________________
તા. ૧૬-૯-૬૦
ખાંડ ઉપર નિયંત્રણ શા માટે? એક વિચિત્ર જાહેરાત
મુખથી પ્રગટ થતા અંગ્રેજી દૈનિક ધી ટાઇમ્સ એક્ ઇન્ડિયા ' ના તા. ૩૦૧૭–૧૯૬૦ ના અંકના સાતમે પાને વાપરનારાઓને ખાંડ છૂટથી કેમ મળતી નથી ?' એવા પ્રશ્ન પૂછતી નીચે મુજબ જાહેરાત, કલકત્તાના ખેંગાલ શુગર મર્ચન્ટસ્ એસાસીએશન તરફથી પ્રગટ કરવામાં આવી છે:
WHEN SUGAR STOCKS ARE SO HEAVY WHY ARE CONSUMERS UNABLE TO OBTAIN SUPPLIES FREELY?
પ્રબુદ્ધ જીવન
Last Year This Year (1958-1959) (1959-1960) (in lakh tons) 19.18
24.10
Production
Consumption for 7 months ending 31st May 1959 and 1960
14.00
Stock with Mills on 31st May 1959 and 1960 PONDER: IN WHOSE INTEREST IS SUGAR CONTROL CONTINUED??
...
12.20
10.06
11.23
Issued by Bengal Sugar Merchants' Association, 2C, Ramkumar Rakshit Lane, Calcutta-7.
આ જાહેરાતમાં આપેલ સને ૧૯૫૯ અને ૧૯૬૦ ના ખાંડના ઉત્પાદન, વપરાશ અને પુરાંતના આંકડા નીચે પ્રમાણે છેઃ~~
ઉત્પાદન :-સને ૧૯૫૮-૫૯ ની સાલમાં ઓગણીસ લાખ અઢાર હજાર ટન થયું હતું, જ્યારે ૧૯૫૯-૬૦ ની સાલમાં ચોવીસ લાખ દસ હજાર ટન થયું હતું.
વપરાશ :-સને ૧૯૫૯ના ૩૧ મે સુધીના સાત મહિનામાં બાર લાખ વીસ હજાર ટનની થઇ હતી, જ્યારે સને ૧૯૬૦ના ૩૧ મે સુધીના સાત માસમાં અગિયાર લાખ ત્રેવીસ હજાર ટન જેટલી હતી.
પુરાંત-સને ૧૯૫૯ના ૩૧ મેના રાજ પુરાંત દસ લાખ છ હજાર ટનની હતી, જ્યારે ૧૯૬૦ના ૩૧ મેના રાજની પુરાંત ચૌદ લાખ ટન હતી.
ઉત્પાદન, વપરાશ અને પુરાંતના આ આંકડા આપ્યા પછી છેવટે એ જાહેરાતમાં વાંચકને કહેવામાં આવ્યું છે કે “ખાંડ ઉપરનું આ નિયંત્રણ કોના લાભાર્થે ચાલુ રાખવામાં આવે છે, એને વિચાર કરજો !”
ઉપર જે આંકડા આપવામાં આવ્યા છે તે સાફ સાફ દર્શાવે છે કે ૧૯૫૯ની સાલ કરતાં ૧૯૬૦ની સાલ દરમિયાન ખાંડનું ઉત્પાદન વધ્યું છે, વપરાશ ઘટી છે અને પુરાંતમાં પણ લગભગ ચાલીસ ટકા જેટલા વધારે થયેા છે.
આ આંકડાઓ જોતાં આવી જાહેરાત પ્રગટ કરનાર ખેંગાલ સુગર મર્ચન્ટસ્ એસસીએશને પૂછ્યું છે એવે સવાલ કોઇ પણ વિચારકને થવા સ્વાભાવિક છે કે, તેા પછી ખાંડનું આ નિયંત્રણ શા માટે ?
આપણા દેશના આંકડા-શાસ્ત્ર ઉપર કેટલેા વિશ્વાસ રાખવા એ એક સવાલ તા છે જ; છતાં ઉપર આપેલ આંકડા આધાર ભૂત રીતે જ આપવામાં આવ્યા છે, એમ માનીને જ ચાલીએ, આ આંકડાની સાથેસાથે પરદેશી નાણુ મેળવવાને માટે આપણા દેશમાંથી ઉપર જણાવેલ સમય દરમ્યાન કેટલી ખાંડની પરદેશ
૯૯
ખાતે નિકાસ કરવામાં આવી, એના આંકડા આપવામાં આવ્યા હાંત તાં ઉપર આપેલ ખાંડની વધુ પુરાંત દર્શાવતું ચિત્ર વધુ સ્પષ્ટ અને વિશેષ પ્રતીતિકર બની શક્યું હત. અસ્તુ !
અહીં ખાસ તે વિચારવા જેવુ એ છે કે આવી જાહેરાત આપવાનો હેતુ કોની સ્વાથ પરાયણતા કે વિશેષ નાખેરીને છતી કરવાના હોઇ શકે?
એક બાજુ ખાંડનું ઉત્પાદન કરનારાં અનેક નાનાં—મેટાં કારખાનાં એટલે કે ઉદ્યોગપતિ છે; અને બીજી બાજુ ખાંડની વપરાશ કરનારી આપણા દેશની ચાલીસ કરોડની (અથવા એમાંથી જેટલી ખાંડને ઉપયોગ કરતી હાય એટલી) જનતા છે; અને એ એની વહેંચણી અને વેપારનું તંત્ર જેમના હાથમાં છે તે કલકત્તા જેવાં ખાંડના વેપારીઓનાં મંડળેા, ખાંડના કારખાનાંઆ સાથે સીધેસીધા સંકળાયેલાં મુખ્ય એજંટ કે એજન્ટ, મેાટા મેાટા જથાબંધ વેપારીએ અને છેવટે નાના નાના છૂટક વેપારીઓ છે.
આ રીતે ઉત્પાદન કરનાર, વેચનાર અને વાપરનાર, એમ ત્રણની વચ્ચે ખાંડના કે બીજા કોઇ પણ ઉદ્યોગને વ્યવહાર મુશ્કેલી વગર અને કુદરતી ક્રમે ચાલ્યા કરતા હોય. તે એમાં ચેાથાએ વચ્ચે પડવાની જરૂર ન જ હાય ! અને જો એવી સ્થિતિ નિરાકુલ રીતે ચાલ્યા કરે તે। તેથી દેશને પણ સીધી કે આડકતરી રીતે, સરવાળે લાભ જ થાય.
પણ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અને ખાસ કરીને ખીજા વિશ્વયુદ્ધ બાદ આપણા દેશમાં અને દુનિયાના ખીજા દેશામાં પણ (અને કદાચ આપણા દેશમાં પ્રમાણમાં વધારે માત્રામાં) એ પ્રકારના ખારા અને એ પ્રકાતુ નાગુ ઘણા ભેંટા પ્રમાણમાં અસ્તિત્વમાં આવી ગયાં છે. ચાલુ બજારની સામે ખરાબર સમાંતર લેખી શકાય એવુ કાળું બજાર સજ્જડ રીતે ઘર કરી ગયું છે; અને એ જ રીતે ચોપડે લખ્યા નાણાંની સામે સમાંતર લેખી શકાય એવુ ગેરકાયદેસરનું નાણું પણ ખૂબ જોરાવર બની ગયું છે.
આ કાળા બજાર અને ગેરકાયદેસરનાં નાણાં ઉપર આપણા ઉદ્યોગપતિઓને અને મોટા મોટા વેપારીઓને એવા સજ્જડ કાબૂ છે કે એના ખળે તેઓ ધારે ત્યારે લાખા ટન માલને ગારદ કરી ને આખા દેશમાં સાવ નકલી અછત ઊભી કરી શકે છે; અને એમ કરીને પ્રજાને માલની તંગીની સખ્ત હાડમારીમાં મૂકી ને સરકારને પણ હંફાવી શકે છે. આમાં પરદેશ ખાતે માલની નિકાસ કરવાની સરકારની પરવાનગી બળતામાં શ્રી રૅડવાનું કામ કરીને પરિસ્થિતિને કાબૂબહાર બનાવી મુકે છે.
આવી કારમી અછતની સ્થિતિ ઊભી થતાં ભાવા ખીજના ચંદ્રની જેમ રાજ વધતા જાય છે; પરિણામે પ્રામાં માલની અછતની અને ભાવવધારાની કાગારાળ મચતાં સરકારને પૂર્ણનિયંત્રણ કે અધનિયંત્રણને માગ સ્વીકારવા પડે છે, આ માગે પ્રજાનુ તા જે થાય તે થાય, પશુ ઉદ્યાગપતિ અને મેાટા જથાબંધ વેપારીઓને તે માટે ભાગે ઘી-કેળાં થાય છે! અને એમાંથી સરકારી તંત્ર પણ લાંચ-રુશ્વતની બદીથી ખદબદી ઊઠે છે, પછી તેા એ બધાંનુ શુદ્ધિકરણ કેવી રીતે કરવુ એ જ મોટા કોયડા બની જાય છે.
બેંગાલ સુગર મર્ચન્ટસ એસેસીએશને જે પ્રકારની વિચિત્ર જાહેરખબર પ્રગટ કરી છે તેથી મેાટા મેટા વેપારી તા * જાણે પાતે આ દેથી સર્વથા અલિપ્ત જ હાય. એવે। ભ્રમ