SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૯-૬૦ પ્રભુ ચિંતા માત્ર બુદ્ધિવાદમાંથી ઊભા થયેલા ભ્રમ છે, દિશાસૂચક ચિંતા નથી. જીવનમાં આદર્શ અને આચરણ જ્યારે ભિન્ન હોય છે ત્યારે વ્યક્તિ અને સમષ્ટિ ને પ્રભાવિનાનાં બને છે, પ્રાણ વિનાનાં અને છે. વ્યક્તિ જે પ્રશ્ન માટે ચિંતા કરે એ પ્રશ્ન અંગે ભક્તિ ન હાય–નિષ્ઠા ન હેાય તે કહેનારને પ્રભાવ પડતા નથી અને પરિણામે સમાજ વાતા સાંભળવા છતાં–ઉપદેશ સમજવા છતાં, આચરણમાં મૂકવા તત્પર થતા નથી, સમાજનું ઉત્થાન કરવુ હોય-સામાજિક ક્રાન્તિ પ્રાણવાન દૃષ્ટિ, પ્રીતિ અને ભક્તિ ત્રણેને જે સ્થિતિ સમાજમાં સાઇ સાચી દિશા બતાવનાર નિષ્ઠા કરવી હોય તેા પ્રશ્ન પ્રત્યેની સમન્વય કરવા આવશ્યક છે. રહી છે એ વાળવી હાય તે। વાન કાર્યકરાની જરૂર છે. વિજ્ઞાનની દૃષ્ટિએ–નીતિ ને ન્યાયની દૃષ્ટિએ–સમાજશાસ્ત્રના અભ્યાસી સમાજને માદર્શન આપી શકશે નહિ. બુદ્ધિવાદીઓથી સામાજિક પરિવર્તન થવાનું નથી; કારણકે ભકિત વિનાનું જ્ઞાન એ બુદ્ધિનો આડંબર છે. એ જ રીતે જ્ઞાન વિનાની ભક્તિ અધશ્રદ્ધા છે. અત્યારે સમાજને દેારનારા અનેક મળ્યા છે, પણ એ ભક્તિ વિનાના જ્ઞાનીએથી સમાજનું ધારણ ઊંચે આવવાનું નથી–સમાજના પ્રશ્નો ઉકેલાવાના નથી. આમ ભક્તિ વિનાના જ્ઞાનીથી સમાજનું નેતૃત્વ લેવાવાતું નથી તેમ માત્ર શૈક્ષણિક લાયકાત ધરાવનારાથી સામાજિક કામ થાય એ પણ ભ્રમણા છે. રાજ્યની અયારે માન્યતા છે કે Trained Social Workers અને તે પણ રાજ્યકક્ષાના કમચારીઓ સામાજિક કામ માટે સોંપૂર્ણ પાત્રતા ધરાવે છે. આ માન્યતા ભ્રમમૂલક છે. સમાજનું ધોરણ ઊંચું લાવવા માટે થતાં સામાજિક કાય માં જેટલા રાજ્યના હસ્તક્ષેપ વધારેદખલગીરી વધારે તેટલું કામ વધુ નિષ્પ્રાણ અને નિસ્તેજ થશે. રાજ્યે સામાજિક કાયદા એટલા અટપટા તથા અવ્યહારુ કર્યાં છે કે માત્ર વેતન માટે જ કામ કરતા, ધ્યેય કે સિદ્ધાંત વિનાના કર્મચારીઓના હસ્તક્ષેપથી સામાજિક કામમાં વિકાસને બલે હાની થઇ રહી છે. રાજ્યનું કામ તેા કાયદાનું પાલન થાય એ જોવાનું છે. શાંત ને સ્વસ્થ ચિત્તે કામ કરતા કાર્ય કરીને તથા સંસ્થાઓને હેરાન કરવાનું નથી. જેટલા વધુ હસ્તક્ષેપ કામમાં થશે એટલુ નૈતિક ધેારણુ સમાજ તે વ્યકિતનું નીચું જશે. રાજ્યની દખલગીરી કે કડક નીતિથી અનિતિ અટકતી નથી. સખત નિયમાથી પ્રજાનું નૈતિક ધારણ સુધરતું નથી. પ્રશ્ન થાય છે કે દૃષ્ટિ વિનાના—કામ પર્વેની ભક્તિ વિનાના—માત્ર નોકરી કરે છે. માટે જ અમુક સિદ્ધાંત વ્યાજખી છે, અમુકનુ પાલન થવુ જોઇએ એવી માન્યતા ધરાવનારાએથી પ્રજાનું માનસ જાગૃત થશે ખરું? પ્રજાના સંસ્કાર જાગૃત કરી તેમને માર્ગદર્શન આપી શકશે ખરું? ચૈતન્ય અને પ્રભાવ વિનાના તંત્ર તથા કમ ચારીઓથી નૈતિક સંસ્કરણ થવાનું નથી. સામાજિક કાર્યની વિસંવાદી અને નિષ્પ્રાણ કાર્ય પદ્ધતિથી કાર્ય નિરસ, પ્રભાવ, પ્રતિષ્ઠા અને પ્રાણ વિનાનું બને છે. સંસ્કાર અને ધબુદ્ધિ પર આવરણ આવવા માંડયુ છે. આવરણને કારણે વ્યક્તિત્વ વિસરાવા માંડયુ છે. પ્રથમ કર્તવ્ય તે! એ આવરણ હઠાવવાનુ છે. એ હઠાવવા માટે વ્યક્તિમાં પ્રાયશ્ચિત બુદ્ધિ પ્રેરવાનું અને એ ભાવના જાગૃત કરવાનુ છે, પ્રાયશ્ચિતની ભાવના નહિ હોય અને જ્ઞાનને આડખર હશે.‘ તે અભિમાન અને ધમંડ પેદા થશે, વ્યકિતનું વ્યકિતત્વ વિકસશે જીવન નહિ, દૃષ્ટિ સંકુચિત રહે તે! થોડીક ધડી વ્યકિતઓના પ્રભાવ નીચે સમાજ કચડાઇ જશે—–જાય છે. જીવનનું ધારણ ઊંચું લાવવા માટે સમાજે ભગીરથ પ્રયત્ન કરવા પડશે. એ માટે વ્યકિતની વ્યવહારિક પામરતા દૂર કરવી પડશે. વ્યકિતએ સ્થિર અને નિડર બનીને વ્યવહાર અને વન અને આદર્શને અનુરૂપ બનાવવાં પડશે. ८७ સમાજનાં અસ્પષ્ટ નીતિધેારણને લીધે ધણીવાર અનૈતિક પરિસ્થિતિ સર્જાય છે અને વ્યક્તિ તથા સમષ્ટિ તેમાં અટવાઇ પડે છે. આથી અસત્ય અને અનીતિ વધે છે. આત્મહત્યા અને ખૂન સુધીની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. લગ્ન—છૂટાછેડા—ખાળહત્યા અને એવા સામાજિક પ્રશ્નોનુ દુઃખ અને કથા આવાં ધારણમાંથી જ ઊભાં થાય છે. સૌથી અગત્યના પ્રશ્ન તે એ છે કે વ્યક્તિ અને સમષ્ટિ આચરી શકે—પાળી શકે, તેમનું જીવન ઘડી શકે અને વ્યક્તિ વ્યક્તિ તરીકે શાંત અને સ્વસ્થ ચિત્તે જીવી શકે એવાં ધાર્મિક, સામાજિક તથા કાયદાનાં બંધન સમાજે તથા ધમે ઊભાં કરવાં જોઇએ. રાજ્યની પણ નૈતિક અને વ્યવસ્થાની દૃષ્ટિએ પ્રથમ એ કરજ છે કે જે કાયદાનું પાલન થાય, જે પાળતાં ઓછામાં એછું અસત્ય આચરવુ પડે એવા કાયદા જ ધાવા જોઇએ. આદર્શ સમાજરચના એને કહેવાય કે જેમાં પ્રત્યેક વ્યક્તિ સત્ય એટલી શકે, આચરી શકે, અહિંસા પાળી · શકે, અને પેાતાની મર્યાદા અનુસાર ધર્માચરણ કરી શકે. વ્યક્તિની મર્યાદા છે: એનુ જીવન અને વ્યવહાર ધર્માત્મા અથવા એક આદર્શ વ્યક્તિની કક્ષાએ ન જ આવી શકે, પણ એની મર્યાદાને અનુરૂપ એ આદર્શ પાળે તે ઘણું છે. મોટા અને અશક્ય આદર્શ પાછળ વ્યક્તિ ભૂલી પડે, ખાવા જાય એ અવ્યવહારુ માગ છેાડી દેવા જોઇએ. ચારિત્ર્યધડતર, એ પ્રજાની પ્રથમ કસોટી છે. અપ્રમાણિકતા, ડરપોકપણું અને જુઠ્ઠું ખાલવું અને આચરવુ એ છેડવુ તે નિડરતા અને વ્યક્તિત્વ કેળવ્યા વિના શક્ય નથી. રાષ્ટ્રનું ધડતર સ્પષ્ટ વ્યવહાર અને નીતિથી જ થશે. એ જેટલાં કેળવાય એટલી પ્રજા કેળવાઈ ગણાય. પ્રાણવાન, નિષ્ઠાવાન અને નિડર પ્રજા ધડવા માટે ચારિત્ર્યઘડતર આવશ્યક છે. સામાજિક નીતિમત્તાના પાયા ચારિત્ર્યલડતર છે, વ્યક્તિવિકાસ છે અને નિર્ આચાર તે વ્યવહાર છે. સમાજ, રાજ્ય અને ધર્મ ત્રણેને સમન્વય થાય ત્યારે જ આ સુલભ અને. રાષ્ટ્રનાં ત્રણે અગા એ પરત્વે ચિંતન કરે અને આચરણ કરે તે સમાજ તે રાષ્ટ્રનું ઘડતર અને ખુ થાય. પુષ્પાબહેન મહેતા વિષયસૂચિ પૃષ્ઠ ૫ re એક ડાકટરના બે હૃદયસ્પશી અનુભવા એમ. ડી. દેસાઇ ૮૩ પુષ્પાબહેન મહેતા નરસિંહ મૂ. શાહુ મંત્રી, મુ. જૈ. યુ. સધ ૮૯ ૫. સુખલાલજી ૧ પરમાનંદ એસ્તેર સાથેામન ૯૨ સામાજિક નીતિમત્તા ધર્મ અને વિજ્ઞાન આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાઃ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ સત્ય દર્શન ચિરલાલ બડજાતેના સન્માન-સમારેાડ ફિલસુી શા માટે? ૯૧ ... ....
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy