________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૬૦
બદલાતું જ રહે છે.
સન્માર્ગદર્શક ગુરત
એણે પિતાએ જ પોતાની
સત્યનું સામાયિક સ્વરૂપ સદા બદલાતું જ રહે છે. આવી વિચારસરણીથી ભગવાને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ સત્યને સામયિક રૂપ આપવાની આજ્ઞા મૂકી છે. બાકી સત્યનું મૂળભૂત આન્તર સ્વરૂપ એ એક જુદી વસ્તુ છે અને તે તે સામાન્ય માનવીના અનુભવે બહારની વસ્તુ હોઈ એનું એ સ્વરુપે તે એને પામીને જ અનુભવી શકાય.
આમ મહાવીરે સ્વતંત્ર વિચારણાપૂર્વક સત્યશોધનની દષ્ટિને આવકારી છે અને એટલા માટે જ સમજ્યા વિના પરિક્ષણ કર્યા વિના શાસ્ત્રવચને પર પણ કેવળ આંધળી શ્રદ્ધા રાખવી એને એમણે મિથ્યાત્વ–અજ્ઞાન કહ્યું છે, કારણ કે સત્યાસત્યનિર્ણયકારી બુદ્ધિ વિના એટલે કે વિવેકદ્રષ્ટિ વિના સત્ય , સમજાતું નથી. શાસ્ત્રોમાં જે એમ કહેવામાં આવ્યું છે કે સમ્યકવીને મિથ્યાષ્ટિ શા પણ સમ્યકત્વરૂપે પરિણમે છે અને મિથાદષ્ટિવાળાને સમ્યકત્વનાં શાસ્ત્રો પણ મિથ્યાત્વરૂપે પરિણમે છે એનું કારણ આ છે. મૂળ વાત એ છે કે સ્વતંત્ર વિચારણાપૂર્વક સત્ય શું અને અસત્ય શું એને તારવવાની વિવેકદ્રષ્ટિ ખુલવી જોઈએ.
જગત જે દૃષ્ટિ અપનાવે તે સાંપ્રદાયિક કલહ નષ્ટ થઈ * આપણે શું કરવું ? એ વિચારી શકીએ અને સમભાવપૂર્વક
જ્યાં જ્યાં સત્ય પથરાયેલું જણાય એમાંથી બે ખોબા પી–પાઈ માનવ માનવ વચ્ચે સ્વર્ગ ઊભું કરી શકીએ. પછી ધર્મો બાપીકી મૂડી ન રહેતાં માનવમાત્રની સહિયારી મૂડી બની વિશ્વકલ્યાણકારી તત્વ બની રહેશે અને તે જ સર્વન સંગ્રઃ તિ નૈનધર્મઃ એ સૂત્ર ચરિતાર્થ બનશે. મહાવીરે આ કારણે કહ્યું છે કે:
रत्तो दुछो मूढो पुव्व पुग्गा रिओ अ चत्तारि।..
ए ए धम्माणरिहा अरिहो पुण रोई मज्झत्थो ।
જે દ્રષ્ટિરાગી છે, દેષી છે, હિતાહિતને નહીં સમજનારા છે તેમ જ સાચાખેટાની પરિક્ષા કર્યા વિના જે પરંપરાગત વસ્તુને વળગી રહેનાર છે, એ પુરૂષ ધર્મ પ્રાપ્ત નથી કરતા. હરિભદ્રસૂરિ મહારાજ પણ કહે છે કે:
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।
युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ મહાવીર પ્રત્યે મારે પક્ષપાત નથી, કપિલાદિ પુરૂષ પ્રત્યે દેષ નથી. પણ જેનું વચન બુદ્ધિ-તર્ક સંગત છે એ જ મને પ્રમાણભૂત હે.
“નિશીથ જી અધ્યયન’ના વિદ્વાન સમાચક પણ નિશીથ જાથા પર૪૮, તથા ૨૦૬૭ તેમજ ૩ઘરામા ગા, ૩૮રના આધારે લખે છે કેઃ
તીર્થકરોએ ઈિ વિષયની અનુજ્ઞા કે પ્રતિષેધ નથી કર્યો. કેવળ એટલી જ આજ્ઞા આપી છે કે કાર્ય ઉપસ્થિત થાય ત્યારે કેવળ સત્યને જ આશ્રય લે, અર્થાત્ પિતાના કે અન્યના આત્માઓને ધેખ ને દે. સંયમી પુરૂષોનું ધ્યેય મેક્ષ છે. એથી એ પ્રત્યેક કાર્યમાં વિચાર કરે કે હું એથી મેક્ષથી દૂર જાઉં છું કે પાસે ? જ્યારે સિદ્ધાંતમાં એકાંતવિધિ યા નિષેધ નથી ત્યારે પિતાના લાભાલાભનો વિચાર કરનારા વણિકની જેમ સાધક પિતાના લાભ-અલાભને વિચાર કરે એજ યોગ્ય છે.
આમ ભગવાન મહાવીરે સ્વતંત્ર વિચારપૂર્વક કર્તવ્ય શુંઅકર્તવ્ય શું એ વિચારી તદનુરૂપ જીવન જીવવા પર ભાર મૂકયો છે. એટલું ખરું કે જીવમાં જ્યાં સુધી સ્વતંત્રપણે આત્મનિર્ણય
કરવાની શક્તિ અને શ્રદ્ધા ન પ્રગટે ત્યાં સુધી એ પિતાના સન્માર્ગદર્શક ગુરૂ કે પરંપરાગત આચારને અનુસરે અને એમાં જ એનું ઇષ્ટ છે. પણ છેવટે તો એણે પિતાએ જ પિતાને માર્ગ શોધી લેવો પડશે, કારણ કે હરેક જીવની ગૂંચ ગૂંચાયેલા કકડાની જેમ જુદી જુદી હોઈ એ ગૂંચ એ પોતે જ ઉકેલી શકે. એમાં કોઈ ચોકસ પદ્ધતિ કામ ન આવે, ‘જૈન ધર્મના સિદ્ધાંતો અને સંધ” અપ્રગટ પુસ્તમાંથી”
શાહ રતિલાલ મફાભાઈ–માંડલ પાગલ પ્રેમી
(એક સત્ય ઘટના) રમેશના લગ્નને થોડા દિવસ બાકી હતા. કંકોત્રીઓ વહેચાઈ ગઈ હતી અને લગ્નને લગતી બીજી તૈયારીઓ પણ થઈ રહી હતી. એવામાં એને ખબર મળ્યા કે રમાને કંઈક થયું છે ને એના માબાપ લગ્ન લંબાવવા વિચારી રહ્યા છે. આ “કંઈક થયું છે એ પણ કોઈ જેવી તેવી માંદગી નથી...આમ શારીરિક દષ્ટિએ તે કોઈ માંદગી જ નથી, પરંતુ જે છે તે માનસિક છે. રમાનું મગજ અસ્થિર થતાં, ગાંડપણની દશાએ પહોંચી ગયું છે! થડા જ દિવસમાં જેની સાથે સુખભર્યું લગ્નજીવન શરૂ કરવું છે એ રમા, એ જ રમા એનાં બધાં સ્વપ્નાને ભાંગીને ભૂક કરી શકે તેવી ગાંડી–પાગલ બની ગઈ છે! આ સમાચારને આઘાત કેવો હોઈ શકે. જો કે રમેશના વિવાહને હજી બે જ મહિના થયેલા, તેમ જ રમા સાથે એને પ્રત્યક્ષ પરિચય બહુ જ થોડે થયેલ. જુનવાણી રિવાજ મુજબ એ બેઉને એકબીજાને જોવાનું તેમ જ નહિવતું વાત કરવાનો જ લાભ મળે. એટલે એમાં લાગણીના પ્રવાહ કેટલા પ્રબળ હશે એ બીજાને પ્રશ્ન થાય. પરંતુ એના મનથી તો એ રમા સાથે દઢપણે બંધાઈ ચૂકેલો. સામાન્યપણે કઈ પણ યુવાન કોઈ ગાંડી યુવતી સાથે જાણીબૂઝીને ન જોડાય. વિવાહ થઈ ગયો હોય ને તરત એ તોડી નાંખવા ન ઈચ્છે તોયે એ લગ્ન લંબાવીને સામી યુવતી તદન સાજી થાય પછી પરણવા ઈચ્છે. ઘણુંખરા તે આવી શ્રદ્ધા રાખ્યા વગર બીજા પાસે જોવા પણ માંડે જ. પરંતુ રમેશે પિતાની પ્રતિજ્ઞા ટકાવી રાખી. પિતાને ગામથી એ તરત અમદાવાદ (રમાને ઘેર) જવા નીકળે.
બપોરે ૧૨ વાગ્યાની ગાડીમાં રમેશ રમાને ઘેર પહોં, ને સ્વસ્થતાપૂર્વક આખો દિવસ ત્યાં રહ્યા. એ દરમ્યાન આખા કુટુંમ્બની મૂંઝવણ ખૂબ સરળતા ને સહૃદયતાથી જોઈ. રમાના વડિલો સમજ હતા. એમણે તે રમેશને લગ્ન લંબાવવાની ને તેમ પણ ન ઈચ્છે તે રદ કરવાની પણ છૂટ આપી. રમેશે રમાની વર્તણુંક ખૂબ સ્વસ્થતાથી જોયા કરી. રમામાં રમેશની હાજરીને ભાવાત્મક કશે જ આવકાર ન્હોતો. હા, એક બે વાર એની સામે મુઠ્ઠી ઉગામેલી! બાકી એની સાથે એ એક અક્ષર પણ ન બેલી. વડિલોની શરમ ખાતર નહીં પણું પોતાના ભાનને અભાવે, બધાંના કહેવાથી રમા રમેશ હતો તે ખંડમાં બેઠી. પણ યંત્રવતું! એના મેં પર કોઈ જાતનો ભાવ નહીં.
આવું શૂન્યમનસ્ક વર્તન સાંજ સુધી ચાલ્યું. પછી સાંજે રમેશ ને રમા મહાદેવના મંદિરે દર્શન કરવા ગયાં. દર્શન કરીને, થોડી વાર બગીચામાં બેઠાં. એ વખતે એણે રમેશ સાથે થોડીઘણી વાતે મન ખોલીને કરી. ધીમે ધીમે મન ખૂલતાં એણે રમેશને વધુ બેસાડ્યો અને કંઈક સંતોષકારક અવસ્થામાં બેઉ ઘેર પાછાં આવ્યાં. પરિણામે રમેશે માન્યું કે એનું ગાંડપણ માનસિક જ છે ને પિતે એને પ્રેમ ને ત્યાગથી સાજી કરી શકશે. જે કે ઘેર આવ્યા બાદ રમા પાછી એની મૂળ અવસ્થા-ગાંડ