________________
પ્રબુદ્ધ જીવન
મારી સંસ્કારરૂઢ આચાર અને વિચારની ગ્રંથિઓનું કેવી રીતે નિરસન થયું?
(મુ. નાનાંભાઇ ભટ્ટને કેટલાએક સમય પહેલાં મળવાનુ મનતાં મેં તેમને વિનતિ કરેલી કે “ આપના જીવનના પ્રારંભમાં અધાયેલી કઇ કઇ વિચાર અને આચારની ગ્રંથિઓનુ` કેવી રીતે નિરસન અને સશોધન થતું ગયું તેને લગતા અનુભવ અને ચિંતનને જો આપ કાંઇક ખ્યાલ આપે। તા તે આજની પ્રજાને અનેક રીતે માર્ગદર્શક બને.” આ વિન ંતિને ધ્યાનમાં લઇને તેમણે બિછાનામાં પડચાં પડયાં એક લાંખા ઉત્તર લખાવીને માલેલા, જે પ્રબુદ્ધ જીવનના વાંચકાના લાભાથૅ મુ. નાનાભાઇની અનુમતિપૂર્વક નીચે પ્રગટ કરવામાં આવે છે—પરમાનંદ )
૧૫ર
તમારા આ પ્રશ્નને જવાબ આપવા એ મારા માટે મહાભારત કામ થઇ પડયું છે. કાઠિયાવાડમાં એક વાર્તા ચાલે છે : “ કોઇ એક આંધળા વાણિયા શંકરની તપશ્ચર્યાં કરતા હતા. ઉગ્ર તપશ્ચર્યાને અંતે શ ંકર તેના પર પ્રસન્ન થયા અને ખેલ્યા બેટા ! માગ, માગ, જે વરદાન માગીશ તે આપીશ.' શકરને પ્રસન્ન થયેલા જોઈને વાણિયાએ પેાતાના મનની સમગ્ર કુશળતા એકઠી કરીને માગ્યું: ‘હે કૃપાનાથ! મારા દીકરાના દીકરાની વર્તે સાત માળની હવેલી ઉપર સેાનાની ગેાળીમાં વલાણું કરતી દેખું' એ વરદાન આપે. હે ભાળાનાથ, આપની આટલી કૃપા મારા પર ઊતારા. શંકરે કહ્યું : ‘તથાસ્તુ.’
તમે જોઈ શકશે કે પેલા વાણિયાએ ભારે કુશળતાથી પેાતાના અંધાપા દૂર કરવાનું માગવાની સાથે વંશની વૃદ્ધિ પણ માગી, સમૃદ્ધિ પણ માગી અને તેની સાથે અનાયાસે આવતુ એશ્વય પણ માગી લીધું. આ પ્રમાણે તમે પણ તમારા એક જ પ્રશ્નમાં મારા સમગ્ર જીવનને ઉથલાવીને ખૂણે ખૂણે પડેલાં ગુપ્ત–પ્રગટ એવાં તમામ ખળાને હું ઢઢાળીને તપાસી. લઉં એવી તરકીખ કરી. એટલે તમે પણ નવયુગના આવા વાણિયા નહી તે ખીજું શું? સાંભળે ત્યારે, માણસ જેમ પેાતાના અદનને ઉખેળીને અંદરથી ઝીણી તપાસ કરે તેમ . મારા સમગ્ર જીવનને ઉખેળાને મને જે હાથ લાગ્યું તે તમને જણાવુ છુ,
આજ સુધીમાં મેં અનેક વાર જણાવ્યું છે કે સનાતન ધર્મના વાતાવરણમાં જ હું ઊછર્યાં છું. આ સનાતન ધર્મ એટલે જે ધર્મ વેદકાળથી માંડીને આજ સુધીમાં અનેક રૂપો ધારણ કર્યાં ને પેાતાની શાખાઓ એટલા ખા વિસ્તારામાં ફેલાવી કે અસલ મૂળ કયું તે શાખા કઇ તે શોધવું પણ ભારે પડે. તે સનાતન ધર્મના આ વાતાવરણે મારા જીવનમાં કયાં કર્યાં ઊંડા પ્રવેશ કર્યાં હતા તેના વિગતવાર વિચાર આજ સુધી મે આ કર્યાં છે. આજે એ વિચાર કરું છું ત્યારે એની પકડ કેટલી સંજ્જડ અને કળી પણ ન કળાય તેવી હતી તે સ્પષ્ટ સમજાય છે.
સનાતન ધમના જે વાતાવરણમાં હું ઉછર્યાં છું તે વાતાવરણમાં સનાતન ધર્મોનાં સનાતન મૂલ્યો, એ મૂલ્યેામાં કાળે કાળે થયેલી નવી અથ સ ંકલના અને એ સનાતન મૂલ્યે ઉપર ચડી ગયેલા અનેક સાચાખોટા પોપડાએ એ બધું મારી આંખ આગળ તરે છે. આ બધાંની સામુદાયિક અસર મારા મનમાં નીચે પ્રમાણે દેખાય છેઃ- અઃ સનાતન ધર્મના ચાર વર્ણના વિચાર મારા વાતાવરણમાં નાનપણમાં મુખ્ય ભાગ ભજવતા હતા. આ ચાર વર્ણ ના વિચારમાંથી જીવતરમાં બ્રાહ્મણા ઊંચા અને ખીજા વર્ણો નીચા એવા ભાવ મારા મનમાં અનાયાસે ઊગ્યાં. બ્રાહ્મણેાની આ ઉચ્ચતાને ભાવ બીજા વણુના લેાકેાની સાથે ન જમવામાં અને બધા વ્યવહાર એક જ જ્ઞાતિમાં અંદર અંદર ગાઠવવામાં ચાલતા હતા. વર્ષો સુધી સનાતન ધના વર્ણવ્યવસ્થાના સામાજિક ખ્યાલ ઉપર આ પડ એટલું બહુ કઠણ થઇને જામી ગયું હતું કે તે ભેદવાના વિચાર મેં જ્યારે વ્યવહારમાં મૂક્યા ત્યારે મારા સદ્ગુરુનું શરણુ પણ મારે છેડવુ પડયું. આ તા વધની એક પ્રગટ એવી ખાજુ. પણ આ વધનાં બીજા ત્રીજા અનેક લફરાં પણ હતાં. તેને
તા. ૧-૧૨
આળખતાં અને ભેદતાં મને વાર લાગી. મારા પિતાએ એ યુગના વ્યવહારને અનુસરીને મને જતેાઇ દીધું અને વર્ષોં સુધી મેં આ જાતે આદરભાવથી સ્વીકાર્યું. મારા જેવા ખીજા જનેાઇ ધારણ કરવાવાળાએ જનાઈને જ્યારે કૂંચી સાચવવાની દોરી માનતા હતા ત્યારે મેં જનેાઇએ કૂંચી બાંધવાતું કદી યેાગ્ય માન્યું નહીં. એ દિવસેામાં પણ કાર ધાર્મિક ક્રિયાને માટે :જતાઇને હું આવશ્યક માનતા હતા અને ગાયત્રી. મંત્રના પવિત્રતમ અર્થને સમજીને ભાવપૂર્વક સંધ્યાવંદન કરતા હતા. આ જમાઇ ધારણ કરવાની સાથે જે કેટલેાક બાહ્યાચાર હતા તે મને તે દિવસે પણ સમાયે ન હતા. બ્રાહ્મણી દિશાએ જતી વખતે જંતાઈને કાન પર શા માટે ચડાવે છે? શુ કાન એ જતા માટેની ખીંટી. છે? આવા આવા તર્કો હુ કરતા અને જનોઇને કાને વીંટતે નહીં. એ જ પ્રમાણે બ્રાહ્મણ તરીકે ચેટલી રાખવાનુ કયેાજન મને કશું જણાયુ' નથી. એટલી વાત સાચી છે કે હું હજી આજે પણ ચોટલી રાખું છું. પણ એના ઇતિહાસ વળી. કંઇક ઓર છે. જતેનું રહસ્ય સમજ્યા પછી અને તેની પવિત્રતા મનમાં ઊતાર્યાં પછી પણ જતા આવશ્યક નથી. એ વાત મને મોડી સમજાઈ અને તે દિવસથી મેં જનેઇ પહેરવાનું બંધ કર્યું. મારા નાનપણના દિવસોમાં અમે બ્રાહ્મણેા ખૉવ (શ્રાવણ સુદ પૂનૅમ) તે દિવસે જના ખદલાવતા. મારી એવી માન્યતા છે કે જૂના કાળમાં આ બળેવના દિવસ એ. આપણા ગુરુકુળાને એક જાતને પદવીદાન સમારંભ હશે, કારણ કે એ ક્રિયા પદવીદાન સમારંભની ક્રિયા સાથે ઘણી બધખેસતી છે. બળેવને દિવસે અમે બ્રાહ્મણો સષિતુ અરુ ંધતી સાથે પૂજન કરતા, વેદના જુદા જુદા મા શુદ્ધ ઉચ્ચારી ખેલતા, વેદના આચાર્યનું પૂજન કરતા અને આ બધી ક્રિયાના આર્ભમાં હેમાદ્રિ સકલ્પ કરીને સમગ્ર વિશ્વની સાથે દેશ અને કાળથી નાનામાં નાના આદમી કેવી રીતે સંકળાયેલા છે અને સમગ્ર વિશ્વની સાથે તેનેા તાંતણા કેવી રીતે સંધાયેલા છે તેનુ આદરપૂર્વક સ્મરણ કરતા. તમે જાણતા જ હશે કે, આપણા દેશમાં આ સસ િહંમેશા પૂર્વકાળના જીવનના અનેક શેાધાના પ્રતિનિધિ તરીકે ગણાય છે અને આ ઋષિનું ઋષિપણુ અને એ ઋષિપાની ભાવના પાછળ પવિત્ર ગૃહસ્થાશ્રમનું અને સ્ત્રીદાક્ષિણ્યનું જે તત્વ પડેલુ છે તેના આ બધા પ્રતિનિધિઓને આપણા આ યુગના બ્રાહ્મણોએ પૂજવા એ ઉચ્ચ જીવનની પરંપરા જાળવવા માટે અતિ આવશ્યક છે. તે દૃષ્ટિથીજ આ સપ્તર્ષિઓની સ્થાપના સાથે જ અરુંધતીની સ્થાપના અનિવાર્ય ગણવામાં આવી છે. તમને કદાચ સ્મરણ પણ હશે કે પાવતી માટે શંકરે પોતાના તરફથી માગું કરવા માટે સપ્તર્ષિઓને હિમાલય પાસે મેલ્યા ત્યારે આ આખી ક્રિયાની અંદર અરૂંધતીનુ કેટલું મૂંગુ છતાં અનિવાય સ્થાન હતુ તેની કવિ કાળિદાસે ક્રાંત દૃષ્ટિથી સુંદર એવી કલ્પના કરી છે. આજ આપણા આ પથ્વીદાન સમારંભનાં મોંદલાં જેવાં અનુકરણા થઈ રહ્યાં છે અને એ સમારંભોની પાછળ આધુનિક વિતાની સાથે પરાવિધાને સૂક્ષ્મ એવા અનુબંધ પણ આપણે જોઇ શકતા નથી, અને એ કેવળ વિદ્ભાગ્ય રહી ગયાં છે. હું પોતે
તેથી જ