SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૦ નથી. આ તા ભણેલા ગણેલ્લે એક ઉજળિયાત કુટુંબનેા ભાસ છે. એણે શા માટે આવુ કર્યું" એની વિગતે પણ નહિ આપું. અને તમે કોઇ એવું નામ મારી પાસેથી જાણવાની ઇચ્છા પણ ન રાખશે. હું એટલું જણાવુ છું કે એને આ ચોરી કરવા બદલ પસ્તાવા થયા છે. અને આવી ચેરી ન કરવાની એણે મારી રૂબરૂ પ્રતિજ્ઞા લીધી છે. પ્રભુ એની પ્રતિજ્ઞા પાળવાનું બળ આપે એવી મારી પ્રાથના છે. આપણે સા પણ આપણા વનમાં આવાં જે કાંઇ પાપ પેસી ગયાં હોય અને દૂર કરવા મથીએ, આપણું આ પ્રા”ના-ઉપવાસનું સપ્તાહ તે ચાલુજ રહે છે. પ્રાથનાસભાએ પણ નક્કી થયેલા લત્તાઓમાં ચાલશે. પરંતુ આજથી તે સપ્તાઝ પૂરું થાય ત્યાં સુધી હું પાણી ઉપરાંત જરૂરી ખીજુ ઘેાડુ'પ્રવાહી લેવાની છૂટ મૂકું છું.” પ્રબુદ્ધ જીવન આમ આ સપ્તાહે અપારા પેાતાના તથા અમારા ગામ માટે એક સુંદર શુદ્ધિસપ્તાહ નીવડયું.પેક્ષા ભાઇ ભાી ભાગી ગયા એની ગામલેક ઉપર પણ સારી અસર પડી અને પ્રાના વિષેની ઘણાતી શ્રદ્દા વધી. પેલા ભાઇનું નામ મે કાને ન કહ્યું એની અસર એના ઉપર બહુ ભારે પડી. એ પણ બધાંની સાથે પ્રાથનામાં તે આવતા પશુ હુ' વાંચતા હોઉં ત્યારે પણ કોઇક વખત શાંતિથી બેસી રહેતા. હુ અને નાની ચેરીની વાત યાદ કરાવું એ પહેલાં એક દિવસ એણે પેાતે જ કહ્યું કે, ' ખખલભાઇ, હવે તે નાની ચારીપણુ નહિ કરું.’ માણસના હૃદયમાં પ્રાથનાનું બળ કેવું ગહન રીતે કામ કરતુ હાય છે તેનુ આ પ્રસંગથી મને વિશેષ દર્શન થયું, કાઇ મને પૂછે કે આ શુદ્ધિપ્રયાગ હતા? તે હું કડુ કે શુદ્ધિપ્રયેગ કહા તા સુપ્રિયાગ—આવા શુદ્ધિપ્રયાગ તે મને ગમે છે. પરંતુ આને શુદ્ધિપ્રયોગ પણ શા માટે કહેવા ? આ તે શુદ્ધિનુ કાર્ય જ થયું. મેં એવુ નામ આપ્યું શુદ્ધિસપ્તાહ.’ બબલભાઇ મહેતા પ્રકીર્ણ નોંધ શ્રી મહાવીર જૈન વિદ્યાલયે હાથ ધરેલુ આગમ-પ્રકાશનકાર્ય શ્રી મહાવીર જૈન વિદ્યાલય જૈન શ્વે. મૂ. વિભાગની એક જૂની અને જાણીતી સંસ્થા છે. તેનુ મુખ્ય કાય એસ. એસ. સી. પછીતુ ઉચ્ચ શિક્ષણ લેતા જૈન શ્વે. મૂ. વિદ્યાર્થી ઓને રહેવા ખાવા વગેરેની સગવડ આપે એવાં મુંબઇ, અમદાવાદ, વડાદરા તથા પૂના ખાતે ઊભાં કરવામાં આવેલાં છાત્રાલયે ચલાવવાનું અને એ સિવાયના અન્ય સ્થળાએ ભણતા જૈન વિદ્યાથી ઓને શિષ્યવૃત્તિઓ વડે ટકા આપવાનુ રહેલુ છે. આ ઉપરાંત તે સ ંસ્થા તરફથી પ્રકાશનપ્રવૃત્તિ ચાલે છે અને તે દ્વારા આજ સુધીમાં છ કે સાત ઉચ્ચ કોટિનાં અને દળદાર પ્રકાશના થયાં છે. આ સંસ્થા તરફથી તાજેતરમાં એક નવુ સાહસ હાથ ધરવાનું નકકી કરવામાં આવ્યું છે. આ સાહસ જૈન ધર્મનું સમગ્ર મૂળ આગમ સાહિત્ય પ્રગટ કરવાને લગતુ છે. જે સ્થાન વૈદિક ધર્માંમાં વેદ-ઉપનિ ષદનું છે તે સ્થાન જૈન ધમમાં આગમોનુ છે, આ આગમામાં મેોટા ભાગે ભગવાન મહાવીરના મુખ્ય ગણધર ગૌતમસ્વામી · અને ભગવાન મહાવીર વચ્ચેના પ્રશ્નોત્તરા-સંવાદ-સંકલિત કરવામાં આવ્યા છે. આ કારણે આ આગમાને ભગવાન મહાવીરની મૂળવાણી તરીકે ઓળખવામાં આવે છે અને તેથી તેનુ જૈન ૧૪૧૨ ધર્મપ્રથામાં અસાધારણ મહત્વ છે. તેને કાળ ૨૫૦૦ વર્ષ - જેટલા જૂના લેખવામાં આવે છે. આજથી ૧૫૦૦ વર્ષ પહેલાં (વીર નિર્વાણુ સ. ૧૯૮૦માં) સૈારાષ્ટ્રમાં આવેલા વલ્લભીપુર ખાતે જૈન આચાય શ્રી દેવધિ - ગણુ ક્ષમાશ્રમણે તત્કાલીન બહુશ્રુત જૈન આચાર્યંની એક પરિષદ ખેલાવી હતી અને મૌખિક પર પરાથી ચાલી આવતા આગમપાને સંકલિત અને સોંપાદિત કરીને એ આગમાને તેમણે ગ્રંથસ્થ કરાવ્યા હતા. તે આગમાની ત્યાર બાદ અનેક હસ્તલિખિત પ્રત। થતી રહેલી, પણ અનેક પ્રતે અનેક હાથેાથી જુદા જુદા સમયે લખાયેલી હોવાથી આ પ્રતાના પાડે બધા એકસરખા જળવાઇ ન રહે એ સ્વાભાવિક છે. વળી ભિન્ન ભિન્ન માન્યતા ધરાવતા આચાર્યોના હાથે પણ મૂળ પાઠામાં ભેળસેળ થતી રહી હોય એ પણ એટલુ જ સ્વાભાવિક છે, આધુનિક કાળમાં આ હસ્તલિખિત આગમાને મુદ્રિત રૂપ આપવાનું ભગીરથ કાર્યં સૈાથી પ્રથમ સ્વ. જૈનાચાર્ય શ્રી સાગરાન દરિએ કર્યું હતું. ત્યાર પછી આ જૈન આગમાને અશતઃ કે સમગ્રપણે, મૂળ કે અનુવાદના રૂપમાં, પ્રસિદ્ધ કરવાના જૈન સમાજ તરફથી અનેક પ્રયત્નો થતા રહ્યા છે. સ્વ. સાગરાન દર શ્વે. મૂ. સંપ્રદાયના અને તપગચ્છના-કટ્ટર સોંપદાયિકતાને વરેલા--આયાય હતા. તેમની આ ત્રુટિની યા તેમના આગમ પ્રકાશનમાં પડેલી જોવામાં આવે છે. આવી જ ત્રુટિ આજ સુધી પ્રગટ થયેલાં ખીજાં અનેક આગમ પ્રકાશનોમાં પણ નજરે પડે છે. વળી સ્વ. સાગરાનંદ સૂરિના પ્રયત્નાને આજે લગભગ પચ્ચાસ વર્ષ થવા આવ્યા. ત્યાર બાદ આજ સુધીમાં સંશોધન પ્રવૃત્તિના ખૂબ વિકાસ થયા છે. વળી અંગત સાંપ્રદાયિક માન્યતાઓથી અલગ એવી તટસ્થ દૃષ્ટિએ આજના યુગની વિશેષતા છે. વળી આજના પુરાતત્વ સ’શાધકે-પૂર્વના અને પશ્ચિમના હત આગમાની પ્રમાણભૂત . આવૃત્તિ માગી રહ્યા છે, વર્તમાન યુગની આ જરૂરિયાતને ધ્યાનમાં લને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કાય વાહકોએ આગમ પ્રકાશનને લગતી એક ચેાજના હાથ ધરવાતા નિય કર્યાં છે. આવા માટા કાર્યની જવાબદારી સદ્ભાગ્યે મુનિ શ્રી પુણ્યવિજયજી તથા પંડિત ક્લસુખભાઇ માલવાણિયાએ સ્વીકારી છે. આ બન્ને વ્યકિત એવી છે કે જે જન્મે જૈન હોવા છતાં સાંપ્રદાયિક અનિવેશાથી મુક્ત છે અને બન્નેનુ આજ સુધીનુ જીવનસશાધનકાર્ય અને જૈન ધર્મ સાહિત્યના અભ્યાસ . પાછળ વ્યતીત થયેલુ હોઇને આવી મોટી જવાબદારીને પહોંચી વળવા માટે તે અને પૂરા સમથ છે. આ આખુ આગમ સાહિત્ય-માત્ર મૂળ જ-૬૦૦ પાનાના એવા ૧૬ ભાગમાં પ્રગટ કરવામાં આવશે. કુલ દશ હજાર પાનાં થવા સભવ છે. આ કાર્ય પૂરું કરતાં લગભગ નવથી દશ વર્ષ લાગશે અને તે પાછળ ખર્ચ લગભગ ચાર લાખ રૂપિયાના થશે એવી ગણતરી કરવામાં આવી છે. આ આગમ ગ્રન્થમાળાના મુખ્ય સંપાદકો મુનિશ્રી પૂછ્યુંવિજયજી અને પડિંત શ્રી દલસુખભાઇ માલવણ્યાની સલાહસૂચના પ્રમાણે અને તેમની દેખરેખ તેમ જ દોરવણી હેઠળ આ કાય કરવામાં આવશે. મુખ્ય સપાદકા પેતાને યાગ્ય જણાય તેવા વિદ્વાનાને જુદા જુદા આગમાનું સ ંપાદન કાર્ય સોંપશે, આ આગમ ગ્રંથોમાં મૂળ પાઠની સાથે જરૂરી પાહાન્તરા આપવામાં આવશે, તેમજ મૂળ આગમોનો પરિચય આપતી પ્રસ્તાવના વિશિષ્ટ પ્રકારની માહિતી આપતાં પરિશિષ્ટો તેમજ શબ્દસચિ વગેરે આપવામાં આવશે. આ કાર્યના પચારિક આરવિધિ તા. ૬-૧૧-૬૦
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy