________________
તા. ૧૬-૯-૨૦
પ્રબુદ્ધ જીવન
૯૭
ઉપરથી થઈ શકે, નહીં કે હજી એનું ઈષ્ટ સ્થાન કેટલું દૂર છે એ ઉપરથી.
અણુવ્રત–આંદોલનની પણ બરાબર આવી જ સ્થિતિ છે. જેવી પરિસ્થિતિઓમાં અને જેટલા સમયમાં, દેશના માનસને એણે જે રીતે હચમચાવી દીધું છે, એ ઘણું છે; અને જે કરવાનું બાકી છે એ તે એથી પણ અનંતગણું છે. આલેચકને પિતપતાની દૃષ્ટિ હોય છે. એક આલોચક રાતની બન્ને બાજુએ દિવસ જુએ છે; અન્ય આલેચક દિવસની બન્ને બાજુ રાત જુએ છે.
મુનિશ્રી નગરાજજી તંત્રી નેધ કઈ કૌટુંબિક કે સામાજિક અવસર ઉપર કોઈ તેરાપંથી જૈન પ્રમાણબહારનો ઠાઠમાઠ કે દ્રવ્યવ્યય કરે અને તેને તેરાપંથ સાથે, આચાર્ય તુલસી સાથે કે અણુવ્રત આંદોલન સાથે જોડવાને કઈ આલેચક પ્રયત્ન કરે તે તે જરૂર અનુચિત લેખાય. પણ એક તેરાપંથી મુનિનું અવસાન થતાં તેના શબને શણગારવા પાછળ અને તેની સ્મશાનયાત્રા પાછળ તેરાપંથના અનુયાયીઓ હજારો રૂપિયાનું પાણી કરે અને જૈન મુનિના શબ સાથે અણઘટતી વિવેકશૂન્ય ચેષ્ટા કરે અને તેવી પ્રક્રિયા તેરાપંથ અને તેના વર્તમાન સુત્રધાર આચાર્ય તુલસીને અનુમત હશે એમ માની લઈને કોઈ આલેચક તેની સંખ્ત ટીકા કરે અને અણુવ્રત આ દેલન જેવા નૈતિક પુનરુથ્થાનની ભારતવ્યાપી ઘોષણાઓ કરનાર આચાર્ય તુલસી વિષે કઈ આલેચક આશ્ચર્ય વ્યકત કરે અને અણુવ્રત-આંદોલનને તે સાથે જોડે તે તેમાં કશું જ અનુચિત દેખાતું નથી. પણ પ્રસ્તુત મગન મુનિના અવસાન પછી એક મહિના બાદ એ જ બીજે પ્રસંગ–મુનિ સુખલાલજીના અવસાનને લગત-બનતાં અને સ્વ. મગનમુનિના શબસંસ્કાર અને સ્મશાનયાત્રા જેવી જ અનુયાવીગણની તૈયારી તરફ આચાર્ય તુલસીનું ધ્યાન ખેંચવામાં આવતાં તેમણે આ બધે ઠાઠમાઠ અને શેભાશણગાર અટકાવીને સાદાઈભરી સ્મશાનયાત્રા કરવાનું ફરમાવ્યું–આ સમાચાર ઉપર આપેલ મુનિશ્રી નગરાજજીના નિવેદન ઉપરથી જાણવા મળતાં જરૂર આનંદ અનુભવાય છે અને આચાર્ય તુલસીનું અભિનન્દન કરવા ચિત્ત પ્રેરાય છે. અંધશ્રદ્ધા અને ગતાનુંગતિકતાને વરેલા જનગણને કોઈ પણ અવિવેકભરી ઘણુજનક પ્રથાથી પાછો વાળવાને સફળ પ્રયત્ન જે કોઈ વ્યકિત કરે તે જરૂર ધન્યવાદને પાત્ર લેખાવી જોઈએ,
અચાર્ય તુલસી માત્ર તેરાપંથના નહિ પણ જૈન સમાજના એક સમર્થ પ્રતિભાસંપન્ન આચાર્યું છે અને તેમણે ઉપાડેલ અણુવ્રત–આજેલન-તે જેવું હોય તેવું અને તેની સફળતા જેટલી હોય તેટલી-ભારતના કલ્યાણને પોષનારૂં-સંવર્ધિત કરનારું છે એમાં કોઈ શક નથી. આમ હોવા છતાં પણ તેમના સુધારકપણને અનેક મર્યાદાઓ છે. તેઓ અનેક સંકીર્ણતાથી ભરેલા" તેરાપંથના મુખ્ય પ્રવર્તક આચાર્ય છે અને આ સિંહાસન જ અનેક જુનવાણી શૃંખલાઓ અને પ્રક્રિયાઓ વડે તેમની ગતિને અવરોધ કરે છે. પોતે આરંભમા- રંભયુકત કશી જ ક્રિયા કે પ્રવૃત્તિ કરતા નથી. દા. ત. તેઓ કોઈ પણ વ્યકિત ઉપર સીધે પત્ર પણ લખતા નથી, (અલ- બત્ત, તેઓ પત્રો તેમ જ જવાબ કોઈ પાસે લખાવે જ છે) કારણું કે તે સાથે સુક્ષ્મ હિંસા એક યા બીજા પ્રકારે જોડાયેલી છે;–આ અહિંસક આચારને લગતે દેખાવ ચાલુ રાખવે અને બીજી બાજુએ હજારો રૂપિયા જે પાછળ ખરચાય છે તે પ્રકારને તેરાપંથને અને અણુવ્રતઆન્દોલનને આડંબરભર્યો મોટા પાયા ઉપરના પ્રચાર પોતાની પ્રેરણા, સૂચના અને યેજનાપૂર્વક ચલાવ્યું રાખવો–આ વિસંવાદને બીજું શું ખુલાસે હોઈ શકે ? તેઓ મોઢે મુહપત્તિ બાંધે છે તે એક અર્થ વિનાની પ્રથાની ગુલામી નહિ. તે બીજું શું છે? તેમણે ગયું મારું કલકત્તા ખાતે
કર્યું હતું. તે દરમિયાન જૈન સાધુના મળમૂત્રવિસર્જનના પ્રશ્ન ભારે ગંભીર ચર્ચાનું રૂપ ધારણ કર્યું હતું. તે વખતે તેમણે શહેરી જીવનની સભ્યતાનું એકાંત વિરોધી અને વિશાળ જનસમાજમાં જૈન સાધુસંસ્થાને કેવળ હાસ્યાસ્પદ બનાવે એવું જે વલણ ધારણ કર્યું હતું અને તેમના તરફથી ઊલટસૂલટા જે અનેક ખુલાસાઓ બહાર પાડવામાં આવ્યા હતા તે બધું તેમની સાંપ્રદાયિક ચોગઠાબંધીને પ્રગટ કરવા માટે અને તેમના સુધારવાદને અત્યન્ત સીમિત કોટિને પુરવાર કરવા માટે પૂરતું છે.
આવી સ્વપ્રતિષ્ઠારક્ષક અને સંપ્રદાયકમૂલક અનેક મર્યાદાઓ આચાર્ય તુલસીની સુધારકવૃત્તિને આવરી રહી છે. આમ છતાં પણ કોઈ પણ વ્યક્તિ સમાજને આગળ વધારવાની દિશાએ જે કાંઈ શુભ કાર્ય કરે અને તે દ્વારા સમાજશ્રેયને સંવર્ધિત કરે તે અભિનંદનીય લેખાવું જોઈએ તે મુજબ આચાર્ય તુલસી પિતાના સાંપ્રદાયિક ગણુને જેટલા પ્રમાણમાં સમ્યક આચારવિચાર તરફ દોરી રહ્યા છે તેટલા પ્રમાણમાં તેમની પ્રવૃત્તિ આદર અને
અભિનંદનને પાત્ર છે એમ મુક્ત મને આપણે સ્વીકારવું જોઈએ. | મુનિશ્રી નગરાજજી પિતાના નિવેદનના અંતમાં જણાવે છે કે “આલોચકને પિતપતાની દૃષ્ટિ હોય છે; એક આલોચક રાતની બન્ને બાજુએ દિવસ જુએ છે, અન્ય આલોચક દિવસની બંને બાજુ રાત જુએ છે.” આમાં એટલું ઉમેરવું ઘટે છે કે જાગૃત આલોચક કોઈ પણ ઘટનાની આચના કરવા ત્યારે જ પ્રેરાય છે કે જ્યારે કોઈ એક ઘટના તેને દિવસના પ્રકાશમાં રાત્રી જેવી સ્પામ અને નિપ્રેરક લાગે છે અથવા તે રાત્રીના અંધકારમાં દિવસ જેવી ઉજળી અને આનંદપ્રેરક લાગે છે. પ્રથમ પ્રકારની ઘટનાની તે કડક આલોચના કરવા પ્રેરાય છે અને દ્વિતીય પ્રકારની ઘટનાનું તે અભિનન્દન કરવાની ઉત્કટતા અનુભવે છે. અંધારા અજવાળાને વિવેક માત્ર તે જ આલોચક કરી શક્તા નથી જેની બુદ્ધિ કોઈ વ્યકિતવિશેષ અથવા તે ગ્રંથવિશેષ પ્રત્યેની અંધશ્રદ્ધાથી આવૃત્ત હોય છે. પરમાનંદ જૈન સાધુસંસ્થા અંગે થોડો વિચારવિનિમય
તા. ૧૬-૮-૧ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ ““ભગવાન મહાવીરનું કાર્ય :” એક વિચારણા” એ શીર્ષક નીચે શ્રી દલસુખ- , ભાઈ ભાલવણિયાને લેખ તથા તેને પૂરક એવી મારી નૈધ વાંચીને કાશી-બનારસથી શ્રી અજાતશત્રુ તા. ૧૬-૮-૬૦ના મારી ઉપરના પત્રમાં જણાવે છે કેઃ
“શ્રી દલસુખભાઈને લેખ વાંચીને જાણે કે કોઈક એવું લાગ્યું કે તેમણે એકમાત્ર જૈન સિદ્ધાંતને પ્રતિષ્ઠિત કરવાને પ્રયત્ન કર્યો છે અને તેમને એ ભય છે કે શ્રી શંકરરાવ દેવના વિચારે જૈન સિદ્ધાંતને પ્રતિકૂળ હોઈને તેને કોઈ મહત્વનું સ્થાન ન મળી જાય. પણ એમણે એવો ભય ન રાખવો જોઇએ. આપે શ્રી શકરાવ દેવ અને શ્રી દલસુખભાઈ માલવણિયાના વિચારોને સમન્વય કરતાં જે વચ્ચેનો રસ્તો કાઢો છે તે અમુક હદ સુધી. ઠીક છે. પણ હું માનું છું કે આજે જરા ઉદાર બનીને તથા વ્યાપક દષ્ટિથી વિચાર કરવાની જરૂર છે.
મેં પોતે ૬ વર્ષ સુધી જૈન સાધુનું જીવન ગાળ્યું છે. આચાર્ય તુલસીજીની પાસે, સ્થાનકવાસી સમાજમાં તેમ જ મૂર્તિપૂજક સમાજમાં મેં ઊંડાણમાં જઈને સર્વ કાંઇ જોવા જાણવાની કોશિષ કરી છે. આ અનુભવ બાદ હું એવા નિષ્કર્ષ ઉપર અવ્યો છું કે આજને સાધુસમાજ કમમાં કમ “અહિંસક સમાજ' તે નથી જ. હું જાણું છું કે પ્રમાદ, ભોગવાદ, આલસ્ય વગેરે દુર્ગની ભરતી બહુ તેજી સાથે સાધુસમાજમાં થઇ છે. માત્ર જૈન સાધુ જ નહિ, સર્વ સંપ્રદાયના સાધુઓ આ