SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પ્રબુદ્ધ જીવન જતા. અમદાવાદની આ એક કૉન્ગ્રેસના ઇતિહાસમાં અમર રહેશે. મહાત્મા ગાંધી જેલમાંથી છૂટીને પહેલીવાર જ આલઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધિવેશનમાં આવ્યા હતા. એમની ગેરહાજરી દરમ્યાન પડિંત મેાતીલાલ∞ નહેરુ, માલવિયાજી, શ્રી દેશળ દાસ, હકીમ અજમલખાન, રામભજદત્ત ચૈાધરી, અને વિઠ્ઠલભાઇ પટેલ વગેરે નેતાઓએ મળીને, એક તપાસકમિટી ભારત, એવી ભલામણ કરી હતી કે કાઉન્સીલેાને (ધારાસભાના ) બહિષ્કાર છેાડી દઇને કાગ્રેસે કાઉન્સીલેાની અંદરથી આંદાલન ચલાવવુ જોઇએ. અને સ્વરાજ્ય પાટી ને નામે સેંકડો કોન્ગ્રેસી ધારાસભાના મેમ્બરા તરીકે ચૂંટાઈ ચૂકયા હતાં. એ જો કે ક્રાંતિકારી પક્ષના નેતાએ નાગપુર કૉંગ્રેસમાં મહાત્મા ગાંધીને વચન આપી ચૂકયા હતા કે એમના અસહ કારના આંદેલનને પૂરી તક આપવામાં આવશે, અને એ સમય દરમ્યાન ખાબ વગેરેના ઉપયોગ બંધ કરવામાં આવશે. આમ છતાં કેટલાક નવયુવાને એવા હતા, અંગ્રેજી સલ્તનતના જુલમેાને ખરદાસ્ત ન કરી શક્યા, અને પંજાબ–બગાળમાં આ પક્ષની હિલચાલ પાછી ચાલુ થઇ. કલકત્તાના પે।લિસ કમિશનર સર ચાર્લ્સ ટેગા ભૂંડા થઇને ક્રાંતિકારીઓની પાછળ પડયેા હતા. શહીદ ગોપીનાથ સાહાએ એને ગાળાથી દાર કરવાના નિય કર્યાં, પણ સર ચાર્લ્સ'ના ખલે એક બીજા અંગ્રેજ મિસ્ટર ૐને ઠાર કર્યાં. શ્રી ગે।પીનાથને ફ્રાંસી મળી, ઍલ–ઈડિયા કોન્ગ્રેસ કમિટીની આ બેઠક શ્રી ગેપીનાથ સાહાની શહાદત પછી તરત જ મળતી હતી. અવિશ્વાસના ઠરાવ એટકનુ કામ શરૂ થાય એ પહેલાં જ મૌલાના મહમદઅલીએ ભારા ભાગ્યા (હું પ્રમુખ તરીકે ચાલુ રહેવાનો છું કે કેમ એ બાબતને ફૈસલે પહેલાં થઇ જવા જોઇએ,’ એમ કહીને મને કહ્યું કે તમારા અવિશ્વાસના ઠરાવ રજૂ કરે ! ’ હુ ત્યારે ગ્રેવીસ વર્ષના જ હતા, ખીલાની જેમ હુ વ્યાસપીઠ ઉપર ખડે। થઇ ગયા. મેં હજી ફકત “ મિસ્ટર, પ્રેસિડેન્ટ એન્ડ ફ્રેન્ડઝ ’” એ પ્રમાણે સખાધન કર્યું, એટલામાં જ ગાંધીજીએ મહમદઅલી પાસે રજા માગતાં કહ્યું કે ‘ આ ઠરાવની પહેલાં ઠરાવ મૂકનારની સાથે એ મિનિટ વાતચીત કરવાની રજા મને મળવી જોઇએ. માલાનાએ ઊંચે સાદે કહ્યું : ઓર્ડર, આર ! પહેલાં ઠરાવના ફૈસલેા થશે; પછી ખીજી વાત. ’ મહાત્માજીને ચુપ કરવાનુ કામ મુશ્કેલ હતુ. એમણે મને કહ્યું : • તમને તે। મારી સાથે વાત કરવામાં વાંધા નથીને ? મેં કહ્યું : ના.’ એટલે ખાપુએ જોરથી હસતાં હસતાં કહ્યું; ‘જ્યારે હુ અને એ છીએ રાજી તેા વચમાં શા માટે ખેલે છે કાજી? આખી સભામાં હાસ્યનું માજું ફરી વળ્યું, હું તરત જ ગાંધીજીની પાસે જઇ પહોંચ્યા. બાપુને ત બાપુએ કહ્યું : ‘ આ ઠરાવ તા સારી નથી. મૈાલાનાએ એમાં ( પેાતાના ભાષણમાં ) બીજા કાને માટે તે કશું કહ્યું નથી; વ્યભિચારી અને ચારિત્રહીન મુસલમાનને મહાત્મા ગાંધી કરતાં સારા માનવાની વાત છે. આમાં કોઇ ગાળ તેા છે નહીં. ગાળની સાબિતી તો કોઈને એ લાગુ પડે ત્યારે કહેવાય. ગાંધી તે પેાતાને આવી ગાળ લાગ્યાના સ્વીકાર નથી કરતા; પછી તે એ ખલાસ જ થઇ ગઇ ! મેં જવાબમાં કહ્યું : “ આને મહાત્મા ગાંધી સાથે કશી લેવા દેવા નથી; આ ભાષણ પ્રમાણે તે, રાષ્ટ્રપતિ ( કૉંગ્રેસ તા. ૧–૧૨ પ્રમુખ ) ની દૃષ્ટિમાં એક બદમાસ અને ચરિત્રહીન