________________
!.
"
" /
તા. ૧-૧૨-૬૦
પ્રબુદ્ધ જીવ ન.
૧૪૭.
એની ગાંધીજીના મન ઉપર ઊંડી અસર પડી. એમણે પિતાના કાયદેસર પગલાં ભરંવા સંબંધી ઠરાવમાં સુધારો કરી લીધો કે જે પસાર થવાથી કાઉન્સીલના સભ્યો પણ કેંગ્રેસના હોદ્દેદાર તરીકે ચાલુ રહી શકયા. સાથોસાથ ગાંધીજીએ એક નવો ઠરાવ રજૂ કર્યો, કે જેના આધારે અદાલતેને બહિષ્કાર કરવા છતાં, મોતીલાલજી અને દાસબાબુની ઇચ્છા પ્રમાણે, દીવાની દાવાઓમાં હાજર રહેવાની છૂટ આપવામાં આવનાર હતી. *
- આ ઠરાવ રજૂ થયો કે તરત જ ડોકટર ઈથરામે કહ્યું કે “ આ ઠરાવ ગેરકાનૂની છે; કારણ કે એ આજે જ પસાર કરેલા બહિષ્કાર સંબંધી ઠરાવથી વિરૂદ્ધ છે.”
ગાંધીજીએ કહ્યું : “એ ઠરાવ પસાર તે થઈ ગયો છે, પરંતુ જેટલા વધુ મતથી એ ઠરાવ પસાર થયો છે તેથી હું છેતરાઈ શકું એમ નથી.”
મહમદઅલીએ મહાત્માજીને કહ્યું : “આપ પણ બેરિસ્ટર છે. કહો, હું શો ફેંસલો (રૂલિંગ) આપું?”
- મહાત્માજીએ કહ્યું: ‘ઈથરામની વાત તો સાચી છે, પણ હું નથી ઈચ્છતા કે સભ્યો, મારી અસર પડવાને લીધે, પિતાની મરજી વિરૂદ્ધ ઠરાવ પસાર કરે. પહેલાંને ઠરાવ એમણે પિતાની મરજીથી પસાર નહોતો કર્યો.'
મલાના મહમદઅલીએ પિતાને ફેંસલો આપી દીધું કે આ ઠરાવ રજૂ ન થઈ શકે.” * આ પછી સમારંભનું કામ પૂરું થવાનું હતું. મલાના આઝાદે મહાત્માજીને વિનંતિ કરી: “આપ આટલા દિવસે બાદ અમારી વચ્ચે આવ્યા છે. આ દરમિયાન ઘણુ ફેરફાર થઈ ગયા છે. એટલે સમારંભ પૂરે થતાં પહેલાં અમે બધા આપના શ્રીમુખે બે શબ્દ સાંભળવા ઈચ્છીએ છીએ.”
- ગાંધીજીએ શૌકતઅલી તરફ નજર કરી; અને વાતમાં ને વાતમાં એમના (ગાંધીજીના) ચહેરા ઉપર લાગણીની રેખાઓ. ઊપસી આવી અને ગાલ ફરકવા લાગ્યા. પળવારમાં આંસુઓની ધારા વહી નીકળી, અને પિતાના વસ્ત્રથી આંખો સૂતાં સૂતાં અને બાળકની જેમ ડૂસકાં ભરતાં ભરતાં બાપુ બાલવા લાગ્યાઃ
આ ચેઈથરામ, જે મારા પુત્રની જેમ મોટો થયો છે. આજે મને પોઇન્ટ-એફ-ઍડર’ શિખવાડવા નીકળ્યો છે. આજે તે
એકલો પડી ગયું છું. આપ સહુએ મળીને મને ફકત હરાબે જ છે એમ નથી, પણ જંગલમાં એકલો છેડી દીધો છે !”
અમે બધા સ્તબ્ધ થઈ ગયા. મલાના મહમદઅલી ઘૂંટ ણીએ પડીને-જાણે પંચાંગ પ્રણિપાત કરતા હોય એ રીતે મૂકીને– બન્ને હાથ આગળ કરીને બોલ્યા : “ અમ પાપીઓને ખુદાને સોંપી હો !” અને તેઓ જોર જોરથી રડવા લાગ્યા.
બસ, આખી સભા અશ્વ-સ્નાન કરવા લાગી. એ દિવસે મોટા મોટા નેતાઓ પણ બાળક બની ગયા. પ્રેમના પૂરમાં નાના-મોટા બધાય સરખા બની જાય છે.
મલાના આઝાદે ગાંધીજીના ખભા ઉપર હાથ મૂકીને એમને શાંત કર્યા અને શ્રી પુરુષોત્તમદાસ ટંડને ઊભા થઈને અમારી બધાની વતી ગાંધીજીને ખાતરી આપી કે અમે બધા આપની સાથે છીએ; આપના પરસેવાની સાથે અમારાં લેહી વહાવી દઈશું, અને આંખ મીંચીને આપના ઇશારા પ્રમાણે ચાલીશું.
ગાંધીજી શાંત થઈ ગયા હતા, તે ફરી રોઈ પડયા. અમારી યુવક મંડળીથી હવે રહ્યું ન ગયું. આંસુ લૂછી નાખીને,
અવરુદ્ધ કંઠને ફુલાવીઝુલાવીને અમે “મહાત્મા ગાંધીની જય', ના નાદ ગજવવા શરૂ કર્યા. '
મહાત્મા ગાંધીને આવી રીતે આંસુ સારતા ઍલ-ઇન્ડિયા ખેંગ્રેસ કમિટીના સભ્ય' સિવાય બીજા કોઈએ કયારેય નહીં જોયા હોય. એ જ આંસુએથી સિંચાયેલી ભારતમાતાની આશાવેલી ઊપર આજે કૂલ ખીલી નીકળ્યાં છે. આંસુઓથી પિવાયેલાં આ ફૂલ પાષાણ હૃદયમાંથી નહિ, પણ સુકોમળ મનમાંથી જ ઊગી નીકળે છે.
પાપને પડછાયો પછી એ જ દિવસે સાંજના અમે બાપુની પ્રાર્થનામાં ગયા. ' ,': ત્યાં જે કંઈ બન્યું, એ તે આજ સુધી દુનિયાના જાણવામાં આવ્યું નથી. મારા લેખનું બધું મૂલ્ય એ નાનીસરખી ઘટનામાં જ છે. પ્રાર્થનાના મંચ ઉપર, બાપુની બાજુમાં જ, બીજા નેતાઓની સાથે, પંડિત મોતીલાલ નેહરુ પશ્ચાત્તાપની મૂર્તિ સમા બનીને બેઠા હતા. પિતાનાં કઠોર ને આમ તેમ ફેરવતા ભાઈજી (મોતીલાલ નેહરુ) કંઇક અન્યમનસ્ક જેવા લાગતા હતાજાણે કે કોઈ ખોવાઈ ગયેલા વિચારને શોધી રહ્યા ન હોય ! આવી અન્યમનસ્ક વૃત્તિને ભૂલવાને માટે અને મનના ઊંડા આઘાતને દબાવવાને માટે લોકો સિગરેટ વગેરે પીવે છે. ગીતાના પાઠની વચ્ચે જ એકાએક મોતીલાલ નેહરુએ પિતાની સિગરેટ સળગાવી અને લાગ્યા લાંબા લાંબા દમ ખેંચવા! બાપુએ એમની તરફ નજર કરી અને આંખો મીંચી લીધી. પ્રાર્થના પૂરી થયા પછી પ્રવચન શરૂ થયું. બાપુએ કહ્યું :
“આજે તે મારું મન પાપનું ઘર બની ગયું! મોતીલાલજી તે મારા સગા ભાઈ જેવા છે; એમનાથી તે મારે કશું છુપાવવાપણું છે જ નહીં. હું તો એમને બધી વાતો કરી શકત; મારા મનની ખાનગી વાત પણ ઉધાડી કરી શક્ત. એમ છતાં એમણે જયારે પોતાની સિગરેટ સળગાવી ત્યારે મેં - એ જોયું ખરું, પણ જોઈને ચૂપ થઈ ગયાં. મારી ફરજ હતી કે એમને કહ્યું કે પ્રાર્થનામાં સિગરેટ ન પીશે; પણ હું મારા મનને દબાવીને બેસી ગયો. પણ મન તે કંઇ પાપને પચવી નથી શકતું; તે પછી પ્રાર્થનામાં મનને પરોવવાનું કેવી રીતે બની રહે ? જો મારું મન નિર્મળ હોત તે હું એમને સિગરેટ બૂઝવવાનું જરૂર કહી શકત; પણ મારા મનમાં તે આજે દેષ પ્રવેશી ગયું છે. મને એમ લાગ્યું કે મેતીલાલજી તે મારાથી નારાજ છે; એ કયાંક પ્રાર્થનાને પણ ત્યાગ કરીને ચાલ્યા ન જાય એવો મને ભય લાગ્યો. મોતીલાલજી તે મારા.. ઉપર પ્રેમ છે એ હું જાણું છું; તે પછી મને ભય શાને? ભય તે પાપના પડછાયાનું બીજું નામ છે.
- એટલામાં મોતીલાલજીનું મન ભરાઈ આવ્યું. સિગરેટને બુઝાવ્યા વગર જ દૂર ફેંકી દઈને રૂમાલથી આંસુ લૂછતાં લૂછતાં તેઓ ડૂસકાં ભરી ભરીને રેવા લાગ્યા. આપણાં સંતાને સાચા . દિલની વાણીને કયારે શીખશે? દિલ તે આંસુઓની વાણીને સમજે છે.
મેતીલાલજીના એ પવિત્ર મતીઓના ચળકાટે અમારી આંખને પણ નિર્મળ બનાવી દીધી-જાણે કે અમારા મનના મેલ પણ ધોવાઈ ગયા.
"આજે અમને નચાવનારા, ગવરાવનારા અને હસાવનારા તો ઘણાય છે, પણ એ આત્મ-સ્નાન કરાવનારા નથી રહ્યા સુકાઈ ગયેલી આંખે હવે ફરી આંસુ વહાવવા ચાહે છે. ફરી આવો–પધારે બાપુ !
- મૂળ હિંદીઃ શ્રી મહાવીર ત્યાગી ના કે અનુવાદક : શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