________________
જ સાડી
તા. ૧-૯-૦
પ્રબુદ્ધ જીવન
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા
:
કે
- દર વર્ષની માફક આ વર્ષે પણ ઑગસ્ટ માસની ૧૮મી તારીખથી ૨૭ તારીખ સુધી એમ નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી મુંબઈ ખાતે યોજવામાં આવી હતી. આ વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં જે રીતે કરવામાં આવ્યું હતું તે મુજબ કશા ફેરફાર સિવાય અણીશુદ્ધ પાર પડયો હતો. આ વ્યાખ્યાનમાળામાં કુલ ૧૭ વ્યાખ્યાતાઓનાં વ્યાખ્યાને ગોઠવવામાં આવ્યા હતા, જેમાં ૭ સ્ત્રી વ્યાખ્યાતાઓ હતી. આ ૧૭ વ્યાખ્યાતાઓમાં ૧૦ વ્યાખ્યાતાઓ પહેલી જ વાર આ વ્યાખ્યાનમાળામાં ઉપસ્થિત થયા હતા. મુંબઈ બહારથી આવેલાઓમાં શ્રી ભંવરલાલ સિંઘી તથા શ્રો સુશીલાબહેન સિંઘી કલકત્તાથી, પ્રાધ્યાપક સુરેશ જોષી તથા પ્રીન્સીપાલ સુધાબહેન દેસાઈ વડે- દરાથી, શ્રીમતી ભાલતી બેડેકર પૂનાથી, ડૉ. મીસ એસ્તર સોલોમન અમદાવાદથી અને શ્રી નવલભાઈ શાહ ગુંદીથી-એમ સાત વ્યાખ્યાતાઓ હતા. વૈવિધ્યની દ્રષ્ટિએ ખ્રિસ્તી, યહુદી, મુસલમાન તેમજ જૈન-જૈનેતર હિન્દુ વક્તાએ એમ વિવિધ કેમ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓ ઉપસ્થિત થઇ હતી. ૧૭ વ્યાખ્યામાં બે મરાઠીમાં, આઠ હિંદીમાં અને સૉત ગુજરાતી ભાષામાં વ્યાખ્યાને અપાયાં હતાં. વ્યાખ્યાન વિષયનું વિવિધ્ય પણ અત્યંત આકર્ષક હતું. આ હકીકત વ્યાખ્યાન વિષયનાં શિર્ષક જોવાથી કોઈને પણ માલુમ પડે તેમ છે. . આ વખતે બે વ્યાખ્યાને મરાઠી ભાષામાં થયાં હતાં. તે પૂરાં નહિ સમજાવાના કારણે કેટલાકને ન ગમ્યાં, પણ એ વ્યાખ્યાના પ્રારંભમાં સંધના મંત્રી તરીકે અમારામાંના શ્રી પરમાનંદભાઈએ જણાવ્યું હતું તેમ આજે જ્યારે મુંબઈ પ્રદેશનું મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ પ્રદેશમાં વિભાજન થયું છે, મુંબઈમાં વસતા આપણે ગુજરાતીઓ મહારાષ્ટ્રવાસી તરીકે ઓળખાવા લાગ્યા છીએ અને આ નવા મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં જેમ ગુજરાતીનું તેમ અહીં મરાઠી ભાષાનું પ્રભુત્વ વધતું જવાનું છે ત્યારે મરાઠી ભાષાને અપનાવતા જવું એ એક આપણે વિશિષ્ટ ધર્મ બને છે. મરાઠી ભાષા આપણે નથી સમજતા એ સ્થિતિ સત્વર નાબૂદ થવી જોઈએ. આ નવી ઘટના અનિવાર્ય હોઈને તેને આવકારવાના એક વિશિષ્ટ હેતુથી મરાઠી ભાષા ઉપર અસાધારણ સ્વામીત્વ ધરાવતી એવી બે વ્યકિતઓ શ્રીમતી માલતી બેડેકર અને શ્રી એમ. વી. દંડેનાં વ્યાખ્યાને પ્રસ્તુત આવકારના પ્રતીક તરીકે મરાઠી ભાષામાં જવામાં આવ્યાં હતાં.
પ્રસ્તુત વ્યાખ્યાનમાળાની અનેકનું ધ્યાન ખેંચે તેવી એક બીજી વિશિષ્ટતા એ હતી કે મુંબઈ જૈન યુવક સંધ તરફથી વર્ષોથી જાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાના ચાલુ કાર્યક્રમમાં આ વખતે એક જૈન મુનિએ વ્યાખ્યાતા તરીકે પહેલી વાર ભાગ લીધો હતો. પયુંષણના દિવસોમાં જૈન ઉપાશ્રયમાં જૈન મુનિઓ વ્યાખ્યાન આપે અને તેમાંનાં પહેલાં બે દિવસ બાદ કરતાં બાકીના છ દિવસો દરમિયાન કલ્પસૂત્રનું વાંચન કરે અને જૈન ભાઈ બહેને મેટા સમુદાયમાં ત્યાં એકઠા થાય અને આ વ્યાખ્યાન અને પ્રવચન સાંભળે–આવી પ્રણાલિ જૈન સમાજમાં સદીઓથી ચાલતી આવી છે. દર પર્યુષણનાં વ્યાખ્યામાં એક જ વિષય અને એક જ પ્રકારનાં વ્યાખ્યાન-અવી ચેગઠાબ ધી સદીઓથી ચાલ્યાં કરતી હતી. તે ચોગઠાબંધી તેડવા માટે, તે સામે એક પ્રકારના પડકાર તરીકે લગભગ છેલ્લાં ૨૮ વર્ષથી આ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું મુંબઈ જૈન યુવક સંધ તરફથી આયોજન થતું
રહ્યું છે. જૂનવાણી પરંપરાને પડકારતી આ વ્યાખ્યાનમાળા પ્રત્યે જૂનવાણી પરંપરાને વરેલો જૈન સાધુસમુદાય અનુકૂળ ભાવ ધરાવતું ન હોય તે તે તદ્દન સ્વાભાવિક છે. આવી પરિસ્થિતિમાં 'એક જૈન મુનિ સંધ આયોજિત વ્યાખ્યાનમાળાની વ્યાસપીઠ, ઉપરથી વ્યાખ્યાન આપવા માટે ઉપસ્થિત થાય તે એક આનંદદાયક ઘટના ગણાય અને સંધ માટે ગૌરવપ્રદ બીના લેખાય. આ વ્યાખ્યાતાનું નામ છે મુનિશ્રી સત્તબાલજી, જૈન સાધુસમુદાય માટે “જૂની પરંપરાને વરેલા” એવું જે વિશેષણ ઉપર વાપરવામાં આવ્યું છે તે વિશેષણ મુનિ સંતબાલજીને લાગુ પડતું નથી અને એથી જ તેઓ સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ભાગ લઈ શકયા છે. આ પ્રસંગે મહાસતી ઉજજવળકુમારીજીનું સ્મરણ પ્રસ્તુત બને છે. તેમણે પણ સંધ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના દિવસ દરમિયાન પણ ચાલુ કાર્યક્રમથી બહારના સમયે અને અન્ય સ્થળે સંધના જ ઉપક્રમે વર્ષો પહેલાં એક વ્યાખ્યાન આપ્યું હતું.
આ અને આગળની પયુષણ વ્યાખ્યાનમાળામાં જે વ્યાખ્યાન માટે જે જે વિષયે નક્કી કરવામાં આવે છે તેમાં તરેહ તરેહનું વૈવિધ્ય હોય છે. આમ છતાં પણ આ બધા વિષય નક્કી કરવા પાછળ એક ચોક્કસ દષ્ટિ અથવા તે ધોરણ તે રહેલું હોય જ છે, અને તે ધારણ એ પ્રકારનું છે કે વ્યાખ્યાનમાળામાં ભાગ લેતા - ભાઈ બહેનને દેશ, કાળ અનુસાર પલટાતા જતાં અને એમ છતાં અમુક અદ્યતન જીવનસત્ય સાથે અનુબંધ ધરાવતા જીવનમૂલ્યનું એક યા બીજી રીતે દર્શન કરાવવું, પરિચય કરાવ, માનવીજીવન અંગે કેવળ આધિભૌતિક નહિ એવી જીવનદષ્ટિની ઝાંખી કરાવવી. આજે જ્યારે આવી પર્યુષણ વ્યાખ્યાનમાળા જ્યાં ત્યાં વેજાઈ રહી છે અને તે તરફ લોકોનું આકર્ષણ વધતું ચાલ્યું છે ત્યારે જુદી જુદી પર્યુષણ વ્યાખ્યાનમાળાના યાજકે પિતાના ઉત્સાહમાં ઉપર મુજબનું ધોરણ ભુલી ન જાય અથવા તે તેની જરા પણ ઉપેક્ષા ન કરે, તેને બરાબર જાળવવાની પૂરી, ચીવટ રાખે–એ બાબત તરફ તે તે યોજનું ધ્યાન ખેંચવું જરૂરી લાગે છે. એક બે દિશાએથી આવી ફરિયાદ આવવાથી આ બાબત અંગે આટલે ઉલ્લેખ કરવાનું અમને આવશ્યક લાગ્યું છે.
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં દર વર્ષની માફક સંગીતને પણ જરૂરી પ્રબંધ કરવામાં આવ્યા હતા. પહેલા દિવસે ભાઈ સેવન્તીલાલ કાન્તિલાલે ભક્તામર સ્તોત્રના શ્લોક અને આનંદઘનજીનું એક પદ ગાઇને વ્યાખ્યાનમાળાનું મંગળાચરણ કર્યું હતું. વચ્ચેના દિવસોમાં ભાઇ દિલીપ તથા માંગરોળવાસી બહેને જ્યાબહેને તથા વસુબહેને એક યા બીજે દિવસે વ્યાખ્યાન સભાની શરૂઆતમાં ભજન તથા સ્તવને સંભળાવ્યાં હતાં. છેલ્લા દિવસે પ્રારંભમાં શ્રી અજિત શેઠ અને બહેન નિરૂપમાએ ' સમયોચિત પ્રાર્થના અને ભજને સંભળાવીને સભાના વાતાવરણને સંગીતભય બનાવ્યું હતું. વ્યાખ્યાનમાળાના દિવસે દરમિયાન ૨૧મી તારીખ અને રવિવારે તેમ જ ૨૬મી તથા ૨૭મી તારીખે અનુક્રમે શ્રી બદ્રીનાથ વ્યાસે, બહેન ઈન્દુમતી ધાનકે અને શ્રી શાન્તિલાલ શાહે પિતાની વાઘમંડળી સાથે અડધા અડધા ક્લાકને સંગીતને કાર્યક્રમ રજૂ કર્યો હતો. શ્રી શાન્તિલાલ શાહે
સ્વરચિત પદે દ્વારા ચન્દનબાળાની કથા સંભળાવીને અનેકનાં | દિલને ગદ્ગદિત કર્યા હતાં. સંઘ આ બધાં ભાઈબહેનને ઋણી બન્યા છે.
વ્યાખ્યાતાઓ અંગે એટલું કહેવું જરૂરી છે કે તેમને આપ