________________ પ્રબુદ્ધ જીવન તા. 12-9-60 સાણંદના શુદ્ધિપ્રગ પૂર્વભૂમિકા (તા. ૧૫-૬-૬૦ના વિશ્વવાત્સલ્યમાં “સાણંદ શુદ્ધિપ્રયોગની સંપૂર્ણ સફળતા” એ મથાળા નીચે મુનિ સન્તબાલજીને એક . લેખ પ્રગટ કરવામાં આવ્યો છે. આ શુદ્ધિપગ તા. 5-12-18 ના રોજ શરૂ કરવામાં આવેલ, તેના અનુસંધાનમાં તા. 25-5-60 ના રોજ આ શુદ્ધિપ્રયોગ અંગે શ્રી છોટુભાઈ આમરણાંત શતી ઉપવાસ ઉપર ગયેલા અને તા. 1-6-60 ના રોજ સાંજના સમયે આ અનશનના પારણા સાથે પ્રસ્તુત શુદ્ધિપ્રયોગનો અન્ત આવેલો. આ શુદ્ધિપ્રયોગને મુનિ સન્તબાલજી સંપૂર્ણ રીતે સફળ થયાનું જણાવે છે. આ શુદ્ધિપ્રયોગનું આખું પ્રકરણ એક પ્રકારનું સામાજિક મહત્વ ધરાવે છે અને છ મહિનાના લાંબા ગાળા દરમિયાન તેણે અમદાવાદ-સાણંદ આસપાસ વિવિધ પ્રકારના આઘાત પ્રત્યાઘાત જન્માવ્યા છે. મુંબઈ બાજુએ વસતા લોકોને આ બાબતને બહુ ઓછા ખ્યાલ રહ્યો છે. જે બનાવામાંથી આ શુદ્ધિપ્રોગનો ઉદ્દભવ થયો તેની વિગતો બહુ જ અટપટી છે. આમ છતાં પણ ઠીક ઠીક મહેનત કરીને આને લગતી વિગતે તારવી છે, સાંકળી છે અને એ રીતે પ્રબુદ્ધ જીવનના વાચકો સમજી શકે તેવા સરળ રૂપમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આટલી ભૂમિકા બાદ પ્રસ્તુત શુદ્ધિપ્રયોગ સાથે સંબંધ ધરાવતી અગત્યની હકીકત નીચે આપવામાં આવે છે. આ હકીકતોને પરસ્પરના સંદર્ભમાં સમજવા માટે તેને લગતી જે જે તારીખે આપવામાં આવી છે તેને ક્રમ બરોબર ધ્યાનમાં રાખવો જરૂરી છે. પરમાનંદ) ભાલ નળકાંઠામાં સમાજસેવાની કેટલીક પ્રોગપ્રવૃત્તિઓ ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના સંચાલન તળે કેટલાંક વર્ષોથી ચાલી રહી છે. તેમાંની એક પ્રવૃત્તિ ઋષિ બાળમંદિર સાણુંદમાં 1947 થી ચાલે છે. આ પ્રવૃત્તિ સ્થિર થયા બાદ પાકા મકાનની જરૂર જણાતાં પ્રાયોગિક સંઘે ઠરાવ કરી રૂ. 22,000 અંકે બાવીશ હજારનું મકાન બાંધવાનું નકકી કર્યું, એમાં પચાસ ટકા બહારથી મેળવવા, રૂ. 6,000 સંઘે આ કાર્ય માટે આપવા અને રૂ. 5,000 ને સાણંદમાં ફાળે કરો એમ ઠરાવવામાં આવ્યું. રૂ. 5,000 નો ફાળો એકઠો કરવાની જવાબદારી ઋષિ બાળમંદિરનાં તે વખતનાં સંચાલિકા બહેન શ્રી મણિબહેન મગનલાલ પટેલને સોંપવામાં આવી હતી. આના પરિણામે ઋષિ બાળમંદિરના ફાળા નિમિત્તે 1858 ના નવેંબર માસમાં બે સાંજ તિક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા હતા અને તે માટે ભરાય થાય તે અંગે પહેરો આપવા માટે મણિબહેન તરફથી સાણ દના સામાજિક કાર્યકરોને “ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ સારી લિત ષ બાળમંદિર” ની પહોંચબુકો આપવામાં આવી હતી. સમયાન્તરે સંધના હિસાબનીશને સંઘના ચેપડા તપાસતાં માલુમ પડયું કે ઉપરોક્ત સાંસ્કૃતિક કાર્યક્રમને લગતી કઈ આવક સંઘના ચોપડે જમે કરવામાં આવી નથી તેમ જ સંઘની ઉપર જણાવ્યા મુજબ અપાયેલી પહોંચબૂકે પણ પાછી આવી નથી. આ બાબતની તા. 8-4-58 ના રોજ સંધના હિસાબનીશ સંઘના મંત્રીને જાણ કરી અને સંઘના મંત્રીએ આ સંબંધમાં તપાસ હાથ ધરી અને મણિબહેનને આ વિષે પૂછાવવામાં આવ્યું. આને લગતી વિગતોમાં આપણે આગળ વધીએ તે પહેલાં તા. 20-3-58 ના રોજ એક ઘટના બનેલી તેને ઉલ્લેખ કરવાની જરૂર છે અને તે પહેલાં આ શુદ્ધિપ્રયોગ જે બહેનને અનુલક્ષીને આદરવામાં આવેલ તે શ્રી મણિબહેન મગનલાલ પટેલ વિષે થોડી માહિતી વાંચકોને હેવી જરૂરી છે. આ વિધવા બહેન ભાલનલકાંઠા પ્રાયોગિક સંઘના સભ્ય છે અને સાણંદના એક જૂના જાણીતા કાર્યકર છે. ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘના પ્રેરક અને માર્ગદર્શક મુનિ શ્રી સત્તબાલજીના સંપર્કમાં રહીને આ બહેન વર્ષોથી પ્રસ્તુત ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે, પણ કમનસીબે તેઓ એક યા બીજા કારણે કેટલાક સમયથી મહારાજશ્રી સાથે નાની મોટી અથડામણમાં આવતા રહ્યા છે. તેમની મહારાજશ્રી સાથેની છેલ્લી મેટી અથડામણ 1858 ની સાલમાં ઊભી થયેલી. એ પ્રસંગ અમદાવાદ જિલ્લા કો-ઓપરેટીવ બેંકના બર્ડ ઐઇ ડિરેકટર્સની ચૂંટણીને લગતે હતે. આ ચૂંટણી અર્બન વિભાગની હતી. તેમાં એક ઉમેદવાર તરીકે અમદાવાદના વકીલ શ્રી ખંડુભાઈ ઊભા રહ્યા હતા. તેમની સામે શ્રી મણિબહેને ઉમેદવારીનું ફોર્મ ભર્યું અને તેમને કેંગ્રેસને સારો ટેકો હતે. ત્રીજુ ફોર્મ શ્રી જયન્તીભાઈએ ભરેલું. આ જયન્તીભાઈ પ્રાયોગિક સંધને જો કે સભ્ય નહોતા તે પણ તેમને ભાલનલકાંઠા મંડબને અને પ્રાયોગિક સંઘને ટેકે હતા. પ્રાયોગિક સંધ જે ઉમેદવારને ટેકો આપે તેની સામે મણિબહેને આ રીતે ઊભાં રહેવું ન જોઈએ એવો મુનિશ્રી સન્તબાલજીનો અને પ્રાયોગિક સંધને મક્કમ અભિપ્રાય હતા અને મણિબહેન પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે એમ તેઓ આગ્રહપૂર્વક ઈચ્છતા હતા. બીજી બાજુએ મણિબહેનના મત પ્રમાણે પ્રાયોગિક સંધના બંધારણમાં આવું કઈ બંધન કે મર્યાદા નહિ હોઇને તેઓ આવી ઉમેદવારી કરવાને સ્વતંત્ર હતાં. આમ સમજીને તેઓ પોતાની ઉમેદવારીને મક્કમપણે વળગી રહ્યા અને ચૂંટણીમાં અન્ય બે ઉમેદવારો સામે તેઓ ફોહમંદ નીવડ્યા. આથી મુનિશ્રી સન્તબાલજીને સખ્ત આઘાત. લાગ્યો; પ્રાયોગિક સંધના વર્તુળમાં સ્વાભાવિક રીતે મણિબહેન સામે ખૂબ અસંતોષ ફેલાયે; અને મણિબહેને આ એક મોટે શિસ્તભંગ કર્યો છે, સૈદ્ધાંતિક ભૂલ કરી છે અને તેથી તેમની દેખરેખ નીચે ચાલતી ષ બાલમંદિરની પ્રવૃત્તિ બંધ કરવી એ પ્રકારતે તા. 20-3-60 ના રોજ પ્રાયોગિક સંધે ઠરાવ કર્યો, આ ઠરાવે મણિબહેનના દિલમાં પ્રતિકૂળ વિરોધી વલણ પેદા કર્યું અને પરિણામે ઉપર જણાવેલ સાંસ્કૃતિક કાર્યક્રમની આવક સંબંધે સંધના મંત્રી શ્રી અંબુભાઈ તરફથી તા. ૧૬-૪-૫૮ના રેજ પૂછાવટ થતાં સંઘના ચોપડે એ રકમ જમા નહિ થાય એ મણિબહેને તેમને જવાબ આપેલો. (આ આવક રૂા. 5,000 આસપાસ હોવી જોઈએ એવું એ વખતે અનુમાન કરવામાં આવેલું, પણ પાછળથી કેટલાક સમય બાદ સાણંદ બાળ કેળવણી મંડળ તરફથી તા. ૧૩-૧૦-પ૯ના રોજ બહાર પાડવામાં આવેલ પત્રિકા ઉપરથી માલુમ પડે છે કે આ ફાળામાં કુલ રૂ. ૩,૮૮૦ની રકમ ભરાઈ હતી.) મણિબહેનનું આ વલણ કોઈ પણ રીતે વ્યાજબી ન જ ગણાય. સંઘની પહોંચબૂક ઉપર ઉધરાવવામાં આવેલ ફાળે સંઘને ચેપડે જમે થવો જ જોઈએ અને રકમ સાથે તેની પાવતીઓ પણ સંઘને સુપ્રત થવી જ જોઈએ. આ અંગે સંઘના મંત્રી અને મણિબહેન વચ્ચે લખાપટ્ટી શરૂ થઈ અને એમ છતાં આ તકરારને ઉકેલ આવી ન શકો, આ જ અરસામાં મણિબહેનની-નામા અને હિસાબને લગતીબીજી એક ક્ષતિ તરફ સંધના કાર્યવાહકોનું ધ્યાન ખેંચાયું. ગાંધી સ્મારક નિધિ તરફથી ઋષિ બાળમંદિરના ક્રિડાંગણના સાધને ખરીદવા માટે તા. ૨૫-૮-૫૮ના રોજ રૂ. 58850 અને તા. ૨૩-૪-૫૮ના રોજ રૂ. 150-50 એમ કુલ રૂા. 750 મળેલી અને તે મુજબ જમે કરવામાં આવેલી. આવી જ રીતે