________________
તા. ૧-૪-૬૦
પ્રબુદ્ધ જીવન
ધર્મની બે ની વ્યાખ્યા
( ગતાંકથી ચાલુ )
હવે આપણે ખજી વ્યાખ્યાના વિચાર કરીએ. એ છે— નોના હક્ષનોનો ધર્મ : આમાં અને ધમ કહ્યો છે અને અથ શું અને અનથ શુ એ વેદથી જણાતું હાઇ તેને ક્વોનાક્ષ’ કહ્યો છે. અર્થાત્ વેદમાં જેતે વિષે આજ્ઞાવિધિ–પ્રેરણા હોય એ તે ધર્મ અથવા ધર્મનું કારણુ ખતે છે અને જેને નિષેધ હોય તે અધમ અથવા અધર્મનું કારણ બને છે. આ એ વ્યાખ્યાના સામાન્ય અર્થ છે. હવે તેના વિષે વિશેષ વિચાર કરીએ.
પ્રથમ વ્યાખ્યામાં નિરૂપાયેલ અભ્યુદય અને નિઃશ્રેયસ એ અર્થ શબ્દથી પ્રતિપાદ્ય ગણીએ તે આ વ્યાખ્યા . ધર્મને સાધ્ય ગણે છે, સાધન નહિ, પણ પ્રથમ વ્યાખ્યામાં ધર્મ એ સાધન છે, સાધ્ય નહિ. પ્રથમમાં કારણને ધમ કહ્યા છે અને આમાં કાર્યને પ્રથમ વ્યાખ્યામાં એ ધમ શાથી જાણવા એ વિશે કશું જ કહ્યું નથી, પણ આમાં તે વેદથી જણુાય છે એમ કહ્યુ છે. પણ જેમણે પ્રથમ વ્યાખ્યા બાંધી છે એ કણાદ ઋષિને પણ વેદપ્રામાણ્ય તા ઇષ્ટ છે. એટલે તેમણે કહ્યું કે અભ્યુદય અને નિઃશ્રેયસ સાધક ધર્મનું પ્રતિપાદન કરતા હોવાથી વેદપ્રમાણ છે; ખીજા કારણે નહિ. “ તદ્નચનાવાજ્રાય" પ્રામાઘ્યમ્ '' ખને વ્યાખ્યાકારાને ધમ માનવા છે, વેદ પણ માનવા છે. પણ ભાર કાના ઉપર મૂકવા એ પ્રશ્ન છે. પ્રથમ વ્યાખ્યાકારને મન મુખ્ય એ ધર્મ છે અને તેનું પ્રતિપાદન કરતા હાવાથી વેદ પ્રમાણ છે, જ્યારે ખીજી વ્યાખ્યામાં વેદ એ મુખ્ય છે અને એ વેદ જ ધર્મ સમજાવે છે. આ દૃષ્ટિએ જોઇએ તો આમાં પણ ધર્મ અને વેદ્ય અથવા તે। વૈદિક અને અવૈદિક વિચારાનું પ્રતિબિમ્બ છે.
વૈદિક પર પરા. વેદને જ સ॰સ્વ માનતી અને તે પણ અપરુષેય વેતે. વેદમાં લખ્યું હોય તે સાચું. આપણે આપણી બુદ્ધિના પ્રયોગ કરવાના નહિ, મનુષ્ય-પુરુષ કાંઇ સર્વજ્ઞ થઈ શકે નહિ, ધમ' જેવી અતીન્દ્રિય ખાળતાને જાણી શકે નહિ. એ જાણવાનું સાધન તે માત્ર વેદ જ છે. આથી વિરૂદ્ધ ખીજી પરપરા એવી છે જે કહે છે, કે વેદ યા ખીજા કોઇ ગમે તે શાસ્ત્ર હોય તે આત્માએ બનાવેલા છે, પછી તે પરમાત્મા જેવા રાત્માએ બનાવ્યા હોય અથવા બુદ્ધ-મહાવીર જેવા મનુષ્યઆત્માએ. તે અકૃત્રિમ હાઇ શકે નહિ. અતીન્દ્રિય વસ્તુ પણ મનુષ્ય સાક્ષાત્કૃત કરી શકે છે. મનુષ્ય માટા છે, શાસ્ત્ર નહિ, વેદ નહિ. આમ મનુષ્ય અને વેદમાં મહત્ત્વ કાન્તુ તે એકને મતે વેદનુ અને બીજાને મતે મનુષ્યનુ. મનુષ્યની મોટા તેના ધર્મને કારણે. અને વેદની મેટા પણ ધર્મના પ્રતિપાદનને કારણે. આ જ વસ્તુને મહાભારતમાં વ્યાસે ઉદ્ઘાષિત કરી છે કે અહીં મનુષ્યથી શ્રેષ્ઠ કશુ જ નથી. અવૈદિકાએ પણ વેદને સ્વીકાર્યો પણ તે અપરુષેયતાને કારણે નહિ પણ તે દ્વારા થતા ધર્મના પ્રતિપાદનને કારણે...
આ બીજી વ્યાખ્યામાં વેદની આજ્ઞા એ ધર્મ' એ બતાવાયુ. પણ પ્રતિહાસની દૃષ્ટિએ જોઇએ તે વેદાનુ જ્યારે અંતિમ રૂપ સ્થિર થયું ત્યાર પછી તેમાં કાંઇ ઉમેરા થયા નહિ એ સ્થિતિસ્થાપક જેવાં ખની ગયાં. પણ મનુષ્યનું મન તે ચંચળ છે, સ્થિર રહી શકતુ નથી. નવી નવી વિચારણા અને આવિષ્કારો કર્યાં કરે છે. આજે જે તે કરતુ હાય. કાલે તેને છોડીને ખીજું કરવા મંડી પડે છે. તે વેદ અને મનુષ્યના મનની દોડને કાંઇ મેળ જ ન રહે. આ સ્થિતિમાં જો ધર્મને નિય
૬૯
વેદથી જ કરવાને હાય તે મનુષ્યને ક્રમ પાલવે ? એટલે મનુષ્યબુદ્ધિએ જ રસ્તો કાઢયા કે વેદમાં ભલે ન લખ્યું હોય પણ તેથી અવિરૂદ્ધ હોય તે વેદસંમત જ સમજવું. આ રીતે વેદ સાથે ધર્માંત્રા, કપ, સ્મૃતિ આદિ ઉપરાંત પુરાણ પણુ ધર્મના પ્રમાણુપ્રન્થા તરીકે મનાવા લાગ્યા. આટલાથી પણ સંતુષ્ટ ન થનારૂ માનવમન એમ પણુ કહેવા લાગી ગયુ` કે ભલે અમુક આચરણના આધાર વિદ્યમાન આ બધી સામગ્રીમાં ન હાય પણ વેદના ઘણા ભાગ જે નષ્ટ થઇ ગયા છે તેમાં તે તે હશે જ. અન્યથા આજના શિષ્ટ ગણાતા લેક તેવું આચરણુ કરેજ કેમ ? સારાંશ એટલે છે કે મનુષ્યને જે સમયે જે ઉચિત લાગ્યું' તે તેણે કર્યું, જેમાં તેને પેાતાનું હિત દેખાયુ તે કર્યું" અને જૂના વિચારવાળાને રાજી રાખવા માટે વેદના આધાર પણ ન છેડયા. આમ ‘ચેદના'શબ્દ એ મૂળે વૈશ્વિક પ્રેરણાના અર્થમાં વપરાયો હતે છતાં તેને અવિસ્તાર માનવના વિશુદ્ધ મનની પ્રેરણા એ અર્થમાં થઈ ગયા. અને એમ થવું સ્વાભાવિક પણ છે, કારણ વેદના અજ્ઞાન છે અને જ્ઞાન એ માણસના વિશુદ્ધ મનની ઉપજ છે. એટલે મનુષ્યનુ વિશુદ્ધ મન નક્કી કરે તે ધમ એ આ વ્યાખ્યાતા સાર સ્થિર થયેા.
ઉપર કહ્યા પ્રમાણે પ્રથમ વ્યાખ્યામાં સાધનને ધમ અને ખીજીમાં સાધ્યને ધમ કહેવામાં આવ્યા છે. એટલે આ બાબત પણ વિચારણીય છે કે ધર્મ એ સાધ્યું છે કે સાધન ? જો સાપેક્ષ દાષ્ટએ વિચારીએ તે વિશ્વમાં કશુ જ એકાંતે સાધ્ધ યા સાધન નથી, પણ આપણી જોવાની દૃષ્ટિથી કાઇ વસ્તુને કયારેક આપણે સાધ્ય કહીએ છીએ અને કયારેક એ જ વસ્તુને સાધન પણ કહીએ છીએ. માણસાને ધન કમાવાની જ દૃષ્ટિ હોય ત્યારે તે ધનના જ વિચાર કરે છે અને જે કાંઇ કરે છે તે તેને મેળવવા માટે જ. આ વખતે ધન એ તેનું સાધ્ય કહેવાય છે પણ જ્યારે એને વિચાર આવે છે કે વન માટુ કે ધન? ત્યારે એમાંથી એ સમજતા “ થાય છે કે જ્તન માટે ધન છે, ધન માટે જ્વત નથી, આટલું સમજ્યા પછી તે ધન કમાશે જરૂર, પણ તેને જીવનના સાધનરૂપે માનીને. આમ એકજ ધન દૃષ્ટિભેદે સાધન અને સાધ્ય જેમ ખતે છે તેમ ધર્મ વિષે પણ છે, જેને ધર્મની ધૂન હોય તે તેને જે કહેવામાં આવે તે કરીને ધર્મ કમાવા માંડે છે. એ વિવેક નથી કરતા ધર્મ :કમાવાના જે સાધન હું કામમાં લાવું છું તેથી વસ્તુતઃ ધ થશે કે નહિ. સામાન્યત ઃ જેની સાધ્ય ઉપર જ મુખ્ય દૃષ્ટિ હૈાય છે તે સાધનમાં વિવેક નથી કરતા અને જેની સાધનમાં મુખ્ય દૃષ્ટિ હાય છે તે સાધ્યમાં વિવેક નથી કરતા. પણ વસ્તુત: વિવેક સાધ્ય અને સાધન બન્ને પક્ષે હાવા આવશ્યક છે. આમ થતું નથી “એટલે જ આપણે જોઇએ છીએ કે ધમ' વિષે અનેક મત-મતાંતર પ્રવર્તે છે અને તે રુપ એક બીજાનું નિરાકરણ કરે છે. એટલે આ સ્થિતિમાંથી ઉગરવાના રસ્તા એક જ છે કે વિવેક કરવા અને વિવેકથી નકકી કરવું કે ધર્મ શું છે અને નથી. અને ધથી આપણે શું સિદ્ધ કરવા માગીએ છીએ અને તે સિદ્ધિ. આવશ્યક છે કે નહિ?
ધર્મ એ એક સંસ્કારરૂપ પણ છે અને વસ્તુના સ્વભાવરૂપ પણ છે. જ્યારે આપણે તેને સંસ્કારરૂપ માનીએ ત્યારે તેની નિષ્પત્તિ હૈાવાથી સાધ્યુ કહી શકાય. આ સાધ્યની સિદ્ધિ