________________
પ્રબુદ્ધ જીવન
પશ્ચિમના દેશોમાં જૈન ધર્મની જાણકારીના અભાવ
(લંડનથી ચાર વર્ષના ગાળે તાજેતરમાં પાછા ફરેલા પાલી ભાષાના વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. પદ્મનાભ જૈનીનુ તા. ૧૭-૧૦-૬૦ ના રાજ મુંબઈ જૈન યુવક સધ તરફથી સ્વાગત કરવામાં આવેલું. તે પ્રસ ંગે ડી, પદ્મનાભે સંધના આભાર માનતાં જે પ્રવચન કર્યું હતું તેની ટૂંકી નોંધ નીચે આપવામાં આવે છે. આ પ્રવચનમાં લંડન યુનિવર્સિટીની સ્કૂલ એફ ઓરિયેન્ટલ ઍન્ડ આર્કિકન સ્ટડીઝની પ્રવૃત્તિને, તથા પશ્ચિમમાં બૌદ્ધ ધર્મના થઇ રહેલા વ્યાપક પ્રચારનો ખ્યાલ આપ્યા હતા અને તેના પ્રમાણમાં જૈન ધર્મ વિષે ત્યાંની પ્રજાને ઘણા માટે? ભાગ કેવળ અજ્ઞાત છે તે મુદ્દા ઉપર સંધના સભ્યોનું ધ્યાન ખેચ્યું હતું. તેમના પ્રવચનનો સાર નીચે મુજબ છે: તંત્રી)
વિશાળ વ્યાખ્યાનશાળા, મેાટું પુસ્તકાલય અને ધ્યાનઉપાસના માટે એક ભારે સુન્દર મન્દિર છે. આ સેાસાયટી એધમ ના વગે ચલાવે છે અને દર વર્ષે` આ સેાસાયટીના સંચાલકો તરથી ગ્રિષ્મ વર્ગ યાજવામાં આવે છે, જેનાં લાભ યૂરોપભરના વિદ્યાથી આ લે છે. આ સેાસાયટી મારફત અંગ્રેજી ભાષાભાષી લેાકા સમક્ષ જૈન ધર્મ ઉપર ભાષણા આપવાની મને તો સાંપડી હતી. મારા પરિપકવ અભિપ્રાય છે કે પશ્ચિમના દેશમાં આવી સેાસાયટી સાથે સહકાર સાધીને જૈન ધર્મના વગેર્યાં પણ ચલાવી શકાય અને તેને ત્યાંના લોકો જરૂર સારા પ્રમાણમાં લાભ લે.
૧૪૮
સૈાથી પ્રથમ સંધ તરફથી આજે મારૂ જે બહુમાન કરવામાં આવ્યુ છે અને સંધના સભ્યાને મળવાની મને આ રીતે તક આપવામાં આવી છે તે માટે આપતા અન્તઃકરણપૂર્વક આભાર માનુ છું. લંડન ખાતેના ભારા ચાર વર્ષના નિવાસ દરમિયાન આપના સધની પ્રવૃત્તિમાં હું સતત રસ ધરાવતા રહ્યા છુ. એ સમય દરમિયાન · પ્રબુધ્ધ જીવન ' મને સતત મળતુ હતુ અને હુ તે નિયમિત વાંચતા. શ્રી પરમાનંદભાઇનાં એમાં ચાલુ પ્રગટ થઇ રહેલાં વિચારપ્રેરક લખાણા વડે હું હંમેશાં પ્રભાવિત થતા રહ્યા છું. સ્વ. શ્રી નાથુરામ પ્રેમીજીના અવસાનના કારણે તેમની ગેરહાજરી મુંબઇ આવતાં આજે મને ખૂબ સાલે છે. તે સધ માટે, મારા માટે અને મારી જેવા અનેક વિદ્યાથી ઓ માટે એક ભવ્યપ્રેરક બળ હતા. પંડિત સુખલાલજી જે, પહેલાં અમદાવાદમાં હું વિદ્યાથી હતા ત્યારે, ત્યાર બાદ સૈદ્ધ ધર્મના અભ્યાસ અર્થે મારે સાથેાનમાં રહેવાનુ અન્ય ત્યારે, પછી કાશીમાં વ્યાખ્યાતા તરીકે હુ કેટલાક સમય રહ્યા અને ત્યાર બાદ લંડનમાં અધ્યાપક તરીકે રહેવાનુ બન્યું ત્યારે--આમ ઉત્તરાત્તર થઇ રહેલા મારા ધડતરમાં, એક અળવાન નિમિત્તરૂપ બનતા રહ્યા છે, તેમના પરિચયમાં આવવાતુ મારા માટે પ્રેમીજી મારફત બન્યુ હતુ.
