SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૬૦ પ્રબુદ્ધ જીવન ૧૩૭ = ==== વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ચાલી, અને પરેલનું મકાન સાંકડુ પડવા માંડયું. ૧૮૫૩ ની સાલમાં ઉપરના ધોરણના વિધાથીઓને તરતના ઉપાય તરીકે વાંદરામાં આવેલા પીલ્મોમ્સ હાઉસમાં ફેરવવામાં આવ્યા. પણ આચબીશપ ગ્રેશિયાસ જેમને એ સમય દરમિયાન “કાડીનલ” બનાવવામાં આવ્યા હતા તેમને લાગ્યું કે સૈમીનરી માટે હવે જરૂરી બધી સગવડે ધરાવતું નવું મકાન ઊભું કર્યા સિવાય ચાલે તેમ નથી. પોતાના વીકાર - જનરલ થી લી. ડાયર જે ઉલિ કલકત્તાના અન્ય સારી છે તેમની મદદ લઈને ગોરેગામ ખાતે સેમીનરી માટે એક ભવ્ય , મકાન બાંધવાની થાજના તેમણે હાથ ધરી. સેમીનરીની સ્થાપનાથી આજ સુધીમાં ૧૦૦ વિદ્યાથીઓ પિતાની તાલીમ પૂરી કરીને ધર્મગુરુઓ બન્યા છે અને ૧૨૮ વિદ્યાથીઓ આજે આ સેમીનરીમાં તાલીમ પામી રહ્યા છે. આ સેમીનરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ત્યારથી આજ સુધીના ૨૪ વર્ષના ગાળા દરમિયાન આ દુનિયામાં પાર વિનાના ફેરફાર થયા છે, એમ છતાં પણ ધર્મગુરુ બનવા માટે જરૂરી એવી જે નઝર તાલીમ ઉપર એ વખતના આચબીશપે ભાર મૂકો હતો તેનું આજે પણ એટલું જ મહત્વ છે. - ધર્મગુરુનું કાર્ય ઈશ્વરને માનવીની સમીપ લાવવાનું છે અને માનવીને ઈશ્વર સમીપ લઈ જવાનું છે, તેનામાં ઈશ્વર અને માનવીનું મિલન થવું ઘટે છે; તે અધિકૃત અનુસંધાયક છે, ઇશ્વર અને માનવી વચ્ચેના એક પુલની ગરજ સારે છે. આ સેમીનરીની દશ વર્ષની જે તાલીમ લીધા બાદ અને જરૂરી કસેટીઓમાંથી પસાર થયા બાદ જ કોઈ પણ ઉમેદવાર વિદ્યાથી ધર્મગુરુ બનવાને અધિકાર પ્રાપ્ત કરી શકે છે તે તાલીમની આવા પુલ બનવા માટે ખાસ જરૂર છે. . આ બધી ચીજ–સેમીનરીના દશ વર્ષના શિક્ષણમાં અંતર્ગત દરેક પ્રવૃત્તિ અને અનુભવ-ઉપરનો હેતુ સિદ્ધ કરવામાં મદદરૂપ બને છે, પણ એ બધા પાછળ મૂળ મુખ્ય ઉદ્દેશ તે સેમીનરીમાં ભણતા વિદ્યાર્થીને આધ્યાત્મિક તાલીમ આપવાને છે. જ્યારે આ તાલીમ વર્ગોમાં નવા વિદ્યાથી દાખલ થાય છે ત્યારે શરૂઆતમાં દુનિયાના બધા વ્યવસાય છોડીને તેઓ એક પ્રકારના એકાન્તવાસમાં-Close Retreat-માં દાખલ થાય છે; તે પાંચ દિવસ આત્મનિરીક્ષણમાં, ધાર્મિક પ્રક્રિયામાં અને પ્રાર્થનામાં ગાળે છે. ઈશ્વરલક્ષી માર્ગ તરફ નવા ઉમેદવારને ઘેરવા અને દેરવા માટે જેની ખાસ નિમણૂક કરવામાં આવી હોય છે તે પીરિયુઅલ ડિરેકટર”ની સમક્ષ નવા આગન્તુકને રજુ કરવામાં આવે છે, અને આ રીતે એકાવાસથી દર વર્ષની શરૂઆત થાય છે, અને પ્રાર્થના અને ધાર્મિક ક્રિયાકાંડ વડે તેને દરેક દિવસનો પ્રારંભ થાય છે. તેના દૈનિક કાર્યક્રમમાં સામાયિક તથા વ્યક્તિગત ઉભય પ્રકારના આધ્યાત્મિક વાંચન, આત્મનિરીક્ષણ અને પ્રાર્થના માટે અમુક સમય નક્કી કરેલ હોય છે. આ બધી પક્રિયાનો હેતુ તેને દિવ્ય જીવનને અધિકારી બનાવવાનો હોય છે, તેને વિદ્યાથીઓના સમૂહ વચ્ચે હળીમળીને રહેવાનું હોય છે, જે તેના આધ્યાત્મિક ધડતરમાં મહત્ત્વને ભાગ ભજવે છે. આ સામૂહિક જીવન સામાજિક સદ્દગુણોને પામે છે. તે આત્મ- નિહ અને આત્મવિસર્જનના ગુણોની ખિલવણીને ઘણે અવકાશ આપે છે અને નેતૃત્વની તાકાતને અને સામાજિક જવાબ- દારીની ભાવનાને વિકસાવે છે અને જેને માર્ગદર્શક અને સેવક - ઉભય કક્ષાનું કાર્ય બજાવવાનું છે એવા ધર્મગુરૂને માટે આ શકિત અને ગુણેની ખિલવણી ખૂબ જરૂરી છે. સામૂહિક જીવન દ્વારા કરવામાં આવતી આપલે સમધારયુકત અને પ્રસન્નતાપૂર્ણ એવું વ્યકિતત્વ ઘડવામાં બહુ મદદરૂપ થાય છે. ત્યાં જે શાંતિનું-મનનું–વાતાવરણ હોય છે તે બહારથી આવતા મુલાકાતીના મનમાં આશ્ચર્ય તથા કાંઈક મૂંઝવણ પેદા કરે છે, કારણ કે તે આનંદ અને ઉત્સાહથી થનગનતા યુવાનોને આ ઘેરી ધામિક શાન્તિમાં–મનમાં-ધર જેવું લાગે જ કેમએ આ મુલાકાતીના મનમાં પ્રશ્ન પેદા થાય છે. આ વિરોધાભાસનું સમાધાને એ હકીકતમાં રહેલું છે કે ત્યાં વસતા વિદ્યાથી ગમે તે પ્રવૃત્તિમાં રોકાયેલ હોય તે પણ, પ્રાર્થનાની અને ધાર્મિક આદર્શ પ્રત્યેના સમર્પણની ભાવના વડે તેનું ચિત્ત સદા યુક્ત-આવૃત રહેતું હોય છે. ચોવીસે કલાક અને . સદાકાળ અહીં વ્યાપી રહેલું આ વાતાવરણ તેના ઘડતર ઉપર. ભારે બળવાન અસર નીપજાવે છે. દશ વર્ષના તાલીમકાળ દરમિયાન વિદ્યાથી શું કરે છે, શું ભણે છે તે એક મહત્વનો પ્રશ્ન છે. બહારના માણસને એ જાણીને ઘણી વાર આશ્ચર્ય થાય છે કે કોઈ પણ યુનિવર્સિટી માફક અહીં પણ તેના અભ્યાસને ચોક્કસ કાર્યક્રમ હોય છે, આ અભ્યાસક્રમમાં ભાતિક તેમ જ ધાર્મિક વિષ તેને શિખવાના હોય છે, અને વર્ષ દરમિયાન રીતસરની પરીક્ષાઓ પણ લેવામાં આવે છે. આનું કારણ એ છે કે ધર્મગુરુ અનેક વિષથને સારો જાણકાર હોય એ અત્યન્ત જરૂરી છે અને તેથી જુદા જુદા વિષયોનું શિક્ષણપ્રદાન એ આ સેમીનરીની મુખ્ય પ્રવૃત્તિ રહે છે. . પહેલાં ત્રણ વર્ષ મુખ્યત્વે કરીને ભાષા અને સાહિત્યના અભ્યાસ પાછળ રોકાયેલાં રહે છે. લેટીન, ઈગ્લીશ અને મરાઠી અથવા કણ-આ ભાષાઓને અભ્યાસ જબરજના વ્યવહારમાં ઉપયોગી થાય એ હેતુથી કરાવવામાં આવે છે. કારણ કે જે ધર્મગુરુને મુંબઈ પ્રદેશમાં કામ કરાવવાનું છે તેના માટે આ ભાષાઓનું જ્ઞાન અતિ આવશ્યક છે. વળી સાહિત્ય અને અન્ય માનવસમાજલક્ષી વિષયોને અભ્યાસ પણ તેની માનસિક તાલીમ અને વિકાસ માટે બહુ જરૂરી છે અને ધર્મગુરુને એક સાંસ્કારિક વ્યક્તિ બનાવવામાં તે મહત્વને ભાગ ભજવે છે. ત્યાર બાદ તત્વજ્ઞાન આવે છે. અને આ વિષયનો અભ્યાસ તેની ધર્મોપદેશક તરીકેની ભાવિ પ્રવૃત્તિને અત્યંત પિષક છે. અતિમ સત્યની જે શોધ પાછળ માનવીનું ચિત્ત અનાદિ કાળથી વ્યાપૃત રહ્યું છે તે ત્રણ વર્ષ સુધી તેના ખાસ અભ્યાસને વિષય બને છે. સ્કેલેસ્ટીક ફીલોસોફીની પદ્ધતિ જેમાં તે પારંગત બને છે તે ઉપરાંત બીજી દાર્શનિક પદ્ધતિઓને. પણ તે અભ્યાસ કરે છે અને ભારતીય તત્વજ્ઞાન તરફ તે ખાસ લક્ષ્ય આપે છે. ત્યાં ભણતા વિદ્યાર્થીનું જ્ઞાન બને તેટલું વિસ્તૃત બને અને સતત અને શીઘ્રતાપૂર્વક વિકસી રહેલા આધુનિક વિજ્ઞાનથી તે પરિચિત બને તે માટે તેના અભ્યાસક્રમમાં ફીઝીકસ અને બાયલેઓને સમાવેશ કરવામાં આવે છે. કારણ કે આજના ધર્મગુરુએ વિશાળ તેમ જ ઊંડા એવા જ્ઞાન વડે, આજના પરસ્પર અથડાતા વિવિધ વિચારપ્રવાહો વચ્ચે વૈચારિક નેતા અને સામાન્ય જનતાના પથપ્રદર્શક બનવાનું છે. આ પણ જે જ્ઞાનપ્રાપ્તિ વિજ્ઞાન અને ફિલા સૈરી સુધી આવીને અટકી જાય છે એ જ્ઞાન વધુ બનવાનું. તેણે ધર્મશાસ્ત્રના અધ્યયન તરફ આગળ વધવું જ જોઈએ. તેથી પછીનાં ચાર વર્ષ દિવ્ય વિજ્ઞાન, ધાર્મિક માન્યતા, ધર્મશાસ્ત્ર, ધાર્મિક કાનૂન, નીતિશાસ્ત્ર, લીટછે, અને ખ્રિસ્તી ધર્મ સંસ્થાને ઈતિહાસ-આ આ " , ,
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy