SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ પ્રબુદ્ધ જીવન સારું નથી એમ બધાંજ વિચાર કરતાં ય એ માટે શું કરવુ? એમાંથી મને સાત દિવસના પ્રાથનામય ઉપવાસ કરવાનું મુથુ. અમારે ત્યાં ભીતપત્રો લખવાને રિવાજ છે. આ નિણૅય પછી મેં મારા મનના ભાવેા વ્યક્ત કરતુ એક ભીંતપત્ર લખ્યું, એમાં મેં અઠવાડિયાના આ પ્રાર્થનામય ઉપવાસના નિય જણાવ્યે. ગામમાં ચાલતી અશુદ્ધિઓની થોડી વાતના નિર્દેશ કર્યાં અને એમાં પેલા દેારાની ચેરીની વાતને પણ ઉલ્લેખ કર્યાં. મેં જણાવ્યું કે, “ આ ચોરી કોઇ પણ સંજોગામાં જેનાથી થઇ હેાય. ' એનાથી એક મોટી ભૂલ થઇ ગઇ છે, એણે ભૂલ કબૂલ કરવી જો એ આવી ભૂલ કરનારમાં પોતાનું નામ જાડેર કરવાની હિંમત નદ્ધિ હોયતે। એનું નામ બહાર નહિ પડે તેની હું ખાત્રી આપુ' છું. “ગામ બહાર રહે ત્યાં તે આવું અને જ, અને આવુ તાં ચાલ્યા જ કરે” એ જાતને એક નિરાશાવાદી સૂર પણ ગામમાંથી નીકળતા હું સાંભળું છું. આ સર્ બિલકુલ ગમે તેમ નથી અને ગામને માટે કોઇ રીતે હિતકર પણ નથી. શિક્ષક શું કે આપણા ગામમાં રહેતા કાઈ પણ સામાન્ય જન શુ–ગામમાં કાનય ત્યાં આવુ બને તે ‘એ કેવી રીતે બન્યું હશે ? અને આવું થતું શી રીતે અટકે ? - એવું વિચાર આપણા મનમાં ઊઠવા જોઇએ. અને એ રીતે વિચાર કરવાની સૌ ગામલોકાની ફરજ છે એમ સમજવુ જોઇએ. ” પ્રભુ આપણને સૈને સત્બુદ્ધિ આપે. - ભીંતપત્રના આ લખાણથી ગામમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ અને લેકામાં આ વાતની ચર્ચા ચાલી. કેટલાક લેક તે અમુક અમુક કામના અમુક અમુક ભાઇઓ ઉપર પહેલેથી જ વહેમાતા હતા. એટલે એમને થયું કે એવા લેાકા ઉપર કંઇ ને કંઇ દબાણ લાવવુ જ જોઇએ, જેથી ચાર હાથ આવે તે ખલભાઇના ઉપવાસ . આથી બીજે દિવસે ભીંતપત્ર ઉપર મે' આ પ્રમાણે જાહેર કર્યુઃ “મારા જાણવામાં આવ્યું છે કે કેટલાક ભા અમુક અમુક વ્યક્તિ ઉપર વહેમ આવતા હાવાથી એમના ઉપર દબાણ લાવવાના વિચાર ચલાવે છે; તે અમતે મારે કહેવુ જોઇએ કે મારી આ પ્રાના ઉપવાસે–તમે ચાર પકડી લાવા કે સેનાનેા દારા લાવી આપે! એટલા માટે નથી. . આ તે આપણા સૈાના દિલમાં ચાર કર્યાં કયાં ભરાઇ બેઠા છે એને શોધી કાઢવાની પ્રેરણા મળે એટલા માટે છે. એટલે કાઇ કોઇના ઉપર અજુગતું દબાણ લાવશે તે એ મને નહિ ગમે. આ સપ્તાહને તે આપણી દરેકની આત્મશુદ્ધિનુ સપ્તાહ બનાવી સૂકા. ચારને આવવું હશે તેા એ એની મેળે મારી પાસે આવશે. ફાઇએ એને લાવવાની જરૂર નથી.” આ ભી'તપત્રથી ગામનું વાતાવરણ જ બદલાઈ ગયું. સપ્તાહ દરમિયાન હું સવાર-સાંજ પ્રાથના કરતા, ગ્રામસફાઇ કરતા, ભીંતપત્રા ઉપર વિચાર કે ભાવનાને પ્રેરે એવાં લખ લખતા, સાંજે થાડું ફરવા જતે, રાત્રે લતે લત્તે પ્રાર્થનાસભાગે યેાજાતી હતી એમાં જતા અને પ્રાર્થના બાદ ત્યાં આવેલાઓને સએધતા. દરેક લત્તાવાળા પેાતાના લત્તાની સુ ંદર સફાઇ કરીને સભાનુ આયેાજન કરતા. લત્તાના ભાઈ, બહેનેા અને બાળકો મોટી સંખ્યામાં ભેગાં થઇને ગંભીરપણે પ્રાથનામાં ભાગ લેતાં અને હું પ્રાર્થના બાદ જે કાંઇ કહુ એના ઉપર વિચાર કરતાં. દિવસે દિવસે ગામની હવા શુદ્ધ થતી જતી હતી એવું મને લાગતું હતું અને મારું મન પણ પ્રસન્ન રહેતુ હતું. તા. ૧૬-૧૧-૨૩ પણ મને એવી ખાત્રી ન હતી કે ચેરી કરનાર ભાઇ આ ઉપવાસ કાળ દરમ્યાન આવીને મળી જશે. ચેરી કરનાર બહારગામની વ્યક્તિ પણ હોઈ શકે. એને મારા ઉપવાસની ખબર પણ ન પડે. અને ખબર પડે તેા એની એટલી અસર ન પડે એવું ય તે. આ પ્રાથનામય ઉપવાસથી કંઇ નહિ તે। મારી તેમજ ગામની અશુદ્ધ તા એછી થવાની જ એવી તે। મારી શ્રદ્દા હતી જ. પણ બન્યું એવુ કે ત્રીજે દિવસે સાંજે એક ભાઇ મને એકાંતમાં મળવા આવ્યા. મારા હાથમાં એમણે એક ચિઠ્ઠી મૂકી. એમાં લખ્યું હતું કે આ દારાની ચેારી મે કરી છે અને મને એની માફી આપે. મને નવાઇ લાગી કે આવા ભણેલા ગણેલા ઉજળિયાત કામનો માણસ આવી ચેરી કરે ? પણ એની સાથેની વિશેષ વાતચીત પરથી મારા મનની ખાત્રી થઇ કે ચારી તે। એણે જ કરી છે. એણે એ ચેરી કેવા સંજોગામાં, શા માટે અને કેવી રીતે કરી હતી એ બધુ કર્યું. દારા તા એના હાથમાંથી ચોરી થઇ તે દિવસથી પાછા ન આવે એ રીતે ચાલી ગયા હતા. એની એક પાઇ પણ એના હાથમાં આવી ન હતી. મેં પૂછ્યું ‘પણ તને આ જે કાંઇ થયુ છે એ ખાટુ થયેલુ લાગે છે?' એણે કહ્યું, “એતા ખાટુ જ થયું છે. તે ! આજ સવારનું તે મેં ખાધુ’ પણ નથી”, ‘ત્યારે તું હવે કદી ચારી નહિ કરવાની પ્રતિજ્ઞા લઇશ ખરા ? થોડીવાર વિચ ર કરીને એણે કહ્યુ, ‘કદી ચોરી ન કરવાની પ્રતિજ્ઞા તે, ન લઇ શકું.' એ જાણે લાચાર થને ખેલતા હતા. મેં કહ્યું, ‘તને આ ખોટું થયું લાગે છે તે પણ ચારી કરવાની પ્રતિજ્ઞા ન લઇ શકે? કઇ કારણુ ?” ‘કારણ તેા શુ', પણ એવી પ્રતિજ્ઞા મારાથી પળાય ન હતું તમારા જેવાની પાસે પ્રતિજ્ઞા લઉં અને પાળુ નહિ તે હુ પાપમાં પડ્યું. કાકના ખેતરમાં શાક કે કૈરી જો તે મને એ તાડવાનું મન થઈ જાય.' એના મનના ભાવ સમજીને મે .અને બીજો સવાલ પૂછ્યા, ‘પશુ આવી મેટી ચેરી પહેલાં તે કદી કરેલી ?” ‘જી હા.’ ત્યારે તું એવી ચેરી ન કરવાની પ્રતિજ્ઞા લે ખરા? એ કહે, ‘એવી પ્રતિજ્ઞા જરૂર લઉં, અને ભૂસ્ખલભાઇ, તમારી પાસે લીધેલી એ પ્રતિજ્ઞા હું બરાબર પાળીશ,’ આમ કહીને એણે મારી ફારૂ હાથવતી પાણી મેલીને ‘હું કદી આવી ચેરી કરીશ નહિ કે કરાવીશ નહિ' એવી પ્રતિજ્ઞા લીધી. મને આનંદ થયે એ ભાઇએ વિદાય લીધી એ પહેલાં મે એને સલાહ આપી કે “તે મેટી ચેરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી, પણ નાની ચેરીમાંથી જ મટી ચેરીએ પેદા થતી હાય છે, એટલે તુ નાની ચેરી પણ ન કરીશ”. એ ભાઇ કહે કે, • એને માટે પ્રતિજ્ઞા તેા નથી લીધી, પણ પ્રયત્ન તા કરીશ જ, ' આમ હળવેા બનીને એ વિદાય થયા. એની આર્થિક સ્થિતિ તે બહુ જ નબળી હતી. એમ છતાં મેં કહ્યું કે, ‘તારે આ ચેારી થઇ છે એ બદલ કંઇક ત્યાગ કરવા જો.એ. એણે પૂછ્યું. ‘ શુ ત્યાગ કરું? તમે જણાવે. ’ મેં ‘ કહ્યું કે, · પાંચ રૂપિયા ધર્માદામાં નખાશે ?” તે કહે કે, ‘જરૂર. પાંચ રૂપિયા હાથમાં આવશે એટલે તમને જ આપી જઇશ, અને તમે ઠીક લાગે ત્યાં ધર્માદામાં વાપરજો.’ ચોથા દિવસે મેં ભીંતપત્ર મારફત ગામલેાકાને આ બધી હકીકત જણાવી અને કહ્યું કે, “જેમના ઉપર કેટલાકને વહેમ હતા એવે આ માસ
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy