SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૬૦ પ્રભુ નિષ્ઠાપૂર્વક કામ કરવાની જે ટેવ પડતી અને તેની બુદ્ધિ જે સૂક્ષ્મતાપૂર્વક કેળવાતી, કસાતી અને એક પ્રકારના સયમ ખુદ્ધિ પર આવતા કે પુરાવા વિના કશું લખાય નહીં, ઉપરના પદમાંથી જેટલું નીકળતુ હાય તેટલું જ તારવી શકાય, તે મેટે ભાગે જતુ રહ્યુ છે. અને ગણિત વગેરેની આ આડકતરી અસર વિના શિક્ષણનું ધારણ નીચે ઊતરે એમાં નવાઇ પામવા જેવું જ ન હોય. વૈજ્ઞાનિક શોધોના મૂળમાં જાઓ તા કા ધૂની પાગલ જેવા માણસે મહિનાઓ સુધી, વર્ષોં સુધી દાખલા ગણ્યા જ કર્યાં હશે. દુનિયા તેને મૂર્ખ કહેતી હશે, તેને પેાતાને પણ ખબર નહીં હાય કે હું આ શા માટે કરી રહ્યા છું; તેને મજા આવે છે. તેની ધૂન લાગી છે અને એક પટ્ટમાંથી ખીજું પદ અને તેમાંથી ત્રીજુ એના પોતાના ન્યાયે આવતું જ જાય છે અને તે એ પૂરમાં ઘસડાતા જાય છે. તેને પરિણામે તેને અથવા તેના કે અનુયાયીને વિજ્ઞાનનું બહુ મોટુ રહસ્ય સાંપડી જાય અને તેમાંથી તે કોઇ ભવ્ય શાધ કરે એવા અનેક દાખલા મળશે. આવું જ ન્યાયયુક્ત ચર્ચાનું પણ છે. આવી ચર્ચા તચિન્તનમાં અનિ વા બને છે. તત્કાલ તેના કોઇ અર્થ દેખાતા નથી, પણ તેથી બુદ્ધિમાં સૂક્ષ્મતા અને વિશદતા આવે છે અને કયારે કાઇ સત્ય પ્રાપ્ત થઇ જાય તે કહી શકાય નહીં; એમ ન બને તેા પણ સત્યની દિશામાં પ્રગતિ તા થાય જ છે. અત્યાર સુધી આપણે જોયુ કે નીતિશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર, સૌંદય મીમાંસા, તર્કશાસ્ત્ર વગેરે શાસ્રા જીવનના વિવિધ વ્યવહારને વિચાર કરે છે અને તત્ત્વજિજ્ઞાસા ઝીણવટપૂર્વક તેમની અન્તર્ગત જે-સ્વીકૃતિએ (Assumptions) હાય તેની અન્વીક્ષા કરે છે. એ રીતે આ સર્વ શાસ્ત્રાને સમાવેશ તત્ત્વજિજ્ઞાસામાં થઇ જાય છે અથવા તત્ત્વજિજ્ઞાસા એ તેમની સ સામાન્ય પદ્ધતિ છે. વ્યવહારથી પ્રશ્નો આવે છે અને તત્ત્વજિજ્ઞાસા ‘અને ચિન્તન તેમની છણાવટ કરે છે. પછી વાચન, ચિન્તન, મનનથી પ્રશ્નો ઉપસ્થિત થાય છે જેમની છણાવટ તત્ત્વવિદ્યા કે Metaphysics, શાસ્ત્રીય અર્થાંમાં તત્ત્વવિદ્યા કહી શકાય. આ તત્ત્વવિદ્યા નીતિશાસ્ત્રાદિના નિણૅયાને એકાંગી નહીં પણ સમગ્ર જીવનની દૃષ્ટિએ વિચાર કરે છે અને તેમાંથી જીવનના મૂળભૂત પ્રશ્નના તરફ દૃષ્ટિ વળે છે અને અખિલતામાં પરિણતિની ઇચ્છા જાગે છે. જગતના મૂળમાં તત્ત્વ કયુ છે, તે મૂળભૂત તત્ત્વ એક છે કે અનેક, તે જડ છે કે ચેતન કે બન્ને ? જો એક જ હાય તેા જડમાંથી ચેતનની ઉપત્તિ શી રીતે થઇ શકે ? આ પ્રશ્નના ઉકેલ ચાર્વાકાએ લાવવાના પ્રયત્ન કર્યો અને આધુનિક યુગમાં કાલ માકસ' જેવા ભૌતિકવાદીએએ (Materialist Philosophers). જો એ તત્ત્વ ચેતન હેય તેા તેમાંથી જડની ઉત્પત્તિ કેવી રીતે થ—આ પ્રશ્ન વેદાન્તીઓની સામે અને વિજ્ઞાનવાદી ઐહોની સામે હતા અને ખલી વગેરેની સામે, જો ચેતન અને જડ એમ એ તત્ત્વ હાય તે તેમના સબંધ શા છે, આ સબંધને કારણે કોઇ વિકૃતિ નથી આવતી ? આ પ્રશ્ન નૈયાયિકાએ, સાંખ્યાએ અને અમુક અંશે બદ્દોએ ચચ્ચો છે. કેટલાકે ચેતનતત્ત્વને પરિણામી સ્વીકાર્યું, સાંખ્યાએ ચેતન તત્ત્વને તદ્ન અલિપ્ત માન્યું અને જૈનાએ પાતાની અનેકાન્તવાદની દૃષ્ટિએ ચેતનની અને જડની પરસ્પર અસર માની પણુ ખરી, અને છતાં બન્નેનું સ્વરૂપ ભિન્ન રાખ્યુ. આગળ આપણે જોઇ ગયા તેમ વસ્તુના સત્~તવમાં અને જે રીતે આપણને દેખાય છે તેમાં ભેદ છે એમ માનવાને પૂરતા પુરાવા છે. પ્રત્યક્ષ પ્રમાણમાં પણ ભ્રમને અવકાશ હાય તા રજ્જુ-સર્પની જેમ જગત મિથ્યા કે આભાસમાત્ર તે નહીં હોય! ખાધ થાય છે તેથી આપણે જાણી શકીએ છીએ કે એ જ્ઞાન મિથ્યા છે; પણ જીવન ધણા માણસેાંને કમળા થયે! હાય અને એકને જ ન થયા તે પીત શ ંખનું જ્ઞાન સત્ય માનવું પડે. તેમ જ આ જગતનું નહિં. હાય? જો સ્વપ્નમાં ખાદ્યપદાર્થ વિના તેનુ જ્ઞાન થઇ શકે તે એવું ન હોય કે આપણા આન્તરવિચારાએ ખાદ્ય સ્વરૂપ ધારણ '** (External projection of oir ideas) એ જ આ જગત, તેમનાથી ભિન્ન તેનું કોઇ સત્ય નથી ! જગત્ સ્વપ્ન હાઇ શેકે, પશુ સ્વપ્ન વ્યકિતગત હાય છે, જ્યારે જગત સતે એકસરખું દેખાય છે તેનુ કેમ? તેા જગત. ઇશ્વરની કલ્પના કે સ્વપ્ન હાઈ શકે. વળી, પદાર્થોં જે દેખાય છે તે સ્થિર છે કે. ક્ષણિક ? સ્થિર હાય તે તેમને નાશ જ થાય નહીં, જ્યારે આપણે અસ્તિત્વ, જન્મ, પરિણામ, વૃદ્ધિ, અપક્ષય અને નાશ જોઇએ છીએ. માટે પ્રત્યેક ક્ષણ તે પરિવતનની ક્ષણુ હાવી જોઇએ. તેા પછી પદાર્થો ક્ષણિક કેમ ન માનવા પૂર્વક્ષણથી ઉત્તરક્ષણના નવા જ પદ્મા ઉત્પન્ન થાય છે. સાદૃશ્યને કારણે આપણે એમ કહીએ છીએ કે એ જ પદાર્થ છે. આમાં સંસ્કૃતિ, પ્રત્યભિજ્ઞા, પુનર્જન્મ વગેરેની મુશ્કેલી રહે છે. તેથી જૈતાએ એવુ કહ્યુ કે પ્રત્યેક પદાર્થનું લક્ષણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય છે. પદાથ અમુક અંશે સ્થિર રહે છે, તેમાં કેટલાંક પરિણામ નવાં ઉત્પન્ન થાય છે અને કેટલાક અંશતા નાશ થતા રહે છે. આમ પ્રત્યેક પદાર્થ દ્રવણશીલ છે, છતાં તેને વિશે ‘આ એ જ પદાથ છે એ જેજ્ઞાન થાય છે તે પણ સાચુ છે, કારણ કે તે કેટલેક અંશે ધ્રુવ એ જ રીતે, છત્રના પરિમાણુની ચર્ચા થઇ તે અણુ છે કે વિષ્ણુ કે શરીર જેટલા પરિમાણુના ? પુનઃજન્મ થાય છે કે નહીં ? જો પુનર્જન્મ હૈાય તેા તેનાં નિર્ણાયક તત્ત્વ કર્યાં છે? જો જીવ મૂળ સ્વરૂપમાં શુદ્ધ ચૈતન્ય હાય અને અલિપ્ત હાય તે તે સંસારમાં કેવી રીતે બંધાઇ જાય છે? શરીરમાં ચેતન તત્વનું સ્વત ંત્ર અસ્તિત્વ છે. ખરું ? કે ગોળ વગેરે ટકાનું મિશ્રણ થતાં આપેઆપ મદશક્તિ સ્ફુરે છે તેમ પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ભૃતા અમુક પ્રમાણમાં મળે ત્યારે ચેતનશક્તિ સ્ફુરે છે અને એ પ્રમાણમાં ખલેલ પહોંચતાં. એ ચેતનશક્તિ નાશ પામે છે. તેથી પુનર્જન્મ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક જેવું કાંઇ છે જ નહીં. વળી, ઇશ્વરનું અસ્તિત્વ કેવી રીતે નિશ્ચિત થઇ શકે ? કાર્યાં-કારણુભાવની મુશ્કેલી તેા છે જ ! · કાર્ય-પદાર્થનું અસ્તિત્વ મૂળથી કારણ-પદાર્થીમાં શક્તિરૂપે હતુ કે નવા જ પદાર્થ ઉત્પન્ન થાય છે? જો તલમાં તેલ હોય જ તે ઉત્પન્ન થવાપણુ જ રહેતુ નથી અને જો નવા જ પદાર્થ ઉત્પન્ન થતા હોય તેા શા માટે તલમાંથી જ તેલ નીકળે છે, રેતીમાંથી નહીં? ૧૦૭ આવા આવા અનેક મૂળભૂત પ્રતાના વિચાર તત્ત્વવિધા હાય ધરે છે. સ્વાભાવિક રીતે એમ લાગે કે આવા પ્રશ્નને અતિન્દ્રિય તત્ત્વ સંબંધી છે, જેના સબંધમાં કાંપિ ત્તુ ન મળવાનું નથી અને જેને વિષે તત્ત્વચિન્તકા પોતે કબૂલ કરે છે કે કેટલાક પ્રશ્નો અતિવચનીય અને અવ્યાકૃત છે. તત્ત્વજ્ઞાન વિષે એમ કહેવામાં આવ્યુ It is like going into a dark room to find a dark hat which is not there. પણ પરિસ્થિતિ એટલી નિરારાશાજનક નથી. જીવનના આ મૂળભૂત પ્રશ્ન છે. એમાં તેા કાઇ ના પાડી શકે તેમ નથી. વળી, વિજ્ઞાન આવા પ્રશ્નો વિષે કશુ કહી શકતું નથી, તેણે એ કામ તત્ત્વચિંતનને સોંપી દીધુ છે. તત્ત્વચિંતન પોતે કબૂલ કરે છે કે અન્તિમ તત્ત્વ-શ્વર કે ચેતન તત્ત્વ કે ચૈતન્ય–ધારા– તેનું જ્ઞાન ભેકબુદ્ધિ (Discursive Intellect) થી શકય નથી, તેને માત્ર અનુભવ જ થઇ શકે જેને માટે યાગુ અને તેનાં અંગેના અભ્યાસ આવશ્યક છે. પણ આ અનુભવતા પ્રકાશ તરત જ મળી જતા નથી. તેને માટે બુદ્ધિને કસવી પડે !
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy