SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ . ૧૪૨ રવિવારના રાજ અમદાવાદ ખાતે લુણસાના ઉપાશ્રયે મુનિશ્રી પુણ્યવિજયજીના સાન્નિધ્યમાં કરવામાં આવ્યેા હતેા. એ પ્રસ ંગે સંસ્થાના મંત્રી શ્રી ચંદુલાલ વધમાન શાહે પ્રસ્તુત યાજનાની વિગતવાર સમજૂતી આપી હતી અને આ પ્રસંગે ઉપસ્થિત થયેલા પંડિત સુખલાલજીએ, મુનિ જિનવિજયજીએ તેમજ અન્ય અનેક વિદ્વાના, સંશોધકો અને આગેવાન જૈનાએ આ યાજનાને હાર્દિક આવકાર આપ્યા હતા. આવી વિરાટ યોજના હાથ ધરવા અદ્દલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કાર્યવાહકોને ધન્યવાદ ધટે છે. શબ્દની અંતિમ સરકારવિધિ અને આજનુ' શહેરી જીવન પ્રબુદ્ધ જીવન આજે આપણા સમાજમાં કાઇનું મૃત્યુ થાય છે તે તેના શબને વાંસ વળીઆની બનાવેલી નનામી ઉપર ગાઢવી, ઢાંકી અને બાંધીને મરનાર વ્યકિતના સગાવહાલાં સ્મશાને લઇ જાય છે અને લાકડાની ચિંતા ગાઢવીતે તે શબ્દના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. આ બધી વિધિ પાછળ સ્વજનસમુદાયને પાંચ છ કલાક રોકાવુ પડે છે. આપણી આ કાળજૂની પરંપરા છે. આજે મેટાં શહેરો અસ્તિત્વમાં આવ્યાં છે અને શહેરામાં વસતી જનતા પોતપોતાના વ્યવસાયમાં ખૂબ રાકાયેલી હોય છે. શહેરાના વિસ્તાર વધતા જતા હોવાથી સગાસબંધીના સારામાઠા પ્રસંગે એક સ્થળેથી બીજે સ્થળે જતાં આવતાં ખૂબ સમય લાગે છે. મેટા શહેરમાં સ્વજનનું મૃત્યુ થતાં ઘણી વખત સગાવહાલાં પૂરતી સંખ્યામાં એકઠા થઇ શકતા નથી અને તેવી પરિસ્થિતિમાં શખતે સ્મશાને પહાંચાડવાનું અને વિધિસરના અગ્નિસ'સ્કાર કરવાનું કામ નજીકના કુંટુબીજને માટે એક મેટી આફતરૂપ બની જાય છે. ઘણી વખત જ્યારે કોઇ મરી જાય છે ત્યારે નનામી માટે શું શું લાવવું, મૃતદેહને કેમ બાંધવા અને ચિતા કેમ ખડકવી તેની હાજર રહેલા પુરુષોને પુરી ખબર હાતી નથી. વળી ઉપર વર્ણવી તેવી શખતો નીકાલ કરવાની પ્રથાનું સ્વરૂપ ખ્રિસ્તી લોકોની તેમ જ મુસલમાન લોકાની આને લગતી પ્રથા સાથે સરખાવતાં આપણી સુરુચિને સખત આઘાત પહોંચાડતું લાગે છે અને દરેક મૃત્યુ પ્રસંગે આપણે હવે આ પ્રથાનાંફેરફાર કરીએ તો સારું એવા વિચાર કોઇ પશુ સંસ્કારી વ્યકિતને આવ્યા સિવાય રહેતા નથી; આમ છતાં પણ સૈકાઓથી ચાલી આવતી પ્રથાને તાડવાની એટલે કે તેને વધારે સભ્ય આકાર આપવાની હિ ંમત કાઇ કરી શકતું નથી. આનું એક એ પણ કારણ છે કે સ્વજનનું મૃત્યુ એ બહુ નાજુક પ્રસંગ છે અને તેવા પ્રસંગે એકઠા થયેલા જૂનવાણી સમુદાયના આગ્રહ મોટા ભાગે ચાલતુ આવ્યુ છે. એમ જ ચાલવું જોઇએ એ પ્રકારના હાય છે. કાઇ હિંમત કરીને ચાર પૈડાવાળી સ્ટ્રેચર મંગાવીને તે ઉપર મૃતદેહને મૂકીને લઇ જવાનું સૂચવે છે, તે આસપાસના સર્વાંવહાલાં ‘શું અમારા ખભા ભાંગી ગયા છે?' એવા જવાબ આપીને ઉપરની સૂચના કરનારનુ મેઢું બંધ કરે છે. બહુ નજીકના સ્વજનો ઊંડી ગમગીનીમાં ડૂબેલા હોય છે, એટલે તે નવા વિચારના હોય તે પણ ત્યાં સુધી આ વાત પહોંચાડી શકાતી નથી. પણું હવે વખત પાકી ગયા છે કે આ પ્રથામાં જદ્ધિથી ફેરફાર કરવામાં આવે અને જે નનામીમાં શમને બાંધીને દેડાદોડપૂર્વક લઇ જવાની પ્રથા છે તેના સ્થાને ચાર પૈડાવાળી સ્ટ્રેચર-એટલે કે ટ્રોલી-જે ખણુ ંખરું મોટા શહેરના આજના દરેક સ્મશાનમાં હાય જ છે તે મગાવીને તે ઉપર રાખને રીતસર ગેહવીને આદરપૂર્ણાંક-શાંતિપૂર્વક સ્મશાને પહોંચાડવામાં આવે અને સાધનસ ંપન્ન કુટુંબ હાય તે! આ શબવાહિનીને ફૂલહારથી શણગારવામાં આવે. તા. ૧૬-૧૧૬૭ મૃત વ્યકિત સાથેના પાછળ રહેલા સ્વત્રતાના સંબંધ વિચારતાં આવા ફેરફાર વધારે સભ્યતાભર્યો લાગે છે, સુરુચિ યુકત ભાસે છે, એટલું જ નહિં પણુ, આજના ભીડ અને ભીંસવાળા શહેરી જીવનમાં વધારે સગવડભર્યું લાગે છે. જ્યારે પણ કુટુંબમાં કોઇ અવસાનટના અને ત્યારે તે આવા આગ્રહ નજીકના સ્વજનો તરફથી દાખવવામાં આવે તા, હુ ધારૂ' છું કે, પ્રચલિત જૂની પ્રથામાં બહુ જલ્દિથી ફેરફાર થઇ શકે તેમ છે, કારણકે નવા વિચારના ઘણાખરાને આ વાત ખરેખર ગમતી 'હાય છે, પણ મોટા ભાગે જૂનવાણી માનસ ધરાવતા વૃદ્ધ ડિલાનાં આ બાબત અંગેના અક્કડ વલણને લીધે, છે એમ તે એમજ ચાલ્યા કરે છે, અને આ નવી રીતે મૃતદેહને સ્મશાને પહોંચાડયા બાદ, મુબઇ જેવુ શહેર કે જ્યાં ઇલેકટ્રીક ક્રમેટારિયમ–એટલે કે ઇલેકટ્રીસીટીથી ખાળવાની સગવડ—ઊભી કરવામાં આવી છે ત્યાં લાકડાની ચિંતા ગાઢવીને અગ્નિસ સ્કાર કરવામાં આવે છે તેને બન્ને વીજળીથી મૃતદેહને ભસ્મીભૂત કરવામાં આવે તે વધારે વાયાગ્ય છે. જૂની પ્રથા પ્રમાણે મૃતદેહને ગેાઠવાયેલા લાકડાના ઢગલા ઉપર મૂકવામાં આવે છે અને તેની ઉપર ખીજા લાકડા ખડકવામાં આવે છે અને પછી બહુ નજીકના સગાં આગ મૂકીને ચિતાને પ્રગટાવે છે. આમ આપણા સ્વજનના દેહને ભડભડ બળતી ચિતામાં ભુંજાતુ જોવુ પડે છે, જેથી આપણું દિલ ખૂબ દુભાય છે અને ચિત્ત એક પ્રકારની જુગુપ્સા અનુભવે છે. જ્યાં સુધી ખીજો કોઇ ઉપાય નહોતે ત્યાં સુધી આ બાબતમાં ફેરફારની શકયતા નહેાતી, પણ હવે જ્યાં શહેરના સુધરાઇ ખાતાએ શબને વીજળીથી ખાળવાની ગેાવણુ કરી છે ત્યાં જૂની પ્રથા છેાડીને આ સગવડતા આપણા લેાકેાએ વિના સકાચે લાભ લેતા થવુ જોઇએ અને જ્યાં એવી સગવડ ન હોય ત્યાં એવી સગવડ પૂરી પાડવા માટે શહેરના નાગરિકાએ હીલચાલ શરૂ કરવી જોઇએ. આ વિદ્યુહન કેમ કરવામાં આવે છે તે જોઇએ. ક્રમેટારિયમમાં મૃતદેહને જો નનામીમાં બાંધીને લાવવામાં આવ્યે હાય તે। તે નનામીને એક ટ્રાલી ઉપર ગાવવામાં આવે છે. અને ઇલેકટ્રીક ચેખર પાસે તે ટ્રાલીને લઇ જવામાં આવે અને તે ચંખરનું ખારણુ ખાલીતે નનામીને અંદર સરકાવી દેવામાં આવે છે. અને પછી વીજળીના પ્રવાહ ચાલુ કરતાં ચેંબરની અંદર અગ્નિશિખા પ્રજ્વલિત થાય છે. અને એકાદ કલાકમાં આખી નનામીને ભસ્મિભૂત કરી નાખે છે અને તેની ભસ્મ પતરાના મોટા એક થાળામાં ભરીને બહાર લાવવામાં આવે છે, જેમાંથી મૃતદેહના અસ્થિને કાઇ જળાશયમાં પધરાવવાની માન્યતા ધરાવતા સગાવહાલાં અસ્થિ વીણી લઇ શકે છે. નનામીને બાંધ્યા સિવાય શબ્દને ગાડીમાં ગાઠવીને લાવવામાં આવેલ હોય તે ક્રેમેટારિયમમાં વળી વાંસની કામચલાઉ નનામી તૈયાર હોય છે તે ઉપર મૃતદેહને મૂકીને પછી ઉપર જણાળ્યુ તે મુજબ ઇલેકટ્રીક ચેમ્બરમાં મૃતદેહને સરકાવી દેવામાં આવે છે. અહીં ખંતા પણ ખ્યાલ આપવાની જરૂર લાગે છે. કોઇ પણ મૃત્યુ થયુ હાય અને કોઇ મારફત ક્રમેટારિયમમાં કહેવરાવવામાં આવે તે ત્યાંના માણસે સ્ટ્રેચર સાથેની ટ્રાલી જેવી .ગાડી સુચવેલ સ્થળે લઇ આવે છે. પછી સગાંવહાલાં શખતે તે સ્ટ્રેચર ઉપર ગાઢવીને ક્રેમેટારિયમમાં લઇ જાય છે અને ત્યાં તેને વિદ્યુતસ ંસ્કાર થાય છે. તેનુ કુલ બીલ રૂા. ૧૭ આવે છે. એકલી ગાડીનું સાધારણ રીતે શ. ૩ ભાડું પડે છે, પણ અતર વધારે લાંબુ હોય તે। તે પ્રમાણે થોડુ વધારે ભાડું આપવાનું રહે છે. નનામીતા સામાન અને લાકડાની ચિંતાને ખચ આવી
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy