SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૬૦ અવસાનના દિવસે સાંજે અમદાવાદ રેડીઓ ઉપરથી શ્રીધરાણીમાં રહેલી એક સર્જક કવિની પ્રતિભાને અને કળાને યથાર્થ રીતે મુલ વતાં શ્રી ઉમાશંકર જોષીએ જણાવ્યું હતું “આ પ્રતિભા અને કળાનાં ત્રણ લક્ષણે ખાસ ધ્યાન ખેંચે તેવાં હતાં. એક તે કમનીય રસજજવલ પદાવલિ (Diction) બકે કાવ્ય દેહની કીટ્સને યાદ આપે તેવી ઈન્દ્રિયગ્રાહ્યતા; બીજું બુલંદ ભાવનામયતા; અને ત્રીજું જીવનના વાસ્તવની સહજે પકડ. આ તો વડે શ્રીધરાણીને કાવ્યપિંડ આગવી રીતે ઘડાયો હતેા અને અનોખું સૌન્દર્ય સિદ્ધ કરી રહ્યો હતો. એમની કાવ્યરચના ઉપર સમકાલીન ઘડતરબળાની અસર પડી હતી, પણ એમણે વિચારપ્રાધાન્ય, વાસ્તવવિગતે, છંદપ્રવાહિતા–એમાંથી કશાનો અભિનિવેશ મેળવ્યો નહોતો. ભાવનાઓમાં પણ ગાંધીવાદ અને એને પગલે પગલે આવેલો સમાજવાદ શુદ્ધ રૂપમાં માનવવાદના રૂપમાં અને ઘણુંખરૂં કાવ્યને અનુકુળ રીતે એમની કવિતામાં પ્રવેશ્યાં હતાં.” શ્રીધરાણીએ ગુજરાતને માત્ર કવિતા આપી નથી. કવિતા ઉપરાંત સુંદર નાટકે પણ આપ્યાં છે. એમાં સુંદર બાળનાટકો પણ છે અને સારાં એકાંકીઓ પણ છે. એમનાં બધાં બાળનાટકોમાં “વડલો સદાયે અવિસ્મરણીય રહે એવી કૃતિ છે. અને એવી જ રીતે “મેરનાં ઈંડા પણ જલ્દીથી ન ભુલાય એવી તેમની કાવ્યકૃતિ છે. શ્રીધરાણીએ ભારત ખાતે પાછા ફર્યા બાદ છેડા સમયમાં નૃત્યકળામાં જેણે સારી કુશળતા પ્રાપ્ત કરી હતી એવાં શ્રી સુંદરી ભાવનાની સાથે લગ્ન કર્યું હતું. આ લગ્નથી તેમને બે બાળકે પ્રાપ્ત થયાં હતાં : અમર અને કવિતા. તેમના આ નાના સરખા કુટુંબ પ્રત્યે અનેક સ્વજને, મિત્ર, સાહિત્યરસિક નરનારીઓ, વિધાતાએ જ્યારે તેમના ઉપર આવો નિષ્ફર પ્રહાર કર્યો છે ત્યારે, ઊંડી સહાનુભૂતિ દાખવી રહ્યા છે. પરમાત્મા સદ્ગતના આત્માને સાશ્વત શાન્તિ અર્પો! ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ માધ્યમનો પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટીના ધારામાં ચાલુ વર્ષના નવેમ્બર માસની ૨૩ મી તારીખથી યુનિવર્સિટી નીચેની બધી કોલેજોમાં બધું શિક્ષણ ગુજરાતીમાં આપવું એમ આજથી દશ વર્ષ પહેલાં ઠરાવવામાં આવ્યું છે. આ સમયે આશા સેવવામાં આવેલી કે દશ વર્ષના ગાળા દરમિયાન જુદા જુદા વિષયને લગતાં પાઠયપુસ્તકો ગુજરાતી ભાષામાં તૈયાર થઈ જશે અને એ વિષયો શિખવનાર અધ્યાપકો પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. કમનસીબે છેલ્લાં દશ વર્ષના ગાળામાં આવી કોઈ તૈયારી થઈ શકી નહિ અને પરિણામે અંગ્રેજી માધ્યમનું ગુજરાતી માધ્યમમાં નવેમ્બર માસ સુધીમાં પરિવર્તન કરવું શકય નથી, વ્યવહારૂ નથી-એવી એક પરિસ્થિતિ ગુજરાત યુનિવર્સિટી સામે ઊભી થઈ. પરિસ્થિતિની આવી પ્રતિકૂળતા હોવા છતાં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી મગનભાઈ દેસાઈ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શ્રી ઠાકોરભાઈ દેસાઈ તેમ જ અન્ય કેટલાક આગેવાનોને એ આગ્રહ રહ્યો કે ધારામાં જણાવ્યા મુજબ આવતા નવેમ્બર માસથી ચાલુ શિક્ષણ માધ્યમનું ગુજરાતીમાં રૂપાન્તર કોઈ પણ હિસાબે કરવું જ જોઈએ. આ સામે અંગ્રેજી અનિયત સમય સુધી ચાલુ રાખવું જોઈએ એ વિચાર ધરાવનાર શેઠ કસ્તુરભાઈ લાલભાઈ અને તેમના કેટલાક સાથીઓ સ્થાનિક યુનિવર્સિટીની સેનેટમાં એવી મતલબનો ઠરાવ રીકવીઝીશનથી લાવ્યા કે આવતા દશ વર્ષ સુધી યુનિવર્સિટીના શિક્ષણ માધ્યમ તરીકે અંગ્રેજીને