SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૬૦ થઇ. તેમણે રાજીનામું આપી દીધું. ખીજા - પણ એક સભ્યે રાજીનામું આપ્યું અને બીજા પણ કેટલાકએ રાજીનામાની તૈયારી કરવા માંડી. આ રીતે નાણાં રેકનારાઓની ધરતી સરી જવા લાગી, પણ તરત તે જ્ય્ ન છેડી શકવાથી સાણુંદના નાગરિકાએ દાતાઓની અને નાગરિકાની સભા લાવી રાવે સાથેનું નિવેદન ઘડી સાણંદમાંની સધની શુદ્ધિપ્રયોગ સમિતિને હવાલે સુપ્રત કરતાં જણુાવ્યું : અમારામાંના અનેકે સમૂહગત અને વ્યકિતગત રીતે એ નાણાં અને પાવતી (રાકનારા પાસેથી) પાછાં મેળવવા માટે પ્રયત્ન કર્યાં છે, પણ આ કાર્યમાં જવાખદાર વ્યકિત તરફથી સાનુકુળ જવાબ મળ્યે નથી. અમારા નમ્ર મત મુજખ આ રીતે સંસ્થાના નાણાંની ફેરબદલી કરવી અને દાતાઓની ( પણું ) સ્પષ્ટ માગણી છતાં એ નાણાં પાછાં નહિ આપવાનું કૃત્ય એ જાહેર સંસ્થા સાથે સંકળાયલી વ્યકિતઓ માટે શોભારૂપ નથી. આ ભાખતમાં કેવળ પૈસા એ મહત્ત્વની વસ્તુ નથી, પણ લોકમને વૃત્તિમાં શુદ્ધિપ્રયાગના આન્દોલનથી જે જાગૃતિ લાવવાને આપના ઇરાદો હતા તે આવી ચૂકી છે. એટલે એ જ નાણાં પાછાં મેળવવાના આગ્રહ રાખવાને ખલે સાણુંદ ગામમાં જાહેર જીવનની શાંતિ માટે નવેસરથી અમે દાતાઓ તથા આગેવાન નાગરિકો તેટલી જ રકમને રૂપિયા ૩૯૮૦ (ત્રણ હજાર નવસે એંશી)ની રકમને કાળા કરીને આપને આપીએ છીએ અને અમે સૈા આપને શુદ્ધિપ્રયાગ બંધ કરવાની અને શ્રી છોટુભાઇનાં પારણાં કરાવવાની વિનંતિ કરીએ છીએ. શુદ્ધિ પ્રયાગ સમિતિને આ દરખાસ્ત મંજૂર હતી જ. મારી સલાહ પણ મે અખુભાઇ (પ્રાચેાગિક સંધના મંત્રી) છેલ્લા મળ્યા ત્યારે તા. ૨૭-૫-૬૦ના આપી દીધી જ હતી.” આ રીતે શ્રો ટુભાઇએ અનશનના આઠમા દિવસની સાંજે પારણાં કર્યાં અને સાણંદ શુદ્ધિપ્રયાગ લગભગ સાત મહિનાના અંતે સકલાયા. પ્રબુદ્ધ જીવન ઉપર જણાવેલ સમાવત”ન પ્રસંગે ભાલનલકાંઠા પ્રાયેગિક સંધના પ્રમુખશ્રીએ જાહેરાત કરી કે “સધને તે જાહેર મૂલ્યેાની પડી છે. તે ખાતર તે બલિદાન અપવા તૈયાર થયા હતા. સદ્ભાગ્યે સાણુંદના નાગરિકોએ સંપૂર્ણ સફળ અંત આણ્યા છે અને ખલિદાન લેવાતાં અટકી ગયા છે. નારિકાએ પુનઃ કાળા કરી પેાતાની ફરજ બજાવી છે. પશુ સંધ તેમની ભાવનાને માથે ચઢાવી તેમણે પુનઃ કરેલા ફાળાને ખીજા એવાં શુભ કાર્યોમાં વાપરવાનું વિનવી તે નાણાં સ્વીકાર્યા વિના જ પરત કરવામાં આવે છે.’ તા. ૫-૧૨-પ૯ના રાજ શરૂ કરવામાં આવેલ શુદ્ધિપ્રયાગની આ રીતે તા. ૧-૬-૬૦ના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી. આ દીધકાલીન શુદ્ધિપ્રયાગનું મૂલ્યાંકન આવતા અંકમાં પાનદ કરવામાં આવશે. અપૂ સત્યસ શાધનની વૃત્તિ:સ્વતંત્ર વિચારણા લગભગ બધા જ ધર્મોંએ આપણને એવુ શિક્ષણ આપ્યું છે કે ‘આપણા કહેલા ધર્મમાં જ પૂર્ણ અને અંતિમ સત્ય છે અને ખીન્ન અપૂર્ણ યા ભ્રમમાં પડેલા છે, એટલું જ નહિ એમાં શંકા કરવી એ નાસ્તિકતા અને અધર્મનું લક્ષણ છે. આ કારણે આપણી સત્યસંશોધનની દૃષ્ટિ અવરાઇ ગઇ છે . અને સ્વતંત્ર વિચારણા કચડાઇ ગઇ છે. જો કાઇ એ પર ચિંતન કરી નવવિચાર વ્યકત કરે છે તેા તરતજ એની સામે શાસ્ત્રપ્રમાણેનાં ઢગલા કરી અનુ માં કાં તે અધ કરી દેવામાં આવે છે, કાં તા અને ધર્મદ્રોહી ધર્મદુશ્મન કરી ભાંડવામાં આવે છે. ખ્રીસ્તી—યહુદી તથા ઇસ્લામ આદિ પથામાં તે આવી માન્યતા પર વિશેષ ભાર દેવાયા છે, જેથી ધર્મશાસ્ત્રમાં કહેલી વાતા વિરૂદ્ધ કાઇ શંકા પણ કરી શકતું નથી, કરે છે તેા એને ખૂબ સહન કરવું પડે છે. વૈદિક પથેામાં આવી સખ્તાઇ નથી, છતાં એને વેદતુ પ્રામાણ્ય તા મેળવી જ લેવુ પડે છે અને એમ કરવા જતાં સત્યને મારી મચડીને પણ વે’ના ચોકઠામાં ગેાઢવવુ પડે છે. સત્યશોધક જ્ઞાનીઓને પેાતાના પ્રત્યક્ષ અનુભવ જુદો પડતે હાય તે પણ એમને ય વેદના શબ્દોમાંથી ખેંચીને પણ પેાતાની માન્યતા મુજબના અથ ઊભા કરવા પડે છે. કારણ કે વેદ એ જ એક માત્ર અવૈષય શાસ્ત્ર છે એવા સંસ્કાર તેઓ છેડી શકતા નથી અને તેથી વેદથી જુદા અભિપ્રાય આપવાની હિંમત થઇ શકતી નથી. કાઇ એવી હિંમત કરે છે તાકાં તા એને અહિષ્કૃત થવુ પડે છે, કાં તેા સમાજ અને સાંભળતા નથી. " મહાવીર–બુદ્ધ જેવા અસાધારણ કોટિના પ્રભાવશાળી પુરૂષાએ જ વેદના અભિપ્રાયથી જુદા પડવાની હિંમત બતાવી પોતાને સૂઝેલા સત્યને પ્રચાર કર્યાં હતા અને જનતા પર એ કામુ જમાવી શકયા હતા. વેદની જેમ - આમ જ હાવુ જોઇએ' તે બદલે 'એમણે શું કરવુ જોઇએ'ની વાત શીખવી નવીન સ્વરૂપે રજુ થતા સત્યને ઓખળવાના માર્ગ ખુલ્લા કર્યાં હતા. " પાછલા યુગમાં :કશ્મીર-નાનક-દાદુ જેવા કેટલાક સતાએ એવી હિ'મત બતાવી હતી, છતાં સંત તુલસીદાસ જેવા સતાના ય પ્રહારા એમને કંઈ ઓછા નહેાતા સહન કરવા પડયા. અને તેથી એ એટલા પ્રભાવ નહાતા પાથરી શકયા. દક્ષિણમાં લિંગાયત અને અલ્વારેને તે આ જ કારણે પાછળથી વેદેશનું પ્રામાણ્ય સ્વીકારવું પડયું હતું અને ત્યાર પછી જ એમનું ગાડું ઠીક ઠીક ચાલવા લાગ્યું હતું. મહાવીર અને બુધ્ધે આ જડ માન્યતા પર ભારે પ્રહાર કર્યાં હતા અને સ્વતંત્ર વિચારણા અને સત્યશેાધનની વૃત્તિને વેગ આપ્યા હતા અને એમ કરીને એમણે અનંત સત્યના દન કરવાની મારી ખાલી નાખી હતી. કાઇ પણ શાસ્ત્ર કે ગ્રંથ સાથે સત્યને બાંધી રાખવાથી અનંત સત્ય મર્યાદિત થઇ જાય છે અને એથી તે સત્યને નામે જ સત્ય પર આક્રમણ્ શરૂ થાય છે. આવી દલીલે દ્વારા એમણે સત્યની મુડી વધારવાની, એને ખીલવવાની અને પ્રસંગ આવે એમાં ઘટતા ફેરફાર કરી સત્યને સામાયિક રૂપ આપવાની આજ્ઞા કરી છે. - અંધિયાર પાણી સમય જતાં ખબૂ મારે જ, તેમ કોઈ પણ વસ્તુને ચોકઠામાં ખાંધી રાખવાથી એ સડી ઊઠે છે. વહેતા પાણીની જેમ એને વિકસવા દેવાથી જ એ સ્વચ્છ અને નિળ રહી શકે છે. એથી કાઇ પણ વસ્તુને જડની જેમ ચીટકી રહેવાથી ધર્મ પ્રાપ્ત થતા નથી, પણ એના વિકસિત રૂપતે સ્વીકારવૉથી જ ધર્મને જીવંત રાખી શકાય છે અને શાસ્ત્રો એ કંઇ ઉપરથી નથી ઊતર્યાં, પણ સતાના અનુભવાની એ અમરવાણી છે—એમના અનુભવાતુ એ દર્શન છે એથી અનુભવ એ જ શાસ્ત્ર છે-સત્ય છે અને એના સાક્ષી છેવટે તે આપણા પેાતાને જ અંતરાત્મા છે. ગ્રંથામાં તે ગરબડ પણ થઇ શકે છે. એથી અન્યાના અનુભવાની સહાય લઇ શકાય, પણ એ જ અંતિમ સત્ય છે એમ માનીને ન ચલાય અને જગત તે ક્ષણે ક્ષણે પરિવતન પામતું હોઇ પરિસ્થિતિ સદા એકધારી ટકી જ ના શકે. એથી સત્ય પણ નવનવ સ્વરૂપે નવા સ્વાંગ સજીને પ્રગટયા વિના રહે જ નહીં. કારણ વિશ્વ એ આત્માની લીલા હો અને આત્મા એ જ સત્ય હાઇ વિશ્વ અને સત્ય એકરૂપ છે. આ દૃષ્ટિએ વિશ્વના વિકાસ થયા કરે અને આત્મા અક્રિય રહે એ બને જ નહીં. એથી વિશ્વ અને સત્ય સંકળાયેલા હાઇ
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy