________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૬૦
શકયું તે વિજ્ઞાન કરશે. તે પછી ધર્મે પિતાનું સ્વરૂપ શા માટે ક્રાંતિકારી બનાવવું નહિ? વિજ્ઞાન આજે સમગ્ર સંસારને જોડી રહ્યું છે, પરંતુ ધર્મ સમગ્ર સંસારને તેડવાનું કામ કરી રહ્યા છે” ઇત્યાદિ.
આ નિરૂપણમાં વિજ્ઞાન અને ધર્મ એક બીજાના હરીફ હોય અને જે ધર્મ વખતસર નહિ ચેતે તેનું સ્થાન વિજ્ઞાન લઈ લેશે
વાચત્ર ચેતવણી રજુ કરવામાં આવી છે. વળી તેમાં વિજ્ઞાનની એકાંગી પ્રશસ્તિ છે અને ધર્મની એકાંગી નિન્દા અથવા તે અવગણના છે. ખરી રીતે વિજ્ઞાન અને ધર્મનાં કાર્યક્ષેત્ર સમાન નહિ પણ ભિન્ન છે અને પરસ્પરનાં પૂરક બની શકે તેવાં છે. વિજ્ઞાનને હિંસા અહિંસાની વિચારણું સાથે સીધો . કોઈ સંબંધ નથી.
કુદરતના નિયમનું પ્રાગપૂર્વક સંશોધન કરવું અને તે નિયમોના જ્ઞાન વડે કુદરતી બળા ઉપર માનવીનું પ્રભુત્વ વધારતા જવું–આ કાર્ય વિજ્ઞાનનું છે. તેને સંબંધ કેવળ ભૌતિક વિશ્વના શિકય તેટલા સાક્ષાત્કાર સાથે છે. વૈજ્ઞાનિક સાધને વડે માનવીને સમાજને એકમેકને નજીક લાવવાનું કામ અવશ્ય વિજ્ઞાને કર્યું છે, પણ આ સમાજમાં બંધુત્વની ભાવના પિદા કરવાનું, કેળવવાનું કામ વિજ્ઞાનનું નહિ પણ કેવળ ધર્મનું છે. માનવીના આચાર સાથે સીધો સંબંધ ધર્મને છે, વિજ્ઞાનને નહિ. વિજ્ઞાને માનવીની હિંસક શક્તિ પારાવાર વધારી દીધી છે. એ ઉપરથી અહિંસાની અનિવાર્યતા ફલિત કરવાનું કાર્ય ધર્મનું એટલે માનવીની અંદર રહેલી ધર્મબુદ્ધિનું છે. ધર્મે સમગ્ર સંસારને તેડ. વાનું કામ કર્યું છે આ વિધાનમાં ધર્મ શબ્દનો અર્થ પિતપોતાના ધર્મની વિશાળ ભાવનાને નહિ સમજનાર સંપ્રદાયબધિર ધાભિક સમાજ એમ સમજવાનું છે. કોઈ પણ ધર્મને તેના ખરા અર્થમાં સમજવામાં અને અનુસરવામાં આવે છે તેનું પરિણામ માનવ સમાજને તોડવામાં નહિ પણ જોડવામાં જ આવે. વિજ્ઞાનમાત્રથી જગત નથી જીવવાનું કે નથી મરવાનું. તેના જીવવા મરવાને આધાર અહિંસાપ્રધાને ધમદષ્ટિના ઉદય કે અસ્ત થવા ઉપર રહેલો છે. આ રીતે વિચારતાં ધમ અહિંસાલક્ષી નહિ બને તે વિજ્ઞાન જગતને બચાવી લેશે એમ નહિ, પણ કેવળ અહિંસાલક્ષી ધમ-બુદ્ધિની જાગૃતિ અને સ્થિર પ્રતિષ્ટા એ જ માત્ર આજના જગતનો તારણહાર ઉપાય બની શકે તેમ છે. - શ્રી. શંકરરાવ દેવના પ્રવચનને ઝોક સમગ્રપણે કાંઈક આવે છે:
- આજના જૈન સાધુઓની શ્રમવિમુખતા, અન્યના શ્રમના પરિણામરૂપ મળતી સગવડોને તેમના પક્ષે લેવાતો સતત લાભ અને તેના વળતર રૂપે સામાજિક સેવાના રૂપમાં કશું પણ કરવાની જવાબદારી ઇનકાર અને તે બધું સંપૂર્ણપણે અહિંસક એવી જીવન-આદર્શન અનુપાલન માટે અનિવાર્ય છે આવી તેમની રૂઢ માન્યતા -આ સામે શ્રી શંકરરાવ દેવને વિરોધ છે અને જો અહિંસક જીવનના આદર્શને લગતી આવી • માન્યતા હોય તો તેને તેઓ તિલાંજલિ આપે, શ્રમાભિમુખ બને,
અને તેમને મળતી સામાજિક સગવડના વળતર રૂપે તેઓ સમાજને એક યા બીજા પ્રકારની સેવા આપે એવો શ્રી શંકરરાવ. દેવનો આગ્રહ છે.
આ તેમને આગ્રહ મને પણ સ્વીકાર્ય છે, જૈન સાધુઓએ લક્ષ્યમાં લેવા જેવો છે અને તે મુજબ તેમના આચારવિચારમાં પરિવર્તન થવાની જરૂર છે એ મને પણ લાગે છે, પણ તેવું પરિવર્તન નીચે જણાવેલ ખ્યાલોને આધીન રહીને થવું જોઈએ એ મારો અભિપ્રાય છે :
(૧) તેઓ સાધુ યા સંન્યાસી હોઈને એકદમ સંયમપૂર્ણ, હિંસાકર્મથી બને તેટલું મુકત, બને તેટલી ઓછી જરૂરિયાતો વડે ચલાવી લેવાની વૃત્તિથી યુકત એવા જીવનને વરેલા છે. તેથી તેમની શ્રમપરાયણતા કે સેવાભિમુખતા આ પ્રકારના જીવનને સર્વથા અનુરૂપ, સુસંગત અને પિષક હોવી જોઈએ. જેમાં પિતા પૂરત બને તેટલો ઓછો આરંભસમારંભ હોય એવું સાધુજીવનનું રૂ૫ હોવું જોઈએ.
(૨) સાધુ જીવન એટલે સાધકનું જીવન, એટલે કે સાધનાયુક્ત જીવન–આવી કલ્પના જૈન સાધુના જીવન સાથે હંમેશાં જોડાયેલી રહી છે. આ સાધના એટલે વ્રત, જપ, તપ, ધ્યાન અને જ્ઞાનોપાસના. આ બધી બાબતોને જેને આપણે શ્રમ થી સેવાના નામથી ઓળખીએ છીએ તે સાથે સીધે સંબંધ નથી, એમ છતાં પણ સાધુ જીવનમાં આ બાબતને મુખ્ય નહિ તે મહત્વનું સ્થાન હોવું જ જોઈએ. આનો અર્થ એ થયો કે જે આ બાબતની તદ્દન ઉપેક્ષા કરીને કોઈ પણ સાધુ શ્રમ અને સેવાના વિચારને અમલી બનાવવાનો પ્રયત્ન કરશે તે તેને સાધુ કદાચ ઉત્તમ કટિને સમાજ સેવક બનશે, પણ તેનામાં આપણી કલ્પનાના સાધુપુરૂષનું દર્શન આપણને ક દ પણ નહિ થાય.
(૨) શ્રમ એટલે માત્ર શારીરિક શ્રમ એમ નહિ. અલબત્ત પિતાનું ચાલુ કામકાજ પિતા થકી જ તેઓ પતાવે અને તે માટે નોકર ચાકર ઉપર પરાવલંબી ન બને એ જરૂર ઈચ્છવા રેગ્ય છે, પણ સાધુ જાતે સુતર કાંતે, કપડું જાતે વણે, રસોઈ જાતે કરીને ખાવાનું પકાવે, અથવા તે અન્ન માટે જાતે ખેતી કરે એ કોઈ એકાન્ત આગ્રહ હવે જ ન જોઈએ. પિતાની અંગત જરૂરિયાતો સમાજ પાસેથી તેઓ મેળવી લે અને સમાજની બીજી અનેક રીતે સેવા કરે. દા. ત. જ્ઞાન સંશોધન, દલિત યા પીડિતની સેવા, શિક્ષણ, વગેરે. અને આ બધી પ્રવૃત્તિ નિષ્કામ ભાવે અને જાગૃતિપૂર્વક તેઓ કરતા હોઈને, તેમાં એક યા બીજા પ્રકારની હિંસા અન્તર્ગત હોવા છતાં પોતાના અહિ સા વ્રતને આથી જરા પણ બાધ આવે છે એમ તેઓ ન સમજે.
.. જન સાધુઓ પક્ષે આવું આચારવિચાર-૫રિવર્તન શ્રી શંકરરાવ દેવને અપેક્ષિત છે એમ હું સમજ્યો છું અને આજના સાધુસમાજને વર્તમાન વિચારવાતાવરણ સાથે પોતાના જીવનને તાલબદ્ધ બનાવવું હોય તે ઉપર જણાવ્યા મુજબ પોતાના વિચાર, વચન અને વર્તનમાં જરૂરી ફેરફાર કર્યા સિવાય ચાલે તેમ નથી એમ તેમણે સમજી લેવાની–એક રીતે કહીએ તે અનિવાર્યઆવશ્યકતા છે.
પરમાનંદ wwwwww
wwwwwwwwwતને વિષયસૂચિ ભગવાન મહાવીરનું કાર્ય :
એક વિચારણા ... ... દલસુખભાઈ માલવણિયા ૭૧ પૂરક નેધ... ... .. પરમાનંદ સાણંદ શુદ્ધિપ્રયોગ
પરમાનંદ પ્રકીર્ણ નોંધ : ગુજરાત યુનિવર્સિ- પરમાનંદ ટીના શિક્ષણ માધ્યમને પ્રશ્ન અને મગનભાઈ દેસાદનું અણનમ વલણ', શિક્ષણ માધ્યમના પ્રશ્ન ઉપર Š. જીવરાજ મહેતાએ પાડેલે વેધક પ્રકાશ શેઠ કસ્તુરભાઈ લાલભાઈનું અલ્પાક્ષરી પ્રવચન, એક સેવાભાવી સજજનને દેહવિલય એનું નામ તે શ્રાવક ' ... વાલજી ગોવિંદજી દેસાઈ ૮૧ પર્યુષણ વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ ... ... ૨