________________
૧૦
હ
શુક્ર જીવન.
અનેક સાધનોથી થાય છે અને જેની નિષ્પત્તિ હોય છે તેને નાશ પણ હોય છે એટલે એ સંસ્કારરૂપ ધર્મ નષ્ટ પણ થવાના. આ દૃષ્ટિએ જોઈએ તેા અભ્યુદય નિષ્પાદક સાધનાથી અન્યુય થાય પણ છેવટે એ અભ્યુદય ટકે નહિ, કારણ કે તે કૃત્રિમ છે. એટલે સાધનપરંપરા જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી અભ્યુદય પરંપરા ચાલુ રહે. પણ સાધનપરપરાની સમાપ્તિ થાય એટલે અભ્યુદયની પણ સમાપ્તિ સમજવી.
આથી વિરુદ્ધ ધર્મને જ્યારે સંસ્કાર નહિ પણ વસ્તુના સ્વભાવરૂપે માનવામાં આવે, આત્માના સ્વભાવરૂપે માનવામાં આવે ત્યારે તે અવિનશ્વર બની જાય છે. આ દૃષ્ટિએ નિ:શ્રેયસ એ અવિનશ્વર છે કારણ કે સ્વભાવ છે. એની નિષ્પત્તિ ન હોય પશુ પ્રાકટ્ય હાય, અવિર્ભાવ હાય, એટલે નિઃશ્રેયસ એ સ્વભાવ ધર્મ છે અને પ્રાકટ્પે સાધ્ય પણ છે. એના પ્રાકટ્યના સાધનને ધર્મ કહેવામાં આવે છે, તે સાધનમાં સાધ્યને ઉપચાર કરીને. આમ અથ એટલે નિ:શ્રેયસ અને અભ્યુદય એ બન્નેને ધ કહેવામાં આવ્યે છે-“ સોનાક્ષળોનો ધમઃ ” એ સૂત્રમાં.
ત્યારે હવે એ વિચારવુ પ્રાપ્ય થાય છે કે અભ્યુદય એ ખાદ્ય સાધનસામગ્રી છે અને નિ:શ્રેયસ એ સ્વભાવપ્રાપ્તિ છે તે તે ધમ કેવી રીતે? આપણે ભાષામાં તે। કહીએ છીએ કે દાન કરા, યજ્ઞ કરો તે ધર્મ થશે. અહીં ધર્મને અર્થ શું? આમાં ધર્મના અર્થ સંસ્કાર છે અને એ સંસ્કારને અનુસરીને માણસના અભ્યુદય થાય છે. એટલે સ્વય' અભ્યુદય એ ધર્મ છતાં તેનાં સાધનને ધર્મ કહેવામાં આવે છે ત્યારે આ ભાષા આપચારિક છે એમ સમજવું. પછી આપણે કાષ્ટ મનુષ્યને સ્વસ્થઆત્મામાં લીન જોઇને કહીએ છીએ કે એ પેાતાના ધર્મમાં છે. અહીં પણ એ પોતાના સ્વભાવમાં છે એમ સમજવું. આ દૃષ્ટિએ નિ:શ્રેયસ એ સ્વસ્થિતિ, આત્મલીનતા હાઇ તેનાં જે સાધના ધ્યાન ધારણા આદિ એને પણ ધર્મ આપચારિક રીતે કહેવામાં આવે છે.
ઉપસંહાર
આ પ્રકારે બન્ને વ્યાખ્યામાં જે કહેવામાં આવ્યું છે તેનુ મેં મારી દૃષ્ટિએ વિવરણ કર્યું. આ બધાના સાર એ છે કે ધર્મની ખાસ કરી અભ્યુદ્યકારક ધમની વ્યાખ્યા અદ્દલતી રહે છે અને તે ધમ પણ બદલતા રહે છે, નિઃશ્રેયસ ધર્મની વ્યાખ્યા પણ ખલાય છે તે પણ આપણે જોયુ. એટલે આપણે એમ કહી શકીએ કે સ્વભાવ રૂપ ધર્મ સ્વયં ભલે ન બદલાતા હોય પણ તેનાં સાધના તે બદલાય જ છે. અને આપણે જ્યારે ધર્મના વિચાર કરવાના હોય છે ત્યારે ખાસ કરી સાધન ધર્મના વિચાર મુખ્ય હાય છે કારણ તે જ આચરણના વિષય અને છે. અને સાધનરૂપ ધર્મ તે સદૈવ બદલતા રહે જ છે એ આપણે ઉપર જે વિવેચન કરવામાં આવ્યું છે તેથી જાણી શકીએ છીએ. દા. ત. એક કાળે અતિથિનુ સ્વાગત પંચગવ્યથી કરવામાં આવતું અને તેમાં ધમ મનાતા. આજે તેમ કાઇ કરે તેા અતિથિ પણ અપ્રસન્ન થાય. આજના ધમ વૈયકિતક મટીને સામાજિક થઈ રહ્યો છે. એ અનુબંધમાં જોઇએ તે આજે લેાકહિતનાં કે સજનહિતનાં જે કાર્યો થઇ રહ્યા છે તે ધર્મનાં જ છે એ આપણે સમજવું જોઇએ. આના અનુસધાનમાં જવાહરલાલ નહેરૂ ભાખરાનાંગલ જેવા સ્થાનને આજના નાં તીર્થો કહે છે તે સો ટકા સાચુજ ઠરે છે. માત્ર તે પ્રતિની આપણી દાષ્ટ સ્પષ્ટ થવાની જરૂર છે. વૈદિક લાકો ગાય જેવા પશુના યજ્ઞ કરીને ધન, જમીન, ગાયા, પુત્રા, આદિ સ ંપત્તિ માગતા અને એ કાળના એ ધમ હતા. તે આજે દામાઘર યે!જના કે ભાખરાનાંગલની ચેાજના જેમાં કરાડે લેાકાના સુખસગવડની શકયતા છે તે તીર્થી શા માટે ન કહેવાય ? અને તે કાર્યને ધકા કહેવામાં આવે તે તેમાં ખાટું શું છે?
સમાપ્ત
તા. ૧-૪-૬૦
A
કેટલીક જાહેરાતા
આગામી પ ણ વ્યાખ્યાનમાળા
શ્રી મુખઇ જૈન યુવક સંઘ તરફથી દર વર્ષે માફક આ વખતે પર્યુષણ વ્યાખ્યાનમાળા એગસ્ટ માસની ૧૯ મી તારીખ અને શુક્રવારથી ઓગસ્ટ માસની ૨૭મી તારીખ સુધી ગાઠવવામાં આવી છે. પહેલા પાંચ દિવસ લૈવાવ્સ્કી લેાજમાં, પછીના મે દિવસ રાકસી થીયેટરમાં અને પછીના એ દિવસ ભારતીય વિદ્યાભવનમાં. આ મુજબના ક્રમ આ વ્યાખ્યાનમાળાને રહેશે. ઉપર જણાવેલ દિવસા દરમિયાન વ્યાખ્યાનસભા હંમેશા સવારના ૮૫ વાગ્યે શરૂ થશે અને અન્ને વ્યાખ્યાના ગાઠવવામાં આવશે. આ વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ પ્રબુદ્ધે વનના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે.
સંઘનું વાર્ષિક લવાજમ સત્વર માકલી આપા
સંધનું ચાલુ વહીવટી વર્ષ ત્રણ મહિનામાં પૂરૂ થવા આવશે, એમ છતાં સધના ઘણા સભ્યાનું વાર્ષિક લવાજમ રૂા. ૫ હજુ ભરવામાં આવ્યું નથી. આ સભ્યાને આગામી પર્યું પણ્ વ્યાખ્યાનમાળા દરમિયાન પોતપોતાનું લવાજમ ભરી જવા વિનંતિ છે.
આપના સરનામાં સુધરાવે !
પ્રબુદ્ધ જીવનનાં સરનામા નવા છપાવાની જરૂર ઉભી થઈ છે તેા સંધના સભ્યાને તથા પ્રબુદ્ધુ જીવનના ગ્રાહકોને વિનતિ કે જે પેાતાનાં સરનામા સુધરાવવા ઇચ્છતા હોય તેઓ સધના કાર્યાલયને જરૂરી (૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુખ, ૩) સુધારા જલદીથી સૂચવે.
પ્રબુદ્ધ જીવનના ૧૬ મી જુલાઈના
અક ન મળ્યા હાય તે મ ગાવી લે
ટપાલ ખાતાની જુલાઇ માસની તા. ૧૨ મીથી ૧૭ મી તારીખ સુધીની હડતાળ અને ત્યાર પછી ટપાલને એકઠો થયેલા ગંજાવર જથ્થા—આ કારણેાને લીધે સંધ તરક્ી વખતસર રવાના કરવામાં આવેલ ૧૬ મી જુલાઇના પ્રબુદ્ધ જીવનને ક કેટલાક સભ્યો તેમજ ગ્રાહકોને ન મળ્યા હાય એવે! સંભવ છે. તે જેને જેને તે અંક ન મળ્યા હાય તે સભ્યને યા ગ્રાહકને તે મુજબ સધના કાર્યાલય (૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ-૩) ઉપર લખી જણાવવા વિનતી છે. જેટલી નકલેા વધી હશે તેટલા પ્રમાણમાં પ્રબુદ્ધ જીવનની તે અંકની નકલ મોકલી આપવામાં આવશે.
‘ ભગવાન મહાવીરનુ` કા'ની સમાલેાચના શ્રી શંકરરાવ દેવના ઉપર જણાવેલ વિષય ઉપરના પ્રવચનના સંક્ષિપ્ત સાર તા. ૧૫-૭-૬૦તા પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવ્યા હતા. તેની સમાલેચના પ્રાધ્યાપક દલસુખભાઇ માલવણિયા તરફથી અમને પ્રાપ્ત થઇ છે જે આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે.
પ્રબુદ્ધ જીવનના ગ્રાહકોને
જ્યારે જ્યારે જે ગ્રાહકનું લવાજમ પૂરૂ થાય છે ત્યારે ત્યારે તેને વખતસર ખબર આપવામાં આવે છે. જો ગ્રાહક તરીકે તેની ઇચ્છા ચાલુ રહેવાની હાય તે રૂા. ૪ તું મનીએર સધના કાર્યાલય ઉપર માકલી આપે અથવા તેની ઉપર વી. પી. કરવામાં આવે તે સ્વીકારે. જેને ચાલુ ન રહેવુ હાય તે તે મુજબની અમને સત્વર ખબર આપવા કૃપા કરે. મંત્રીઓ,
મુંબઇ જૈન યુવક સંઘૂ
દલસુખ માલવિયા
મુંબઇ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કાટ, સુખ,