SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ પ્રભુ જીવન ખાં નવરાવવા, એની પગચંપી કરવા ઇ. ઇ. કાંમ સારુ માણસની ચેાજના કરવી એટલે વિના વિલએ મન્દિર પૂરું થાય, કેમ જે માણુસને સંતુષ્ટ રાખવાથી તેને કામમાં ઉત્સાહ સ્ફુરે છે. પછી તે! સૂત્રધારાને લીલાલહેર થઈ પડી. આપણે પણ તે દિવસમાં આબુ ઉપર આરસ કાતરતા ઢાત તા કેવી મેાજ થાત? મન્દિરના પ્રતિષ્ઠામહાત્સવ સખત ૧૨૮૭ના ફાલ્ગુન વદિ ત્રીજ તે રવિવારે થયા, તે જોવાને અનુપમાદેવી જીવ્યાં નહિ એમ જણાય છે, કેમકે સામેશ્વરદેવે રચેલી પ્રશસ્તિમાં મન્દિર એના પુણ્ય અર્થ' ચણાવ્યાના ઉલ્લેખ છેઃ अभूत् अनुपमा पत्नी तेजःपालस्य मन्त्रिणः । लावण्य सिंहनामा आयुष्मान् एतयोः सतः ॥ तेजः पालेन पुण्यार्थे तस्य पुत्रकलत्रयोः । इम्य श्रीनेमिनाथस्थ तेने तेनेदमर्बुदे ॥ (૨) આંજની સુજ્ઞ શ્રાવિકા નવાં મન્દિર ન ચણાવે, પણ જૂનાં મન્દિરની સ ંપત્તિના લાકકલ્યાણના કામમાં ઉપયેગ કરે. આના અનુસંધાનમાં જપાનના કેનજી મઠના મુખ્ય બૌદ્ધ સાધુ એઇસાઇ (૧૧૪૧–૧૨૧૫)ની વાત મનનીય છે (સાસિઝ ઑવ ધ જપાનીઝ ટ્રેડિશન, પાનું ૨૪૬): is એક વાર એવું બન્યું કે એક નિર્ધન માણક એઇસાઇ આગળ આવ્યે તે કહે, ‘અમારા ઘરમાં ત્રણ દિવસ થયાં રાંધ્યુ નથી અને હું, મારી પત્ની તે ત્રણું કરાં ભૂખે મરવા જેવાં થઈ ગયાં છીએ. એટલે કૃપા કરીતે અમને સહાયતા કરો.' આ ટાણે એઇસાઇ આગળ અન્ન, વસ્ત્ર, કે પૈસા કાંઇ ન મળે, પણ થાડુક તાંબાનુ પતરુ' હતુ.જે બુદ્ધની યુતિનું પ્રભામંડલ બનાવવામાં વાપરવાનુ હતુ. આ પતરું તેણે લીધું, પેાતાને હાથે ભાંગ્યું, તાંબાની કરચાની પે।ટકી બાંધી, એ તાંબુ તે ગરીબ માણસને આપ્યુ અને કહ્યું, ‘ આને સાથે ખાવાનુ વેચાતુ લેજો તે તમારા કુટુંબને બચાવજો.' માણુસ તે તાંબુ લઈ ને હરખાતા હરખાતા ચાલતા થયા. ં પણ એ/સાઇના કેટલાક શિષ્ય કહે, આમ દેવદ્રવ્ય આપણે અર્થે વાપરવું તે ખાટું ન કહેવાય?' એઇસાઇ કહે, ‘તમારી વાત સાચી છે, પણ ખુદ્દ ભગવાનની પાંતાની અભિલાષાના વિચાર કરી. ભૂખ્યા જતાવરને . ભાજન આપવા સારું એણે પોતાના દેહનુ યે સમર્પણ કર્યું હતું. તે પછી કોઇ માણસ ભૂખે મરતે હાય તેને બચાવવા આખી બુદ્ધમતિ આપણે આપી દેવી એમ આપણને બુદ્ધદેવ કહે કે નહિ? અરે; આ અપરાધને કારણે મારે નરકાસ થાય તે ચે હું તે ભૂખે મરતાં માણસને બચાવુ'.' વિચેસ્ટરના બિશપ (ધર્મગુરુ), એથેન્નવેલર્ડ પોતાના દેવળમાં રહેતાં સાનારૂપાનાં પૂજાપાત્ર દુકાળવેળાએ વેચી નાખ્યાં, તે કહ્યું, ‘ભગવાનનાં જડ દેશમાં પૈસાની છેળ ઊડે અને આત્મારામજીનાં જીવતાં મંદિર ભૂખે મરે એ કયાંના ન્યાય ?’ મિલાનના દેવળમાં ધરેણાં હતાં તે સત. એન્ગ્રેસે ગૌથ લેાકેાના હાથમાં જઈ પડેલા બંધવાના બુધ છેડાવવા સારુ વેચી નાખ્યાં. ‘ભગવાનને વળી થાળનુ શુ કામ ? ' એમ કહીને બિશપ એકેશિયસે ૭૦,૦૦૦ ઇરાની કેદી જે ખ્રિસ્તીની દૃષ્ટિએ બેઇમાન હતા તેને છેડાવ્યા અને સ્વદેશ મોકલી દીધા. આપણા દેશમાં આવા દેખતા માણસ થઈ ગયા છે ? દેસાઇ વાલજી ગેાવિ જી તા. ૧-૧૦-૬૦ ફિલસુરી શા માટે? (તા. ૧-૪-૬૦ ના અંકથી અનુસ ંધાન) કરી ન્યાય પર આવીએ. જ્ઞાનનુ પ્રામણ્ય શું? તે કેવી રીતે નક્કી કરી શકાય ? સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કયા સાધન છે ? ઇત્યાદિ ચર્ચા ન્યાયે કરી છે. માનવીની શક્તિ મર્યાદિત છે, બધું પ્રત્યક્ષ અનુભવી શકાતું નથી, એટલા સમય પણ હતા નથી, તેથી વસ્તુઓના જે જે સબધા માનવે પહેલાં પ્રત્યક્ષ જોયા હોય તેના પરથી સામાન્ય નિયમે-બ્યાપ્તિ તારવે છે: જેમ કે જ્યાં ધુમાડા હોય ત્યાં અગ્નિ હાય છે, અને તેના ઉપયેગ અપ્રત્યક્ષ વસ્તુએનું અસ્તિત્વ નક્કી કરવા માટે કરે છે. ધરમાંથી ધુમાડા નીકળે છે, ચાક્કસ આગ લાગી હોવી જોઇએ. આ તદ્દન સામાન્ય ઉદાહરણ આપ્યુ છે. પણ આવાં આવાં અનુમાનેા પરથી તત્ત્વચિન્તા, જેમનાંમાં વૈજ્ઞાનિકોને સમાવેશ થઇ જાય છે, તે ખૂબ આગળ વધ્યા છે અને તેમણે, પ્રત્યક્ષ પ્રશ્નેાણ કરી શક્યા તે પહેલાં પણુ, અનુમાનથી પરમાણુ આદિની સ્થાપના કરી હતી, આભ, પ્રગતિની દિશામાં અનુમાનતે કાળા જેવે તેવા નથી અને છતાં તત્ત્વચિંતનની ચેાક્કસાઇ એટલી છે કે અનુમાનની પણું સખત પરીક્ષા કરી છે અને લગભગ એવુ કહ્યું છે કે અનુમાન . Probability સંભવિતતા-ના ક્ષેત્રમાં જ વરે છે; તેમાં બની શકે તેટલે અંશે ભૂલ કે વિષયની શકયતા ઓછી કરવા માટે હેત્વાભાસ - (Fallacies) વગેરેના ઝીઝુટથી વિચાર કર્યાં છે અને Laws of Thought ચિંતનનાં નિયમે નક્કી કર્યાં છે. ચર્ચાસભામાં દલીલે કેવી રીતે કરવી જેથી માત્ર વિજયનુ પ્રાધાન્ય ન રહે, પણ સત્ય જાણુવાની ઈચ્છા અને સત્યનિષ્ઠાનું આગવું સ્થાન હોય તેને માટે પણ ન્યાયના પુસ્તકામાં માર્ગદર્શન મળે છે. વળી પ્રત્યક્ષ અને અનુમાનથી પણ આપણે બધું જાતે નિશ્ચિત કરી શકતા નથી, અથવા તે આપણા નિણૅયના સમર્થનમાં ખીજાતા મત આવશ્યક જણાય છે તેથી આગમ, શબ્દ કે આખ઼વચનનું પણ પ્રામાણ્ય સ્વીકારાયુ છે. વૈજ્ઞાનિક પેાતાના પૂર્વવતી વૈજ્ઞાનિકોની શોધને કબૂલ રાખી તેના આધારે આગળ ચાલે છે. તે જ રીતે સ તત્ત્વચિન્તકાને પેાતાની પહેલાંના તત્ત્વચિતનની ઘણી મદદ મળે છે. . અહીં’એક વાત પર ખાસ ધ્યાન દેવા જેવુ છે. ન્યાયના પુસ્તકા અથવા તેને આધારે જેમાં તત્ત્વચિન્તન મળે છે તેવા ગ્રંથામાં નાનામાં નાની વાતમાં અનેક વિકલ્પે ઉપસ્થિત કરી પ્રતિપક્ષી અન્ય દશનાનુ ખડન અને પોતાના મતની સિદ્ધિ મળે છે, અને કેટલાક ગ્રંથામાં તે વિકલ્પજાલ સિવાય કશું મળતું જ નથી. અને અન્તે સિદ્ધં કર્યું હોય કે સર્વે ક્વવજ્ઞાા : અવિન્નાતિરમળીર્વા: વન્ત્રાપÜસિંહ), બધા વ્યવહાર, વિચાર ન કરે ત્યાં સુધી જ રમણીય લાગે છે, પણ ન્યાયની કસોટીએ ચઢાવે તે તેમાં કાઇ પ્રામાણ્ય જણાતુ નથી, તેમનું સત્ય આપણે જાણી શકતાં નથી. આવું વાંચતાં વિચારતાં ઘણી વાર એમ થાય છે કે આની શી જરૂર ? કશું જ સિદ્ધ *થતુ નથી ત્યારે આટલી ચીકાશ, આટલું hair-splitting discussion-ઝીણુ કાંતવાનું—શા માટે આ આપણી વૃત્તિ ભૂલભરેલી છે. જરૂર ન હાત તે આવાં પુસ્તક!, તે પણ માત્ર ભારતમાં નહીં, જગતના સર્વ પ્રદેશમાં લખાત શા માટે? શી જરૂર, શી જરૂર એમ કરીને ગણિત, Classical Language (પ્રશિષ્ટ ભાષા) આદિત અભ્યાસક્રમમાંથી કાઢી નાખવા આપણે તૈયાર થયા છીએ, અમુક અંશે રદ્દ પણ કર્યા છે. પરિણામ એ આવ્યું' છે કે વિદ્યાર્થીને ઝીઝુવપૂર્વક અને
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy