સંસાર ઉપર કે વાસના ઉપર વૈરાગ્ય ઊપજે અને વળી પાછુ મન ત્યાં જ જઈને બેસે એ આ વેરાગ્યના અર્થ છે, છેલ્લાં કેટલાંક વર્ષથી કોંગ્રેસનાં જંગી અધિવેશનેાની અસર પણ એના મેવડીનાં મન ઉપર કંઇક આવા જ અલ્પજીવી વૈરાગ્ય જેવી થાય છે. ગળા સુધી દૂધપાક આરોગીને અકળાઇ ગયેલ
૧૨)
કોંગ્રેસ-અધિવેશન પાછળ થઈ રહેલા સમય, શકિત તથા ધનને અસહ્ય અપવ્યય
કોઇને આ લખાણ બહુ નાને માટે બહુ મે1ટી વાત કરવા જેવું લાગે તેા તેઓ ક્ષમા કરે. પણ કોંગ્રેસનું ભાવનગર અધિવેશન જેમ જેમ નજીક આવી રહ્યું છે, અને એ માટેની • જંગી તૈયારીઓ થઇ રહ્યાની અને પચીસેક લાખ રૂપિયા જેટલું જંગી ખર્ચ થવાની જાતજાતની વાતે! અને જાહેરાતે અખખારામાં વાંચવામાં આવે છે તેમ તેમ મને મનમાં સવાલ થાય છે કે આ બધુ શા માટે ? દેશની સામે અનેક અટપટા સવાલા ઊભા છે અને નવા નવા ઊભા થતા જાય છે અને દેશના નવનિર્માણ માટે શાસક વગે અને પ્રજાએ નિષ્ઠાપૂર્વક કૈડ બાંધીને કામ કરવાની જરૂર છે. એ માટે કુંભમેળા જેવા આવા જંગી જલસા યેાજવા જરૂરી કે ઉપયોગી છે ખરા ? સ્વતંત્રતાની અહિંસક લડાઇ વખતે, પ્રજાને તૈયાર કરવાની દૃષ્ટિએ અને દેશમાં એક પ્રકારની પરતંત્રતાવિરાધી હવા ઊભી કરવાને માટે કોંગ્રેસેનાં પ્રાંતિક અધિવેશના પણ મેાટા પાયા ઉપર ભરવામાં આવતાં અને મુખ્ય અધિવેશન તે ખની શકે એટલું મોટુ ભરવામાં આવતું. પણ ત્યારે તે એની પાછળના આશય સાવ જુદા હતા. હવે આવાં મેટાં મેટાં અધિવેશને ભરવાથી, સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી દેશની પ્રગતિમાં કેટકેટલી મદ થઇ અને આપણા રાજકર્તા પક્ષના (કોંગ્રેસના) આવાં જંગી અધિવેશન ભરવામાં શાસક પક્ષનાં અને પ્રજાનાં પણ સમય, શકિત અને સંપત્તિને જે ભાગ અપાયે-આપવામાં આધ્યેા એનુ પરિણામ કેટલું લાભકારક આવ્યું, એને કયાસ કાઢીને આ બાબતમાં નવેસરથી વિચાર કરીને નવા નિચે લેવાની ઘડી પાકી ગઇ હોય એમ લાગે છે. શુ દેશ સામે ઊભા થયેલા અતિ મુશ્કેલ સવાલેાની જેમાં એકાગ્રતા, સ્વસ્થતા અને દીર્ધ દૃષ્ટિપૂર્વક વિચારણા કરી શકાય એવી કાર્ય પરાયણ સભા (business meeting) જેવાં (દાખલા તરીકે એ. આઇ. સી. સી.ની સભા જેવાં) મર્યાદિત અધિવેશન ભરવામાં આવે તે એ વધારે લાભકારક અને સમય, શક્તિ અને સપત્તિના નિરર્થક બગાડને અટકાવનારાં ન થઇ શકે? આવાં મેટાં અધિવેશનમાં તે અનેક ઇતર કાર્યક્રમને કારણે, બાર હાથનુ ચીભડું ને તેર હાથનું ખી' એ કહેવતની જેમ, મુખ્ય સવાલોના બદલે આ તર કાર્યક્રમે જ વધારે સમય લઇ લેતા હોય છે.
માણસને તરત તે દૂધપાકનુ નામ પણ સાંભળવુ નથી ગમતું, એ પ્રમાણે કોંગ્રેસનાં જંગી અધિવેશન ભરાયા પછી, એથી દેશને શું લાભ થયે અથવા તે એનું પરિણામ શું આવ્યું • એને વિચાર આવવાથી કોંગ્રેસના આગેવાન તરફથી જાહેર કરવામાં આવે છે કે કૉંગ્રેસનાં હવે પછીનાં અધિવેશના નાનાં, સાદાં અને ઓછાં ખર્ચાળ થાય એ રીતે ભરવામાં આવશે. પણ - થોડાક મહિનાઓ વીતે છે ત્યાં એ વૈરાગ્ય વીસરાઇ જાય છે અને હતી એવી ને એવી જ સ્થિતિ ચાલુ થઈ જાય છે અને છેવટે જે પ્રદેશે અધિવેશન ભરવાનું બીડું ઝડપ્યું હોય છે, અથવા જે પ્રદેશને પેાતાને આંગણે અધિવેશન ભરવાના લહાવા મળે છે તે આગલા અધિવેશનને ટપી જાય એવુ માઢ, એવુ સુંદર અને એવુ આકર્ષક અધિવેશન ભરવાના મનેારથ સેવીને એ રીતે જ મેાટી માટી તૈયારીઓમાં મહિના અગાઉથી લાગી જાય છે; અને એ માટે લાખે લેખાં લખાય એવુ જે લખલૂટ ખર્ચ કરવામાં પાણીને મૂલે જે રીતે પૈસે વપરાય છે તે જોઇને તે ખરેખર સ્તબ્ધ થઇ જવાય છે; અને સહેજે મનમાંથી સવાલ ઊઠી જાય છે કે કાં પૂ. મહાત્મા ગાંધીજીની રાષ્ટ્રીય સંપત્તિની પાઇ પાઇ ખચાવવાની કરકસર અને કયાં આજે રાષ્ટ્રના પૈસાની ચાલી રહેલી *નાગીરી? શું દેશની સામે ઊભા થયેલા સવાલેાને હલ કરવાના કે આઝાદ દેશ આખાદ બને એ રીતે એનું નવનિર્માણુ કરવાના આ જ તરીકે છે ? આપણે કઇ દિશા તે ભૂલતા નથી ને ? પણ આવા સવાલાના જવાબ આપે એવા તટસ્થ વિચારક નેતા કર્યાં છે?
ત્રેવીશ વર્ષ જેટલા લાંખા ગાળા પછી, અને તે પણ દેશમાં સ્વરાજ્ય આવ્યા પછી, અને તેમાં ય વળી ગુજરાતનું સ્વતંત્ર રાજ્ય સ્થપાયા પછી, ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન ભરાય એ એક સુઅવસર આવ્યે લેખાય; અને તેથી ગુજરાતની કોંગ્રેસમાં એ અધિવેશનને નમૂનેદાર રીતે સફળ કરી બતાવવાનો ઉત્સાહ જાગે એ સ્વાભાવિક છે. પણ મારી નમ્ર સમજ પ્રમાણે, આ સુઅવસરને તેમ જ આ નમૂનેદાર સફળતાને અ એ છે કે લાખા લેાકેા આવવા આકર્ષાય એવાં વિવિધ જાતનાં આકષ ણા ઊભાં કરવાના મેહમાં પડીને ભારે જંગી તૈયારીઓમાં પુષ્કળ સમય, શક્તિ અને પૈસા ખર્ચવાને બદલે, નાનું પણ દેશના મુશ્કેલ સવાલેાની દૃષ્ટિએ મહત્ત્વનું, સાદું છતાં દૂરદર્શી અને નક્કર કામગીરીથી શાભતું અને એન્ડ્રુ ખર્ચાળ છતાં દૂરગામી પરિણામેા નિપજાવવાને લીધે અમૂલ્ય અને ચિરંજીવ ખની રહે એવુ અધિવેશન ગુજરાતની કોંગ્રેસ ભરી ખતાવે; અને એ રીતે ઘણા વખતથી કૅૉંગ્રેસનું જેવુ સાદું અને બિનખર્ચાળ અધિવેશન ભરવાના વિચારા