મુસલમાન પણ ખીજા સંપ્રદાયની સર્વશ્રેષ્ઠ વ્યકિત કરતાં ઊંચા છે ! આજકાલ ઠેર ઠેર હિંદુ-મુસલમાનનાં ક્રાન થઇ રહ્યાં છે; આવું ભાષણ ભડભડતી આગમાં પેટ્રોલ રેડવાનું કામ કરશે.' ગાંધીજી : તમને આશા છે કે આ ઠરાવ પસાર થઇ જશે? કેટલા મત મળશે ? ’ મે કહ્યું : ' એ મત તા નકકી છે. એ પસાર થાય કે ન થાય, છતાં ઓછામાં ઓછુ એટલુ તા રેકર્ડ ઉપર નોંધાઇ જશે તે કૅ કૉન્ગ્રેસના પ્રમુખના ભાષણની સામે કેટલાક લેકને વાંધા છે?’ મહાત્માજી : * આવી વાતે નોંધાવાને લીધે કૅન્ગ્રેસનું રેકર્ડ સારું' થવાને બદલે વધારે કલકિત બનશે. જો હિંદુ અને મુસલમાનેાએ સાથે રહેવું હશે તે એકબીજાની કમજોરીને ચલાવી લેવી પડશે. મિત્રતાને અર્થે જ કમજોરીને ચલાવી લેવી એ છે; જે એમ નથી કરતા એ મિત્ર નથી. આ રાવ સારા નથી. ' ‘હવે પાછે તે નહીં’ ખેંચુ, ખાપુ ! ' મેં ઊભા થતાં કહ્યું. બાપુએ કાર કરતાં કહ્યું: “સારું, જેવી તમારી મરજી. પણ તમે એક સવાલના જવાબ આપે। : તમે અક્કલવાળા છે કે મહાત્મા ગાંધી અલવાળા છે?” મેં કહ્યું : મહાત્મા ગાંધી. બાપુએ કહ્યું : ‘તે તે પતી ગયું. એક એવકૂફે અક્કલવાળાની વાત માની લેવી પડશે. આ દલીલતા તમને પસંદ પડી હશે. હુ તે પહેલેથી જ જાણુતે! હતા કે બેવકૂફ઼ને અકકલભરી દલીલ નહીં પણ એવકૂફ઼ીની દલીલ પસદ પડશે. હવે તા પા! ખેંચી લેશે ને ? ’ હું હસી પડયેા; હવે શુ એવુ ? ઠરાવ પાછો ખેંચી લીધે તે દિવસથી મારી જાતને બેવકૂફ઼ કહેવરાવવાનુ મને ધણુ ગમે છે; પણ હવે કાઇ કહેનાર જ નથી ! પછી એઠકમાં ગાંધીજીના ચાર ઠરાવ રજૂ થયા. પહેલેા મિસ્ટર ‘ૐ'ના રાજદ્વારી ખૂનને વખાડી કાઢતા અને ખીજો અદાલતા, નિશાળા, કોલેજો, ધારાસભા અને પરદેશી કાપડના અહિષ્કારને લગતા. ત્રીજા ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે પ્રાંતિક કે જિલ્લા કૉન્ગ્રેસનેા જે કોઇ હાદાર કોન્ગ્રેસની નીતિ અને એના કાર્ય ક્રમથી વિરૂદ્ધ કામ કરશે અને હાફા ખાલી થયેલે લેખવામાં આવશે; અને એની જગ્યાએ ખીજી વ્યક્તિની પસ દગી કરી લેવામાં આવશે. ચેાથા ઠરાવમાં કહેવામાં આવ્યું હતુ કે કોંગ્રેસના પ્રત્યેક સભાસદે ચાર ખાનાને બદલે દરેક મહિનાની ૧૫મી તારીખ પહેલાં પાતે કાંતેલું સૂતર આપવું જોઇશે; જેઓ એ પ્રમાણે નહીં કરે એમની સામે કાયદેસર પગલાં ભરવામાં આવશે. શ્રી દેશળદાસ અને પડિંત મેાતીલાલજી નેહરુના પક્ષે પહેલા રાવમાં શહીદ ગેાપીનાથની દેશભકિત અને સાહસિકતાની તારીફ કરતે સુધારી, અને અદાલતાના બહિષ્કારને લગતા બીજા ઠરાવમાં દીવાની દાવામાં હાજર થવાની રા આપતા સુધારા રજૂ કર્યું. ખાપુ એ બન્ને સુધારાની વિરૂદ્ધ હતા. શહીદ ગેપીનાથને લગતા ઠરાવના સુધારાની સામે એમનું કહેવુ એવુ' હતું કે કૉંગ્રેસનું ધ્યેય અહિંસા છે; એ હિંસાના કાઇ પણ કૃત્યની પ્રશ ંસા ન કરી શકે વગેરે વગેરે. દેશબંધુના સુધારાની તરફેણમાં ૭૦ મત પડયા અને વિરેશધમાં ૭૮, સુધારા ઊડી ગયા. બા ઠરાવના સુધારા ઉપર મત લેવામાં આવે તે પહેલાંજ શ્રી દાસ અને પંડિત મેાતીલાલજી નેહરુ તેમજ એમના પક્ષના ૫૭ સભ્ય ( સ્વરાજ્ય પાટી) એટક છેાડીને બહાર ચાલી ગયા. મત લેવામાં આવતાં ગાંધીજીના પક્ષના વિજય થયા, પરંતુ આ લેાકો ખેટક છોડીને ચાલી ગયા
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy