________________
પ્રબુદ્ધ જીવન
માધુસંસ્થા અંગે શ્રી શકરરાવ દેવનુ એક વિશેષ પ્રવચન
(તા. ૧૬–૭-૬૦ ના પ્રમુદ્દે જીવનમાં ગત મહાવીર જયંતી ઉપર શ્રી શંકરાવ દેવે આપેલું' વ્યાખ્યાન પ્રગટ કરવામાં આવ્યું હતુ. આ વિચારાની શ્રી લસુખભાઇ માવયાએ તા. ૧૬-૮-૬૦ ના પ્રબુદ્ધ જીવનમાં સવિસ્તર આલેાચના કરી હતી અને મેં પણ તે અંગે મારા કેટલાક વિચારા રજુ કર્યાં હતા. ત્યાર બાદ તા. ૧૩-૯-૬૦ ના પ્રબુદ્ધ જીવનમાં એ જ વિષયને અંગે મળેલા શ્રી અજાતશત્રુના પત્ર તથા તેમની ઉપર મારા તરફથી પાઠવવામાં આવેલા ઉત્તર પ્રગટ કરવામાં આવ્યે હતા. ખીજી બાજુએ આ જ વિષયની ઋણાવટ કરવા માટે કાશી ખાતે તા.૩૧-૭-૬૦ ના રાજ એક વાર્તાલાપ ગાઠવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ફરીથી તા. ૧૩–૮-૬૦ના સ્યાદ્વાદ મહાવિદ્યાલયમાં શ્રી શંકરરાવ દેવના માગદશન નીચે એક બીજા વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્તાલાપમાં સ્યાદ્વાદ મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ૫. કૈલાસચદ્રજી શાસ્ત્રી, હિન્દુ વિશ્વ-વિદ્યાલયના દર્શન અને મતાવિજ્ઞાનના પ્રાધ્યાપક શ્રી વિમલદાસ જૈન, ‘ૠભણ'નાં સંપાદક પડિત શ્રી કૃષ્ણચન્દ્રાચાય તથા શ્રી સાધકજી, ‘આચાર'ના સંપાદક શ્રી સતીશકુમાર આદિ વિદ્યાનેએ તેમ વિભિન્ન સંપ્રદાયેાના વિચારકોએ ભાગ લીધા હતા. સાધુ જો સમાજના ઉપયોગ કરે છે તેા સમાજ પ્રતિ તેવુ કાઇ કતવ્ય છે નહિ એ પ્રશ્નની ચર્ચાથી આ વાર્તાલાપને પ્રારંભ કરવામાં આવ્યા હતા. ઠીક સમય સુધી ચાલેલા આ આખા ચર્ચા-વાર્તાલાપને ઉપસંહાર કરતાં શ્રી શ'કરરાવ દેવે જે પ્રવચન કર્યું હતું તે નીચે મુજબ- હતું. તંત્રી)
જ
કે
૧૨૦
-
અહિંસાની સાધના માટે જ્યારે વ્યકિત પોતાની જાતને સમષ્ટિથી અલગ કરે છે ત્યારે તે કેવળ વ્યકિતગત દાષાની જ ચિન્તા કરે છે કે સમાજના દેષોના નિરાકરણની પણ ચિન્તા કરે છે ખરી ? ઐહિક જીવનમાં જો કોઇ જવાબદાર વ્યકિત કેવળ પોતાની જ ચિન્તા કરે તે તેને આપણે નિંધ લેખીએ છીએ. સમાજ એવી વ્યકિત પ્રત્યે ધૃણા દ્દાખવવા માંડે છે. કિન્તુ આધ્યાત્મિક તેમજ ધાર્મિક ક્ષેત્રમાં આથી ખીલકુલ વિપરીત પરિસ્થિતિ પ્રવર્તે છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં એ વ્યકિત કેવળ પેાતાની જ ચિન્તા કરે છે તે નિધન લેખાતાં વધુ બની જાય છે. સમાજ તેની પ્રત્યે ધણા દાખવતા નથી. તેના પ્રત્યે શ્રદ્ધા ધરાવતા હોય છે. નગરનિગમને અધિકારી–કોર્પોરેટર—નળ કે કૂવાનું પાણી ખરાબ થતાં કેવળ પેાતાના ઉપયોગનું જ પાણી સાફ કરે અને સમસ્ત ઉપયાગના પાણીને સ્વચ્છ કરવાની ચિન્તા ન કરે તે આપણે કહીશું કે તે અધિકારીએ પેાતાના કર્તવ્યનું પાલન કર્યું" નથી. સૈા કાઇ તેની નિન્દા કરવાનુ. હવે પછીની ચૂંટણીમાં તેને મત નહિ આપવાની લેક વાતો કરવા માંડશે. સિપાઇ જોયુદ્ધથી ભાગે છે તેા કહેવામાં આવે છે કે તેણે પોતાના ધર્મનું પાલન કર્યું નથી. વ્યાપારી જો સેળભેળ કરે છે તો કહેવામાં આવે છે કે તે પોતાના ધમથી ચલત થયેા છે. આવી જ રીતે સાધુ જે સમાજ તરફથી ભાજન વગેરે પ્રાપ્ત કરે છે તેને તે સમાજ પ્રતિ શું કોઇ ધર્મ નથી? શું તે સમગ્ર સમાજમાં અહિંસાની પ્રતા ચાહતેા નથી? પૂર્ણ યાગીની વાત અલગ છે. જેને શરીરમાં પાત પણાનું ભાન નથી તેને સમાજમાં લાવવાના પ્રશ્ન જ નથી. જે યાગીને દેહનું ભાન નથી તેની સામે દેહધર્મ કે સમાજધર્મના ઉપદેશના પ્રશ્ન જ આવતા નથી. કિન્તુ જ્યાં સંધ અને છે ત્યાં વ્યવસ્થા ઊભી થાય છે. વ્યવસ્થા માટે ધર્મની પ્રતિષ્ટા થાય છે. જ્યાં સુધી સાધુને ભૌતિકજીવનને સંબંધ છે અને તે માટે સમાજ ઉપર તે નિર્ છે ત્યાં સુધી તે પોતાની જાતને સમાજથી અલગ માની શકતા નથી. તે પાતના દેહધર્મ અને આવશ્યક્તાની પૂરવણી માટે સમાજતા ઉપયાગ કરે છે, તેનું તેને ભાન Awareness--હાય છે, કેવળ ભાન જ નહિં પણ ઊલટું સમાજ સાથે સબંધ જોડીને તે પાતાની તે તે જરૂરિયાતાની પુરવણી કરે છે, જ્યાં સંબંધ છે ત્યાં કન્ય છે, ધ છે. યાગની ઉત્કૃષ્ટ અવસ્થાએ પહેાંચેલ મહાત્મા અને નિદ્રાવશ બનેલી વ્યક્તિ માટે સપ અને અપ્તરામાં કોઇ અન્તર હેતુ નથી, કિન્તુ જ્યારે કોઇ એ જાણી લે છે કે અમુક સ્ત્રી છે ત્યારે તેને એ પણ ભાન હોવાનું કે તે મા છે, બહેન છે અથવા તેા પત્ની છે અને તેની પ્રત્યે કયા ધમ છે, શું કતવ્ય છે?
સબંધ એ પ્રકારના હાઇ શકે છે. એક પરોપકાર માટે; બીજો પેાતાના માટે. સાધુને સમાજ સાથેને સબંધ પરોપકા થ ભલે હાય તા પણ પાતા માટે પણ હોય જ છે. તેને સમાજ
તા. ૧૬-૧૦-૬
તરફથી ભેજન વગેરેની અપેક્ષા હોય છે. જો સાધુના સમાજથી સંબંધ છે તે સમાજપ્રતિ તેનુ કન્ય પણ છે, ધમ પણ છે. સાધુને ધમ છે કે તે સમાજમાં ધર્મની પ્રતિષ્ઠા કરે. તે એક સામાન્ય ભૂમિકા–Common ground-છે જે ખાબતમાં બધા લાકે સહમત છે. પ્રાચીન કાળથી સાધુ, સંન્યાસી અથવા ભિક્ષુ એમ માનતા આવ્યા છે કે સમાજમાં ધર્મની પ્રતિષ્ઠા અને પ્રચાર કરવા તે તેનું કર્તવ્ય છે. યથાશકિત તથા યથાષ્ટિ તે પોતાના આ કર્તવ્યનું-આ ધર્મનુ પાલન કરતા આવ્યા છે. આથી સમાજને ખૂબ લાભ પણ થયા છે. આ બાબતને કોઇ ઇન્કાર કરી શકે તેમ નથી.
સાધુ અહિંસા સત્ય, અસ્તેય આદિગુર્ગા તથા તેનુ સાચુ` પાલન કરે છે, સમાજમાં પ્રચાર કરે છે તથા સમાજ પાસે પાલન કરાવવાના પ્રયત્ન પણ કરે છે. જે કામ જૈન સાધુ જૈન સમાજમાં કરે છે,તે કામ બૌદ્ધ ભિક્ષુ તેમ જ હિન્દુ સન્યાસી બૌદ્ધ સમાજ તથા હિન્દુ સમાજમાં પણ કરે છે. કિન્તુ હજાર વર્ષના આ અનુભવ છે કે સિા સત્ય આદિ ધર્મ તેમ જ નૈતિક ગુણાના પ્રચાર પર્યાપ્ત નથી, કેવળ ધર્મ અને નૈતિકતાના પ્રચારથી સમાજમાં સાચા ધર્મની પ્રતિષ્ઠા થઇ શકતી નથી.
મનુષ્ય ધાર્મિક બને. તે માટે તેની ભૌતિક પરિસ્થિતિ environment~માં પરિવતન કરવાની આવશ્યકતા છે. કેટલાક અપવાદ બાજુએ રાખતાં સર્વસાધારણ માટે પરિસ્થિતિમાં પરિવર્તન લાવવું તે ધાર્મિક તથા નૈતિક જીવનની અનિવાય શરત છે. સમસ્ત ધર્મ અને નીતિના પ્રચારકો આ વાતને જેટલી જલદી સમજશે અને સ્વીકારશે એટલી શીવ્રતાથી સમાજમાં ધર્મ અને નીતિની પ્રતિષ્ઠા માટે અનુકૂળ વાતાવરણ તૈયાર થશે અને ધાર્મિકાના મિશનને સફળતા મળશે.
હજારો વર્ષથી ધર્મ અને નીતને પ્રચાર થઇ રહેલા હાવા છતાં સમાજમાં ધર્મ અને નીતિની પ્રતિષ્ઠા થઇ શકી નથી, એટલુ` જ નહિ પણ, તેથી ઊલટુ અધમ અને અનીતિની જડ સમાજમાં ઊંડી ઊતરતી ચાલી છે, આવા અજે સ્વયં માનવજાતિ અનુભવ કરી રહી છે. સાધુ સમાજના એ ધર્મ છે કે તે તેનાં કારણેાની તપાસ કરવા માટે પ્રયત્ન કરે અને એ પ્રયત્નને પેાતાની ધર્મસાધના સમજે.
સધુ અહિંસા, સત્ય આદિ ગુણાની પ્રતિષ્ઠા ચાહે છે, પોતાનામાં પણુ અને સમાજમાં પણ. આ માટે ઉપર જણાવેલ વિચારસરણીને અનુસરીને તેને એ ધમ બને છે કે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રયાગ દ્વારા તે એ દેખાડી આપે કે આદમી હિંસા અને જૂ વિના જીવી શકે છે. સાધુએ એ પ્રયાગ કરીને દેખાડવુ પડશે કે હિંસા વિના ખેતી થઇ શકે છે અને સમાજની આવશ્યકતાઓ પૂરી પાડી શકાય છે. ભ. ગાંધીજીએ આ દિશામાં પ્રયાગ કર્યાં હતા. હવે આ પ્રયાગમાં વિજ્ઞાન પણ આપણને મદદ કરશે. કેવળ બ્રહ્મસૂત્ર અથવા ગીતા, ધમ્મપદ કે ત્રિપિટક, આચારાંગ