SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૬૦ અને દુષ્ટ દેખાતી વ્યકિતમાં ન કલ્પી હોય એવી કામળતાનાં– . અભિનવ માનવતાનાં દર્શન થાય છે. વિનેબાજી આ ડાકુઓમાં રહેલી માનવતાને, શ્રદ્ધાને, સદ્ભાવને, સ્પંથ શકયા, જાગૃત કરી શક્યા. પરિણામે એમનાં દ્દિલ 'હલી ઉડ્ડયા' અને વિનેબાજી તરફ આકર્ષાયા અને તેમના પવિત્ર ચરણામાં તેમણે પાતાનાં શિર ઝુકાવ્યાં. ભૂતકાળની પૌરાણિક કથાઓમાં ચેર, લુટારૂઓ અને વ્યભિચારી વ્યકિત – સમયાન્તરે ઇશ્વરના મહાન ભકત અન્યાનાં વર્ણન આવે છે. અજામીલ, અંગુલમાલી, સુરદાસ, વાલ્મીકિનાં દૃષ્ટાન્તા સુપ્રસિદ્ધ છે. તેમના જીવનમાં આવાં પરિવતના શી રીતે થયા હશે તેને કાંઇક ખુલાસા આજે આપણી આંખો સામે બની રહેલી વાસ્તવિક ધટનામાંથી આપણને મળે છે. પ્રબુદ્ધ .. જી વ ન આ ઘટના સાથે સંબંધ ધરાવતી બીજી બાબત એ છે કે માનવી માનવીને આપણે એ કાટિમાં વહેંચતા ચાલીએ છીએ. ચાલુ નૈતિક ધારણ પ્રમાણે જે માનવી સારી લાગે તેને આપણે સજ્જન તરીકે એળખીએ છીએ અને જે માનવી ખરાબ લાગે તેને આપણે દુન તરીકે ઓળખીએ છીએ. સજ્જનોમાં પણ જે ઉત્કૃષ્ટ કેટિના ાય તેના માટે આપણે વિશેષ આદર-ભક્તિપૂજ્યભાવ ચિન્હવીએ છીએ દુજ નામાં પણ જે નિકૃષ્ટ કાટિના હોય તેના વિષે આપણે અન.દર-અણુગમ-તિ-સ્કાર ચિન્હવીએ છીએ. આ પ્રકારના આપણા ચાલુ વનને-વ્યવહારને-સમાજમાં નૈતિક ધારણાની પ્રતિષ્ટા ટક્રાવી રાખવા માટે, ઉચિત, આવશ્યક અને તેથી આદરણીય લેખીએ છીએ. આ રીત -વ્યવહારપદ્ધતિઆપણી જેવા સામાન્ય કાટિના માનવીની છે. સન્ત પુરૂષની રીતભાત અને વલણ તદ્દન જુદા જ પ્રકારનાં હાય છે. તેમના દિલમાં કાઇ માટે તિરસ્કાર તે સંભવતા જ નથી. તિરસ્કારનું સ્થાન કરૂણા લે છે અને અનાદરનું સ્થાન પ્રેમ લે છે. દુનિયાના · તિરસ્કાયલા તે તેમના પ્રીતિપાત્ર બને છે, અને ખોટા માર્ગેથી તેમને કેમ પાછા વાળવા, તેમનામાં સમ્યક્ દષ્ટિ કેમ જાગૃત કરવી અને તેમનું કેમ કલ્યાણ સાધવુ' એ જ માત્ર તેમની ચિન્તાના વિષય બને છે, તેમના માટે કાઈ lost soul'—જેના માટે કેછ આશા સંભવે જ નહિ એવા આત્મા ' છે જ નહિ આને અથ એમ નથી કે આવી નિકૃષ્ટ કાટિની વ્યકિતમાં રહેલા અસદ શા તેમને દેખાતા નથી. આ સમાજવિરોધી અસદ શે, તે જરૂર દેખે છે, પણ સાથે સાથે તેનામાં દબાઇ રહેલા સદશાને-એટલે કે ઋશ્વરી તત્વને-પણ તે નિહાળે છે અને તે તરફ પોતાની દૃષ્ટિને એકાગ્ર કરીને તેના વિષે તે સદ્ભાવ, પ્રેમ. આત્મીયતા અનુભવે છે. અન્ત પુરૂષો દરેક માનવીમાં ઇશ્વરનાં દર્શન કરે છે એમ જે કહેવાય છે તેને અર્થે આ છે. આપણે ત્યાં વિનાબાજી ” એક સન્ત કાટિના પુરૂષ છે. તેમણે આ ડાકુએમાં—આ બહારવટીઆએમાં રહેલા દુષ્ટતાનાં જ 'કવળ - દ”ન ન કર્યાં, પણ તેમનામાં દખાઈ રહેલાં સૌહાદ"ના, માનવતાનાં, પરમ ચૈતન્યનાં પણુ દર્શન કર્યાં, અને પરિણામે તેમને આ કુએ વિશેના અભિગમ કેવળ સદ્ભાવનાના-આત્મીયતાને રહ્યો. જેમને આપણે કેવળ તુચ્છકારની દૃષ્ટિથી જોવાને ટેવાયેલાં છીએ તેમામાં તેમણે એક જ પિતાનાં સન્તાને-સહેાદર બધુ—જોયા. આવા આત્મીય ભાવથી તેમણે તેમને ખેાલાવ્યા, પાસે બેસાડયા, પંપાળ્યા, સાથે ભાજન કર્યુ, પાણી પીધુ' અને મહોબત કીધી, તે એ હદ સુધી કે આ ડાકુઓને પણ પ્રતીતિ થ કે આ આપણા `સ્વજન છે; તે જે કાંઈ કહે છે તે કેવળ આપણા હિતનું કહે છે; આપણા , માટે તેને નથી ; અણુગમા, તુચ્છકાર કે તિરસ્કાર, પણ આપણા જીવનની આટઘી બધી અધમતા હેાવા છતાં, તેના દિલમાં આપણા માટે ઉંડે સદ્દભાવ, સમભાવ, અને અપાર કરૂણા છે. ભગવાન પત ંજલિના યેગસૂત્રમાં પહેલુ` સૂત્ર છે ટ્ટિસામતિાયાં ૫ વૈયા7 | અહિસાની જ્યાં પ્રતિષ્ઠા થાય છે ત્યાં સામેની વ્યક્તિના દિલમાંથી વૈરભાવ સરી જાય છે. આ સૂત્રને ભાવ આ પ્રકરણમાં આબેહુબ મૂર્તિ મન્ત થઇ રહ્યો છે. માનવતાના શંત્રુ સમા, માનવીનું ખુન કરતાં જેના હાથ અચકાતા નથી એવા નિષ્ઠુર પ્રકૃતિના, વર્ષાની ડાકુગીરીથી નોર બની ચૂકેલા આ બહારવટીઆ, જેમ લટ્ટું લાહસુ’અક તરફ આકર્ષાય તેમ વિનેબાજી તરફ આક પાઁયા, કારણ કે વિનેબાજીમાં અહિ ંસાં પ્રતિષ્ઠિત હતી; વેદાન્તનુ અદ્વૈત પ્રતિષ્ઠિત હતુ. તેમના શબ્દથી, આ ડાકુએમાં રહેલી દુષ્ટતા, માનવ– શત્રુતા, જાણે કે સરી પડી, ખરી પડી અને જેમ ઘેટાં ભરવાડ પાસે ચાલી આવે તેમ આ કુંએ વિનાના સાન્નિધ્યને શોધતા ચાલી આવ્યા. અને પારસમણિના સ્પર્શથી જેમ પીતળમાં સેાનાની ચમક આવે, તેમ વિનાબાજીનાં સંસ્પર્શથી તેમનામાં માનવતાની ચમક ઝાકી ઉડી. · અહિંસાથી પ્રભાવિત અનેલા ડાકુઓ અને ઊંડા દિલના ઉમળકાથી તેમને આવકારતા-ભેટતા પ્રેમપ્લાવિત વિનેબાજી–આવી સુભગ દૃષ્યના કારણે અદ્ભુત બનેલી આ ઘટના આખા ભારતનું ધ્યાન ખેંચી રહેલ છે અને એના રહસ્યને સમજવા ઝાવા સૌ કાષ્ઠ આતુરતા સેવી રહ્યુ છે. પૂરક નોંધ : જે પ્રદેશમાં બહારવટિયા વસે છે તે ભીંડ તથા મુરૈનાના પ્રદેશમાં પ્રવેશ કરતાં પહેલાં શ્રી. વિનેબાજીએ આગ્રા ખાતેથી તા. ૫--૫-૬૦ના ાજ હિંદીમાં એક નિવેદન કર્યું હતું . તે નિવેદન પ્રસ્તુત વિષયમાં વિનેબાજીને સમજવામાં મદદરૂપ થશે એમ સમજીને તેના અનુવાદ નીચે આપવામાં આવે છે. “અહિંથી હું ભીંડ–મુરૈનાના ઇલાકામાં જવા ધારૂં છુ. આજ સવ રે મને કાઇએ પૂછ્યું કે 'શું આપ ડાકુઓનાં ક્ષેત્રમાં જવા ધારા ધ્રા ? ' તે મે' કહ્યું કે નહિ, ડાકૂના ક્ષેત્રમાં જવાને મારા વિચાર નથી. હું ભીંડ––મુરૈનાના ક્ષેત્રમાં જરૂર જવા ઇચ્છુ છુ. પણ એ ક્ષેત્રને સજજતેનુ ક્ષેત્ર સમજું છું, જેવી રીતે આખું હિંદુરતાન સજ્જને!નુ ક્ષેત્ર છે. એવી રીતે . તે પણ છે અને ડાકૂ કાણુ છે અને કાણુ નથી એને ફેસલા તે પરમેશ્વરની પાસે થવાના છે. એ જરૂરી નથી કે, જેને ડાકૂ માનવામાં આવે છે તે ડાકૂ હોય જ છે. ખીજા પણ ઘણા સંભવિત છે ક્ર પરમેશ્વરની દૃષ્ટિમાં અધિક સાબિત થાય.' ડાકૂ હોય છે અને ગુનેગાર ખીજા જ ગુજરાતના વહીવટી અને શૈક્ષણિક એક વિચારણા માધ્યમ અંગે ગુજરાતનું એક અલગ રપ ધટક નિર્માણ થતાં તેને વહીવટ ગુજરાતના માધ્યમ દ્વારા ચાલશે એવી નવી સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાત અને તે પહેલાં તે અંગે ગુજરાતના પાટનગર અમદાવાદ ખાતે ચાળેલી ઉગ્ર ઝુ ંબેશ – આ છે કારણાને લીધે આ ભાષકીય પ્રશ્નના વધારે ઊંડાણથી તેમજ વ્યાપકતાથી વિચાર કરવાની જરૂર ઉભી થઇ છે. અંગ્રેજી હકુમત દરમિયાન બધું ઉચ્ચ શિક્ષણ અગ્રેજીમાં અપાતું અને રાજય વહીવટ મેટા ભાગે અંગ્રેજીમાં ચાલતાં; કાયદા કાનૂન અંગ્રેજીમાં ધનતા અને અદાલતી કામકાજ પણુ અંગ્રેજીમાં ચાલતુ. આનાં બીન અનેક ગેરફાયદાઓ હતા, પણ સાથે સાથે આપણું ધ્યાન ખેંચે એવા એક વિશેષ લાભ પણ હતા. અને તે એ કે સો કાઇ રાજ્યાધિકારીઓને અ ગ્રેજીના માધ્યમ દ્વારા વ્યવુંહાર કરવાના હાને તેમની ફેરબદલી આખા ભારતમાં છૂટથી થઇ શકતી, અધ્યાપકોની પણ એવી જ - છુટથી હેરફેર થઇ શકતી, વિદ્યાથી ઓ ભારતમાંની કાઇ પણ એક કાલેજમાંથી છુટા થઈને અન્ય કે કોલેજમાં સરળતાથી પ્રવેશ કરી શકતા અને કાયદાકાનૂનની સર્વાંત્ર એક જ પરિભાષા રહેતી અને ભારતની એક પ્રદેશની. વરિષ્ટ અદાલતના ચુકાદાઓની શહાદત અન્ય પ્રદેશાની અદાલતોમાં
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy