SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૬૦ પ્રબુદ્ધ જીવત ગુજરાત રાજ્યના ઉદ્ઘાટન પ્રસંગે પૂ.રવિશંકર મહારાજના આશીર્વચન અને એ સાથે એની સુવ્યવસ્થિત યોજના ઘડીને દેશને માગ દશન આવુ... જોઇએ. ભાગ નહીં ત્યાગ સ્વરાજ્ય મળ્યા પછી અતિ પવિત્ર ઉત્પાદક શ્રમતિ દિસસે દિવસે આપણામાં ધટતી જાય છે અને પ્રજાનું માં વધારે ભાગ તરફ જઇ રહ્યું છે. એ ભેગપ્રાપ્તિ માટે એને અન્ન અને શ્રીધ કરતાં સિક્કાની અગત્ય વધુ સમજાવા લાગી છે. તેથી ખેતી જેવા પવિત્ર ધંધા કરનારા ખેડૂતે પણ સિકકા પાછળ પડ્યા છે. પશુ આ બધાંનું ખરૂં કારણ છે સુધરેલા ગણાતા ભદ્રસમાજના આચાર, આપણા આ વર્ષે સ્વરાજ્ય મળ્યા પછી ત્યાગને બદલે ભાગ તરફની રૂખ બતાવી છે. એટલે એ દિશાએ સામાન્ય જન પણ વળ્યા છે. આ કારણે જીવનમાં બધા ક્ષેત્રમાં તાણુ અને અસ તેાષનું ભાન થવા લાગ્યું છે. અંજલિ આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઇ રહ્યું છે. તે વખતે પૂ. ગાંધીજીની ભવ્યમૂતિ અને એમણે આપેલા ભગ્ય વારસા તેમ જ આ સ્થળે રહીને આપણને આપેન્ના અનેક પાઠ પણ નજર સમક્ષ તરવરે છે. વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા પૂ. સરદારશ્રીનું આ પ્રસ ંગે સ્મરણ થાય છે. તેમને નમ્રભાવે પ્રણામ કરી મારી ભાવભરી અંજલિ અપણુ કર્યાં સિવાય રહી શકતા નથી. દેશને માટે જેમણે નાની મોટી કુરબાની અને પ્રાણ અર્યાં છે, તે સૌનામી અનામી રાષ્ટ્રીને આદરભાવે વંદન કરૂં છું. આપણી શકિત રાષ્ટ્રપિતા ગાંધીજીની નજર સમક્ષ દરેક ક્ષણે ભારતનું ગામડુ અને ગામડાંની પ્રજા રહેતી. એમના વિકાસમાં એ ભારતના વિકાસ જોતાં. આપણા ગુજરાતનાં ગામડાંઓમાં કુશળ, ખંતીલા અને ખૂબ મહેનતુ ખેડૂતો છે, ભણેલા ન હોવા છતાં ધંધારોજગાર ચલાવવામાં અતિશય કુશળ એવા આપણે ત્યાં સુંદર કારીગરો છે. વહાણવટું કરવામાં કુશળ એવા દરિયાકાંઠે વસતા દરિયાખેડૂ પશુ છે, અને ગુજરાતની પ્રજા પાસે અવ્યવહારમાં કુશળ અને કરકસરિયા એવા વ્યવહારકુશળ મહાજજના પણ છે. વધતી સ’પાંત્તની સમાન વહેંચણી આ બધાની શક્તિને ગુજરાતના હિતનાં ચાલના મળે તે ગુજરાત ભલે નાનું રાજ્ય હાય, ભલે અત્યારે ખાધવાળા પ્રદેશ ગણાતા હાય, તા પણ થાડા વખતમાં સમૃદ્ધ બની શકે એ વિષે મારા મનમાં બિલકુલ શંકા નથી. સ્વરાજ્ય મળ્યા પછી દેશભરમાં ઘણાં વિકાસકાર્યાં થયાં છે. રાષ્ટ્રની સ ંપત્તિ તેમ જ પેદાશ પણ વધી હશે, પણ એની યેાગ્ય વહેંચણી થાય તે જ આપણે 'સમતા અને શાંતિની દિશામાં પ્રયાણુ કહ્યુ` કહેવાય. યેાગ્ય વહેં ચણી કરવાના રસ્તા ધનદોલતની લહાણી કરવી એ નથી. પણ આપણે ત્યાંની એકેએક સશક્ત વ્યક્તિને એને લાયકનું કામ મળી રહે અને ઢાંશે હાંશે એ કામ કરવાના એના દિલમાં ઉત્સાહ પ્રગટે એ કર વાની ખૂબ જરૂર છે. ભૂમિ શાષણનું નહિ પાષણનું સાધન અને આપણે ત્યાંની માનવશક્તિના અને કુદરતી બક્ષિસેના ઉપચેગ થાય તે આપોઆપ સૌંપત્તિ ` અને સમૃદ્ધિ પણ વધવાની અને યેાગ્ય વહેચણી પણ થવાની. આવુ કરવુ હશે તે! આપણે ખેતી અને ગેાપાલન તરફ આજે આપીએ છીએ તેથી પણ વિશેષ ધ્યાન આપવુ પડશે, ભૂમિ એ કદી શાષનું સાધન ન ખતવી જોઇએ, એ તો પોષણનું સાધન બનવી જોઇએ. આપણું ગેાધન અને પશુધન ખાંડુમાંહું હવે નહીં ચાલે, પણ જોઇને આંખ ઠરે એવું ગાધન હેાવું જોઇએ. જે દેશમાં દૂધઘીની નદી વહેતી, એ દેશમાં ચોકખાં ઘી મળવાં દુર્લભ થાય એ આપણી કેવી દુર્દશા કહેવાય ! એ સ્થિતિ આપણે ટાળવી જ જોએ. ગેાસેવાના સાચા માર્ગ : ગેાપાલન ગાસ વધન અને ગે સેવા એજ એના સાચા ઇલાજ છે. ગાવધ બધી જેમ અમદાવાદ શહેરે અને સૌરાષ્ટ્રે કરી છે, એમ આખા ગુજરાંતમાં થવી જોઇએ. એમ થશે તે મને બહુ ગમશે, પણ ઉત્તમ ગેાપાલન એ જ ખરેખર ગોસેવાતે સાચા માર્ગ છે એ કદી ભૂલવા જેવુ નથી. ૧૯ અન્નસ્વાવલ અન આજે અનાજ આપણે પરદેશથી મગાવવુ પડે છે. આ સ્થિતિ આપણે માટે ખતરનાક અને શરમજનક છે. અનાજની બાબતમાં ગુજરાતે સ્વાવલાંબી બનવાને નિર્ધાર કરવા જ જોઇએ. પ્રજા વધારે પૈસા પાછળ દોટ ક્રમ કાઢે છે? એને જેટલુ મળે છે એટલું આછું જ કેમ પડે છે ? એનું માંસ ંગ્રહ તરફ અને વધુ સુખાપભેગ તરફ કેમ વધે છે? આ વૃત્તિ રેકવા માટે ચીનની જેમ આટલાં કપડાં પહેરી, આમ જ કરે, આમ જ વ એવા વટહુકમે ભલે બહાર ન પાડીએ, પરંતુ આપણા પ્રધાના, આપણા આગેવાનો અને આપણા અમલદારો તથા આપણા મુખ્ય કાર્યાંક પોતાના જીવનમાં સાદાઇ અને કરકસરનું તત્ત્વ અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું માગદશન આપી શકશે. બંગલા, મારા, ફરનીચર, મોટાઇ દેખાડવાની રીતભાત, હાટેલા, મિજબાનીએ, એ સૌમાં સાદાઇ અને કરકસરની છાપ પડવી જોઇએ. રાજ્યનાં કામેામાં તે ઠીક, પણ અંગત જીવનમાંય એ તત્ત્વ દેખાવા લાગશે તે પ્રજા પર એની જાદુઇ અસર પાડશે. આજે લાંચ અને રૂશ્વત અને કાળાબજારની બદી ઠેરઠેર જોવા મળે છે. એ માટે રાજ્યે અને પ્રજાજનોએ સહકાર સાધીને એને દૂર કરવાના દૃઢ નિર્ધાર કરવા પડશે લેાકેાની ભાષામાં લેાકેાને વહીવટ, ન્યાય, શિક્ષણ આપણને સ્વરાજ્ય મળ્યાને આજે બાર બાર વર્ષીનાં વહાણાં વાયાં, એમ છતાં આપણા સામાન્ય જનેને આપણું રાજ્ય પરાયા જેવુ લાગે છે, કારણ કે આપણા વહીવટની ભાષ હજી અગ્રેજી ચાલે છે. લેકની ભાષામાં લેકાના વહીવટ ન ચાલે, લેકે સમજી શકે એ ભાષામાં ન્યાય ન તાળાય, લેકા સમજી શકે એવી ભાષામાં શિક્ષણુ ન અપાય, ત્યાં સુધી લોકાને આ અમાંરૂ રાજ્ય છે અને એના ઉક' માટે અમારે પરિશ્રમ ઉઠાવવા જોઇએ' એવી ભાવના નહી જાગે, રાજ્ય માટેના આત્મભાવ નહીં જાગે. એટલે ગુજરાત રાજય સૌ પ્રથમ એવી જાહેરાત કરવી જોઇએ કે ગુજરાત રાજ્યને તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલશે. શિક્ષણનું માધ્યમ પહે લેવા છેલ્લે સુધી ગુજરાતી જ રહેશે અને નોકરી માટેની પરીક્ષા પણ ગુજરાતીમાં જ લેવામાં આવશે. પ્રાથમિક શિક્ષણનાં પ્રથમ સાત ધારામાંથી સ્વ. ખેર સાહેબની મુંબઇ સરકારે અંગ્રેજીને બાદ રાખવાની જે નીતિ વર્ષાં પહેલાં, જાહેર કરીને અમલમાં આણી છે, એ બહુ ડહાપણભરી નીતિ છે, અને એને ગુજરાત રાજ્ય દૃઢતાથી વળગી રહેશે. શિક્ષણનું ધારણ· ઉતરી ગયુ` છે એને ઊંચું લાવવા માટે શું કરવું જોઇએ, એની પણ ખૂબ વિચારણા કરવી પડશે. તુમારની ચુંગાલમાંથી મુકિત તુમારની ચુંગાલમાંથી પ્રજાને બચાવવાની યુકિત જો ગુજ રાતનું રાજ્ય ખાળી કાઢશે તે પ્રજા ભારે રાહત અનુભવશે. કલેકટર મામલતદારાને મળીને અને મામલતદાર સ્થળ પર જને તુમારને. ઝટર્ઝટ નિકાલ કરવા લાગે તે! ધણા બગાડ અટકી જશે. રૂબરૂ પતી
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy