________________
0 = . નાની
તા. ૧-૧૦-૬૦
પ્રબુદ્ધ જીવન
૧૧૩.
ત્વમાં હોય તે તેમાં ફેરફાર કરી શકશે અગર તેને સ્થાને નવી જના કરી શકશે.
(૮) એડિટરના અહેવાલ પરથી કે બે હિત ધરાવનાર વ્યક્તિઓની અરજી પરથી કમિશનરને લાગે કે ટ્રસ્ટમાં ગેરવહિવટ ચાલે છે, કે ટ્રસ્ટીઓ પોતાની ફરજ બજાવવામાં બેદરકાર છે કે નિષ્ફળ જાય છે તે કમિશનર તે બાબત તપાસ કરી શકશે ને તેને ખાતરી થાય કે ટ્રસ્ટમાં ગેરવહિવટ છે કે ટ્રસ્ટી પોતાની ફરજ બજાવતા નથી કે ટ્રસ્ટનાં નાણાંને દુશ્મન થાય છે તે તે ટ્રસ્ટ સામે પગલાં લઈ શકશે અને કાં તે (૧) તેને ફરમાન કરી તેની ફરજપાલનનાં પગલાં લેવાનું કહેશે, (૨) અગર તેને દૂર કરશે અગર (૩) ટ્રસ્ટને થયેલ નુકસાન ભરપાઈ કરી દેવાનું ટ્રસ્ટીને ફરમાન કરશે.
(૯) ટ્રસ્ટી જો આ કાયદાને એક કરતાં વધુ વખત ભંગ કરશે અગર તો તેને નૈતિક ગુના માટે સજા થઈ હશે તે કમિશનર તેને ટ્રસ્ટી તરીકે દૂર કરી શકશે. . (૧૦) દ્રસ્ટીની જગ્યા ખાલી પડે ને કોઈ નિમણૂંક ન થાય ત્યારે કમિશનર ખાલી જગ્યા પૂરી શકશે. આવી વ્યક્તિ બની શકે ત્યાં સુધી તેજ ધર્મ કે વિભાગની હશે.
(૧૧) ટ્રસ્ટનાં રોકડ નાણુ ઉપયોગ વિના પડયાં હશે તે તે સરકારી જામીનગીરીઓ, સરકારે જેની બાંહેધરી આપી હોય તેવી કંપનીઓના શેરે કે ડિબેન્ચરો અગર સ્થાનિક સંસ્થાઓનાં ડિબેન્ચરમાં રોકવાં પડશે.
(૧૨) કમિશનર અગર તેણે સત્તા આપેલી કોઈ પણ વ્યક્તિ ટ્રસ્ટની મિલકતમાં તપાસ માટે પ્રવેશી શકશે કે કઈ પણ કાગળ, ચોપડે, હિસાબ, પત્રવ્યવહાર કે પ્લાને કે દસ્તાવેજો જોઇ શકશે.
(૧૩) ટ્રસ્ટીઓને કમિશનર માગે તે મુજબ રીટ, આંકડામાં હિસાબો ને માહિતી વારંવાર આપવાં પડશે. (૧૪) કમિશનર નીચે મુજબ સત્તાઓ ભોગવશેઃ (૧) તેની હકુમત નીચેનાં ધાર્મિક દ્રસ્ટોને વહીવટ
બરોબર ચાલે છે કે નહિ, તેની ભેટે તથા તેની • આવક ટ્રસ્ટના હેતુઓ માટે વપરાય છે કે નહિ - તે પણ જોશે. (૨) ટ્રસ્ટને હિસાબ બરાબર રખાવશે. (૩) ટ્રસ્ટની આવક તેના હેતુઓ માટે વપરાય છે કે
નહિ તેની ખાતરી કરશે અને વધેલાં નાણું આ કાયદા અનુસાર કાય તેમ જોશે. 0 ટસ્ટના વહીવટ માટે સમયાન્તરે ય લાગે તેવી
સૂચનાઓ આપશે. (૫) ને વહીવટની દેખરેખ માટે જરૂરી લાગે તે બધાં
* પગલાં લેશે. : (૧૫ટ્રસ્ટની કુલ (Gross) આવકમાં ત્રણ ટકાથી વધુ નહીં તેટલી રકમ ખર્ચના ફાળા તરીકે આપવી પડશે.
(૧૬) રાજ્ય સરકાર તેને યોગ્ય લાગે તેવી જાતની સામાન્ય કે ખાસ નીતિવિષયક (Policy) લેખિત સુચનામે કમિશનરને આપશે ને કમિશનર તે પાળવા બંધાયેલું રહેશે.
આ ખરડાની ઉપરોક્ત મુખ્ય કલમે છે. એની જોગ- વાઈઓ વિષે વધુ સ્પષ્ટિકરણ કરતાં પહેલાં આ ખરડાની કેટલીક અન્ય અગત્યની જોગવાઈઓ પણ જાણવા જેવી છે.
(૧) કમિશનરના હુકમ સામે માત્ર હાઈકૅટને જ અપીલ થઈ શકશે ને આ અપીલ ૬૦ દિવસમાં કરવી પડશે.
(૨) કમિશનરના હુકમને અમલ દીવાની અદાલતનું હુકમનામું હોય તેવી રીતે કમિશનરની અરજી પરથી દીવાની અદાલત કરશે.
(૩) જે કોઈ વ્યક્તિ ટ્રસ્ટ રજિસ્ટર ન કરાવે, ખેટી. માહિતી આપે ખેટું રીટન ભરે, કમિશ્નરના કે તેણે જેને સત્તા આપી હોય તેવી વ્યક્તિના કામમાં હરત કરશે તે તે ગુ ગણાશે ને તે માટે એક હજાર રૂપિયા સુધી સજા થઈ શકશે.
(૪) કમિશનરને દરેક હુકમ ફેલ્યો ગણાશે ને હાઈટને અપીલ કરવાની છૂટ છે. તે સિવાય તેની સામે કોઈપણ દીવાની અદાલતમાં કોઈ પણ કાર્યવાહી થઈ શકશે નહીં. '
(૫) આ કાયદા નીચે જે મુદ્દાને નિર્ણય કરવાની સત્તા કમિશનરને આપવામાં આવી છે તે મુદ્દાને નિર્ણય કરવાની હકૂમત કોઈ પણ અદાલતને રહેશે નહીં. .
(૬) ટ્રસ્ટ રજિસ્ટર કરવામાં નહીં આવ્યું હોય તે તેના વતીથી તેને હક્ક પ્રસ્થાપિત કરવાને કોઈ દાવે ચાલી .. શકશે નહીં.
(૭) ભાડાની વસૂલાત માટેના દાવા સિવાયના ટ્રસ્ટ અંગેના દરેક મુકદ્મામાં અદાલત કમિશનરને આવો મુક મંડાયો છે તેની ખબર આપશે ને કમિશનર તે મુકદ્મામાં તેની ઇચ્છા હોય તે પક્ષકાર બનવા અરજી કરશે ને કૅટે તેને પક્ષકાર બનાવવા બંધાયેલી છે. કમિશનરને ખબર આપ્યા વિના કોઈ પણ દાવામાં અદાલત હુકમ કરશે કે ચુકાદો આપશે તે કમિશનરની અરજી પરથી અદાલત તે હુકમ રદ કરવા બંધાયેલી છે.
ધાર્મિક ટ્રસ્ટ અંગે આવી રહેલા કાયદાને આ વિસ્તૃત પરિચય છે. આ કાયદે આવ્યા પહેલાં ભારતમાં ધાર્મિક ટ્રસ્ટ વિષે છુટાછવાયા કાયદાઓ હતા. બંગાળ અને મદ્રાસમાં અઢારમી ને ઓગણીસમી સદીમાં જાહેર ધાર્મિક ટ્રસ્ટ અંગે રેવન્યુ બેહેં ને સ્થાનિક એજન્ટોને અમુક જવાબદારીઓ સંપાઈ હતી, પણ ૧૮૬૩માં ધાર્મિક એન્ડાઉમેન્ટસ એક્ટથી બધાં ટ્રસ્ટ તેના ટ્રસ્ટીઓને પરત મેંપવામાં આવ્યાં હતાં ને તેને આનુસંગિક જોગવાઈ કરવામાં આવી હતી. તે પછી ૧૮૨ ૦માં એક ચેરિટેબલ અને રીલીજીઅસ ટ્રસ્ટ એકટ ઘડવામાં આવ્યો હતા. આ કાયદાની જોગવાઈઓ મર્યાદિત હતી. આ કાયદા મુજબ ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓને સૂચનાઓ આપવા માટે ટ્રસ્ટમાં હિત ધરાવતી વ્યક્તિ અદાલતમાં જઈ શકે તેવી જોગવાઈ છે. ટ્રસ્ટીઓ પણ માર્ગદર્શન માટે અદાલતને અરજી કરે એવી જોગવાઈ છે. તે ઉપરાંત ૧૮૮૦માં એક ચેરિટેબલ એન્ડાઉમેન્ટ એકટ કરવામાં આવ્યો હતો. તે શિક્ષણ, તબીબી રાહત, ગરીબોને મદદ જેવા સખાવતી ટ્રસ્ટો સરકારી અમલદારનાં નામે ચડાવી તેને વહીવટ તેને સોંપી શકાય એવી જોગવાઇ કરે છે.'
આ કાયદાની અસર ગામેગામ કે શહેરેશહેર પડશે. નાના ગામડામાં પણ બે-ત્રણ ધર્મસ્થાનક હશે, રામમંદિર હશે, શંકરનું મંદિર હશે, માતાનું સ્થાનક હશે, હનુમાનજીની દેરી હશે. આ બધાંયે રજીસ્ટર કરાવવું પડશે.
આઠ, દશ કે પંદર હજારની વસતીનાં ગામમાં ઉપાશ્રય, જિન મંદિર, હવેલીઓ, અન્ય દેવાલ હશે. અને આવાં શહેરનાં આવાં સ્થાનકની આવક વર્ષે પાંચ હજારની થવા સહેજે સંભવ છે. એ બધાંને અગાઉથી પિતાનાં બજેટ મંજૂર કરાવવા પડશે. તે બજેટમાં કમિશનર ફેરફાર કરી શકશે. જો કે