________________
રજીસ્ટર ન B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
। પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૨૨: અંક ૮
प्रमु
મુંબઈ, ઓગસ્ટ ૧૬ ૧૯૬૦, મંગળવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮
C
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
भवन
જીવ
શ્રી મુંબઇ, જૈનચુવક સઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ : ૨૦ નયા પૈસા
✩
(તા. ૧૬-૭-~૬૦ ના પ્રબુદ્ધે જીવનમાં ભગવાન મહાવીરનુ કા - એ શિર્ષક નીચે શ્રી શધરરાવ દેવે મહાવીર જયન્તી ઉપર આપેલા વ્યાખ્યાનના અગત્યના વિભાગ પ્રગટ કરવામાં આવ્યો હતા. જૈન ધર્મની શાસ્ત્રીય પરંપરાના પૂરા ખ્યાલ નહિ હોવાના કારણે શ્રી શ કરરાવ દેવે એ વ્યાખ્યાનમાં કેટલાંક વિવાદાસ્પદ વિધાન અથવા તે વિચાર રજૂ કર્યાં હતા. આ વિચારનું મુદ્દાસરનુ વિશ્લેષણુ શ્રી દલસુખભાઇ માલવણિયાએ નીચેના લેખમાં કયુ છે. આ લેખને યથાસ્વરૂપે સમજવા માટે ઉપરિનિર્દિષ્ટ શ્રી શંકરરાવ દેવનું વ્યાખ્યાન તા. ૧૬-૭-૬ ના પ્રબુદ્ધ જીવનમાંથી જોઇ લેવા પ્રબુદ્ધ જીવનના વાચકોને વિનંતી છે. . તંત્રો)
ભગવાન મહાવીરનું કા' : એક વિચારણા :
· અહિંસા એટલે અપ્રમાદ : હિંસા એટલે પ્રમાદ ’
પ્રબુદ્ધ જીવનના તા. ૧૬-૭-૬૦ના આંકમાં શ્રી શંકરરાવ દેવનું વ્યાખ્યાન ‘ ભ્રમણ 'માંથી આપવામાં આવ્યું છે. તેને મુખ્ય મૂદ્દો તે એ જ છે કે અહિંસાને સામાજિક પ્રયાગ આવશ્યક છે; કેવલ વ્યક્તિગત અહિંસાની સાધના પર્યાપ્ત નથી, એ સાચું જ છે કે આજને સાધુસમાજ ખાસ કરીને જૈન સાધુસમાજ પોતાના એક કાળે ડાયેલા આચારના નિયમાને વળગીને એમ માને અને આચરે છે કે કાઇ પણુ ઉત્પાદનનું કાર્યાં કરવું તે હિ ંસા છે. આથી તે રોટી કમાઇને ખાતા નથી પણ ભિક્ષાથી જીવનનિર્વાહ કરે છે. આજે આપણે ‘જવાખદારી’ની ભાષામાં વાત કરીએ છીએ ત્યારે શ્રી શંકરરાવ દેવ જેવા પણ એમ કહે છે કે સાધુસમાજે પેાતાની ભાજન કે ભિક્ષાની અથવા તેા કહો કે જીવનની સમગ્ર આવશ્યકતાની જવાખદારી ગૃહસ્થ સમાજ ઉપર નાખી છે. પણ વસ્તુતઃ આ વિષે જરા ઊંડા ઉતરવાની જરૂર છે. ‘ જવાબદારી નાખી છે.' અને ‘ ઉપાડી લીધી છે' એના ભેદ આપણે સમજી લેવા આવશ્યક છે. જે કાળે મહાવીરે કે તેમના પુરગામીઓએ ગૃહસ્થજીવન ત્યાગીને સન્યાસમાં અવલખન લીધું ત્યારે પણ એવા વાનપ્રસ્થ સંન્યાસીએ હતા, જેઓ પોતાની આવશ્યકતાની પૂતિ' માટે સ્વયં શ્રમ કરતા. ગૃહસ્થની જેમ વ્યાપાર કરી આવશ્યકતાથી અધિક ભેગું તે કરતા નહિ. આ માત્ર મુદ્દ—મહાવીરના સંન્યાસી અને બીજા વાનપ્રસ્થ સંન્યાસી વચ્ચે ભેદ હતા. ગૃહસ્થ વગ વ્યાપાર કરી સપત્તિ અધિકમાં અધિક કેવી રીતે પ્રાપ્ત કરવી એની ચિંતા, સેવા, જ્યારે વાનપ્રસ્થ સંન્યાસીવર્ગને એવી ચિંતા ન હતી. તેઓ માત્ર પેાતાને આવશ્યક એટલુ મળી રહે તેટલા પૂરતા શ્રમ કરતા અને બાકીના સમયમાં આધ્યાત્મિક સાધના. ખીજી રીતે કહા તે ગૃહસ્થને કમાવું એ મુખ્ય, જ્યારે વાનપ્રસ્થ સ ંન્યાસીને અધ્યાત્મસાધના એ મુખ્ય. ગૃહસ્થને પેાતાના કુટુંબના પાલન પોષણની જ નહિ સાત પેઢીની ચિન્તા હતી, આવી કાઇ ચિન્તા વાનપ્રસ્થ સંન્યાસી
સેવતા નહિ. પણ ભ. મહાવીર અને તેમના પુરાગામી ભ.પાર્શ્વનાથ આદિની વિચારસરણીમાં અહિંસા એ આધ્યાત્મિકતાના મૂળ પાયે છે એવી સમજ હતી. તેમના પહેલાના વાનપ્રસ્થ સન્યાસીમાં અહિંસા કરતાં બ્રહ્મચિંતન કે ધ્યાન કે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ એ મુખ્ય હતુ. તેમનામાં અહિંસામૂલક ઉગ્ર આચરણ અથવા તેા અહિંસાના વિચારમાંથી ઊભું થયેલુ ઉગ્ર આચરણ ન હતું. આ ભેદ ધ્યાનમાં લઈએ તે કેટલીક ગૂ ંચ ઉકેલવી સરળ થઇ પડશે. મન, વચન, કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને અનુમેાધ્વી નહિ-આ ભગવાન મહાવીરની અહિ ંસા હતી. વળી હિંસા એ પ્રાણધારી જીવતી થતી હા તે એ પણ વિચારવુ તેમને માટે આવશ્યક હતું કે પ્રાણધારી કાણુ છે અને કાણુ નથી. પર ંપરાથી જ એમને એ વિજ્ઞાન પ્રાપ્ત જ હતું કે દૃશ્ય અદ્રશ્ય સ્થૂલ સૂક્ષ્મ નાના પ્રકારના વે! આ લોકમાં ભરાયેલા છે. જીવથી આખું જગત ભરેલુ છે, અને તેમાં જીવવા છતાં કોઇ પણ પ્રકારે હિંસા ન કરવી-આ એના આધારે તેમને પેાતાના અહિંસક જીવનને ઘાટ ઘડવા હતા. આમાંથી જ તેમને નિવૃત્ત જીવનના–ઉત્કટ નિવૃત્ત જીવનને અહિંસક જીવનના–ઉત્કટ મા` જડી આવ્યા. અને એને જ કારણે શક્ય એટલી બધી પ્રકારની હિ'સા તજવા પ્રયત્ન કર્યાં. આમાંથી જ ક્રમે કરી છેવટે અહિંસક જીવનની અંતિમ ભૂમિકા રૂપે ઐકાંતિક નિવ્રુત્ત જીવનની કલ્પના ઊભી થઇ. આવી એકાંતિક નિવૃત્તિ સ્વીકારનાર માટે શ્વાસેાચ્છવાસનું પણ નિયમન કરવુ આવશ્યક છે. તે પછી આહારનુ નિયમન તે। સ્વાભાવિક રીતે જ આવશ્યક થઇ જાય છે. એટલે કે આવું સાધક જીવન એ સમાધિમરણની પ્રક્રિયા જ છે. આહાર એ જીવનમાં અસમાધિભાવની વૃદ્ધિને શકવા પૂરત મર્યાદિત છે. આથી જ આપણે જોઇએ છીએ કે ભ. મહાવીરના સાધકવનમાં ઉપવાસના તપાસ્યાના દિવસે વધી જાય છે. બહુ જ ઓછા દિવસેાએ તેમણે આહાર લીધા છે. અહિંસાની આવી ઉત્કટ સાધના કરનાર માટે એમ ન કહી શકાય કે તેમણે પોતાના આહાર આદિની ‘જવાખદારી ગૃહસ્થા ઉપર નાખી છે.' પણ ગૃહસ્થે સ્વયં આવા તપસ્વીને પોતાના આહારમાંથી જે કાંઇ આપી શકે તે પોતાને ધન્ય માને છે. અથવા એમ કહો કે તેએ! આવા સમથ તપસ્વીની સેવાને લાભ લેવા તેને કર્તવ્ય માને છે. આમ જવાબદારી નહિ, પણ કર્તવ્ય કે સેવાના ભાવ તપસ્વીને આહારદાનમાં રહેલા છે. તેને આજની પરિભાષામાં ‘જવાબદારી નાખી છે એમ કહેવું તે આધ્યાત્મિક મૂલ્યોનું મહત્ત્વ ઓછું કરી માત્ર અદલાબદલીની પરિભાષામાં અથવા તે ભૌતિકવાદની પરિભાષામાં લઇ જવા જેવું થાય.