________________
સ્
છૂટથી અપાતી – લેવાતી. જો કે અંગ્રેજી ભણેલા વનું પ્રમાણ ભારતની વસ્તીમાં એ ત્રણ ટકાથી વધારે. રઘુ નથી, આમ છતાં પણ, આ એ ત્રણ ટકા શિક્ષિત ગણાતા વર્ગના પ્રભાવ અન્ય પ્રજાસમુદાય ઉપર ખૂબ પડતો અને આ શિક્ષિત વર્ગનું વ્યવહાર– માધ્યમ ઉપર જણાવ્યું. તે રીતે અંગ્રેજી 'હા'ને ભારતને એકત્ર બનવામાં, ભારતીય અસ્મિતા ઉભી કરવામાં, તેમ જ કેળવવામાં આખા દેશના સુખ-દુ:ખ વિષે સમસ"વેદન પેદા કરવામાં અ’ગ્રેજી ભાષાએ અંગ્રેજોના હકુમતકાળ દરમિયાન ઘણા આગત્યના ભાગ ભજન્યેા હતેા. આની સામે અંગ્રેજી ભાષાના પ્રભુત્વના ગેરફાયદા એટલા બધા હતા દા. ત. એક બાજુએ અંગ્રેજી ભણેલા બહુ નાના એવા વગ અને ખીજી બાજુએ અંગ્રેજી નહિ ભણેલે એવા પ્રજાને ધણા બહેાળા સમુદાય–એ વચ્ચે જાણે કે ઊંચા નીચાની એક મેટી દિવાલ રહેતી; વહીવટમાં અંગ્રેજીના અજ્ઞાનના કારણે પ્રજાજનને પાર વિનાની અગવડે વેઠવી પડતી અને સરકારી કારભારમાં તેને આત્મીયતાને અનુભવ થતા નહિ; ઉચ્ચ શિક્ષણુને ફેલાવે બહુ મર્યાદિત રહેતા; પ્રાદેશિક ભાષાને વિકાસ સતત રૂંધાયા કરતા. આ બધા ગેરફાયદા એવા હતા કે આપણા હાથમાં રાજ્યની હકુમત આવે તે પહેલી તકે અંગ્રેજીનું આ પ્રભુત્વ નાથુદ કરવું—એવા આપણા રાષ્ટ્રના શિલ્પીઓ કેટલાય સમયથી ઊ ંચા આગ્રહ સેવી રહ્યા હતા.
પ્રબુદ્ધ જીવન
આખરે એ દિવસ આબ્યા કે જ્યારે અંગ્રેજ પ્રજાની આપણા દેશ ઉપરની હકુમત ખલાસ થઇ અને આપણાં દેશ ઉપર આપણી સત્તા સ્થાપિત થઇ અને આપણા દેશનું ભાવી કેમ ધડવુ તે અંગે આપણે સંપૂર્ણ સ્વાધીનતા પ્રાપ્ત કરી. આ પરિસ્થિતિમાં અગ્રેજીનું શું કરવું એ વિચાર આપણી સામે આવ્યા. રાષ્ટ્રના શિક્ષણમાં અને વહીવટી કારભારમાં ઊંડી જડ ધાલી બેઠેલી . અંગ્રેજી ભાષાને એકાએક નાબુદ કરવાનું શકય ન લાગ્યું. રાજ્યનું નવું બંધારણ ઘડાયું. તેમાં પ્રાદેશિક ભાષાનુ મહત્ત્વ સ્વીકારવામાં આવ્યુ અને કેન્દ્રસ્થ વહીવટ તેમ જ આન્તર પ્રદેશિક વ્યવહારમાંથી અંગ્રેજીને ખસેડીને ધીમે ધીમે તેમાં હિન્દીને દાખલ કરવાનું ધારણ સ્વીકારવામાં આવ્યું અને આ માટે અન્તિમ સમય-મર્યાદા ૧૯૬ ૫ ની નક્કી કરવામાં આવી,
