________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬૮-૬૦
શકિત અનુસાર જ કરે છે. આથી જ આધ્યાત્મિક વિકાસની અનેક ભૂમિકાએ પડે છે. પણ તેથી એમ તે ન જ કહેવાય કે પ્રવર્તી કે એવી બધી છૂટ આપી છે. એવી છૂટ હોય તો તે મનુષ્ય આગળ વધી જ શકે નહિ. પણ તે જે એમ સમજતા રહે કે આ છૂટ જે લઉં છું અથવા તે અનાચાર કરૂ છું તે અનાચાર તેા છે જ . અને મારે તેને ગમે ત્યારે છેડવાત છે જ તે જ તે આધ્યાત્મિક સાધનાની કાઇ પણ એક ભૂમિકામાં ગણાઇ શકે. અન્યથા રૂઢાચારી ગણાય, પ્રગતિના પંથે નહિ.
ચાર આશ્રમ વિષેની વાત કરતા તે શ્રી દેવ ભીંત જ ભૂલ્યા છે. બ્રહ્મચારી તે બાળક ગણાય એ શું કમાય? સંન્યાસી તા અતિવૃદ્ધ હેાય, શું તેણે પણ ખેતી કરવાનુ ચાલુ રાખવુ ? તે પછી સમાજમાં બિમાર હાય, વૃદ્દો હોય તેની જવાબદારી શું સમાજની નથી ? જો એમ ન હોય તે તા સમાજ ઘડવાની આવશ્યક્તા જ શી? પશુની જેમ જીવવુ અને મરવુ એ શુ ખોટું? મનુષ્ય સમાજ આંધ્યું! એની પાછળ દૃષ્ટિ એ જ છે કે સમાજમાં બળવાન અને બળહીન બધાનું ઉચિત માત્રામાં ભરણપોષણ સ્વાભાવિક રીતે થતુ રહે, અને સૈા પેાતાની મેાગ્યતા અને ચિ પ્રમાણે કાર્ય કરે. એ વસ્તુ તા અશકય જ છે. કે બધાએ એક જ પ્રકારનુ અને તે ઉત્પાદનનું જ કામ કરવું જોઇએ અને ઉત્પાદનનું કાર્ય ન કરે તે તેને ખાવાને હક્ક જ નથી, કારણ કે તેની જવાબદારી ખીજાએ ઉપાડવી પડે છે. જો આપણે અ મ ખરેખર માનતા હાઈએ તેા ભૂદાનયાત્રા બંધ જ કરવી પડે, છાપાઓ બંધ કરવા પડે, સાધનાઆશ્રમે બંધ કરવા પડે, અને બધાંએ ખેતરે યા ક રખાનામાં જઈ કાર્ જ કરવું પડે.
પણ શ્રી દેવને જે કહેવાનું છે તે તેા કદાચ ખીજું જ છે, અને તે એ કે ‘કૃષિમાં હિંસા છે માટે તે છેડીને અહિંસાને માગ અપનાવવા એટલે કે ખાવનુ છેડવુ નહિ, પણ ખેતી છેડવી-આ ભાગ ખરાબર નથી,' તેમનું આ વિશ્લેષણ ઉપર ઉપરથી ઠીક લાગે છે, પણ જેમણે કૃષિમાં હિંસા બતાવી છે તેમણે ખાવામાં અહિંસા છે એવુ કયાં કહ્યું છે? જેમને કૃષિમાં હિંસા જણાઇ તેમને તે ખાવામાં પણ હિંસા જ જણાઇ છે, એટલે જ તે તે ખાવાનું ક્રમે કરી એહું તે એન્ડ્રુ કરતા જાય છે. આજના સાધુસમાજના આચરણને આધારે હિંસા-અહિંસાના સિદ્ધાંતની વિચારણા ન થઇ શકે, મૂળ સિદ્ધાંતકારના વકતવ્યને અને આચરણને સમજવા પ્રયત્ન કરવા જોઇએ. ખાસ કરી તેમની જયંતી પ્રસંગે,
હિંસા-અહિંસાની અનેક વ્યાખ્યા થઇ, પણ છેવટે જે વ્યાખ્યા અનિવાય રીતે જૈન ધર્મમાં સ્વીકારાઇ તે છે: “પ્રમાદ એ હિંસા અને અપ્રમાદ એ અહિંસા. જીવનમાં અપમાદની માત્રા જેટલી વધે તેટલી અહિંસા વધે છે અને તેમાં જેટલી કમી તેટલી અહિંસક જીવનમાં પણ કમી. આ વ્યાખ્યા એટલી વિશાળ છે કે તેમાં વ્યક્તિ પોતાની રુચિ પ્રમાણે પોતાને જણાતા કર્તવ્યને સમાવેશ કરી શકે છે અને અકર્તવ્યને ટાળી શકે છે, જેને માત્ર આળસુ ખની કશું જ કરવુ નથી એ જ્યારે અહિંસાને આગળ ધરે છે ત્યારે તેમાં તેની આળસના જ દોષ છે પણ તેથી અહિંસાને કારણે તે તેમ કરે છે એમ માનવાને કારણ નથી. અહિંસાના વિશાળમાં વિશાળ સર્વસમાવેશી અ પણ છે અને સંકુચિતમાં સકુચિત પણ છે. તેમાંથી મનુષ્ય પેાતાની શક્તિ પ્રમાણે ચૂંટે છે. આમ કરવામાં કેટલીક વખત તે આત્મવચના કરે છે તે કેટલીક વાર પોતાની દૃઢ માન્યતાનું અનુસરણ પણ કરતા હાય છે. એટલે અહિંસક આચાર શુ' નહિ અને શુ
193
છે તેના નિણૅય છેવટે તે પ્રમાદને આધારે જ કરવા જોઇએ. ગીતાના શબ્દમાં કહેવુ હાય તો અનાસક્ત મનુષ્ય જ જેમ ખરી સમભાવી અને અહિંસક છે અને તે જેમ પેાતાના કર્તવ્યની કસોટી તરીકે અનાસિકતને રાખે છે, એ જ એને ધ્રુવમત્ર છે, તેમ અપ્રમાદ એ જ અહિ'સક આચાર માટે જૈનધમે ધ્રુવમત્ર આપ્યા છે. ગમે તે કાય કરતાં જેટલા પ્રમાણમાં અપ્રમાદી રહેવાય તેટલા પ્રમાણમાં અહિંસક બનાય છે અને જેટલા પ્રમાણમાં પ્રમાદ તેટલી હિંસા. આ કસોટીએ જ જીવનની હિંસા અને અહિંસાને કસવી જોઇએ અને એને આધારે કન્યાક બ્યને નિર્ણય પણ કરવા જોઇએ.
દલસુખ માલવિયા પૂરક નોંધ
ઉપરની આલેાચનાવિચારણામાં શ્રી દલસુખભાએ શ્રી શંકરરાવ દેવના ઘણુાખરા મુદ્દાઓનુ ભારે સતર્ક અને ઝીણુવટભર્યું વિશ્લેષણ કર્યું છે. એમ છતાં શ્રી શંકરરાવ દેવના એક વિધાન તરક લેખકનું પૂરતું લક્ષ ગયું નથી. શ્રી શંકરરાવ દેવ પેાતાના પ્રવચનની શરૂઆતમાં જણાવે છે કે “અનિવાર્ય હિંસાના નામ ઉપર સમાજને હિંસાની છૂટ આપવામાં આવી અને પૂણ્ અહિંસાનું પાલન કરવાવાળા ભિક્ષુઓને સધ સમાજથી અલગ બની ગયે।.” આમાંના પ્રથમ વાકયમાં જે વિધાન છે તે વિધાન જૈન પરંપરા વિષેતુ તેમનુ અજ્ઞાન સૂચવે છે. સમાજને એટલે કે ગૃહસ્થ સમાજને કોઇ પણ હિંસાને અનિવાર્ય ગણીને જૈન ધર્મ તરફથી છૂટ આપવામાં આવી છે એવુ છે જ નહિ. ગૃહસ્થ સમાજ જે કાંઇ હિંસા કરે તેને દેશ તેને લાગે જ છે અને તેનાં મૂળ તેણે ભાગવા જ પડે છે. પણ ‘અનિવાય હિંસાએ શબ્દના પ્રયોગ જૈન સાધુઓની–જૈન ભિક્ષુઓની–ચાલુ જીવનચર્ચા અંગે કરવામાં આવ્યા છે અને તે દ્વારા એવે ભાવ સૂચવવામાં આળ્યેા છે કે જૈન સાધુએ અહિંસાને પોતાના જીવનમાં અમલી બનાવવાને ગમે તેટલા પ્રયત્ન કરે અને ગમે તેટલા તે સાવધ રહે–અપ્રમાદી રહેતા પણ શ્વાસે।ચ્છવાસ, ગમનાગમન, આહાર-નિહાર વગેરે અંગે તેમના જીવન સાથે કાઇ ને ક્રાઇ હિંસા જોડાયલી રહેવાની જ. વિરતિ હાવાના દાવા કરતા જૈન સાધુઓને પેાતાના જીવનધારણ અંગે આવી સૂક્ષ્મ હિંસા તા અવશ્ય કરવી પડવાની જ. સતત જાગૃત રહેતા એવા જૈન સાધુઓના આચારધર્મના વિચાર કરતાં જૈન શાસ્ત્રકારોએ આવી સુક્ષ્મ હિંસાને અનિવાર્ય ગણીને ક્ષમ્ય ગણી છે અથવા તે તેને હિંસા ગણવી નહિ એમ સૂચવ્યું છે. કાણુ કે અહિંસાનું સાર્વત્રિક પાલન કરવાના આગ્રહ દ્વારા સાધુએ પોતાની સમગ્ર જીવનપ્રક્રિયા બંધ કરી દે એમ જૈન શાસ્ત્રકારાએ કદી ઇયુ નથી કે કપ્પુ” નથી. આમ અનિવાય હિંસાની છૂટ જૈન શાસ્ત્રકારાએ ગૃહસ્થાને નહિ પણ સાધુને આપી છે, અને તેની પાછળ ઉપર જણાવ્યા મુજબની વિચારણા રહેલી છે.
એક બીજો સુર્ફે જેતા શ્રૌ દલસુખભાઇએ કરો પેાતાના લેખમાં ઉલ્લેખ કર્યાં નથી તે છે વિજ્ઞાન વિરૂદ્ધ ધમ ને લગતા. પોતાના પ્રવચનમાં શ્રી શર્કરરાવ દેવે એ મતલબનુ કહ્યુ` છે કે અહિંસાના માધ્યમ દ્વારા આખું વિશ્વ બદલી શકાય છે. આ ક્રાંતિકારી ખ્યાલ ધર્મ અપનાવવા પડશે. જો તે ક્રાન્તિકારી નહિ ખતે તે પોતે ખલાસ થવું પડશે; કારણ કે વિજ્ઞાને અહિ'સાને અનિવાય બનાવી દીધી છે. જો સમગ્ર સંસાર અહિંસાના માર્ગ ઉપર નહિ ચાલે તે તેણે સર્વનાશના ભાગે જ આગળ વધવાનું રહેશે. આમ હાવાથી જે કામ ધમ કરી નહિ
V