________________
૧eo
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૬૦
ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય એમ લાગે છે. પણ ખાંડ ઉપર અત્યારે આટલું પાકું નિયંત્રણ હોવા છતાં નિયંત્રિત ભાવ કરતાં દોઢબમણું (અને હવે તે લગભગ સવાયા) ભાવે જોઈએ તેટલી ખાંડ ભળતી હોય તે એમાં એ બધાને કઈ હિસ્સા નહીં હોય?
પણુ એ વેપારીઓએ તે માની લીધું છે કે પિતે સાવ સતા” છે; એટલે પછી એમ જ માનવું રહ્યું કે આ નિયંત્રણ કાં તે ઉદ્યોગપતિઓના અને નહિ તે સરકારના લાભાર્થે જ ચાલુ રાખવામાં આવતું હોય.
લાંચ-રૂશ્વતના રોગથી પીડાતા સરકારી તંત્રને (પ્રધાને, અમલદારો કે કર્મચારીઓને બાદ કરીએ તે પ્રજાકીય સરકારની પિતાની તિજોરીને આથી કંઇ લાભ થતું હોય, અને એ લાભ મેળવવા માટે જ પ્રજાને પરેશાન કરતા આવાં બિનકુદરતી નિયંત્રણ નિભાવવામાં આવતાં હોય એમ ભાગ્યે જ માની શકાય. અને જે આવાં નિયત્રણેથી છેવટે સરકારી તીજોરી સદ્ધર બનતી હોય તે એ પણ એક પ્રજાકીય લાભ જ લેખી શકાય; અને તે પછી એની સામે આવા વ્યાપક અસંતોષને ભાગ્યે જ સ્થાન રહે. પણ સાચી સ્થિતિ એવી હોય એમ લાગતું નથી. પરંતુ ઉપરની અજબ જાહેરાતને હેતુ ગમે તેમ કરીને પ્રજાની નજરમાં સરકારને હલકી ચીતરવાનું હોય એમ કદાચ કલ્પી શકાય; કારણ કે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ છેવટે તે એકબીજાના પૂરક અને એક જ માર્ગના–પ્રજા પાસેથી વધારેમાં વધારે નફો કેવી રીતે મેળવો એવી વૃત્તિના-સહપ્રવાસી હોય છે.
એટલે ઉપર જણાવેલ પ્રશ્નને સાચે જવાબ કંઈક એવો જ આપવાનું મન થાય છે કે આ ખાંડનું નિયંત્રણ કેવળ ઉદ્યોગપતિઓના લાભમાં જ ચાલી રહ્યું છે અને ઉદ્યોગપતિઓની બેકાબુ બની ગયેલી શકિતને નાથવામાં અશકત નીવડેલું આપણું સરકારી તંત્ર પીડનના દેવને અને લાંચરૂશ્વતની બદીના અપજશને ભારે ટોપલો પિતાના માથે ઉપાડીને પણ આ નિયંત્રણને ચાલુ રાખી રહ્યું છે !
નકલી અછત ઊભી કરીને કે બીજી મુશ્કેલીઓની કાગારોળ મચાવીને સરકાર ઉપર પોતાનો કાબૂ કેવી રીતે જમાવ અને એની પાસેથી પ્રજાના ભેગે પણ પિતાનું ધાર્યું કેવી રીતે કરાવી લેવું, એ વાતમાં આપણું દેશના ઉદ્યોગપતિઓ ખૂબ પાવરધા થઈ ગયા છે. અને તેથી આજે પ્રજા ભલે એમ માનતી હોય કે દેશમાં પ્રજાના પ્રતિનિધિઓનું અને એ પ્રતિનિધિઓએ પસંદ કરેલા પ્રધાનનું રાજ્ય ચાલે છે; પણ ખરી રીતે તો રાજસંચાલનનાં સાચાં સૂવે ઉદ્યોગપતિઓ અને પૂછપતિઓના જ હાથમાં છે. સરકારના મોટા મોટા પ્રધાને જતાં રહ્યા અને કાપડના ભાવ આસ્માને પહોંચી ગયા, એ શું બતાવે છે?
. ખાંડ સંબંધી નિયંત્રણ વિરુદ્ધની જે જાહેરાત છાપામાં પ્રગટ કરવામાં આવી છે, તેથી પણ પિતાની સ્થિતિ કેવી કફોડી છે અને કોઈ પણ જાતના સ્વાર્થ વગર ઉદ્યોગપતિઓ અને પૂછપતિઓના લાભમાં એને કેટલી હડધૂત થવું પડે છે, એ સંબધી સરકારી તંત્રની આંખ ઊઘડવી જોઈએ. '' આ બધાનો સાર એ સમજવો કે ઉદ્યોગપતિઓ, પૂંછ 'પતિઓ અને મોટા વેપારીઓને નાચ્યા વગર સરકાર દેશને આબાદ કરવામાં સફળ થવાની નથી, અને ત્યાં સુધી સર્વોદય એ કેવળ કલ્પના જ રહેવાને છે. તા. ૨૩-૮-૬૦, અમાવાદ રતિલાલ દીપચંદ દેસાઈ
સંઘસમાચાર સિંઘી દંપતીનું સ્વાગત-સન્માન
તા. ૨૧-૮-૬૦ ના રોજ મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિ તરફથી, તે દિવસમાં ચાલી રહેલી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સંધના નિમંત્રણને માન આપીને વ્યાખ્યાન આપવા માટે આવેલા કલકત્તાનિવાસી શ્રી ભંવરમલ સિંધી અને તેમનાં પત્ની શ્રી સુશીલાબહેન સિંધીનું સંધના કાર્યાલયમાં સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી ભંવરમલ સિંધી કલકત્તાની એક મોટી મારવાડી પેઢીમાં જોડાયેલા છે અને કલકત્તાના એક આગેવાન શહેરી અને નીડર સામાજિક કાર્યકર્તા છે. તેઓ મૌલિક ચિંતક છે અને પ્રખર વકતા છે. વળી તેમના આચાર વિચારને અનુસરે છે અને તેમની વાણી આચારને અનુસરે છે અને આ રીતે જે કહેવું તે કરી બતાવવું-એ એમને દઢ આગ્રહે તેમની ખૂબ કસોટી કરી છે અને તે ખાતર તેમણે સારી પેઠે સહન કર્યું છે. વર્ષો પહેલાં અન્ય સાથીઓ સાથે મળીને તેમણે કલકત્તા ખાતે કેટલાક સમય સુધી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન કર્યું હતું. તેમનાં પત્ની પણ કલકત્તા ખાતે અનેક સામાજિક સંસ્થાઓની જવાબદારી વહન કરી રહેલ છે અને ગ્રેસના એક કાર્યકર છે. શ્રી ભંવરમલજી સાથે લગ્ન થયા બાદ તેમણે અભ્યાસ આગળ વધારીને બી. એ. અને ત્યાર બાદ એમ. એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. સંતતિનિયમનની પ્રવૃત્તિમાં આ દંપતિ ખૂબ રસ લઈ રહેલ છે અને તે દિશાએ કાર્ય પણ ખૂબ કરે છે. આ બંનેને પ્રસ્તુત સ્વાગત-સંમેલનમાં સંધના મંત્રી શ્રી પરમાનંદભાઈએ પરિચય કરાવ્યો હત; પ્રમુખશ્રીએ તેમને આવકાર આપ્યો હતો અને શ્રી સુશીલાબહેને તથા શ્રી ભંવરમલજીએ કલકત્તા ખાતેની તેમની વિવિધ જાહેર પ્રવૃત્તિઓ તેમ જ ત્યાંની અદ્યતન રાજકારણી પરિસ્થિતિને લગતી અનેક વાતે સંભળાવીને સંધના સભ્યોને આનંદમુગ્ધ અને આદરપ્રભાવિત કર્યા હતા. આ રીતે દોઢ કલાક પરસ્પર અત્યંત મધુર એવા વિચારવિનિમયમાં પસાર થયો હતો. સંધ દ્વારા જાતી વ્યાખ્યાનસભાઓ
સંઘના સભ્યો જોગ જ્યારે જ્યારે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી કોઈ પણું વ્યાખ્યાન કે એને મળતે પ્રસંગ ગોઠવવામાં આવે છે ત્યારે ત્યારે તેને લગતા સમાચાર મુંબઈના દૈનિક પત્રમાં આપવામાં આવે છે; પૂરતો સમય હોય ત્યારે પ્રબુદ્ધ જીવનમાં પણ તેને લગતી ખબર પ્રગટ કરવામાં આવે છે. આ ઉપરાંત જે સભ્યોને આ પ્રવૃત્તિમાં રસ હોય એવા અમુક સભ્યોની એક યાદી રાખવામાં આવી છે. એ યાદી મુજબ તે તે સભ્યોને ટપાલથી ખબર આપવામાં આવે છે. સંધના ૪૦ ૦ લગભગ સભ્યો છે. તે બધાને ટપાલથી ખબર આપતાં ખર્ચ ઘણો થાય તેથી બધા સભ્યોને ટપાલથી આ ખબર પહોંચાડવામાં આવતા નથી. આમ છતાં જે સભ્યને આવી ખબર આપતું કાર્ડ મળતું ન હોય અને તેને આવી ખબર મળવી જોઈએ એમ તે ઈચ્છતા હોય તે તેમણે તે મુજબ સંધના કાયૉલય ઉપર લખી મોકલવા વિનંતિ છે. આ મુજબ જે કોઈ સભ્યને પત્ર આવશે તેને સંઘ મારફત જાતી વ્યાખ્યાનસભાઓની નિયમિત ખબર આપવામાં આવશે. ૪૫/૭, ધનજી સ્ટ્રીટ, |
મંત્રીઓ, મુંબઈ, ૩. ઈ મુંબઇ જૈન યુવક સંઘ
સુધારે તા. ૧૬-૮-૬૦ના પ્રબુદ્ધ જીવનમાં ૮૧મે પાને “એનું નામ તે શ્રાવક’ એ મથાળા નીચેના લેખમાં શોક ૧૬૪માં “કા ણતઃ', ૬૬૮માં “સર્વ દેશેષુ', ૧૯૮૬માં “કણુઠીક અને કાંક્ષિણ અને ૧૯૮૫માં “કવા પિ’ વાંચવા વિનંતિ છે.
તરવવિદ્યા શા માટે ? આ લેખને બાકીને વિભાગ આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે.
તંત્રી