ચાલુ રાખવું એ મુજબને યુનિવર્સિટીના ધારામાં સુધારો કરવાની ગુજરાત રાજ્યની વિધાનસભાને વિનંતિ કરવી. સેનેટમાં આ ઠરાવ તા. ૨૮-૬-૬૦ ના રોજ રજુ થતાં સેનેટના એક સભ્ય શ્રી ઘનશ્યામ ઓઝાએ આ ઠરાવ સામે એ મતલબને કાનૂની વાંધો ઉઠાવ્યો કે આ સુધારો અસ્પષ્ટ છે અને જે યુનિવર્સિટી. ધારા ઉપરથી આ યુનિવર્સિટીનું નિર્માણ થયું છે તે ધારાની જોગવાઈઓ સાથે પ્રસ્તુત સુધારે સુસંગત નથી તેથી આ ઠરાવને ઉપકુલપતિએ કાનૂન બહાર જાહેર કરવા. ઠરાવ પક્ષની તેમ જ વિરૂદ્ધની દલીલો સાંભળીને ઉપકુલપતિ શ્રી મગનભાઈએ રીકવીઝીશનથી આવેલા ઠરાવને કાનૂન બહાર જાહેર કર્યો. આમ સેનેટમાં નિષ્ફળતા મળવાથી શેઠ શ્રી કસ્તુરભાઈ, શ્રી બટુકભાઈ દેસાઈ, શ્રી હિંમતલાલ શુકલ અને શ્રી વિક્રમ સારાભાઈ–આ ચારે જણાએ મળીને ગુજરાતની હાઈકોર્ટ સમક્ષ. ઉપકુલપતિ શ્રી મગનભાઈ દેસાઈના ચુકાદાને બિનકાનુની જાહેર કરવાની સેનેટની એ ખાસ બેઠકને ચાલુ રાખવાની માગણી કરતી રીટ અરજી કરી. તેની સુનાવણી ગુજરાતની હાઈકોર્ટના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એસ. ટી. દેસાઈ અને ન્યાયમૂતિ શ્રી પ્રફુલ્લચંદ્ર એન. ભગવતીની બંધારણને લગતી બેંચ સમક્ષ તા. ૨૫-૭-૬ ને રેજ નીકળી. શરૂઆતમાં જ ન્યાયમૂર્તિઓએ એવી સલાહ આપી કે “આ પ્રકારના ઝઘડા બને ત્યાં સુધી અદાલતની બહાર જ પતે એ ઈચ્છવાયોગ્ય છે. આવા આન્તરિક ઝગડાઓમાં કેટને વચ્ચે લાવવી જોઈએ નહિ.” આ તબકકે બંને પક્ષોએ અંદર અંદર કોઈ ને કોઈ સમજુતી ઉપર આવવું જોઈતું હતું, પણ શ્રી મગનભાઈ દેસાઈના અણનમ વલણને લીધે આવી કોઈ સમજુતી ઉપર આવી શકાયું નહિ અને હાઈકોર્ટને આગળ. વધવાની ફરજ પડી. બન્ને પક્ષના એડવોકેટને સાંભળીને બન્ને ન્યાયમૂર્તિઓએ ચુકાદો આપતાં રીકવીઝીશન દ્વારા સેનેટમાં રજુ કરવામાં આવેલા ઠરાવને ગેરકાનુની ઠરાવતાં ઉપકુલપતિનો રૂલીંગને રદ કર્યું અને એ ઠરાવની ચર્ચાને સેનેટમાં આગળ ચલાવવા માટે હુકમ આપે, અને આ ચુકાદો આપતાં જણાવ્યું કે “બીજા પ્રતિવાદી (એટલે કે ઉપકુલપતિ) પિતાની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા હતા અને પિતાને જે સત્તાઓ નહોતી તે સત્તાઓ વાપરીને વર્યા હતા. આવું ફલીંગ આપવાને બદલે તે ઠરાવ રજુ કરવા દેવાની અને તેની ચર્ચા કરવા દેવાની તેમની ફરજ હતી. આમ કરવાને બદલે ઉપકુલપતિ જેને મનસ્વી અને, સત્તા બહારની કહી શકાય તેવી રીતે વર્યા છે.” આ ચુકાદે મળ્યા પછી શ્રી મગનભાઈ દેસાઈના એડવોકેટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની ગુજરાત હાઈકોર્ટ પાસે રજા માંગી છે અને એ રજા મળે તેઓ આગળ વધશે કે નહિ તે એક સવાલ છે. એક એવા પણ સમાચાર છે કે શ્રી મગનભાઈ દેસાઈ હવે આગળ નહિ વધતાં પિતાના ઉપકુલ પતિપદનું રાજીનામું આપનાર છે. આમાંથી જે કાંઈ બનવાનું હોય તે બને અને એવું કશું નહિ બનતાં આ ઠરાવ સેનેટમાં આવે અને તે મજુર થાય કે નામંજુર થાય. આમ છતાં પણ આ ઝઘડાને ત્યાંથી કોઈ અંત આવવાનો નથી. આજે મેડીસીન. એન્જિનિયરીંગ, ટેકનોલોજી, વિજ્ઞાન વગેરે વિષયો શિખવવા માટે જરૂરી અને ગ્યતા ધરાવતાં ગુજરાતી પાઠય પુસ્તકો નથી એ હકીકત છે. બીજી બાજુએ અંગ્રેજીને અનિયત કાળ સુધી ચલાવ્યું રાખવાનું બની શકે જ નહિ. ભારતભરની કોલેજમાં શિક્ષણ માધ્યમ તરીકે જડ ઘાલી બેઠેલ અંગ્રેજીને આજે કે આવતી કાલે રૂખસદ આપે જ છૂટકો છે. તેથી અંગ્રેજી હંમેશને માટે ચાલુ
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy