SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ જીવન ૧૮ ભાગે બહુ જ નબળા બાંધાના હોઇને તેમને વીટામીનની ગાળીએ પણ આપવામાં આવે છે. તેમનામાં રહેલી શક્તિઓને, સૌન્દ દષ્ટિને તથા બુદ્ધિમત્તાને બને તેટલા પ્રમાણમાં વિકસાવીને તેમના ચારિત્ર્યનું ઘડતર કરવું, - તેમનામાં સ્વાશ્રય અને સ્વમાનની ભાવના કેળવવી, ‘તેમનુ કાઇક છે અને ગમે ત્યાં ફેંકાઇ જવાને તે સરજાયા નથી એવી ભાવના તેમનામાં પેદા કરવી અને પ્રેમ તથા સદ્ભાવના વાતાવરણમાં વિકસવા માટે તેમને પૂરી તક આપવી—આ ‘ખાલ— આનદના ઉદ્દેશ છે. આવા કેન્દ્રમાં દંડ-શીક્ષાને કોઈ સ્થાન ન જ હાય એ દેખીતુ છે. બહુ જ થાંડાં બાળકાથી શરૂ કરાયલા આ બાલ-આનંદ શાળાના ઉપર જણાવ્યુ' તેમ આજે ૭૦ થી ૮૦ જેટલાં બાળકા લાભ લે છે અને તેની માંગ સતત વધતી જાય છે. તેઓ નીચેના થરના છે અને તેમાં બધી જ્ઞાતિએ અને સપ્રદાયના સમાવેશ થાય છે. આ કેન્દ્રમાં નાતજાત, ધમ' કે સ ંપ્રદાયના ક્રાઇ ભેદ નથી અને ૩ વર્ષથી માંડીને ૧૬ વર્ષ સુધીનાં બાળક–બાલિકાએ આ કેન્દ્રનો લાભ લે છે. અહિ` ઊંચા કુટુંબની હું બહેને શુદ્ધ સેવાભાવે કામ કરે છે અને ૬ બહેનેા મર્યાદિત વેતન ઉપર કામ કરે છે. આજે આ પ્રવૃત્તિ ચલાવવા પાછળ માસિક ૨૫૦ થી ૩૦૦, રૂપિયાના ખર્ચ થાય છે. આજ સુધીના ખર્ચના ખાજો પ્રસ્તુત કુટુંબના કુટુંબીજને એ જ ઘણા મેટા ભાગે વહન કર્યાં છે. આ ઉત્તરાત્તર વધતી જતી આર્થિક જવાબદારીવાળી અને કેવળ સાર્વજનિક કલ્યાણુ સાધતી પ્રવૃત્તિને આગળ ચલાવવી હોય, વિકસાવવી હોય, અને વધારે ને વધારે સાધનસ'પન્ન બનાવવી હેાય તે તેમને દ્રવ્ય માટે જાહેર જનતા તરફ હાથ લંબાવવું જ રહ્યો. આ રજીસ્ટર્ડ થએલી સંસ્થા છે વધતાં જતાં બાળકને વસાવવા માટે મકાનની સગવડ તેમના માટે જરૂરી છે, જ્યાં આ સંસ્થા ચાલ છે તે સ્થળ આમ તેા ઝાડપાનથી ઢંકાયેલુ છે, પણ ચોમાસા માટે તેને પાકા ઢાંકણની તત્કાળ જરૂર હતી. આ તેમ જ બીજી કેટલીક જરૂરિયાતાને પહાંચી વળવા માટે બાલ આન ંદની સંચાલિકા બહેને એ ક્રૂડ ઉધરાવવુ શરૂ કર્યુ હતું અને કુંડ ભરાવનારાએના મનાર જનાથે ગત માર્ચ માસની ૧૨ મી તારીખે એક જલસ રાખવામાં આવ્યા હતા. જેનુ' પ્રમુખસ્થાન શ્રીમતી હંસાબહેન મહેતાએ શાભાવ્યું હતું. પ્રસ્તુત કુંડમાં સ ંચા લિકાં બહેનોના શુભ પ્રયાસથી આશરે. ૨૩૦૦૬ ની રકમ એકઠી થા હતી, જે માટે તેમને અનેક ધન્યવાદ ધટે છે. આશા રાખીએ કે સુખવૈભવયુકત જીવન જીવતાં મુંબઈમાં વસતા અન્ય સસ્કારી કુટુએ પોતાની આસપાસ રહેતાં ગરીબ કુટુ ખાતા તંગી અને અજ્ઞાનના કારણે, સંસ્કારવ'ચિત રહેતાં બાળકાની આ પ્રકારની સારસંભાળ લેવા પ્રેરિત તેમ જ ઉદ્યુત બનશે. પાનદ ચૂ’ટણીએને સાચી સભ્યતા ઉપર આધારિત કરો આપણા ધણાં વર્ષોંને અનુભવ છે કે સામાન્ય બ્રેકજીવનમાં સૌથી વધારે ક્ષેાભ, કટુતા અને અશાન્તિ પેદા કરનાર કાઇ પણ ઘટના હોય તે! તે આજકાલ અવારનવાર યોજાતી-ધારાસભા કે મ્યુનીસીપાલીટીને લગતી—ચૂંટણી છે. ચૂંટણી આવે છે ત્યારે ગામ કે શહેરના લેાકા ભિન્નભિન્ન પક્ષામાં વહે'ચાઇ જાય છે અને પોતાના પક્ષને જીતાડવા માટે અને અન્ય પક્ષાને હરાવવા માટે પક્ષના આગેવાના અને ઉમેદવારા વાણી અને વનનેા સવ` સંયમ, મર્યાદા અને સભ્યતા ગુમાવી દે છે અને અનૈતિક અને અટિત સાધનાને વિના સંકાચે ઉપયોગ કરે છે. લેાકશાહી સાથે ચૂંટણી અનિવાય`પણે જોડાયલી છે, પણ આજે ચાલે છે તે પ્રકારની ચૂંટણીએ લાકજીવનને સુ'થી નાખે છે, નીચું પાડે છે. ચૂંટણીઓના આ માઠાં પિરણામાથી જનતાને બચાવવી હોય તે ચૂંટણી લડવા માંગતા બધા પક્ષા વચ્ચે ચૂંટણી દરમિયાન પક્ષકારોએ કેવી રીતે વવું તેને લગતી–પરસ્પર સભ્યતાસૂચક–પાકી સમજુતી થવી જોઈએ અને તા. ૧૬ ૫-૬૦ તે મુજબ વર્તવાની ફરજ દરેક પક્ષના પ્રતિનિધિઆએ સ્વેચ્છાએ સ્વીકારવી જોઇએ. આ વિચાર વિનેબાજી તરફથી-સવ સેવાસ ંધ તરફથી—અવારનવાર લેાકેા સમક્ષ રજૂ થતા રહ્યો છે. ગયા ઓકટોબર માસમાં આગ્રામાં ૨૪ વર્ષના ગાળે ત્યાંની મ્યુનિસીપલ કારોરેશનની ચૂંટણી થવાની હતી. તે પ્રસંગે એ ચૂંટણીમાં ભાગ લેનાર કાંગ્રેસ, કમ્યુનીસ્ટ વગેરે સવ પક્ષાના પ્રતિનિધિ તરફથી. ઉપર જણુાવેલ ભાવનાથી પ્રેરાઇને સવ"સ ંમત એવું એક નિવેદન ચૂંટણી પહેલાં બહાર પાડવામાં આવ્યું હતું, જે નીચે મુજબ હતું – ચૂંટણી આપણાં જનતત્રનું અભિન્નતમ અંગ છે. પર ંતુ આજે ચૂંટણીએ જે રીતે લડવામાં આવે છે તેથી સમાજનું વાતાવરણ અત્યન્ત દૂષિત બને છે, અને અંદર અંદર વૈમનસ્ય અને કટુતા ધણા દિવસ સુધી ચાલ્યા કરે છે. આનાં અનેક દુષ્પરિણામ આવે છે અને જનહિતના કાર્યોંમાં અકારણ વિરોધ જાગે છે તથા અવરાધ ઉપસ્થિત થાય છે. આને લીધે આજે એવી હાલત ઉભી થઇ છે કે જો કાઇ પણ ક્ષેત્રમાં શાન્તિભગ કરવા હોય તો ત્યાં ચૂંટણીને નેતરવી. આ આપણી રાજનૈતિક અપરિપક્વતાનું સૂચક છે. દેશ માટે આવી સ્થિતિ કલ્યાણપ્રદ બની ન શકે. આજ ૨૪ વર્ષ બાદ એકટાબર માસમાં આ શહેરમાં નગરનિગમ (મ્યુનીસીપલ કારર્પોરેશન)ની ચૂંટણી થવાની છે. આ ચૂંટણી એવી રીતે લડવામાં આવે કે જેમાં સાર્વજનિક જીવનનું સ્તર ઊંચે ઉઠે, આપણામાં પરસ્પર સભાવના જળવા રહે તથા જનતાની વાસ્તવીક મત ક્રાઇ ગેરરીતી, દબાણુ કે પ્રલેાભન સિવાય વ્યકત થઇ શકે- આપણા સના હિતમાં છે. “ આ ઉદ્દેશની પરિપૂતિ માટે અમે સ પક્ષના પ્રતિનિધિઓ તથા અન્ય ઉપસ્થિત લોકો એકમતથી નિશ્ચય કરીએ છીએ કે આ ચૂંટણીમાં— (૧) અમે એવાં સાધતેના ઉપયોગ નહિ કરીએ તેમ જ નહિ થવા દએ કે જે નૈતિકતાથી વિરૂધ્ધ હાય. (૨ આલાયના સિદ્ધાન્ત અથવા તે કાય પ્રણાલીની કરવામાં આવશે, કાષ્ટની પણ નિષ્ઠા કે ચારિત્ર્ય ઉપર આક્ષેપ કરવામાં નહિ આવે. (૩) મિથ્યા પ્રચાર તથા એવી અસત્ય ભાષ તથા લેાકા slogans ના પ્રયોગ કરવામાં નહિ આવે કે જેથી લેકમાં ભ્રમ તેમજ ઉત્તેજનાને ફેલાવા થાય અને શાન્તિભ ંગ થવાની સભાવના ઉભી થાય. જો કાઇ પણ પક્ષના લોકો તરફથી શાન્તિભંગ થશે તે તે પક્ષના નેતાઓ જ તેને જાહેર રીતે વખાડી નાખશે. (૪) ચૂંટણીમાં શક્ય તેટલા ઓછામાં ઓછા પૈસાને ખેંચ કરવામાં આવશે. (૫) મત મેળવવા માટે શરાબ વગેરેને પ્રયોગ કરવામાં નહિ આવે, “ જનતા પ્રત્યે અમારી અપીલ તેમ જ અપેક્ષા છે કે તેમના અમને પૂર્ણ સહયોગ મળે અને તે કાઇ પણ વ્યક્તિ અથવા પાટીદ્ગારા ઉપર્યુકત બાબતેનુ ઉલ્લધન સહન ન કરે, અર્થાત્ કરવાવાળાને ચેતવણી આપી દે કે તેનું પરિણામ વિપરીત આવશે. “ અમને અત્યન્ત આશા તેમ જ વિશ્વાસ છે કે આ પ્રમાણે લડવામાં આવનાર ચૂંટણી નગરમાં એક અત્યન્ત સ્વસ્થ વાતાવરણ ઉત્પન્ન કરશે તથા કારપેારેશન માટે સેવાના માર્ગ પ્રશરત કરશે. આ નિવેદન અને તેમાં રહેલી સમજુતી અત્યન્ત આવકારદાયક છે; આનું અનુકરણ જ્યાં જ્યાં ચૂંટણી થવાની હોય ત્યાં ત્યાં સત્ર થવું ધરે છે. ચૂંટણી એ લેાકશાહીની રચનાનું એક મહત્વનું અંગ છે અને એ દ્વારા સમાજજીવનમાં પ્રગાઢ વિશ્વનું સીંચન થાય છે, જે પછીના પક્ષગત સવ વ્યવહારાને અનેક પ્રકારે દુષિત અનાવે છે. ચૂંટણી લડવાના પ્રસંગે પરસ્પર ઉદારતા, ખાનદાની અને ખેલદિલી દાખવવામાં આવે અને તે સંબંધમાં ઉપર જણાવ્યુ તેવુ એક ઊંચી સભ્યતાભયુ" ધારણ જો સ`ત્ર અખત્યાર કરવામાં આવે તે લેાકશાહીના આ મહત્વના અંગ સાથે જોડાયલા ભયસ્થાનથી આપણા દેશ ઉગરવા પામે, પરમાનંદ
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy