SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પ્રબુદ્ધ જીવન કમિશનરાની સત્તા, (૪) હિસાબ અને એડિટની વ્યવસ્થા, (૫) કુંડના ઉપયોગ માટે આદેશ આપવાના અધિકારા, (૬) ટ્રસ્ટીએની નિમણૂક અને રૂખસદ, (૭) અહેવાલે, ફાર્માં અને રીટર્ની ભરવાની જોગવાઇ. રાજ્ય સરકાર આ કાયદા અન્વયે પેાતાના રાજ્ય માટે એક ધાર્મિક ટ્રસ્ટા માટેના કમિશનર નીમશે. તે ઉપરાંત ડેપ્યુટી કમિશનરા અને આસિસ્ટન્ટ કમિશનરો પણ નીમવામાં આવશે. કમિશનરની દેખરેખ નીચે આ ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનરા જે જે વિસ્તાર માટે તેઓ નિમાયા હશે તે તે વિસ્તારનાં ટ્રસ્ટી પર કમિશનરની સર્વ સત્તાએ ભાગવશે. કમિશનર તરીકે જિલ્લા ન્યાયાધીશ અગર હાઈકોર્ટ જજની લાયકાત, હાય તેવી જ વ્યક્તિને નીમવામાં આવશે. આ ઉપરાંત દરેક રાજ્ય સરકાર પોતપાતાના રાજ્યમાં એક સલાહકાર સમિતિની નિમણૂક કરશે. આ સમિતિમાં દસથી વધુ નહિ તેટલા સભ્યા હશે. તેમાં રાજ્ય અને કેન્દ્રના ધારાસભ્યો, ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિ, રાજ્યમાં સામાજિક, સખાવતી અને રક્ષણીય પ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિની નિમણૂક કરશે. આ કમિટીના પ્રમુખ તેના સભ્યામાંથી રાજ્ય સરકાર નીમશે. વિવિધ વિભાગના કેટલા પ્રતિનિધિઓ નીમવા તથા સલાહકાર સમિતિની કાર્યવાહી કેવી રીતે ચલાવવી તે રાજ્ય સરકાર નિયમાથી નક્કી કરશે, ધાર્મિક ટ્રસ્ટાના વહિવટ અંગે રાજ્ય સરકારને સલાહ આપવાનું કાર્ય આ સમિતિ કરશે. કમિશનરની નિમણૂક થયા પછી દરેક ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીએ પેાતાનુ ટ્રસ્ટ રજિસ્ટર કરાવવા માટે અરજી કરવી પડશે. આ અરજી નિયત કરેલાં કામમાં કરવાની રહેશે. તેમાં ટ્રસ્ટનુ નામ, ટ્રસ્ટીનાં નામો, ટ્રસ્ટીઓની નિમણૂકની પદ્ધતિ, ટ્રસ્ટની મિલકત તથા તેની કિંમતની વિગત, ટ્રસ્ટની વાર્ષિક આવક તથા વાર્ષિક ખર્ચના અડસટા વિ. આપવુ પડશે. આવી દરેક અરજી નીચે સહી કરનાર ટ્રસ્ટીએ અરજીમાં લખેલી હકીકતે 'ખરી છે એવા સોંગદ લેવા પડશે તે ઉપરાંત કમિશનર જે માહિતી માંગે તે પૂરી કરવી પડશે. રાજ્યમાં કાયદા અમલમાં આવ્યા પછી છ મહિનામાં ટ્રસ્ટ રજિસ્ટર કરવા અરજી કરવી પડશે. ટ્રસ્ટ નવું રચાય તે રચાયા પછી છ મહિનામાં તેવી અરજી કરવી પડશે. અરજી મળતાં ટ્રસ્ટ વિષે સર્વ પ્રકારની તપાસ કરવામાં આવશે. તે પછી તેને રજિ સ્ટર કરવામાં આવશે. જો કોઇ ટ્રસ્ટ રજિસ્ટર થયું ન હોય તે ટ્રસ્ટમાં હિત ધરાવનાર, કાઇ પણ વ્યક્તિ કમિશનરને અરજી કરી તેનું ધ્યાન દોરી શકે છે અને કમિશનર તેને અંગે તપાસ કરીને, જો લાગે કે આ ટ્રસ્ટ રજિસ્ટર કરવુ જોઇએ તે, ટ્રસ્ટ રજિસ્ટર કરવાનો હુકમ કરશે. આવી તપાસમાં ટ્રસ્ટીને નોટિસ આપવામાં આવશે ને તેમને સાંભળવામાં આવશે. કોઇ પણ રાજ્યમાં ટ્રસ્ટા અંગેના કાયદા નીચે કાઇ ટ્રસ્ટ રજિસ્ટર થયેલુ હાય તે! તે ટ્રસ્ટ આ કાયદા અન્વયે તેના અમલની તારીખથી આપોઆપ રજિસ્ટર થયેલુ ગણાશે, તે કમિશનર આવા ટ્રસ્ટને પેાતાના રજિસ્ટરામાં તેાંધ માટે વિગત પૂરી પાડવા આદેશ આપી શકશે. કમિશનર નેધાયેલાં દ્રષ્ટા, ટ્રસ્ટીઓ તેની મિલકતા અંગે એકર્ જસ્ટર રાખશે, જેમાં સર્વ વિગતાની નોંધ કરવામાં આવશે. આ વિગતમાં કાંઇ ફેરફાર થાય, એટલે કે ટ્રસ્ટી રાજીનામું આપે કે નવા ટ્રસ્ટી નિમાય કે સરનામું બદલાય કે તા. ૧-૧૦-૩ મિલકતમાં વધારો ઘટાડા થાય તે તેની ખબર ટ્રસ્ટીએ ૯૦ વિસમાં કમિશનરને આપવી જોઇએ. જો ન આપે તે કંમશનરને ખખર પડે ત્યારે તે તપાસ કરી તે મુજબ ફેરફાર નોંધવાની સૂચના આપી શકશે. આ બધીમાં આપચારિક અને દફતર રાખવા અંગેની જોગવાઇઓ છે, પણ ખરી મહત્ત્વની અને દૂરગામી અસરા નિપજાવનારી જે જોગવાઇએ આ ખરડામાં છે તે જોઇએ. (૧) વષે` પાંચ હજાર કે તેથી વધુ જે ધાર્મિક ટ્રસ્ટની આવક હેાય તે ટ્રસ્ટે દર વર્ષે આગામી વષઁની સંભવિત આવકજાવકનું ખજેટ તૈયાર કરવું પડશે. આ ખજેટનું ફામ તથા બજેટમાં આપવાની વિગતા કમિશનર નક્કી કરશે તે મુજબ તૈયાર કરવુ પડશે અને આ બજેટની નકલ બનતી તાકીદે કમિશનરને મેકલી આપવી પડશે. કમિશનર આ બજેટમાં તેને યાગ્ય લાગે તેવા ફેરફારો કરી શકશે. અલબત્ત, તેમ કરતાં પહેલાં તે ટ્રસ્ટીને સાંભળશે. (૨) ટ્રસ્ટી નક્કી કરેલાં ધેારણે અને ઠરાવેલી પદ્ધતિએ હિસાબ રાખશે. આ હિસાબેાનું સરવૈયુ દર વર્ષની ૩૧મી માર્ચે કાઢવામાં આવશે. માત્ર કમિશનર કાઇ ખાસ કારણસર પરવાનગી આપે તે જ હિસાબી વર્ષ ૩૧મી માર્ચે તે અલે ખીજી કાઇ તારીખે રાખી શકશે. (૩) વાર્ષિ ́ક ૨૫,૦૦૦ કે તેથી વધુ આવકવ ળાં ટ્રસ્ટાના હિસાબ રાખવા માટે કમિશનર ટ્રસ્ટીએ સાથે મંત્રણા કરી પછી પેાતાના હિસાબનીશ રાખી શકશે. હિસાબની તપાસ (૪) વાર્ષિક પાંચ હજાર કે તેથી વધુ આવકવાળાં ધાર્મિક ટ્રસ્ટાના હિસાબે। દર વર્ષે કમિશનર નીમે તેવા ચાડ એકાઉન્ટન્ટ દ્વારા ઓડિટ કરાવવા પડશે. આ એડિટર દરેક ચેપડા, વાઉચરા, દસ્તાવેજો જોઇ તપાસી શકશે ને હિસાબ લખવામાં જેણે ભાગ લીધો હોય તેવી કાઇ પણ વ્યક્તિને નાટીસ આપીને પેાતાની સમક્ષ ખેલાવી શકશે તે ખુલાસા પૂછી શકશે. એડિટર પેાતાના અહેવાલમાં ટ્રસ્ટનાં નાણાંની ગેરવ્યવસ્થા, ટ્રસ્ટની ઉધરાણીની બિનવસુલાત, નુકસાની, ખગાડ વિ. વિષે જણાવશે ને તે ઉપરાંત આ નુકસાન કે ગાડ કે ઉચાપત માટે કાણુ જવાબદાર છે તે પણ તપાસ કરી અહેવાલમાં લખશે, (૫) ટ્રસ્ટની કાઇ પણ સ્થાવર મિલકતનું વેચાણ, ગીર, બક્ષીસ કે બદલી કમિશનરની પરવાનગી વિના ટ્રસ્ટી કરી શકશે નહિ. તેવી જ રીતે ટ્રસ્ટની મિલકત ત્રણ વર્ષ કરતાં વધારે વખત માટે કમિશનરની પરવાનગી વિના ભાડે આપી શકશે નહિ. ટ્રસ્ટ માટે આ જરૂરી કે હિતકારી છે એમ કમિશનરને લાગે તે જ તે આ પ્રકારની મંજૂરી આપશે. (૬) કોઇ પણ હિત ધરાતી બે વ્યક્તિ અરજી કરે કે ટ્રસ્ટનું અમુક બાબતનું કુંડ વપરાયા વિના પડયુ છે અને જે હેતુ માટે તે ક્રૂડ છે તે અસ્તિત્ત્વમાં નથી કે પૂર્ણ થાય તેમ નથી તે કમિશનર તપાસ કરી તેને યાગ્ય લાગે તે તે ક્રૂડ કે તેની આવક તેવા જ બીજા હેતુઓ માટે વાપરવાનું ફરમાન ટ્રસ્ટીએને કરી શકે છે. (૭) હિત ધરાવતી એ અગર વધુ વ્યક્તિ અરજી કરે કે ટ્રસ્ટના વધુ સારા વહિવટ માટે ટ્રસ્ટની યેાજના ધડવી જોઇએ તેા કમિશનર બધી તપાસ કરીને યોગ્ય લાગે તે ટ્રસ્ટના વહિવટ માટે યોજના કરી શકશે. તે ઉપરાંત જો કાઇ ચેાજના અસ્તિ.
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy