________________
તા. ૧-૧૨-૬૦
પ્રબુદ્ધ જીવન
આજની પ્રજા માટે આ જીવનકથા અનેક રીતે પ્રેરણાદાયી બની. શકે તેમ છે. વીરચંદભાઈનું જીવન કયા આદર્શથી પ્રેરિત હતું તે તેમના જ શબ્દોમાં આપણે જોઈએઃ
“મારો આદર્શ અજાતશત્રુનો છે. મહાપુરુષ ગાંધીજીના જીવનને દીવાદાંડી રૂ૫ ગણીને તે પ્રકાશના આધારે મારા જીવન- પંથ કાપવાને મેં યથાશક્તિ અને યથામતિ પ્રયાસ કર્યો છે. સર વિશે મા વાત છે માય છે કઈ ટી ગલીચીઓ આવી નથી-છતાં માનવમાત્રના જીવનમાં મને- મંથને હોય છે, તેવા મનોમંથન તે જરૂર થયાં છે. આમાંથી સૌથી મોટું મનોમંથન આત્મદર્શનનું છે. ગાંધીજીના જીવનને મારી વિદ્યાર્થી અવસ્થાથી મેં મારા જીવનમાં માર્ગદર્શક ગયું છે, તેઓએ અનાસકિતયોગની પ્રસ્તાવનામાં લખ્યું છે કે “જે કોઇને દ્વેષ કરતો નથી, જે કરુણાને ભંડાર છે, જે અહંતા-મમતાથી મુકત છે, જેને સુખ દુઃખ, ટાઢ તડકે સરખાં છે, જે ક્ષમાશીલ છે. જે સદા સંતોષી છે, જેના નિશ્ચય કદી ફરતા નથી, જેણે મન અને બુદ્ધિ ઈશ્વરને અર્પણ કર્યા છે, જેનાથી લોકો ત્રાસતા નથી, જે લોકોને ભય રાખતા નથી, જે જે હર્ષશેકભયાદિથી મુક્ત છે, જે પવિત્ર છે, જે કાર્યદક્ષ છે છતાં તરરથ છે, જે શુભાશુભને ત્યાગ કરનારો છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવી છે, જેને માન-અપમાન સરખાં છે, જે સ્તુતિથી જુલાતા નથી, નિન્દાથી ગ્લાનિ પામતે નથી, જે માનધારી છે. જેને એકાન્ત પ્રિય છે, જે સ્થિર બુદ્ધિ છે, તે ભકત છે. મારી દ્રષ્ટિ સામે આ આદર્શ છે, અને તેને યથાશકિત પહોંચવા મારી નમ્ર ભાવના છે.” - પ્રસ્તુત પુસ્તકાઠારા સ્વ. વીરચંદભાઈના જીવનની ભિન્નભન્ન ધટનાએ સમગ્રપણે ધ્યાન ઉપર આવે છે અને તેમના ભાવનાપરાયણ શીલસંપન્ન આત્માનું સુખ દર્શન થાય છે. તે પુસ્તકમાં ઉધૂત કરવામાં આવેલા પિતાના પુત્ર, પુત્રી, પત્રી, જમાઈ વગેરે ઉપર લખેલા પત્ર વાંચતાં વીરચંદ-ભાઈની સૌહાર્દશીલતાન અને અનુપમ વાત્સલ્યને કઈ અનો અનુભવ થાય છે. આમ વીરચંદભાઈની જીવનપ્રતિભાનું સમગ્ર દર્શન કરતાં વીરચંદભાઈને આપણે જેવા જાણ્યા, જોયા અને ઓળખ્યા એ કરતાં પણ ઘણું વધારે મહાન સત્વશીલ તેમનું વ્યક્તિત્વ હતું-આવું સંવેદન આપણા ચિત્તને સ્પર્શે છે, અને તેમના વિષેના આદરમાં વૃદ્ધિ કરે છે. - આપણે કયાં જઈ રહ્યા છીએ ?
તા. ૩૦-૪-૬૦ ના “ફુલછાબ માં ભાવનગરના નાગરિકિોને નીચે પ્રમાણે પત્ર પ્રગટ થયે છે :- '
“સમાચાર તરીકે જેમાં કાંઈ નવીનતા નથી પણું સમાજહિતની દૃષ્ટિએ મહત્વની એવી કેટલીક હકીકતે આપના ધ્યાન પર મૂકવા માગુ છું.
ભાવનગર શહેર અને જિલ્લામાં મળીને છેલ્લા મહિનામાં વાણિયા, બ્રાહ્મણ જ્ઞાતિની એક ડઝન જેટલી યુવતીઓ અને બાળાઓ (વિધવા, ત્યકતાઓ અને કુમારિકાઓ) સગર્ભા અવસ્થામાં મુકાઈ જતાં તેમને રાજ્યની વિકાસગૃહ જેવી જુદી જુદી સંસ્થાઓમાં આશ્રય લેવો પડે છે. આ બહેનને આવી સંસ્થાઓમાં આશ્રય મળે ન હોત તે તેઓના -સમાજમાં જાહેર ભવાડા થાત અને એમને કૂવા-અવેડા પૂરવા પડત અથવા તે તેઓ કાયમના માટે કહેવાતા સભ્યસમાજમાં ફેંકાઈ જઈને હરામી–હલાલીઓના કાયમી પંજામાં સપડાઈ પડી હોત.
: “આ બહેન અને તેમને ફસાવનારાઓનાં નામઠામ ' બહાર આવત તે કહેવાતા ઉચ્ચ અને ખાનદાન એવા કેટલાય ઘરોમાં સામાજિક ઝંઝાવાત જાગી પડયા હતા. આ બહેને એ
જે વ્યક્તિઓનાં નામઠામ પિતાને આશ્રય આપનાર સંસ્થાએના સંચાલકો પાસે જણાવેલ કે લખાવેલ છે તેની વિગતે * બહાર આવે તે પણ ચોંકી ઉઠાય તેવું છે. " .
એક કિસ્સા સગા દિયરનું નામ દેવાયું છે. એક કિસ્સામાં સગી માશીઅઈ ભાઈનું નામ દેવાયું છે. એક કિસ્સામાં શિક્ષક-ગુરુનું નામ દેવાયું છે. એક કિસ્સામાં જેનું નામ દેવાયું , છે. એક કિસ્સામાં બનેવીનું નામ દેવાયું છે. એક કિસ્સામાં , સગપણના મુરતીયાએ કૃત્ય કરી પછી દગે દીધાનું લખાવાયું છે, છે. એક કિસ્સામાં પતિના મિત્રનું નામ દેવાયું છે. એક કિસ્સામાં તે પિતાત્ય પૂજ્ય સસરાજીનું નામ દેવાયું છે. •
“આમ બધા કિસ્સાઓ ચમકાવનારા અને વિચારતા કરી મૂકે તેવા છે. આપણું સમાજની ભીતરમાં આજના વાતાવરણમાં કેવા કેવા પ્રકારના બનાવો બની રહ્યા છે કે બનવા ' માંડયા છે તેના પ્રતિબિંબ જેવા છે.”
આ સ્થિતિમાં માત્ર ભાવનગરમાં જ પ્રવર્તે છે એમ નથી. દરેક મોટા શહેરમાં આવી ઘટનાઓ બની રહી છે. કૉલેજમાં પણ આવું જ વાતાવરણ પ્રવર્તે છે. આજની આબોહવા જ જાણે કે સ્વછંદપ્રચૂર બની ગઈ છે. સમાજનું નૈતિક સ્વાસ્થ જાળવનારી પરંપરાગત મર્યાદાઓને લોપ થઈ રહ્યા છે. મુકત મન એટલે ગમે તેમ વતી શકાય–આવી મદશ: આજના યુવકમાનસન વિકલ બનાવી રહી છે અને આચારભ્રષ્ટતાના માગે ધકેલી રહી છે. પ્રજાએ નૈતિક સમધારણુ ગુમાવ્યું છે અને આ આપણું મેટામાં મોટું ભયસ્થાન છે. સમાજનેતાઓ, વિચાર અને ચિન્તકે અને સામાજિક જવાબદારી ધરાવતાં .. આદર્શ પરાયણ યુવકે આજની આબેહવાને કેમ બદલવી તેને ગંભીરપણે વિચાર કરે.
પરમાનંદ ' ' હકીકત–ધારણ તા. ૧-૧૧-૬૦ ના અંકમાં “સંસ્કારમૂતિ શ્રી હીરાલાલ અમૃતલાલ શાહ” શિર્ષક નોંધમાં જણાવવામાં આવ્યું છે કે - ૧૯૨૩ માં ગાંધીજીને . મંગળદાસ માર્કેટમાં ખાદી અને . . સ્વદેશીના પ્રચારાર્થે પોતાની પેઢી ઉપર તેમણે (સ્વ.- હીરાલાલ શાહ) બેલાવેલા અને એ વખતે રૂ. ૨૫,૦૦૦ની રકમ તેમણે , ગાંધીજીને અર્પણ કરેલી. ” આ લખાણુમાં જણાવેલ ૧૮૨૩ની સાલ સંબંધમાં ગાંધીજી અંગે તારીખવાર યાદી તૈયાર કરી રહેલા શ્રી ચંદુલાલ ભગુભાઈ દલાલ જણાવે છે કે “ આ સાલ . દરમિયાન ગાંધીજી જેલમાં હતા, એટલે એ સાલમાં ગાંધીજીનું મંગળદાસ માર્કેટમાં જવાનું સંભવતું નથી. આ વિષે તપાસ કરતાં માલુમ પડે છે કે તા. ૩૦-૬-૨૧ ના રોજ ગાંધીજી મંગળદાસ માર્કેટમાં તિલક સ્વરાજ્ય ફાળા માટે ગયાની નૈધ મળી આવે છે.” - એટલે ઉપરના લખાણમાં ૧૯૨૩ ને બદલે તા. ૩૦-૬-૨૧ એમ સુધારી લેવા પ્રબુદ્ધ જીવનના વાચકોને વિનંતિ છે.
તંત્રી : પ્રબુદ્ધ જીવન વિષય સૂચિ
જ્યારે બાપુ રોઈ પડયા ! ... મહાવીર ત્યાગી ૧૪૫ , પશ્ચિમના દેશમાં જૈન ધર્મની જાણકારીને અભાવ ... ડે. પદ્મનાભ ની ૧૪૮ આગમન પ્રકાશનકાય' એક સ્પષ્ટીકરણ દલસુખ માલવણિયા ૧૪ હું પાપ કેવી રીતે કરી શકું? ટેસ્ટોય ૧૪૮ પ્રકીર્ણ નેધ: શ્રી હીરાબહેનની પાઠક-નિષ્ઠા, સેવામૂર્તિ શ્રી વીરચંદ પાનાચંદ શાહ, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? ... પરમાનંદ ૧૫૦ મારી સંસ્કારરૂઢ આચાર અને વિચારની ગ્રંથીઓનું કેવી રીતે નિરસન થયું? નાનાભાઈ ભટ્ટ ૧૫ર ' મિયા લેખાં'...
.હીરાબહેન પાઠક ૧૫૪
વાલ
-
*