________________
પ્રભુ જીવન
સા મા જિક નીતિ મ ત્તા
• (મુંબઇ જૈન યુવક સંધ દ્વારા આયૅાજિત ગત વર્ષની પર્યુંષણ વ્યાખ્યાનમાળામાં ગુજરાતના સુપ્રસિદ્ધ સામાજિક કાર્યકર શ્રી પુષ્પાબહેન મહેતાએ આપેલા વ્યાખ્યાનની—તેમણે જ કરેલી–ાચી નોંધ નીચે આપવામાં આવે છે. સામાજિક નીતિમત્તા
તા. ૧૯-૬૦
સૃષ્ટિના સર્જનકાળે ભગવાને માનવ સર્યાં, માનવે સૃષ્ટિમાં અનેક ભેદ તે ભિન્નતા સજર્યાં. જગતના નિર્માણકાળે જગન્નિયંતાને કલ્પના પણ નહિ હોય કે એનું સૈાથી અટપટું સર્જન બુદ્ધિશાળી માનવ છે.
સૃષ્ટિમાં પ્રત્યેક જીવને પોતાના જીવન પુરતી ચિંતા હાય છે. એ હિંસા કરે છે તેા પોતાના પાષણ પુરતી. નિર્વાહ તથા પાષણની જીવનનાં અસ્તિત્વ પુરતી–તેને ચિંતા હાય છે. વધુ કંઇ પણ પ્રવૃત્તિની કે સગ્રહની અને અપેક્ષા હાતી નથી.
“જીવા જીવસ્ય જીવન” એ સૃષ્ટિના નિર્માણકાળથી ચાલતા સંગ્રામ ચાલ્યા જ કરે છે. એક જીવ બીજા જીવ પર જીવે છે. બધા જ જીવ પોતાના પુરતી જ ચિંતા સૃષ્ટિમાં કરતા હાય છે. પણ માનવ તેનાથી ભિન્ન છે. તેને જીવન પુરતી–પેાતાના અસ્તિત્ત્વ પુરતી ચિંતા નથી હોતી, પણ એને અનેકની ચિંતા ઘેરી વળી ડાય છે.
માનવને પ્રભુએ બુદ્ધિ આપી, બુદ્ધિએ ભેદ સજર્યાં અને એ ભેદની ઘટમાળમાં માનવ અટવાઇ પડેલ છે. રૂઢી, નીતિ-નિયમે જેવી અનેક પરિસ્થિતિએ સંસારને જકડી લીધેા છે. કરેાળીયાની જાળમાં ફસાયેલાં જંતુની જેમ વ્યકિત સંસારમાં અટવાઇ પડેલી છે. એમાંથી નીકળવું અશકય હોય છે અને તેથી કરાળીયાની જાળના જંતુની જેમ વ્યકિતનું જીવન ઊભી કરેલી પરિસ્થિતિમાં જકડાઇ રહ્યું છે.
સમાજે સૃષ્ટિની ઉત્પત્તિથી વર્તમાન યુગ સુધી સંસારને સ્થિર કરવા, ઉચ્ચ કક્ષાનુ જીવન ધડવા અનેક પ્રયત્ન કર્યાં. અનેક પ્રયત્નાની પ્રક્રિયામાંથી આજના સમાજ અને તેની નીતિમત્તા સર્જાયાં અને તેનાં મૂલ્ય અંકાયાં.
સમાજનાં નૈતિક મૂલ્યેા આંકવા એ ધણું અઘરું છે. સમાજની થેાડાંક વર્ષો પહેલાં જે વિચારસરણી હતી, જે જીવન હતું એથી આજે કંઇક જુદું જ બની રહ્યું છે. સમાજમાનસ અને સમૂહમાનસ–એ અંગેના સમાજશાસ્ત્ર અને વિજ્ઞાનના સંશાધનથી સમાજપરિવર્તનના અનેક પ્રયાગા થઇ રહ્યા છે. સમાજશાસ્ત્રીઓ-માનસશાસ્ત્રીઓ ગહન વિચારને પ્રયાગ દારા સિદ્ધ કરવાના પ્રયત્ન કરે છે. આ ઉપરાંત સામાજિક કાય પદ્ધતિસરનું અને વ્યવસ્થિત થાય એ માટે રાજ્ય તે સમાજ સજાગ બની રહ્યાં છે.
સમાજે ઘડેલાં જીવનધાર પર કરાડા વ્યકિતનાં જીવનનું મૂલ્ય અંકાય છે, અનેકની કસેાટી થાય છે, અનેકને માન અને મેાભા મળે છે અને અનેક વ્યકિતનાં જીવન પડદા પાછળ ધકેલાઇ જાય છે. જીવનસંગ્રામ આ રીતે ચાલ્યા જ કરે છે.
ઘણીવાર પ્રશ્ન થાય છે કે સમાજનાં નીતિ અને ધર્મનાં બંધન કાણે ઊભાં કર્યાં? કોના પ્રયત્ન તે પ્રયાસથી સમાજરચનાનું મંડાણ થયુ ? કેટલાં ખળ અને બુદ્ધિ, કેટલી શક્તિ અને સામર્થ્ય સમાજતે સ્થિર કરવા–તેના નીતિનિયમે ઘડવા પાછળ ખરચાયાં હશે !
સમાજરચનાનું મૂળ તપાસતાં અભ્યાસ કરતાં આજે તે ગઇ કાલનાં મૂલ્યેામાં અને . નીતિમત્તામાં ઘણો ફેર પડયેા છે. સમાજની માન્યતા પ્રમાણે ‘જુનુ તે સેતુ' કહેનાર વર્ગ
*
૮૫
d'al.)` સદાય ભૂતકાળમાં બધું જ સારું હતું એ હકીકત પ્રબળપણે રજૂ કરી આધુનિક સંસાર સડી ગયા છે, જીવન જીવવા જેવુ • રહ્યું નથી એમ સ્પષ્ટ માને છે, મનાવવા પ્રયત્ન કરે છે, પણ નીતિનું ધારણ તે યુગે યુગે, સૈકાએ સૈકાઍ અને ક્રાંતિએ ક્રાંતિએ બદલાતુ રહ્યું છે.
સૈા કાઇ જાણે છે કે સમાજરચનાનાં પાસાં કરતાં રહ્યાં છે. વૈદિકકાળનાં નીતિનાં ધારણ પછીનાં યુગમાં નહોતાં. વેદકાળમાં ‘માતૃસમાજ' હતા. સ્ત્રી પ્રત્યેનું વર્તન માતા તરીકેનુ હતું. માતૃસંસ્થા પર સમાજરચનાની નીતિ અને નિયમા નિભર હતાં.
યુગ કર્યું. સ્ત્રીનું માતૃપદ નીચું ગયું, મેળું પડયું, એ પશ્ચાદ્ભૂમિકામાં ચાલી ગઇ. પત્ની તરીકે એ ભાગ્ય બની. પરિણામે સ્ત્રીઓનાં અપહરણ થવા માંડયાં. અનેક સ્ત્રી એક જ ધરમાં પત્ની તરીકે રાખવામાં આવી અને છેવટે ક્રમે ક્રમે એ માતા મટીને દાસી બની.
આ કાળમાં નીતિનુ મૂલ્ય નીચે ઊતર્યુ હરો, સમાજને ભીતિ લાગી હશે કે નૈતિક ધારણ ક્યાં જઈ અટકશે? સમાજનું ધારણ ઊંચું રાખવા–સમાજને સ્થિર કરવા અનેક કાયદા થયા-અનેક નિયમે ધડાયા અને અનેક ધાર્મિક અધતા સમાજ
પર મૂકાયું.
શુદ્ધિ અને ચારિત્ર્ય પર એ સમયે ઉડાપેાહ થયા અને પરિણામે વણુ સકરને જીવવાનો પણ અધિકાર નથી એવા કાયદા ઘડાયા. રકતશુદ્ધિ -સંસ્કારશુદ્ધિ પર વિશેષ લક્ષ અપાયુ.
સૈાથી પ્રથમ આક્રમણ નૈતિક શાસ્ત્રનુ—નીતિજ્ઞાનુ–સ્ત્રી પર આવ્યું. સ્ત્રીની શુદ્ધિ એ જ સમાજશુદ્ધિ અને શુચિતા મનાઇ અને તેથી માત ની શુચિ સાચવવા સ્ત્રીને શુદ્ધ રાખવા રસીના ચારિત્ર્યને મહત્વ આપ્યું. પતિના મૃત્યુ બાદ સ્ત્રી જીવે તે ચારિત્ર્યભ્રષ્ટ થાય એટલે તેને જીવતી સળગાવી મૂકી અને તે જીવે તેા તેને એડાળ ખનાવી. આ રીતે સ્વામી વિનાની-પતિ વિનાની–વિધવા પર નીતિ ને સમાજની ચેકી ખેસી ગઈ.
પતિના સ્વામિત્વની મર્યાદા નક્કી કરવા કન્યા સ્વયંવરમાં વરતી, ગાંધ લગ્ન કરતી એ બધું વિસારી દીધું અને કન્યાનું ‘દાન' દેવાની પ્રથા શરૂ થઇ. ‘કન્યાદાનની પ્રથા શરૂ થઇ એટલે સ્ત્રીનું વ્યકિતત્વ નષ્ટ થયું, એ ગુલામ બની અને સ્વામિના મૃત્યુ બાદ ‘સહગમન' કરવુ અનિવાય બન્યું. આ રીતે સ્ત્રીના વ્યકિતત્વને–વ્યકિત જીવનને લેપ થયા.
સ્ત્રીના વ્યકિતજીવનના ભાગે સમાજે નીતિ સાચવવા પ્રયત્ન કર્યું. સ્ત્રીનું સ્વામીત્વ પુરુષને સોંપાયુ; દાનમાં મળેલી સ્ત્રી સતી થઇવિધવા અતી અને સમાજે સમાજની નીતિમત્તા સ્થિર થઇ એમ માન્યું. સમાજે કહેવાતાં શાસ્ત્રાએસ્ત્રીને વધુ ને વધુ બંધનામાં જકડીને સામાજિક વિકૃતિ સજી,
સમાજની નીતિરક્ષાએ એક રીતે સ્ત્રીનું દાન દીધું તેને જીવતી સળગાવી, અથવા તો વિધવાનાં લગ્ન પર પ્રતિબંધ મૂકી, તેને યમનિયમથી બાંધી, જીવતે મરેલી જેવી બનાવી અને ખીજી બાજુએ વેશ્યાસસ્થા ઊભી કરી. જેતે સ્વામી ન હોય એવી સ્ત્રીનું સમાજે સ્વામિત્વ ઊભું કર્યું અને સ્ત્રીનું નૈ તક પતન- અધઃપતન—નીતિની રક્ષા કાજે સર્જાયું !
આજે પણ સ્ત્રી પુરુષનુ નીતિતુ ધારણ જુદું છે. કારણુ