________________ છે. આ તા.૧૭-૬૦ જયપ્રકાશજીની રાજકીય વિચારણા જયપ્રકાશજીના નામથી તમે કોઈ અજાણ નથી. તેઓ મહાન દેશભકત છે. દેશની ભલાઈના કામમાં તેમના જીવનનાં ઘણાં વર્ષો વીત્યાં છે. આપણે જાણીએ છીએ તેમ દેશના સમાજવાદી પક્ષના તેઓ સ્થાપક છે, ભય શું. કહેવાય તેની તેમને ખબર જ નથી. બેતાલીસની લડત વખતે તેમના માથા ઉપર બહુ મોટું ઈનામ હતું, પણ ત્યારે તે તેઓ ભાંગફેડની પ્રવૃત્તિને ધમ માનતા એટલે શેની પવા કર્યા વગર તે કામમાં જ મંડ્યા રહેતા. ફૂટી દમડી લીધા વગર અમેરિકા ગયા હતા અને અમેરિકાનાં ખેતર ઉપર રહી તેઓ અર્થશાસ્ત્ર ભર્યા છે. ' તે તેમને જે વિચાર સારો લાગે તે અપનાવવામાં તેમની નિર્ભયતા, તેમને અપાર ત્યાગ અને અભ્યાસ-આ બધું જોતાં તેમણે મૂકેલા વિચારો સલાઈથી હડસેલી દઇ શકાય નહિ. આપણું રાજબંધારણમાં કરવાના ફેરફાર અંગેનાં એમનાં સૂચનો આ દષ્ટિએ જોવાં ઘટે. . - આપણું ચાલું બંધારણ તે લોકશાહી બંધારણ છે. એક રીતે કહીએ તે દુનિયાભરમાં આપણું બંધારણ તે વધારેમાં વધારે લોકશાહી નમૂનેદાર બંધારણ છે. પણ સામાન્ય રીતે કહેવત છે કે ઘરને જોગી જોયટો'-નું સાજી ગમે તેવા મહાન કવિ હોય તો પણ પોતાના ગામમાં તે તુલસ્યો' જ કહેવાય તેમ આપણે પિતે આપણા બંધારણની ઓછી કિંમત કરીએ, ઓછી કિંમત સમજીએ તે પૂરો સંભવ છે. મનુષ્યસ્વભાવ એવો છે કે તેને પિતાને ત્યાં પડેલા ઝવેરાતની જોઈએ તેટલી કદર થતી નથી. ખાસ કરીને ગુલામી મનોદશામાં પિતાના ઝવેરાતની સાચી કિંમત સમજાતી નથી. બહારના ભભકાથી અંજાયેલા રહીએ છીએ. આપણે ઘરઆંગણે શરૂઆતમાં રવીન્દ્રનાથની કદર કરી શક્યા જ ન'હતા ને! તેમને જ્યારે નોબેલ ઇનામ મળ્યું ત્યારે કલકત્તાના કેટલાક બંગાળી ગૃહસ્થ તેમને અભિનંદન આપવા. ગયા. ગુરૂદેવે પહેલાં તે તેમને મળવાની જ ના પાડી. ગુરૂદેવ તે વિનયની મૂતિ સમા હતા. તેઓ રાજર્ષિ કહેવાયા છે. સંસારમાં રહેવા છતાં ઋષિ હતા. કહે છે કે તેમના જી વનમાં ભાગ્યે જ બેચાર વાર તેમણે ક્રોધ કર્યો હશે. તેમણે આ ગૃહસ્થને પહેલાં તે મળવાની જ ના પાડી. છેવટ મળ્યા ત્યારે કહ્યું કે તમારા સન્માનથી મને ખેદ થાય છે કારણુ” તમે તમારા બંગાળી બંધુનું સન્માન કરવા નથી આવ્યા. આ તે યુરેપના લેકાએ સન્માન કર્યું એટલે તમે શરમના માર્યા આવ્યા છે. તેમણે સન્માન કર્યું તે પછી તમને લાગ્યું કે અહીં કોઈ કવિ છે. નહિ તો બંગાળીમાં તે મેં ઘણું લખ્યું છે, પણ યુરોપના સિકકે વાગ્યા પછી જ તમને તેની કિંમત સમજાઈ ! એટલે તમારા સન્માનથી મને ખરેખર હાથ થવાને બદલે ખેદ થાય છે ! ' . સંભવ છે કે પેલા બંગાળી ગૃહની જેમ આપણા દેશમાં આપણી લેકશાહીની જે સિદ્ધિ છે તેની આપણે ઓછી કિંમત આંકીએ એવું બને.. જેટલું આપવું જોઇએ તેટલું અદાન પણ આપણે ન આપીએ તેમ બને...! બે સિદ્ધિની જ વાત લઈએ. દુનિયાભરમાં નથી તેટલા મતદારે આપણે ત્યાં છે. યુરે . આપણે ત્યાં છે. યુરી- પના કેટલાક દેશેમાં તે આજે પણ સ્ત્રીઓને મતાધિકાર નથી. જ્યાં છે ત્યાં પણ કેટલી લડત પછી મોડે મોડે અપાયો, જ્યારે આપણે એક ક્ષણનોય વિલંબ કર્યા વગર સ્ત્રીઓને મતાધિકાર આપે છે" અભણ આદિવાસીઓથી માંડીને પશ્ચિમીને શરમાવે તેવા પાશ્ચાત્ય વર્ગ સુધી બધાને કેઈ પણ જાતના ભેદભાવ વગર મતાધિકાર છે. છતાં આટલી ચૂંટણીઓમાં તોફાને થયાનું કે. લેહી રેડાયાનું બન્યું નથી. આ કાંઈ જેવી તેવી સિદ્ધિ છે? ' આ દેશમાં આપવામાં આવેલ વિચારવાતંત્ર્ય. પણ એક એવી મેટી સિદ્ધિ છે. સામાન્ય નાગરિક પણ જવાહરલાલંછની ટીકા કરી શકેમુંબઈમાં કેક છાપાં તે મોરારજીભાઈને મોરલનીતિનું પૂછડું કહી શકતાં. મેટામાં મેટા રાજ્યાધિકારીની છડેચેક ટીકા કરીએ છતાં તે કંઈ પગલાં ન લે. વિચારરવાતંયની આ મહત્તાની કદર આપણને છે? એટલે આપણી ઊંતી લે છે. ' શ હીના રાજબંધારણમાં સુધારાની ચર્ચા કરીએ ત્યારે તેની એક દાયકાની સિદ્ધિઓને ભૂલી ન જઈએ કે બીજા કોઈ રાષ્ટ્રની આ કહેવાની સિદ્ધિઓથી અંજાઈ ન જઈએ તે ખાસ જોવું રહ્યું. ' ' બીજી એક દષ્ટિએ પણ આ ચર્ચા ઉતાવળે ન થાય તે જરૂરી છે. આસપાસ નજર નાખીએ તે દેખાશે કે આ દેશ સિવાય એશિયામાં લોકશાહી કયાંય સ્થિર થઈ શકી નથી. ડોનેશિયામાં નામની લોકશાહી છે. ડે. સુકનને લગભગ સરમુખત્યાર થવું પડયું : છે. બ્રહ્મદેશ લશ્કરી માણસને સુપરત કરવું પડ્યું હતું. સિલેનમાં ભ ડારનાયકને જે હાલ થયા તે આપણે જાણીએ છીએ. નાસર પણ સંપૂર્ણ સત્તા હાથ કરીને લોકશાહી: અમલને દાન કરે છે. પાકિસ્તાને પણ કેવી જમ્બર ગુલાંટ ખાધી છે? પ્રમુખ ઇસ્કંદર, મિરઝાં ઘડીમાં ઊડી ગયા. એશિયાની નવજાત લેકશાહી ઉપર ચારે બાજુથી આઘાતે પડી રહ્યા છે. એમાં અતિ ઉત્સા હમાં આપણે પણું હાથ ન આવી જઈએ તે જોવું રહ્યું. . . - લોકશાહી બંધારણ માટે બીજા સમયે બીજા દેશમાં પણ '' આવી નિરાશા આવી હતી. ૧૯૩૦થી 1939 સુધીમાં યુરેપમાંના ઘણા લોકશાહી દીવા ગુલ થયા હતા, નિષ્ફળ ગયા હતા તે વખતે હિટલર જબરદસ્ત કામ કરી રહ્યો છે–સાચે માર્ગે આગેકૂચ કરી રહ્યો છે–ભલભલા લોકેએ હિટલર મુસલિનીને આમ બિરદાવ્યા હતા, પરંતુ પંડિતજીએ તે બાબતમાં મચક આપી ન હતી ! ત્રણે ત્રણ વાર મુસલિનીએ જવાહરલાલજીને મળવા કહેવડાવ્યું પણ પંડિતજી ન જ મળ્યાં. એરે પ્લેન રોમમાં જ થોભવાનું હતું અને ના પાડવા છતાં મુલિનીને સેક્રેટરી. મુલાકાત માગવા આવ્યો ને છતાં જવ હગ્લાલજી ન ગયો. એવા દઢ માણસની આગેવાની અહીંની લોકશાહીને મળી છે છતાં પણ આ જવાહર માટે “લેકશાહીનું રક્ષણ ન પણ થાય; જવાહરલાલજીને' તે ચાલુ સત્તાને લેભ, લાગે છે તેમ કહેવું તે કેટલું બાલિશ છે તે તટસ્થપણે વિચારી લેવું જોઈએ: આ પ્રસ્તાવ-વિસ્તાર એટલા માટે કર્યો છે કે સૂચને પાછળ આ ભય ને નિરાશા રહેલાં દેખાય છે. ' જયપ્રકાશજીએ રાજબંધારણમાં સુધારા અંગે જે દરખારત " મૂકી છે, તેમાંની કેટલીક મજાની છે. જે લેકે ગાંધી વિચારસર- : ણીનાં પરિચયમાં આવ્યા છે તેમને માટે આ દરખાસ્ત નવી છે" તેમ નહિ કહી શકાય. . , તેમની પહેલી દરખાસ્ત શહેરીકરણ બંધ કરવાની છે: મનુષ્યને ગીચ શહેરોમાં પૂરવામાં આવે તે મનુષ્યત્વના વિકાસને બાધક છે. એટલે વહેલામાં વહેલી તકે શહેરીકરણ બંધ કરીએ ગામડાં તરફ પાછા ફરીએ. પરંતુ આજનાં ગામડાં ચાલશે નહિ, આર્થિક જરૂરિયાત મુજબ આજનું ગામડું ટકી શકે નહિ, માટે ગામડાંને વાજબી યંત્રીકરણ દ્વારા બેઠા કરો. એવાં ગામડાં ઊભાં કરે કે જેમાં શહેરના સદ્ગુણો હોય તેટલા આવે અને ગામડાંના હોય તેટલા દુગુણ જાય. ' , , , અર્થરચનાના પ્રકાર મુજબ ઉપલા મજલાનું ચણતર થઇ શકે એટલે કે અર્થરચનાની અસર રાજ્યરચના ઉપર છે તે સિધ્ધાંત મુજબ શહેરીકરણની કેંદ્રિત અર્થરચના બંધ કરી ગામહાંમાં વિકેન્દ્રિત છતાં ઉત્પન્ન વધારનાર અર્થરચના ઊભી કરવી તે દેશને અગત્યનો પ્રશ્ન છે. જે જયપ્રકાશજીની આ વાત વાજબી છે. ગાંધીજીએ તે શહેરોને દેશના દેહ ઉપરનાં ગુમડાં કહ્યાં હતાં. સમાજને સ્વસ્થ રાખવે.