લડનની સ્કૂલ ઑફ એરિયેન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ જેવી સંસ્થામાં મને કામ કરવાની જે તક મળી છે તેને મારું એક મોટુ’ સદ્ભાગ્ય લેખું છું. એશિયા અને આફ્રિકાની ભાષા અને સંસ્કૃતિઓના અભ્યાસ અને સ ંશાધનને અર્પિત બનેલી આ એક અજોડ સરથા છે, અને ભારત, પાકિસ્તાન અને સીલેાન, સાઉથ ઇસ્ટ (દક્ષિણ-પૂર્વ) એશિયા અને આસપાસના ટાપુઓ, નજીક અને મધ્યપૂર્વનાં દેશ-આમ અનેક દેશાને લગતા વિભાગ, તે તે દેશાના ફાર્મેટિકસ અને લેગ્વેજીસ (શબ્દશાસ્ત્ર અને ભાષા), ઇતિહાસ, સ્મૃતિ અને સાંસ્કૃતિક એન્થ્રોપેાલાજી (માનવવંશશાસ્ત્ર)—આ વિષયેાને લગતા અનેક વિભાગે અથવા ખાતાઓમાં આ સંસ્થા વહેંચાયેલી છે. એના શિક્ષકસમુદાયમાં ૧૮૦ સભ્યા છે અને લંડન યુનિવર્સિટીના સ્નાતક પછીનીપેસ્ટ-ગ્રેજ્યુએટ ડીગ્રી માટે મેટા ભાગે સંશાધનકાય કરતા આશરે ૪૦૦ વિદ્યાર્થી આ સંસ્થામાં અભ્યાસ કરે છે.
ઈંગ્લાંડમાં જૈન ધર્મના અભ્યાસ અને સંશોધન અંગે કેવી પરિસ્થિતિ છે એ જાણવામાં આપને ખાસ રસ હાવા જોઇએ એમ હું ધારૂ છુ. મારે કબૂલ કરવુ જોઇએ કે પશ્ચિમના દેશામાં જૈન ધમના કોઇ ખાસ અભ્યાસ કરવામાં આવતે નથી. માત્ર ઔદ્ધ ધર્મના અભ્યાસ દ્વારા પાર્વાય સ્કોલરાવિદ્યાને-જૈન ધમ અને જૈન સાહિત્યના અસ્તિત્વ વિષે કાંઇક જાણુતા હૈાય છે. લંડનમાં પાલી−ટેક્સ્ટ સે।સાયટી છે, જેણે આજ સુધીમાં ઔદ્ધ ધર્મને લગતા ૧૦૦ ગ્રંથા બહાર પાડયા છે. આ સાસાયટી જૈન ગ્રંથા પ્રસિદ્ધ કરવા માટે મૂળમાં સ્થાપવામાં આવી હતી. સ્વ. જર્મન વિદ્વાન હન યાકાખીએ સંપાદિત કરેલ આચારાંગ સૂત્રને અનુવાદ એ આ સેાસાયટીનું સૌથી પહેલું પ્રકાશન હતું. પશ્ચિમને
ધર્મને પ્રથમ ખ્યાલ આપનાર આ ગ્રંથ હતા. આ પ્રકાશન ખાદ પાલી ટેક્સ્ટ સોસાયટી પેાતાનુ સધળુ ભડાળ આદ સાહત્યિના પ્રકાશન પાછળ ખરચતી રહી છે. આ પ્રકા શતા સાથે ખીજી પ્રવૃત્તિએ દ્વારા ત્યાંની પ્રજાના ઐાદ્ધ ધર્મ વિષેનો રસ એક સરખા ટકાવી રાખવામાં આવ્યે છે અને આજે લંડનમાં લગભગ ૨,૦૦૦ પશ્ચિમી ઐાધમી ઓની બનેલી બુદ્ધિસ્ટ સાસાયટી નામની એક મોટી બુદ્ધિસ્ટ સસ્થા બુદ્ધના પ્રચાર કરી રહેલ છે. આ બુદ્ધિસ્ટ સેાસાયટીના મકાનમાં એક
**
તા. ૧-૧૨-૦
ભારતીય ધર્મીના સામાન્ય રીતે અને બૌદ્ધ ધર્માંના ખાસ કરીને પાયાના સિદ્ધાન્તાની માહિતી આપ્યા સિવાય જૈન ધમનું ખરું શિક્ષણ આપી શકાય જ નહિ. ત્યાંના લાકો સમક્ષ જૈન ધર્મની રજુઆત ખ્રિસ્તી ધર્મની પરિભાષા દ્વારા કરવાની રહે છે. કાઇ પણ ભારતીય ધર્મ વિષે વાત કરતાં આપણે જે પારિભાષિક શબ્દો વાપરીએ છીએ તેના તેમના માટે કાઇ અથ હાતા નથી. હિન્દની બહાર જૈન ધર્મના ફેલાવાના વિચાર કરવા પહેલાં જૈન ધર્મના પાયાના ગ્રન્થાના વિદ્વતાપૂર્ણ અંગ્રેજી અનુવાદ હાવે। અત્યન્ત જરી છે.
બ્રિટનમાં ઘણા જૈને વસે છે અને કેટલાક તા ત્યાં હંમેશાને માટે સ્થિર થયા છે. ઘણા જૈને અવારનવાર લડન આવે છે અને ત્યાં ખાતે ધધાદારી હિતા ધરાવે છે. મને લાગે છે કે લંડનમાં પેાતાના મકાન સાથેની એક જૈન એસેાસીએશનની અને ઉપાસકો માટે એક નાના સરખા જૈન મંદિરની ખાસ જરૂર છે. આવી સેાસાયટી એક બાજુએ લડનમાં વસતા જૈને · માટે મિલનસ્થાન બની શકે અને ખીજી ખાજુએ પશ્ચિમમાં જૈન ધની જાણકારી ફેલાવવા માટે એક કેન્દ્રસ્થ મથક બની શકે.
કેટલાક મહિના પહેલાં પ્રાથનાના અથ અને અનુભવ શું છે ? - એ વિષય ઉપર વિચારવિનિમય અથે વેનિસ ખાતે ભરવામાં આવેલી એક પરિષદમાં ભાગ લેવા માટે મને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. ઇટલીની કેથોલિક સંસ્થાઓના આશ્રય નીચે આ પરિષદ લાવવામાં આવી હતી, પણ તેમાં દુનિયાના સર્વાં મુખ્ય ધર્મોના પ્રતિનિધિ ઉપસ્થિત થયા હતા. આ પરિષદમાં ભાગ લેતાં મારા મન ઉપર એવી છાપ પડી કે ખ્રિસ્તી લેાકેાને હિંદુધર્મ સમજા ઘણા મુશ્કેલ પડે છે અને તે ધને એક જૂનાપુરાણા ધ તરીકે તેઓ લેખતા હાય છે. તે ઐાદ્ધ ધર્મ પ્રત્યે સારા પ્રમાણમાં આકર્ષાયેલા છે, પણ્ ઐદ્ધ ધર્મના ‘અનાત્મવાદ ’ને સિદ્ધાંત તેમને ભારે ગુચવણભર્યો લાગે છે. તેઓ ઇશ્વરના ઇન્કારને સમજી શકે છે, પણુ કાઇ પણ ભારતીય ધમ આત્મતત્વને ઇનકાર કરી શકે એ તેમની કલ્પનામાં આવતું નથી. જૈન ધર્મમાં તેમને એક પ્રકારના વ્યવહારુ પ્રાપ્ત થાય છે. વ્યક્તિ વ્યક્તિના અલગપણા ઉપર તેમ જ પ્રત્યેકના વ્યક્તિત્વના–જીવનમરણના ચક્રમાં જ માત્ર નહિ પ અન્તિમ મેાક્ષની સ્થિતિમાં પણ–ચાલુ રહેતા સાતત્ય ઉપર જૈન ધમ જે ભાર મૂકે છે તે બાબત તેમને જૈન ધમમાં સાથી વધારે આકર્ષક લાગે છે. જૈન ધર્મની આ બાજુ, મારા ધારવા મુજબ, યૂરાપના બુદ્ધિવાદીઓને પણ આકર્ષે છે અને હિન્દુ ધમ અને બૌદ્ધ ધમની ત્રુટિઓથી જૈન ધર્મ મુકત છે. એમ તેમને લાગે છે. સંધના પ્રતિનિધિ તરીકે આપને આપના સંધની પ્રવૃત્તિઓને હિન્દની બહાર વિસ્તારવાને હું' અનુરોધ કરું છું. લંડનમાં જો આપના સંધ દ્વારા જૈન સાસાયટીની સ્થાપના થઇ શકે તા સંઘે એ ઘણું મેઢુ કામ બજાવ્યું ગણાશે.
સમન્વય
ડો. પદ્મનાભ જૈની