________________
તા. ૧-૧૦-૬૦
પ્રબુદ્ધ જીવન
ડૉ. વિશ્વેશ્વરૈયાને નેહરુની અલિ પ્રજાજોગ સંદેશા
ડૉ. વિશ્વેશ્વરૈયાના
તા. ૧૫-૯-૬૦ ના રાજ મેંગલેાર ખાતે ભારતના મહાન શિલ્પી, ઇજનેર અને રાજ્યનીતિજ્ઞ ડૉ. મેાક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાનુ તેમની સે। મી વર્ષગાંઠ પ્રસંગે ભારે શાનદાર રીતે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સન્માનસમારંભ પ્રસંગે મંગળ પ્રચન કરતાં ભારતના મહાઅમાત્ય શ્રી જવાહરલાલ નહેરુએ જણાવ્યુ` હતુ` કે “આજના સન્માનિત મહાપુરુષની મહત્તાની સાક્ષીરૂપ એવાં અનેક નિર્માણકાર્યો, દેશમાં જ્યાં ત્યાં ભરચક પથરાયેલા પડયા છે. એમની આટલી મોટી ઉમ્મર હોવા છતાં, ડૉ. વિશ્વેશ્વરૈયા હંમેશા મનથી જુવાન રહ્યા છે અને યુવાન પ્રજા માક તેમની દૃષ્ટિ હંમેશાં ભવિષ્ય તરફ ઢળેલી રહી છે. જો ભારતના જુવાન સ્ત્રીપુરુષા તેમની માફક સ્વપ્ના સેવવાની, સતત વિચારતા રહેવાની અને અવિરતપણે શ્રમપરાયણ જીવન ગાળવાતી મહાન તાકાત કેળવે તેા, એમાં કોઈ શક નથી કે, આપણા દેશનું પરમ શ્રેય સદા સધાતુ રહે. ડૉ. વિશ્વેશ્વરૈયા આજના વર્તમાનકાળના જ સંદર્ભમાં નહિ પણ ભારતની પ્રજા પોતાની પાસે જે હાવાના દાવા કરે છે તે પુરાતન ધારણા અને મૂલ્યાના સંદર્ભમાં પણ વિજ્ઞાન, ઉદ્યાગ અને તંત્ર વધા (ટૅકૉલાજી)ની આધુનિક દુનિયાનુ · આપણને સતત સ્મરણ કરાવતા રહ્યા છે. આજે તેમને અંજલિ આપતાં, ભારતની પ્રજાએ, જો તે પેાતાની જાતને વફાદાર હોય તે, આ એન્જિનિયર–સ્ટેટ્સમેનનાં સ્વપ્નાને મૂર્તિમંત કરવાની ઊંડા દિલથી અને આત્મસાક્ષીએ પ્રતિજ્ઞા લેવી જોઇએ. તા અને ત્યારે જ આપણે તેમનું ખરું સન્માન કર્યું` લેખાશે.
“મને કહેતાં દુઃખ થાય છે કે, ભારતની પ્રજાએ બહુ મોટી વાત કરવી અને કહેવા પ્રમાણે કરવું નહિ–આ પ્રકારની કમનસીબે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. (ડૉ. વિશ્વેશ્વરૈયાને ઉદ્દેશીને જણાવતાં તેમણે કહ્યું કે) આ ખ્યાતિમાં આપ એક મહાન અપવાદરૂપ નીવડયા છે. અનેક સાહસના આ શિપીએ.પણ વાત કરી છે, એમ છતાં પણુ, તેમણે વાતા થોડી કરી છે પણ કામ ઘણુ કર્યું" છે. તેમના દાખલાથી લાકોએ ધણુ શિખવા સમજવાનું છે.
“આજે મને આચાર્ય વિનાબા ભાવેનું એક અસાધારણ કથન યાદ આવે છે. તેમણે એક પ્રસંગે જણાવ્યુ` હતુ` કે રાજકારણું અને ધર્મના દિવસે। હવે ખતમ થયા છે અને વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના યુગનાં મડાણ શરૂ થયાં છે. આ તેમનુ કથન મારા ચિત્તમાં સચે.ટપણે જડાઇ ગયુ છે. રાજકારણ આપણી સાથે હંમેશાં રહેવાનું છે. પણ રાજકારણના સાંકડા અર્થમાં વિચાર કરતાં કરતાં તે આપણુને સત્તાલેાલુપતા, સધ અને ખ્ખુંખારી તરફ ધસડતું રહ્યું છે. અને ધમ-આ વિષે ખેલતાં હું જરા સંકોચ અનુભવુ છું-ધમ, તેના ગર્ભમાં ઉમદા જ્ઞાનને ભડાર ભરેલો હાવા છતાં, સપ્રદાયેા, સાંકડી માન્યતા અને ભેદભાવના ચેાકાએ પેદા કરવામાં પરિણમેલ છે. વિજ્ઞાન સિવાય ભારત માટે કે દુનિયા માટે કેષ્ઠ ભાવી નથી, કારણ કે સત્યની શોધ કરતાં કરતાં માનવજાતે જે જ્ઞાનને સંચય કર્યો છે તે જ્ઞાનસ ંચયનું નામ જ, વિજ્ઞાન છે. ભૌતિક દુનિયા વિશેની સમજણુ પ્રાપ્ત કરવામાં જો આપણે સત્યના જ ઇન્કાર કરીએ તે પછી આપણે શેના આધારે રહી શકીશું?
આમ છતાં પણ વિજ્ઞાનને એક ‘તટસ્થ વસ્તુ' તરીકે વર્ણવવામાં આવે છે–ઓળખવામાં આવે છે અને તેને સાચા હેતુઓ તરફ વાળવાનું રહે છે.. વિજ્ઞાને આ દુનિયામાં સર્વ
૧૦૯
કાઇ માટે ભૌતિક સ્વગ ઊભું કરવાની તાકાત અને શકિત આપેલ છે અને સાથે સાથે તે આખી દુનિયા માટે નક પણ સર્જી શકે તેમ છે. આજે પસંદગી ભૌતિક સ્વર્ગ કે નર્ક વચ્ચે કરવાની છે. વિજ્ઞાનનુ યે નિયમન કરવું. અને તેને સાચા માર્ગે વાળવું' એ કામ માનવી મન અને આત્માનું છે. ખીજા શબ્દોમાં કહીએ તે વિજ્ઞાનની મહાન તાકાતના આધ્યાત્મિકતા સાથે આપણે મેળ બેસાડવાના રહે છે. આમ હોવાથી આચાય ભાવેનુ કથન એ કાઇ સ્વપ્નદૃષ્ટાનો આદશ નથી પણ આજની દુનિયાની અત્યંત તાકીદની માગ છે.
“ આજે સમગ્ર પ્રજા ચેતના અને ભાવનામાં સદા યુવાન એવા ડૉ. વિશ્વેશ્વરૈયાનુ અભિવાદન કરી રહી છે. આપણે તેમના યૌવનપૂણ' આદર્શવાદને જીવનમાં ઊતારીએ અને કહ્યુ તપ અને પરિશ્રમ વડે શું શું સિદ્ધ કરી શકાય છે તે તેમના જીવન દ્વારા આપણે શિખીએ!”
ત્યાર બાદ માસાર પ્રદેશના રાજ્યપાલ અને મુખ્ય પ્રધાને ડૉ. વિશ્વેશ્વરૈયાને ભિન્નભિન્ન રીતે હાર્દિક અભિનંન્દા આપ્યા હતા અને ત્યાર બાદ ડૉ. વિશ્વેશ્વરૈયાએ ભારતની પ્રજાને કેટલીક ઉપયાગી સલાહ શિખામણ આપી હતી. તેમણે ભારતની પ્રજાને ઉલ્લેગીકરણના માર્ગે આગળ તે આગળ વધવા આવ્હાહન કર્યું હતું અને જણાવ્યું હતું કે “આ વડે જ આપણા દેશના હિતાની આપણે રક્ષા કરીશું અને દુનિયાની અ ગળ વધેલી પ્રજાના કદમ સાથે કદમ મીલાવી આપણે આગળ વધી શકીશું. આ યંત્રયુગ છે અને યંત્રાના અને યાંત્રિક સાધનાના ઉપયાગને બને તેટલુ ઉત્તેજન આપવાની ખુબ જરૂર છે. ઔદ્યાગીકરણુ સાથે સાથે તેના પરિણામે વધતી જતી કામગીરીના પરિણામેકે જેને લીધે પ્રજાના દરેક વર્ગ કામમાં ખૂબ શકાઇ જવાં જ જોઇએ-રચનાત્મક રાજકારણ તેના સંપૂર્ણ આકારમાં અભિવ્યકત થશે, ”
તેમણે આગળ ચાલતાં જણાવ્યું કે “ મારા અનુભવથી મને માલુમ પડયુ છે કે ચારિત્ર્યસંપન્ન માનવી, હેતુપૂર્ણ જીવન જીવતા માનવી, જરૂરી તાલીમ પામેલાં માનવી મહાકાંક્ષી માનવી, કઠણ કામ માટે અગાધ તાકાત ધરાવતે માનવી સફળતાને પામે જ છે. આ ગુણો આપણે હિંદીએએ કેળવવા જ જોઇએ.'
આજની પરિસ્થિતિનું વિશ્લેષણ કરતાં તેમણે જાળ્યુ કે “ ભારતની પ્રજાને ધામેટા ભાગ અભણ હતા અને લેાકાના મોટા વર્ગ જે આજ સુધી પેાતાના બાપદાદાના માર્ગે ચાલવામાં સતાષ અનુભવતા હતા અને કાઇ પણ પ્રકારની મહત્ત્વાકાંક્ષા વિહાણાં હતા, તે આજની અદ્યતન હરીકાઇ ભરેલી દુનિયામાં સુખસગવડવાળું જીવન પ્રાપ્ત કરવામાં ભારે મુસીબત અનુભવે છે.
આ વસ્તુસ્થિતિ એમ પુરવાર કરે છે કે ભારતમાં આજે આપણને અનિવાય જરૂર છે ફરજિયાત પ્રાથમિક શિક્ષણની, કે જેની સગવડ જાપાને અને રશિયાએ, જ્યારે તેમણે સુધારાની યેાજન એ શરૂ કરી ત્યારે, સાથી પહેલાં પૂરી પાડી હતી. આ ત્રુટિની હવે જરા પણ ઉપેક્ષા નહિ કરવામાં આવે એવી હુ આશા રાખું છું. ”
આ ઉપરાંત તેમણે નીચેના મુદ્દાઓ રજૂ કર્યાં હતાઃ ભારતમાં કામના કલાકા બહુ અનિયમિત અને બહુ ઘેાડા હોય છે. લાકોને નિયમિત અને શિસ્તબદ્ધ થતાં શિખવવુ જોઇએ. દરેક નાગરિકે છ થી આઠ કલાકનું કામ આપવુ જોઇએ, જીવનના દરેક ક્ષેત્રમાં તેણે એકતા, સવાદિતા અને સહકારને પુષ્ટ કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. તેણે પોતાના ચારિત્ર્યના અંગ તરીકે ખંત, શિસ્ત અને ચાકસાઇ કેળવવાં જોઇએ. તેણે યાદ રાખવું જોઇએ કે વાદારી, પ્રમાણિકતા અને શકય તેટલી