________________
७८
પ્રબુદ્ધ જીવન
વલણ પણ આ શુદ્ધિપ્રયોગ પ્રત્યે પ્રારંભથી અન્ત સુધી પ્રતિકુળતાનું રહ્યું છે.
જે કિસ્સા ઉપર આ શુદ્દિપ્રયાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે મારા અભિપ્રાય સુક્ષ્મ સરકારી અદાલત મારફત ઉકેલવાયેાગ્ય કિસ્સો હતા. પણ એમ કહેવામાં આવે છે કે પ્રાયેગિક સંધ કાઇ પણ ગુનેહગાર સામે સરકારી અદાલતમાં જવામાં માનતા નથી. તે પછી આ કિસ્સો કાઇ પણ ચેાગ્ય વ્યકિતઓની તપાસ સમિતિને સોંપવા યોગ્ય હતા. કારણ કે અમુક વ્યકિતના સંપૂર્ણ દાષિતપણા વિષે કોઇ શંકાને સ્થાન જ ન હાય ઍવા આ સીધે સાદા કિસ્સા નહેાતે, જો કે પ્રાયેાગિક સંઘે અને મુનિશ્રી સન્તખાલજીએ આમ એકાન્તપણે માની લતે જ આ શુદ્ધિપ્રયોગનાં મંડાણ માંડયાં હતાં. પ્રસ્તુત પ્રકરણમાં મણિબહેનને પણ પોતાના પક્ષે કાંઇ તે કાંઇ કહેવાનું હતું. એમ આપણને બધી વિગતે જોતાં વિચારતાં લાગે છે. વળી મણિબહેન અને સન્તબાલજી વચ્ચે આગળ ઉપર પણ અથડામણા થઇ હતી તે અંગે ઊભા થયેલા પૂર્વગ્રહાએ અને પ્રત્યેકના ધાયલા અહમે પ્રસ્તુત શુદ્ધિપ્રયાગને વધારે ઉગ્ર અને દીર્ધકાલીન બનાવવામાં અમુક ભાગ ભજવ્યે હોય એવુ અનુમાન પણ આપણા ચિત્તને પાઁ વિના રહેતુ નથી. આ બધી બાબતેની તપાસ અને ચેાખવટ તટસ્થપણે સાંભળનાર અને વિચારનાર તપાસ સમિતિ સિવાય થઇ ન જ શકે એ દેખીતુ છે. મણિબહેનના દોષ પણ આખરે ફેાજદારી ઢળને નહિ પણ દીવાની ઢબના હતા એ હકીકત પણ ધ્યાનમાં લેવાની રહે જ છે.
આવા શુદ્ધિપ્રયાગની કલ્પના સાથે દેષિત વ્યકિતના હૃદયપરિવર્તનની કલ્પના, ગાંધીજીના પ્રતાપે, આપણા દિલમાં હંમેશાં જોડાયલી રહે જ છે. પણ આ શુદ્ધિપ્રયાગના પ્રધ્યેાજકોએ આ સંબંધમાં અવારનવાર સ્પષ્ટ કર્યું" છે કે તેમનું લક્ષ્ય દોષિત વ્યકિતના હૃદયપરિવર્તનનું નહિ પણ જરૂરી પ્રચાર દ્વારા દોષિત વ્યકિતના દોષ અંગે લોકોને જાગૃત કરવાનું અને શુદ્ધિપ્રયોગ દ્વારા દબાણુ લાવીને દોષિત વ્યક્તિ પાસે તેના દેશનું યેાગ્ય પ્રાયશ્ચિત કરાવવાનું રહ્યું છે. આ ખાણુ કઇ હદ સુધી લઇ જઇ શકાય છે અને અહિંસક કહેવાવા છતાં કેવુ' હિંસક રૂપ ધારણ કરી શકે છે તે આ શુદ્ધિપ્રયાગે આપણને સચોટ રીતે દેખાડયું છે. આ પ્રકારના શુદ્ધિપ્રયાગથી સમાજને સરવાળે લાભ થાય કે નુકસાન થાય એ પ્રશ્નની ગંભીરપણે વિચારણા થવી ઘટે છે. જેમાં હૃદયપરિવર્તન અપેક્ષિત હાય તેવા સામ્ય પ્રકારને શુદ્ધિપ્રયાગ કલ્પી શકાય છે; ગાંધીજીએ કરી પણ દેખાડયેા છે, પણ મુનિશ્રી સન્તબાલજીએ શુદ્ધપ્રયાગની જે પરપરા ઊભી કરી છે તેમાં લગભગ મોટા ભાગે અતિરેકનુ થયું છે અને તેનુ પરિણામ સમાજમાં શાન્તિ, સત્યનિષ્ઠા અને શ્રેયબુદ્ધિ પેદા થવાને બદલે સ્થાનિક વિખવાદ પેદા થવામાં આવ્યું છે અને અરસપરસના રાગદ્વેષ વધારવામાં આવ્યુ છે. મુનિશ્રી સન્તબાલજી, એમાં કોઇ શક નથી કે, તેમનામાં ખીજી ગમે તે ત્રુટિઓ હોય તેા પણુ, એક શ્રેયવાંચ્છુ આત્મા છે. તે આપણે આશા રાખીએ કે પ્રસ્તુત શુદ્ધિપ્રયાગના કડવા અને કપરા અનુભવ ઉપરથી તે જરૂરી મેધપાઠ લેશે, વધારે અન્તમુખ બનશે અને કાઇ પણ નવા શુદ્ધિપ્રયોગનાં મંડાણ માંડતા પહેલાં જેમને સાજઉત્થાનમાં રસ છે અને જે સમાજશુદ્ધિના સતત વિચાર કરે છે તેવી વ્યકિતઓને સંપર્ક સાધીને પોતાના વિચારાનુ જરૂરી સંશાધન કરશે. સમાપ્ત
ન
પરમાનદ
તા. ૧૬-૮-૬૦
પ્રકીણ નાંધ
ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણમાધ્યમને પ્રશ્ન અને શ્રી મગનભાઇ દેસાઇનું અણનમ વલણ
તાં. ૧–૮–૬૦ ના પ્રબુદ્ધ જીવનના અંકમાં પ્રકીણું તોંધના મથાળા નીચે ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણમાધ્યમના પ્રશ્ન એ બાબત ઉપર લખતાં શ્રી મગનભાઇ દેસાઇની અણુનમ વલણના ઉલ્લેખ કરવામાં આવ્યેા છે. આ સંબંધમાં શ્રી મગનભાઇ દેસાઇ તા. ૪-૮--૬૦ ના પત્રમાં જણાવે છે કે “ તા. ૧-૪-૬૦ ના પ્રબુદ્ધ જીવનમાં માધ્યમના પ્રશ્ન ઉપર જે નોંધ લખી છે તેની અંદર તમે. નાહકના મને અન્યાય કર્યો છે, અને લગભગ ખાટે દેખાડવા જેવુ જાણેઅજાણે ક" છે. તમે લખા છે કે “ ન્યાયમૂર્તિએ અંદર અંદર મળીને સમજૂતિ કરવા સલાહ આપી. તે મારાં અણુનમ વલણને લીધે કરી શકાયું નહિ અને હાઈકાને આગળ વધવાની ફરજ પડી.” આ સાવ ખોટી વાત છે, એ તમારે સુધારવી જોઇએ. મારા વકીલે એ સમજૂતિ માટે પૂછ્યું અને મેં તેમને કહ્યું હતું કે તે બાબતમાં મારી મજૂરી જ છે. પરંતુ મે' જે જાણ્યુ છે તે ઉપરથી હું કહું છું કે હાઈકોટ વિષે તા હું ચોક્કસ કહી શકું નહિ, પરંતુ મારી વલણુ વિષે તે જણાવું કે મારા વકીલ સમજૂતિની વાત લાવ્યા તેને મેં મંજૂર રાખી હતી.”
મારી નોંધ એ દિવસેાના જન્મભૂમિના અંક ઉપરથી હકીકતા તારવીને લખવામાં આવી હતી. આ સબંધમાં શ્રી મગનભાઇ દેસાઇના ઉપરના ખુલાસા આખા પ્રશ્નને જુદા આકાર આપે છે. પણ તેમને ખુલાસા વાંચતાં મનમાં એવા પ્રશ્ન ઉભા થાય છે કે શ્રી મગનભાઇ એ સમયે સમજુતિ સ્વીકારવા તૈયાર હતા તે એ સમજૂતીને! માર્ગ તા વડી અદાલતના ચૂકાદા બાદ પણ તેમના માટે ખુલ્લે હતા. પણ તેમ કરવાને બદલે તેમણે તે રાજીનામું આપ્યું' અને તે સ્વીકારાઇ પણ ગયું છે અને તેમના સ્થાન ઉપર શ્રી એસ. વી. દેસાઇની કામચલાઉ નિમણૂ'ક પણ થઇ ગઈ છે. આ ઘટના એમ સૂચવે છે કે પ્રસ્તુત પ્રશ્ન અંગે તેમનુ વલણ જે પહેલાં હતું તે જ એક સરખું કાયમ રહ્યું હતું અને છે. આમ છતાં જ્યારે ગુજરાતની વડી અદાલત સમક્ષ તેમના રૂલીંગ’ ના પ્રશ્ન આવ્યુંા ત્યારે તે કયા પ્રકારની સમજૂતી સ્વીકારવાને તૈયાર હતા તે વિષે તે વિશેષ સ્પષ્ટતા કરે તે આપણને વધારે પ્રકાશ પ્રાપ્ત થાય. આમ કરવા તેમને વિનંતિ છે.
શિક્ષણમાધ્યમના પ્રશ્ન ઉપર ડેા. જીવરાજ મહેતાએે પાડેલા વેધક પ્રકાશ
શ્રી મગનભાઇ દેસાઇએ ગુજરાતની યુનિવર્સિટીના ઉપકુલપતિપદનું રાજીનામું આપતાં ગુજરાતના રાજ્યપાલ ઉપર ઓગસ્ટ માસની પહેલી તારીખે એક પત્ર લખ્યું હતેા અને તેમાં ગુજરાત રાજ્યની સરકારનું વલણ શિક્ષણમાધ્યમનું અંગ્રે જીમાંથી ગુજરાતીમાં રૂપાન્તર કરવા અંગે helpful-મદકર્તા. ન હેતુ એમ સૂચવીને સરકારની નીતિ સામે ટંકાર કરી હતી. આ પત્ર સબંધમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ડા. જીવરાજ મહેતાને જે કાંઇ કહેવાનું હેાય તે જણાવવાની સૂચના સાથે તે પત્રની નકલ ગુજરાતના રાજ્યપાલે તેમની ઉપર માકલી હતી. તેના જવાખમાં ડૉ. જીવરાજ માહેતાએ અનેક વિગતે અને ખુલાસા રજુ કરતે એક લાંખા પત્ર ઓગસ્ટ માસની છઠ્ઠી તારીખે ગુજરાતના રાજ્યપાલ એટલે કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ઉપર મેાકલ્યા છે અને દૈનિક પત્રામાં તે પત્ર પ્રગટ