આમ છતાં અનેક કારણાને લીધે આ દિશાએ કાઇ મહત્વની પ્રગતિ હજુ સાધી શકાણી નથી. દક્ષિણુ કે હિન્દુસ્તાનમાં હિન્દી સામે મોટા વિરોધ ઉભે થયા અને અંગ્રેજીને પૂ વત્ ચાલુ રાખવાનુ આન્દોલન શરૂ થયું. ઉત્તર હિન્દના લેકાએ હિન્દીના પક્ષમાં વધારે પડતી અધીરાઇ દેખાડી અને નક્કી કરેલ સમયમર્યાદા કરતાં પણ વધારે જલ્દિથી હિન્દીને સત્ર દાખલ કરાવવાની ઝુ ંબેશ શરૂ કરી. કેન્દ્રસ્થ સરકારે આ બાબતમાં કશી મમતા ન દેખાડતાં ઢીલી નીતિ ધારણ કરી અને થેાડા સમય પહેલાં બંધારણમાં હિન્દી "સબંધમાં નક્કી કરવામાં આવેલી ૧૯૬૫ની સમયમાઁદાને સયેાગે મુજબ લંબાવવામાં આવશે એ મતલબની નીતિ જાહેર કરી, આના પરિણામે કેન્દ્રસ્થ રાજ્ય વહીવટમાં ભાષાપલટ ક્યારે આવશે એ બાઅંત આજે અનિશ્ચિત અની ગઇ છે, :
આવી અનિશ્ચિત પરિસ્થિતિમાં જ્યારે ગુજરાતનુ અલગ રાજ્યઘટક નિર્માણ થયું છે ત્યારે વહીવટ અને સિક્ષણના ભાષા– મધ્યમ અંગે ચાલુ ચીલે ચાલવાની વૃત્તિ છેડીને નવા રાહુ ઉપર ચાલવાનું વિચારવામાં આવે તે જરૂર ઇચ્છવાયોગ્ય છે. દ્વિભાષી મુંબઈ પ્રદેશનુ અસ્તિત્વ હતું ત્યાં સુધી આ બાબતમાં કોઇ પણ એક નિણૅય લેવનું અત્યન્ત કઠણ હતું. હવે એ મુશ્કેલી રહી નથી. ભાષા માધ્યમ અંગે ગમે તે પ્રકારને નિણૅય લેવાનુ આપણને સ્વત ંત્ર્ય છે. ગુજરાતના પાટનગરમાં શિક્ષેષ્ણુ તેમ જ
છે. અ8444 4
તા. ૧-૪-૬૦
વહીવટ બધુ ગુજરાતી દ્વારા ચાલવું જોઇએ એવું એક પ્રચંડ આન્દોલન ચાલી રહ્યુ છે. નવા રાજ્યે હજી આ ખાખંતને વિગતથી વિચારી નથી અને એમ છતાં પણ પ્રજામતને તેમ જ સમગ્ર ભારતના હિતને લક્ષમાં સખીને નવી સરકાર કાઇ પણ ફેરફાર સ્વીકારવાને અને તેને અને તેટલી ઝડપે અમલી બનાવવાને તત્પર હાય એમ જરૂર લાગે છે. આ પરિસ્થિતિમાં જે કાંઇ ફેરફારને નિણૅય કરવામાં આવે તે ફેરફારના, નીચેના મુદ્દા લક્ષ્યમાં રાખીને, વિચાર કરવા ઘટે છે.....
(૧) અંગ્રેજી માધ્યમ દ્વારા અખિલ ભારતીય માનસને સુદૃઢ કરવાને લગતા જે એક વિશિષ્ટ લાભ હતા તે જળવાઇ રહે એ પ્રકારે માધ્યમ-પરિવત ન સધાવુ જોઇએ,
(૨) ભાષાને લગતા કાષ્ટ પણ ફેરફાર કરવા જતાં ગુજરાત અન્ય પ્રદેશાથી સાવ અલગ ન પડી જાય એ બાબતને પૂરો વિચાર કરવા જેઇએ..
(૩) રાજ્યાધિકારીએના તેમ જ અધ્યાપકાના, અંગ્રેજી હકુમત દરમિયાન, જે ચાલુ વિનિમય થતે રહેતે હતા તે ચાલુ રહેવા જોઇએ.
(૪) ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં એક પ્રદેશના વિદ્યાથી અન્ય પ્રદેશેાની કોલેજોમાં દાખલ થઇ શકે એવી સગવડ ચાલુ રહેવી જોઇએ.
(૫) કાનૂની પરિભાષા અખિલ ભારતમાં એક સરખી હાવી
જોઇએ.
(૬) આ મર્યાદાઓને આધીન રહીને પ્રાદેશિક ભાષાના માધ્યમ તરીકે વહીવટ તેમ જ શિક્ષણના દરેક ક્ષેત્રમાં સ્વીકાર થવા જોઇએ.
આ બધુ તા જ બની શકે, જે પૂર્વકાળમાં જ્યાં જ્યાં અ ંગ્રેજી હતુ ત્યાં ત્યાં સત્ર નહિ પડ્યુ, ઉપર જણાવ્યા મુજબના મર્યાદિત ક્ષેત્રમાં હિન્દીના વ્યવહાર – માધ્યમ તરીકે સ્વીકાર કરવામાં આવે. આ રીતે વિચારતાં એટલે કે પ્રાદેશિક ભાષાના મહત્વને સ્વીકારવા સાથે ભારતની એકતા – સુગ્રથિતતાના સંદર્ભ માં હિન્દીનો વિચાર કરતાં ગુજરાતના નવા રાજ્યમાં નીચે પ્રમાણેને પ્રબંધ થવા ધટે છે:
(1) મેટ્રીક પછીનું બધું શિક્ષણ હિન્દીમાં અપાવુ ોઇએ અને તે માટેનાં પાઠય પુસ્તકા પણ હિન્દીમાં રચાવા જોઇએ.
(૨) ડીસ્ટ્રીકટ કા સુધીનુ કામકાજ પ્રાદેશિક ભાષામાં ચલે, પણ ડીસ્ટ્રીકટ કેના ચુકાદાઓ હિન્દીમાં અપાવા જોઇએ– અલબત્ત તેને ગુજરાતી અનુવાદ સાથે સાથે પૂરા પાડવા જોઇએ અને હાઇકાનું બધું કામકાજ હિન્દીમાં જ ચાલવું જાઇએ.
(૩) રાજ્યની ધારાસભામાં ચર્ચા ભલે પ્રાદેશિક ભાષામાં ચાલે, પણ કાયદા કાનૂન હિન્દીમાં ધડાવા જોઇએ, સાથે સાથે તેને ગુજરાતી અનુવાદ ભલે હાય, પણ કાયદા કાનૂનનું મૂળ હિંદી રૂપ જ authoritative-પ્રમાણભૂત લેખાધું જોઇએ.
(૪) નીચેની કક્ષાના બધા વહીવટ પ્રાદેશિક ભાષામાં ચાલે, પણ સચિવાલય કક્ષાએ તેમ જ આંન્તર પ્રાદેશિક કક્ષાએ અધા વહીવટ હિન્દીમાં ચાલવા જોઇએ.
આમ કરવાથી ગુજરાતમાં પ્રાદેશિક ભષાને યોગ્ય સ્થાન જરૂર મળી રહેશે અને સાથે સાથે ગુજરાત ભારતના અન્ય પ્રદેશા સાથે તેમ જ કેન્દ્ર સાથે ગાઢપણે સંકળાયલુ રહેશે, Ål India Services–અખિલ હિંદની નાકરીએ- ની જે એક આવકારદાયક પરંપરા આપણે ત્યાં વર્ષોંથી ઉભી થઇ છે તે જળવાઇ રહેશે અને, ગુજરાતની શકિતને અન્ય પ્રદેશાને અને અન્ય પ્રદેશાની શકિતને ગુજરાતને એક સરખા. લાભ મળતા રહેશે. ઉચ્ચ શિક્ષણ આપતી કાલેજો અને તેથી આગળના અભ્યાસની શિક્ષણ સંસ્થાઓમાં—જ્યાં જ્યાં હિન્દીને શિક્ષણ-માધ્યમ