________________
પ્રબુદ્ધ જીવન
‘પાગલપ્રેમી’ વિષે ચર્ચાવિચારણા
[તા. ૧૯-૮-૧૦ ના પ્રબુદ્ધ વનમાં પાગલપ્રેમી' એ મથાળા નીચે બનેલી એક સત્ય ઘટનાનું તે પાછળ રહેલા નૈતિક મુદ્દાના સમન સાથે બહેન ગીતાએ નિરૂપણ કર્યું હતું. એ સત્ય ઘટના પાછળ રહેલા નૈતિક મુદ્દાની બહેન વત્સલા મહેતાએ તા. ૨૭-૮-૬૦ના જ્યેાતિરમાં એક સુરેખ આલેચના કરી છે, તે સબંધમાં બહેન ગીતાએ પેાતાનુ... પ્રતિમન્ડન્ય લખી મોકલ્યુ છે, આ બન્ને લેખા ક્રમસર નીચે આપવામાં આવ્યા છે.—તી]
મુર્ખાઇ
તા. ૧૨-૯ ૬૦
આદર્શ પ્રેમ કે
“ પ્રબુદ્ધ જીવનના છેલ્લા ઓગસ્ટના અંકમાં શ્રી ગીતામહેન પરીખે એક સત્ય ઘટના ટાંકી છે. એક રમેશ નામને યુવાન એક રમા નામની યુવતી સાથે વિવાહથી જોડાયા છે. આ યુતી લગ્નના થાડા સમય પહેલાં કાઇ કારણથી તદ્દન ગાંડી થઈ જાય છે. રમાનાં માબાપ રમેશને લગ્ન લખાવવાની અથવા · તેની સાથે ન પરણવાની સલાહ આપે છે. પણ રમેશ જે “ આદર્શી યુવાન ” છે તેને જો કે રમા સાથે નહિં જેવા પરિચય છે તા પણ તેને રમા પર નિઃસીમ પ્રેમ છે એટલે તે દૃઢતાથી કહે છે કે ગમે તેવી પણ રમા સાથેજ પરણીશ. એનું ગાંડપણુ જીવનભર નભાવીશ. એ ગમે તેવી હોય તો પણ મેં એને સ્વીકારવાનું નક્કી કર્યાં પછી મારે પરણવું જ જોઇએ. રમેશ રમાને પરણવા જાય છે ત્યારે ર્મા તેને ઓળખતી પણ નથી અને માત્ર મુઠ્ઠી ઉગામે છે. શૂન્યાવસ્થામાં રમા કોઈએ પહેરાવેલાં વસ્ત્ર પહેરીને યંત્રની માફક પરણી જાય છે. તેને લગ્ન એટલે શું એ પણ ખખ્ખર નથી હોતી, એટલી હદે એનુ ગાંડપણુ વધી ગયું હોય છે. પરણીને રમેશ રમાને માલી આશ્રમમાં લઇ જાય છે અને ત્યાં માનસિક ચિકિત્સાલયમાં સાથે રહીને એની સારવાર કરે છે. આ સારવારથી કે ખીજા કાઇ કારણથી, ગમે તેમ પણ સદ્ભાગ્યે એકાદ બે મહિને રમા
સાજી થાય છે.
આ સત્ય ઘટનાને લેખિકાએ ખૂબ જ પ્રશંસાથી વણુવી છે અને રમેશના આ વનને “ ત્યાગપૂર્ણ પ્રેમ, આદર્શ જીવનષ્ટિ અને હિંમતભર્યા આશાવાદ કહ્યાં છે.
આ લેખ ઘણું ચિન્તન માગી લે છે. રમા તદ્દન ગાંડી છે. અને પાતે શું પહેરે છે, કે શું ખાય છે, એનું પણ ભાન નથી હતુ. પ્રેમ, લગ્ન, પતિ, જવાબદારી, સસાર, કશાનું ભાન નથી. આવી ગાંડી સ્ત્રીને રમેશ પરણે છે એ સામાજિક દૃષ્ટિએ યોગ્ય છે? લગ્નમાં આદર્શ પ્રેમ, ત્યાગની ભાવના, વગેરે આદર્શો છે, પણ લગ્નના એક મહત્વના હેતુ તે જાતીય જીવન અને પ્રજોત્પત્તિ એ છે જ. જે સ્ત્રી. પેાતે શું ખાય છે કે કોની સાથે વાત કરે છે તે પણ સમજતી કે જાણતી નથી, પણ માત્ર મુક્કીઓ ઉગામે છે, એ સ્ત્રી સાથે જાતીય જીવન જીવવું એ પત્ની માટે પરાણે ઠોકી એસાડેલા અત્યાચાર ' કહેવાય. જો જાતીય જીવન જીવવાની ઇચ્છા ન હાય તા પરણવાની જરૂર શું? એમ ને એમ રમેશથી રમાની સેવા ન થાય? અને જો રમેશને બાળકો થાય માટે જ પરણવુ હાય તે ગાંડી સ્ત્રીને બાળકના જન્મની યાતનામાંથી પસાર કરીને તેના પર વણમાગી માતૃત્વની જવાબદારી-જે એ લેવાને તદ્દન અશક્ત છે તે પરાણે લાવી એ યોગ્ય છે? તે બાળકાનુ શુ? એ તા સદ્ભાગ્યે રમાં સાજી થઇ; પણ ન થઇ હાત તે? રમેશને કાંઇ પરતી વખતે ખાત્રી નહાતી કે રમા સજી થશે જ. ખાળી ગાંડા જન્મત તે ? વારસામાં ગાંડપણ આવે છે એ વાત લેખિકા ભૂલી ગયાં લાગે છે, ખાળકો ગાંડાં ન જન્મત તે પણ એમને વારસામાં તે ગાંડપણુ જરૂર મળત. પરિણામે તે બાળકો કે તેમના વંશજો માટે ગાંડપણુના સંભવ વધત. સમસ્ત સમાજની ખાતર પણ ગાંડપણ વારસામાં ન આવે એ જોવાની દરેક મનુષ્યની ક્રૂરજ છે. તે બાળકો ગાંડાં ન જન્મે તે! પણ તદ્દન ગાંડી મનુષ્યજાતિ કરતાં પ્રાણીને વધારે
૧૦૩
મળતી આવતી માતાનાં બાળકો તરીકે જન્મ આપવા એ પિતા માટે ખરાબર કહેવાય? અને જો સંસાર, સુખ કે ખાળકા એકકેની ઇચ્છા ન હેાય તેા જે સ્ત્રી પત્ની એટલે શું કે લગ્નને સ્વીકારવુ કે તરછેડવું એવુ કાંઇ પણ સમજવાને અશક્ત છે એની સાથે લગ્ન કર્યાં વગર માત્ર એક આદર્શ સામાજિક સેવક તરીકે 'રમેશ એની સેવા ન કરી શકત ?
રમેશે રમાનું ગાંડપણ સુધરવાની રાહ જોઈને લગ્ન કર્યું” હોત, અથવા પરણ્યા વગર આજન્મ કુંવારા રહીને અાચય પાળીને રમાની સેવા કરવાનું વ્રત લીધું હેત, અથવા મા સાજી થયા પછી પણ ખાળાને વારસામાં ગાંડપણુ ન ઊતરે માટે રમાને બાળક ન થવા દેવાની પ્રતિજ્ઞા લીધી હાત તા એના આદર્શ પ્રેમ કહેવાત.
લેખિકા લખે છે, “આજના આછકલા પ્રેમમાં પરિપૂર્ણ તા માનીને રાચતા યુવાનો આમાંથી કેટલું શીખી શકે?''
આજના યુવાને આછકલા પ્રેમમાં રાચે છે એવુ લેખિકા શા પરથી કહે છે? માત્ર લેાકપ્રિય માહિતી લખવાના આજના પ્રવાહમાં તા લેખિકા ધસડાયાં નથી ને?
લેખિકા ‘ઊંડે પ્રેમ તે કહે છે? ફક્ત પેાતાના મનરંજન માટે પત્નીને હાડમાં મુકનાર યુધિષ્ઠિરના પ્રેમને ? કે માત્ર માછલી ખાઇ ગઇ એટલા સશય પરથી જ પત્નીના ત્યાગ કરનાર નળના પ્રેમને? કે અનેક રાણીએમાંથી સૈાથી અધમ રાણીને પટરાણી બનાવીને એના એક ખેલ પર પોતાના સવથી શ્રેષ્ઠ અને સર્વથી પ્રિય પુત્ર રામને ચાદ વર્ષ વનવાસ માકલનાર શરથના પ્રેમને? કે પોતાની પત્નીને એક હલકા ગણાતા સ્મશાનના રખેવાળને વેચનાર હરિશ્ચન્દ્રના પ્રેમને? કે અગ્નિ પરીક્ષામાંથી પવિત્રતાની સાબિતિ સાથે પસાર થવા છતાં સીતા પ્રત્યે સંશયની દૃષ્ટિએ જોઇને તેને આખરે કાઢી મુકીને આત્મહત્યાને માર્ગ મેાકલનાર રામના પ્રેમને? કે ફક્ત એક ફળના સ્વીકાર પરથી પત્નીના ચારિત્ર્ય પર શંકા લાવીને તેને સદા માટે છેડી જનાર ભર્તૃહરિના પ્રેમને?
આજના યુવાન પોતાની પત્ની પ્રત્યે પચાસ વર્ષ પરના યુવાન કરતાં ઘણી વધારે લાગણી દાખવે છે એ આપણી આધુનિક સામાજિક સ્થિતિ તપાસીશું તે જણાશે.
આ સત્ય ઘટનામાં રમેશના પ્રેમ નહિ પણ રમેશની મુર્ખા જ છે તે જણાઇ આવે છે. રમેશે સમાજશાસ્ત્ર, Eugenics (પ્રજનનશાસ્ત્ર)ને વારસામાં આવતા રોગા તેમજ બાળકાના માનસ વિષે જરા પણુ અભ્યાસ કર્યાં હાત તા તે મુર્ખાઇ “ લગ્ન ” ન કરત. .
"
વત્સલા મહેતા
“પાગલપ્રેમી ” અંગે સ્પષ્ટતા
છેલ્લા ઔગસ્ટ માસના પ્રબુદ્ધ જીવન”માં “પાગલપ્રેમી” શિક હેઠળ મેં એક સત્ય ઘટના આપી છે. એમાં રમા નામની એક વ્હેન એના વિવાહ બાદ એકાએક ગાંડી થઇ જાય છે, છતાં એને ભાવિ પતિ રમેશ પેાતાનું વચન ટકાવી રાખવા એની સાથે લગ્ન કરે છે અને લગ્ન બાદ તરત યોગ્ય સારવાર દ્વારા એને સાજી કરે છે.
શ્રી વત્સલા મ્હેન મહેતાએ ‘જ્યેાતિધર’ના તા. ૨૭–૮–૬૦ના એકમાં એની કડક ટીકા કરી છે. તેમની દૃષ્ટિએ આવુ લગ્ન
SZMP JAY JAT *