________________
તા. ૧૬-૧૦-૬૦
પ્રભુ જીવન
કે કલ્પસૂત્રના પાઠ અને પ્રચારથી અહિંસાની પ્રતિષ્ઠા થઇ નહિ શકે. જે વ્યક્તિને દશ વાગ્યે આફિસમાં જવાનું છે, તે આવીને કહે કે શું આપની પાસે એવી કોઇ દવા છે, કે જે બે કલાકમાં મારા તાવને ઉતારી દે? તેની સામે આપ જડીબુટ્ટીની તારીફ કરા અને ઇન્જેકશનમાં રહેલી હિંસાનું વ્યાખ્યાન આપે તે તે એમજ કહેવાના કે ‘મહારાજ, હમણાં તે હું ઇન્જેકશન લઉ છું. સાંજે એફિસેથી પાછા ફરતાં આપની પાસે આવીશ, આપતા ઉપદેશ સાંભળીશ અને આપને કાંઇક દક્ષિણા પણ આપીશ.
આજના વૈજ્ઞાનિક યુગમાં અહિંસા, સત્ય આદિ ધર્મ તથા નૈતિક ગુણાનાં આપણે ગમે તેટલાં ગીત ગાતા રહીએ, પણ . એથી કશું થવાનું કે નીપજવાનું નથી, જ્યાં સુધી આપણે પ્રયોગ કરીને દેખાડીએ નહિ કે માનવ જીવનની પ્રત્યેક આવશ્યકતા હિંસા અને જૂઠ વિના પૂરી થઈ શકે છે, ત્યાં સુધી આપણી વાત માનવા માટે કોઇ તૈયારી નહિ થાય. પ્રત્યેક ધાર્મિક, સાધુ, સન્યાસી અથવા ભિક્ષુએ આ સિદ્ધ કરીને દેખાડવું પડશે. મંદિર, મઠ, આશ્રમ અથવા તેા અન્ય ધર્મ સંસ્થાન અહિંસા, સત્ય વગેરેના અનુસંધાનની પ્રયાગશાળા અને. આ માટે આપણા સાધુ–સંન્યાસીઓએ આત્મજ્ઞાન તથા પોતાના ધર્મગ્રન્થાની સાથે સાથે વિજ્ઞાન તથા વૈજ્ઞાનિક ગ્રન્થાના અભ્યાસ પણ કરવા પડશે. આ કાર્યને સફળતાપૂર્વક કરવા માટે જેવી રીતે ધાર્મિક લેાકા પાડંશાળાઓ વગેરે ખાલે છે એ પ્રમાણે વિભિન્ન પ્રયોગ માટે પ્રયાગશાળા ( Laboratories) પણ સ્થાપિત કરવી પડશે. એવી પ્રયાગશાળા માટે મન્દિર, મઠ આદિ ધ સસ્થાન સૈાથી વધારે પ્રભાવક અને ઉપયુકત સ્થાન છે એવી મારી માન્યતા છે.
તાત્પર્ય એ છે, કે જ્યારે સાધુસન્યાસી આત્મજ્ઞાન અને વિજ્ઞાનના સમન્વય કરવા-તેને જ પેાતાની ધર્મસાધના તરીકે સ્વીકારશે અને તે પોતે પ્રયાગકર્તા ખનશે ત્યારે જ તે સમાજમાં ધર્મની પ્રતિષ્ઠા કરવામાં સફળ બનશે. સાધુ–સન્યાસીએનાં આ કથનમાં હું સંપૂર્ણ રીતે સહમત છું, કે જ્યાં સુધી માનવીના ભૌતિક અને અતિભૌતિક વનમાં ધર્મની પ્રતિષ્ઠા નહિ કરવામાં આવે ત્યાં સુધી માનવ-સમાજને સનાશના જોખમમાંથી બચાવી શકાશે [હ.
શકરરાવ દેવ
રીલિજીયસ ટ્રસ્ટ - ખિલ-૧૯૬૦
સમાલેાચના
લોકસભામાં ધાર્મિક ટ્રસ્ટ ખરડા રજૂ થયા છે, અને તે પ્રવર સમિતિને સોંપાયા છે. એ ખરડાની વિગતા તાજેતરમાં પ્રસિદ્ધ થતાં તેની જોગવાઇઓની અપૂણુતા તથા અવ્યવહારુ સખ્તાઇ વિષે ચર્ચા ઉપસ્થિત થઇ છે. કેટલાક જૈનાએ આ ધારાની જોગવાઇઓમાંથી પાતાને મુક્ત રાખવાની માંગણી કરી છે.
સૂચિત ધારા પારસી, યહુદી અને ખ્રિસ્તી ધાર્મિક ટ્રસ્ટાને લાગુ પડતા નથી. શીખા માટે અલગ કાયદા છે અને મુસ્લિમે માટે તેમને વક કાયદો છે. વકના અથ પણ સખાવતી અગર જાહેર ટ્રસ્ટ થાય છે. આ ધારાની જોગવાઇએ સુચિત ધારાને અમુક અંશે મળતી આવે છે.
જ્યારે રાજ્યસરકાર કોઇ પણ કાયદો કરે છે ત્યારે તેના હેતુ શુ હાય છે તે વિચારવાનુ છે, કાં તે અમુક બાબતે માં અનિષ્ટો અને ગેરરીતિઓને ફેલાવા થયા હાય ત્યારે તેને નાબૂદ કરવા કે અંકુશમાં લાવવા કાયદાની જરૂર પડે છે, અગર તે
•
૧૨૧
જે અત્યારે અવ્યવસ્થિત હોય તેને વ્યવસ્થિત અને પદ્ધતિસર કરવા માટે આંકડાઓ તથા દસ્તાવેજી નોંધ પુરી કરવા માટે તેની જરૂર પડે છે.
આવા નવીન કાયદાની યથાતાની કસેાટી ત્રણ રીતે થઈ ' શકે છે.
(૧) જે અનિષ્ટને નાબૂદ કરવા કે નિયમન કરવા કાયદા કરવામાં આવે છે તે હેતુ પાર પાડે તેવી કાયદાની જોગવાઈ છે? (૨) અગર. તે અનિષ્ટને નાબૂદ કરવા જતાં કાયદાને કારણે જ નવાં અનિષ્ટો ઉત્પન્ન થાય તેમ છે?
(૩) અનિષ્ટો ખાશે જ નહિ અને ઊલટાં કાયદાનાં અનિષ્ટો અસ્તિત્વમાં આવશે ?
જો કાયદા પ્રથમ કસેાટીમાંથી પાર ઊતરે તે તે સામે ખાસ વાંધા લઇ શકાય નહિ,
ખીજી કસોટીને વિચાર કરતા કાયદા અનિષ્ટને અંકુશમાં લે અને તે સાથે પેાતાનાં જ નવાં અનિષ્ટો ઉત્પન્ન કરે તે કાયદાની યથાર્થતા આ બન્નેનું પ્રમાણ કેટલું તે પરથી નક્કી થઇ શકે. જો જૂનાં અનિષ્ટો દુખાવા સાથે નવાં અનિષ્ટો વધી જાય તેા પણુ એ કાયદા કરવાનું ચાગ્ય ગણાય નહિ, પણ ત્રીજી કસેાટી મુજબ જે કાયદા અનિષ્ટો જ વધારે અને હેતુ પાર પડે નહિ તે તે કાયદા કરવા જ ન જોઇએ.
કાયદા દ્વારા જે અનિષ્ટો ઉત્પન્ન થવાના સંભવ હાય છે તેના એ પ્રકાર હોઈ શકે. એક તા કાયદાની કલમો જ લટ્ટ અને અવ્યવહારુ હાય. બીજો કાયદાની કલમના તેના અમલ દરમ્યાન દુરુપયોગ થવાના સંભવ હાય. દુરુપયે!ગની પણ માત્રા હોય છે. અમલદારી તંત્રમાં ગમે તેવા કાયદે હોય તે પણ થોડા દુરુપયોગ થવાનો જ કે થોડીક ગેરરીતિએ ચાલવાની જ. પણ કાયદાનું ધડતર જ કે જોગવાઇઓ જ એવી હાય કે તેનાં અમલમાં અમલદારી તંત્રનુ વ°સ્વ હાય અગર તેા ગેરરીતિ માટે પુષ્કળ શકયતા હેાય તે તેવા કાયદા કરવા યાગ્ય ન ગણાય. એક અનિષ્ટને દાખી બીજા અનિષ્ટોને મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરે તેવા કેટલાય કાયદા થયા છે તે અમલમાં પણ છે.
પરંતુ આધુનિક રાજતંત્રની રચના જ એવા પ્રકારની છે કે એક પછી એક કાયદાઓ થયા જ કરવાના. એને અટકાવવાના ઉપાય દેખાતા નથી. આવા સંયોગેમાં કાયદાની ખામીઓ અને ઉપા પ્રત્યે વ્યવસ્થિત રીતે, લીલપૂર્વક અને અસરકારક સંગઠ્ઠન દ્વારાં ધ્યાન દોરી કાયદાને સુધારવાના પ્રયત્ન કરવા તે જ શ્રેષ્ઠ માગ છે. ધાર્મિક ટ્રસ્ટાને જે ખરડા આવ્યેા છે. તેને તે દ્રષ્ટિએ તપાસીએ તે તેની જોગવાઇઓ કયાં ને કેવી રીતે ખામીભરી છે તે પણ વિચારીએ.
સૈાથી પ્રથમ મુદ્દે એ ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે જો આ કાયદામાંથી ખ્રિસ્તી, યહુદીઓ અને પારસીઓને મુક્ત રાખવામાં આવ્યા છે તેા જૈનોને કેમ નહિ? શા કારણેાસર આ કામાનાં ધામિક ટ્રસ્ટોને આ કાયદો લાગુ કરવામાં આવ્યેા નથી તેનાં કારણેા આપણે જાણતા નથી. કાયદો જે રીતે ઘડાયેા છે તે રીતે તે હિંદભરનાં હિંદુ ધાર્મિક ટ્રસ્ટાને લાગુ પડે છે. હિંદુની વ્યાખ્યામાં જૈતાનો પણ સમાવેશ થાય છે.
આ કાયદાના મુખ્ય હેતુ ભારતમાં કેટલાંય વિશાળ ધર્મસ્થાનામાં જે ગેરવ્યવસ્થા અને નાણાંના દુર્વ્યય ચાલે છે તેને અટકાવવા તથા અંકુશમાં લાવવાને છે, પણ સુકાં સાથે લીલું અળે તેમ મેટાં સાથે નાનાં અને નરસાં સાથે સારાં પણ કાયદાની મર્યાદામાં આવી જાય છે.