SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ' તા. ૧-૯૬૦ બુદ્ધ જીવન તત્ત્વજ્ઞાનની દષ્ટિએ સત્યદર્શન (ઑલ ઇન્ડિયા રેડિયા, અમદાવાદથી તા. ૧૯–૮–'૬૦ના રાજ પ્રસારિત) તત્ત્વજ્ઞાનની દષ્ટિએ સત્ય શબ્દ બહુ નાનેા છે, જ્યારે એને અથ અને ભાવ અપાર છે. સુક્ષ્મમાં અતિક્ષ્મ અને સ્થૂળમાં અતિસ્થૂળ-એ બધું સત્યના અર્થમાં આવી જાય છે. આવા સત્યનું જ્ઞાન કોઇ એક જ સાધનથી કે એક જ કાળે, તેમ જ એક જ વ્યકિતથી સંપૂર્ણપણે શકય નથી. આવા અનુભવને લીધે જે પુરુષા તત્ત્વના જિજ્ઞાસુ હતા, તેમણે પોતાને થતા અનુભવેને જેટલે આદર આપ્યા છે તેટલા જ, અને ઘણી વાર તેથી યે વધારે ખીજાના અનુભવાતે પણ આદર આપ્યા છે. તેથી તત્વજ્ઞની સત્યદ્રષ્ટિ કદી એકાંગી રહી નથી, રહી શકે પણ નહિ. કેટલાક તત્ત્વના વિશ્વના સ્થૂળ અને બાહ્યસ્વરૂપથી સત્યને જોવાના પ્રયત્ન કરતા આવ્યા છે; જ્યારે બીજા કેટલાકે પેાતાની જાતથી સત્યદર્શન કરવા પ્રયત્ન કર્યાં છે. પહેલી કોટિના જિજ્ઞાસુઓ ક્રમે ક્રમે અંદર અભિમુખ થતાં છેવટે પેાતાની જાત નીરખવાની ભૂમિકા ઉપર પણ આવ્યા છે; જ્યારે ખીજી કૅાટિના જિજ્ઞાસુએ પેાતાની જાતનાં ઊંડા નિરીક્ષણ પછી ક્રમે ક્રમે ખાદ્ય સ્થૂળ જગતનાં દર્શન ભણી વળ્યા દેખાય છે. આ રીતે તત્ત્વની જિજ્ઞાસા એવી અદૃશ્ય છે કે તે છેવટે સંપૂર્ણ સત્યનું દર્શન કરવા જિજ્ઞાસુને સતત પ્રેર્યાં કરે છે. આ પ્રેરણામાં સાચા તત્ત્વજ્ઞ તટસ્થ રહે છે, એટલે એને પેાતાને એક કાળે થયેલુ સત્ત્વદર્શન ખીજે સમયે નવા પ્રકાશ આપે ત્યારે તે પહેલાના દર્શનમાં બંધાઇ નથી રહેતા. જેમ એ પેાતાના વિકાસક્રમમાં લાધતાં ચડાઊતરી દનાને એક સાંક ળમાં ગૂંથે છે, તેમ જ તે ખીજા તત્ત્વજ્ઞાનાં દનને પણ સંકલિત કરે છે. એટલે એમ કહી શકાય કે તત્ત્વજ્ઞની સત્યદર્શનની રીત એ તટસ્થ રીતિ છે, તટસ્થતામાં નિષ્ચિતા કે અસાવધાનતાને અશ પશુ નથી હાતા. એમાં વ્યક્તિગત અર્હત્વની મર્યાદાના લાપ હાવા ઉપરાંત ચિત્તની સ્થિરતા હાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ સત્યનું દર્શન એ એક પુષ્પમાળા કે મણિમાળા જેવુ છે. માળામાં સૂત્ર સળંગ હોય છે. એમાં ફૂલે કે મણકાઓ યથાસ્થાને સુગ્રથિત હેાય છે. એ જ રીતે સત્યના એક તાંતણામાં એનાં વિવિધ પાસાંઓના વિવિધ દૃષ્ટાઓ દ્વારા વિવિધ રીતે કરાયેલાં વિવિધ દર્શાના ગ્રચિત થઇ જાય છે. આ તત્ત્વજ્ઞાનની સત્ય જોવાની દૃષ્ટિ છે. સત્ય દેશ-કાળની મર્યાદાથી કદી મુકત હોઇ શકે નહિ, એવા સંસ્કારને લીધે તથાગતે કહ્યું કે દેશ–કાળથી પર એવી સર્વથા નિત્ય કે સ્થિર વસ્તુ હોઇ શકે નહિ; જે છે તે બધું, ક્ષણિક અને સીમિત છે. આથી ઊલટુ કેટલાક ઔપનિષદ ઋષિઓએ નિરૂપ્યુ કે દેશ–કાળની સીમાથી પર, તેનાથી તદ્દન અસ્પષ્ટ એવુ પણ સત્ય છે. આવા સંસ્કારમાંથી એક દશન ડાયું. તે કહે છે કે પરિવર્તન અને દેશસીમાએ ભ્રમ છે. આ રીતે એક અત સ્થિરતાના દર્શનને ભ્રમ કે સવૃત્તિ માની ધુ વિચારે છે; જ્યારે બીજો અંત ક્ષણિકતા અને દેશસીમાને માયા માની અધુ ઘટાવે છે. આ છે અા જોનાર એક તત્વનને એમ દેખાયુ' કે બંને પાતપાતાની કક્ષાએ સત્યના વિચાર કરે છે, પણ તે વિચાર એકાંગી છે. સત્યનું પૂર્ણ અને સ્વચ્છ દર્શન તા ખતે અંતેાના સુમેળમાં સમાય છે. જેમ ભારતમાં તેમ ગ્રીસમાં પણ ગતિ અને સ્થિતિ એ ખતે એકાંતેના દર્શનમાંથી બનેના સમન્વયનુ દર્શીન ઉદ્ભવેલુ છે. પંડિત સુખલાલજી (૯) શ્રી ચિરલાલ બડજાતે અભિનન્દન–સમારોહ વનિવાસી શ્રી ચિર‘લાલ ખાતે એક સુપ્રસિદ્ધ જનસેવક છે. ભારત જૈન મહામંડળની પ્રવૃત્તિ સાથે તે વર્ષાથી ગાઢપણે સંકળાયલા છે. સ્વ. જમનાલાલજી ખજાજના કુટુંબના તેઓ એક નિકટવર્તી સ્વજન છે. સામાજિક સુધારણાના ક્ષેત્રમાં પોતાની જાતનું જોખમ ખેડીને તેમણે અનેક પ્રવૃત્તિઓ કરી છે. તે હજારા રૂા. કમાયા છે અને સમાજસેવાના કાર્યાં પાછળ તેમણે હજારા ખર્ચ્યા છે. નમ્રતાની તે તેઓ એક મૂર્તિ છે. જ્યારે સમાજ ઉપર રૂઢિઓ પેાતાની સત્તા જમાવી બેઠી હતી ત્યારે તેઓ રૂઢિઓને તેડવામાં નિમગ્ન રહેતા હતા. જ્યારે દેશસેવા વિદ્રોહ લેખવામાં આવતી હતી ત્યારે તેઓ દેશસેવાના કાર્યમાં ડુબેલા રહેતા હતા. આ રીતે અનેક પ્રકારના સધના તેમણે જિંદગીભર સામના કર્યાં છે અને પેાતાના જીવનને ઉજ્જવલ અને અર્થપૂર્ણ બનાવ્યુ' છે. પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણસ ંસ્થામાં તર વાંચન તરીકે ઉપયેગમાં લેવા લાયક તેમ જ કાઇ પણ શુભ પ્રસંગે વહેંચવા લાયક પુસ્તકા સત્ય શિવ સુન્દરમ્ ૯૧ ચાલુ સપ્ટેમ્બર માસની ૧૧મી તારીખે તે ૬૫ વર્ષ પૂરાં કરે છે. વૃદ્ધાવસ્થા તેમના શરીર ઉપર આક્રમણ કરી રહી છે; અને તેમના હલનચલન ઉપર મર્યાદા મૂકી રહી છે; એમ છતાં જે જે સંસ્થાએ સાથે તેઓ જોડાયેલા છે તે તે સ ંસ્થાએના કા તેમ જ પ્રચાર માટે તેઓ દેશના એક છેડેથી ખીજે છેડે પરિભ્રમણ કરી રહ્યા છે. આવી વ્યકિતને તેમના જન્મદિને તેમના મિત્રો તરફથી વર્ષાં ખાતે એક અભિનદન સમારાહ ગાવવામાં આવ્યેા છે. આ અભિનન્દન સમારોહમાં બને તેટલા સહયેગ આપવા માટે તેમના મિત્રા શ્રી ચિરલાલજીના પ્રશંસકોને પ્રાથના કરે છે. આ સંબંધમાં ‘ શ્રી રતન પહાડી વર્લ્ડ’એ ઠેકાણે પત્રવ્યવહાર કરવા અને શ્રી ચિરલાલજી ખડજાતે સબંધમાં પોતપોતાનાં સંસ્મરણા તેમ જ સ ંદેશાઓ મેકલવા વિનતિ કરવામાં આવે છે. આવી એક વ્યકિતનું સામાજિક સન્માન કરવામાં આવે તે સર્વ પ્રકારે ઉચિત છે. આ સન્માન સમારેહને સંપૂર્ણ સફળતા ઇચ્છવામાં આવે છે. પરમાનદ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પાંડત સુખલાલજીના પ્રવેશકો સાથે કિંમત રૂા. ૩, પાસ્ટેજ ૦-૬-૦ માધિસત્ત્વ મળવાનું ઠેકાણું : મુંબઇ જૈન ચુવક સઘ, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુખઇ ૩. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ. સ્વ. ધર્માંનદ કાસમ્મી રચિત મૂળ મરાઠી નાટક અનુવાદકો : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી કાન્તિલાલ રાડિયા કિ’મત રૂા. ૧-૮-૦, પાસ્ટેજ ૦-૨-૦ મુંબઇ જૈન યુવક સંધના સભ્યેા તથા પ્રમુદ્ધ જીવનના ગ્રાહકો માટે સત્યં શિવ’સુન્દરમ: કિમત રૂા. ૨, એધિસત્ત્વ: કિંમત રૂા. ૧
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy